Saturday, 21 March 2015

મારી મૌજ , મારી મસ્તી, મારો આનંદ, મારો શોખ જે કહો તે બસ આ એકજ ...!


મારી મૌજ , મારી મસ્તી, મારો આનંદ, મારો શોખ જે કહો તે બસ આ એકજ ...!  

વર્ષો પહેલા મને છોડી ગયેલા મારા બે આત્મ સખા.... 

"અનંત" અને "અજ્ઞાની" ના ગરબડીયા અક્ષરે લખેલા... 

અને આજે પણ જેમની તેમ સ્થ્તિમાં અસ્થિ પિંજર થઈ ગયેલા  .... 

પડ્યા પડ્યા ઝર્ઝરિત થઈને  , પીડા પડીને સડી રહેલા કાગળિયા ઉકેલવા ... 

અને એક પછી એક અહી છાપી મારવા જેથી સારી રીતે સચવાઈ રહે...

જ્યારે પણ સમય મળે હું થપ્પો લઈને બેસી જાઉં ... 

અને પછી જેટલું ઊકલે એટલું ઉકેલું થાકું ત્યારે પડતાં મેલુ... 

આજે મને એ ઝર્ઝરિત કાગળિયામથી એક ટૂંકી આત્મ કથા જેવો અટપટો પત્ર મળ્યો.... 

" જે તારો સવાલ એજ મારો  સવાલ..." 

પહેલા તો મનેજ પ્રશ્ન થતો હતો, કે, "હું કોણ છું ?" 
હવે એજ પ્રશ્ન થાય છે તને, કે, હું કોણ છું,..?  

હાં, હાં, સુંદર જોવું મને ગમે છે !  

અને તું સુંદર છે ! તેથી તને હું જોઉ છું. 

તું પણ કદાચ એજ જોતી હશે મારામાં.

ચારેબાજુ થી જોઈ તપાસી અને પછી ...! 

તું  વારંવાર મને પૂછે છે "તું કોણ છે ? "

મારી દ્રષ્ટિએ " હું કોણ છું..?" તું કોણ છે ?" 

એ પ્રશ્ન રહેવા દે, કદાચ એનો જવાબ ક્યારેય નૈ મળે ... 

અને આમેય હું કોણ છું ? તું કોણ છે ?

એ પ્રશ્ન ગૌણ છે. 

જોવાનું એ છે કે એક બીજા પ્રત્યે .... 

આપણો કેવો દ્રષ્ટિ કોણ છે. 

તારા માટે હું કોણ છું..? 
મારા માટે તું કોણ છે..? 

એ જે પ્રશ્ન તને મારા માટે છે ... 
એજ પ્રશ્ન  મને મારા માટે છે...  

જો આ એક પ્રશ્નનો જવાબ સ્પષ્ટ મળી જાય... 
તો બાકીના બધા પ્રશ્ન એક સામટા ઉકલી જાય...   

હું પણ એજ પ્રશ્ન પૂછું છું કે "હું કોણ છું?" 
તું પણ એજ પ્રશ્ન પૂછે  કે "તું કોણ છે ?"

"અનંત" પ્રશ્નો નો બન્ને તરફથી જો -
એકજ  જવાબ મળી જાય, તો...!  

 હું કોણ છું ? નો જવાબ મને, અને,
તું કોણ છે ? નો જવાબ તને મળી જાય... 

પત્ર ના અંતમાં એણે લખ્યું છે ... 

એ માત્ર થોડી ક્ષણ મને મળી છે. 
બસ થોડી અમથી વાતો કરી છે. 

ત્યાર પછી મને એ ફરી મળી નથી... 

હું રાહ જોઊ છું ! 

હવે તો કોઈ પાસેથી 

એના ખબર મળે તો ખબર પડે કે, 

ખરેખર એને ચાહત છે કે પછી માત્ર ને માત્ર... 

મારા વિષે જાણવાની જિજ્ઞાસા...? 

"અનંત" 

*બ્લાસ્ટ* 

તું જો રાહ જોતી હોય તો, હું રાહ જોઉ. 
તું જો ના જોતી હોય તો,  હું, ના જોઉ .

"અનંત" બસ આજ તકલીફ છે મારી. 
તું જો રાહ ના જુવે તો પછી હું કાં,જોઉં ? 

"અનંત"      

માપીને આપતો નથી ..! 
આપીને થાકતો નથી..! 

ફૂલોની માફક ખીલું છું.  
કાંટો થૈ ચુભતો નથી. 

મારે કેમ જીવવું એ હું- 
કોઈને પૂછતો નથી..! 

"અનંત" મસ્તીમાં જીવું છું .
એક ક્ષણ પણ ચૂકતો નથી .!   

બસ "અનંત" આપું છું. 
તેથી અધિક પામું છું.   

"અનંત" 

બસ આજે આટલું જ ઉકેલી શક્યો ... 

મને લાગે છે હવે મારે સવાર સુધી આંખ બંધ કરી ઉકલી જવું જોઇયે ....:)

"अनंत" वक्त गुजरने में कहा, वक्त लगता है, 
ये देखो अभी अभी तो हम मरे थे,अभी जिंदा है. 


"अनंत"
  


No comments:

Post a Comment