Wednesday, 25 March 2015

આપવીતી .... મને કાઇજ સમજ નથી પડતી ...


આમ તો મને મારા વિષે બૌ બોલવું નથી ગમતું .. 
અને આમેય મારામાં મારા વિષે બોલવા જેવુ કશું ખાસ છે પણ નહીં..! 
એવું કાય હોય તો બોલું ને ! 
આ તો અહી ત્રીજા વિશ્વમાં પ્રવેશ્યા બાદ ઘણાને એવો ભ્રમ થઈ ગયો કે "હું બૌ હોશિયાર છું " 
ખરેખર એવું જ હોત તો આવું ના હોત. 
બૌ લોચા થાય  છે . કાયજ નથી સમજાતું. સાલું બધુ બૌ અટપટું લાગે છે .
આમ તો અંગ્રેજી ના વાંકે .....
જ્યારથી આ ત્રીજા વિશ્વમાં પ્રવેશ કર્યો છે ત્યારથી  કહેતો આવું છું કે ... 
ભઈ !મને અંગ્રેજી નથી આવડતું ....  
પણ મારી આ વાત કોઈ માનવા તૈયાર નથી ..! 
અને કોઈ બેચાર શબ્દો જે ગુજરાતી સાથે ભળી ગયા હોય , 
એ મને સમજાય તો પણ શું ..! 
એનો અર્થ એ તો નથી જ ને કે હું બૌ બધુ અંગ્રેજી સમજુ છું.!   
હાં અંગ્રેજીમાં લખેલું ગુજરાતી સમજાય પણ ટૂંકું હોય તોજ ... ! 
બાકી તો આ રૂપાળો ચહેરો જોઈને ભલભલા છેતરાઈ જાય છે ..! 
પણ એમાં મારો શું વાંક .?!  
લોકો ને એમ થાય છે હું જુઠ્ઠું બોલું છું .
અથવા  હું એમની મશ્કરી કરું છું . 
પણ હું એવું બિલકુલ નથી  કરતો ! 
યાર.. મશ્કરી તો ઈશ્વરે મારી કરી હોય એવું ક્યારેક મને ! લાગે છે..!
ઈશ્વરે મને રૂપ આપીને બુધ્ધિની બાદબાકી કરી છે..! 
અથવા તો એ જ્યારે ભેજામાં બુધ્ધિ ભરવા મટિરિયલ તૈયાર કરતાં હશે ત્યારે હું ,
આદત મુજબ ક્યાક ભટકવા ચાલ્યો ગયો હોઈશ . 
યા તો આદત વશ કોઈ સુંદર કન્યાથી આકર્ષાઈને  એની  તરફ ખેંચાઈ ગયો હોઈશ . 
 ત્યારે  ઈશ્વરે મારા ભાગનું બુધ્ધિનું ભૂસું કોઈ બીજામાં નાખી દીધું હશે...  
સાલું બૌ તકલીફ પડે છે ..! 
અંગ્રેજીના વાંકે ,  હું ગમે ત્યાં હલવાય જાઉં છું..! 
એક વાર હું ટ્રેન ની  ટિકિટ બુક કરાવવા માટે રેલ્વે સ્ટેશને ગયો... 
 જોકે મને ટ્રેનની મુસાફરી કરવી ખુબ ગમે પણ ટિકિટ ક્યાથી લેવી એ ના ખબર પડે... 
જેમતેમ કરીને ટિકિટ લઈ લઉં તો કઈ ટ્રેનમાં , ક્યાં ડબ્બામાં ચડવું એ બાબતે પાછા ડ્ખ્ખા થાય ... 
અને ત્યારે કેવી તકલીફ પડે છે એ તો હુજ જાણું.!  
 મારી આ અણવડત ને કારણે એક ઘટના પણ ઘટી ચૂકી છે !  
એ વાત કહીશ... 
 પણ પછી અત્યારે નૈ .. 
તો હું પૂછી પૂછી ને એ ટિકિટ બારીએ પહોચ્યો જ્યાં રિઝર્વેશન થતું હોય . 
ત્યાં જઈને મે માસ્તર ને આબુ જવા માટેની ટ્રેન ક્યારે છે એ બાબતે પૂછ્યું . તો...
એને મને કહ્યું આગળ પેલા ખૂણામાં કોમ્પ્યુટર છે તેમાં ચેક કરી લ્યો.... 
મે કહ્યું મને એમાં ખબર નૈ પડે . તમે જ કહો ને .. 
એ સાહેબ મારી સામે શંકાની નજરે જોવા લાગ્યા . 
મે કહ્યું ને કોઈને ભરોશો નથી બેસતો ... 
સાહેબ કહે શું ભલા માણસ દેખાવ છો તો હોશિયાર...! 
મારી હોશિયારી કેવી છે થોડીવારમાં તમને સમજાય જશે જ્યારે હું સાચું કહીશ . 
આમ હું મનોમન બાબડ્યો ... 
માસ્તર કહે સાવ સરળ છે અહી ટિકિટની લાઇન છે . 
અને લોકોને પરેશાની ના થાય એટલેજ એ સગવડતા રાખી છે . 
જાવ જઈને કોમ્પ્યુટરમાં જોઈ લ્યો ... 
ત્યાં ઘણા બધા લોકો હતા. બધા મારી સામે જોવા લાગ્યા હું મનોમન શરમાયો ... 
અને ત્યાં કોમ્પ્યુટર પાસે ગયો અને ફરી એજ અંગ્રેજી . 
એ સમયે તો મને કોમ્પ્યુટરનું  જ્ઞાન બિલકુલ નહીં . 
મે કોમ્પ્યુટરમાં આમ તેમ ઓલી પેલી સ્વીચો દબાવી ... 
સામે કઈને કઈ લિસ્ટ અંગેરજીમાં લખેલું આવે સ્સાલું કાય જ સમજાય નૈ ...! 
અંતે કંટાળી ને ફરી હું ટિકિટ બારી પર ગયો . 
માસ્તર મારી સામે જોઈને કહે જોઈ લીધું ..? 
મે કહ્યું હા ડબલું જોયું ને ! બસ મે ડબલૂજ  જ જોયું ..! 
ફરી માસ્તર એજ શંકાશીલ નજરે મારી સામે જોઈને બોલ્યા .. 
ભાઈ મજાક ના કરો ... 
મે કહ્યું સાહેબ મજાક તો હું થઈ રહ્યો છું . 
મે તમને પહેલાજ કહ્યું કે મને નૈ ફાવે , તમે માનતા નથી તો હું શું કરું...! 
મે બેશરમ થઈ ઘણા બધા લોકો ની વચ્ચે ખુલાસો આપ્યો... 
બધા મારા રૂપાળા ને  હેન્ડસમ લાગતાં ચહેરા સામે જોઈને હસવા લાગ્યા....
સાહેબ કહે યાર દેખાવે તો હોશિયાર વકીલ જેવા લાગો છો .! 
મે કહ્યું લાગુ જ છું . છું નહીં ..!
અંતે મારે મારી ડિગ્રી વિષે હેવી માહિતી આપવી પડી .  
મે કહ્યું માસ્તર સાહેબ હું માત્ર આઠ ચોપડી પરાણે પાસ છું...! 
આજ સુધી મને પણ એ વાતનું આશ્ચર્ય છે કે , સ્કૂલ માસ્તરોએ મને આઠ સુધી પાસ કેમ કર્યો..!!!
બની શકે માસ્તર મારા કરતાં પણ કદાચ અભણ હોય ...
અને મારા કોરા છોડેલા પેપરો એને વાંચતાં ના આવડતા હોય , યા ઉકલ્યા ના હોય ,
અને મથામણ ના અંતે  કંટાળીને મને પાસ કરી નાખ્યો હોય .  
માસ્તર ભાઈ એમાં વાંક તમારો નથી ને મારો પણ નથી ..! 
તો..??? 
માસ્તરે પૂછ્યું . 
બધાના કાન મારો આગળનો જવાબ સાંભળવા સરવા થઈ ગયા ... 
સાહેબ આ બધો વાંક મારા ચહેરાનો છે ! 
જેનાથી કેટલાય છેતરાય જાય છે. 
"કેટલીય " આ હું મનમાં બોલ્યો... " 
 પણ હાં હું કોઈને  મારા રૂપાળા ચહેરાની આડમાં ક્યારેય છેતરતો નથી..!
આખરે એમ કરવા જતાં પણ હલવાઇ તો હુજ જાઉં ને..! 
સાહેબ અને બાકીના બધા લોકો મારી સામે જોતાજ રહ્યા.. 
બસ આ અંગ્રેજી વાળી તકલીફ મને અહી પણ પરેશાન કરે છે ..! 
હું અહી કે તહી મારા ભાઈબંધોના કાગળિયા ઉકેલી ઉકેલીને મૂકું ...! 
જે મારો આનંદ છે નિજાનદ છે ..! 
પણ પછી ક્યાં શું ક્યારે મૂક્યું એ મને ના ખબર હોય ... 
જ્યારે મારે ખુદને ફરી વાર એ જોઈતું હોય તો ના મળે ... 
સેટિંગમાં જાઉં તો ફરી આ બ્લોગ કંપની વાળા અવળા સવળા -
અને  એ પણ પાછા અંગ્રેજીમાં સવાલો કરે . 
કઈ કરવા જાઉં ને કઈ થઈ જાય તો... ? 
ક્યાક બધુ ગાયબ થઈ જાય તો ..? 
આવું એકાદ બે વાર થયું છે તેથી બૌ બીક લાગે છે... ! 
કોઈ વાંચે છે નથી વાંચતું એની પરવા નથી.. 
જોકે અહી કોઈ આવે જાય છે કે નૈ  મને એ ખબર પણ નથી પડતી ..! 
આ બ્લોગ પણ કોઈએ બનાવી દીધો છે અને એને આકર્ષક પણ કોઈએ બનાવ્યો છે ... ! 
બસ ત્યારથી હું અહી એકલો એકલો બબડ્યા કરું છું ..! 
મને ખુશી છે અહી કોઈ સાંભળતું નથી એ વાતની ... ! 
પાછું એવું કે જેને મને આ ખંડેર સજાવી દીધું એના વિષે કહીયે તો એ મને વઢે..! 
જોકે એણે તો પછી પણ મને બૌ મદદ કરી ... 
પણ આખરે એને પણ એના કામ હોય કે નૈ... 
પછી હું બૌ ના કૌ અને  કૌ તો . હવે એ પણ નવો રસ્તો બતાવી દે ... 
એ પાછો એવો હોય કે જેના પર હું ચાલી ના શકું ... 
અને  જાતે જાતે કઈ કરવા જાઉં તો લોચા થવાની બીક !   
ક્યાક ભાઈબંધોની વર્ષોની મહેનત.  એ પછી મારી મહેનત .
ક્યાક મારી અણ આવડતના કારણે
ડિલીટ થઈ જાય તો બૌ તકલીફ થાય કે નૈ ..  
બસ આજે પહેલીજ વાર મે મારી આપવીતી કહી અને  આ છેલ્લી વાર છે.
 કદાચ હવે પછી ક્યારેય બને ત્યાં સુધી નૈ કહું...!  

  
 
  કાયજ  ખબર નૈ પડતી મને .... 

No comments:

Post a Comment