Sunday, 5 April 2015

એક હતો ઘોઘો.... 1

June 8, 2013

ઘોઘી ચોમાસાની ભીની ભીની અસરમાં આઈ ગઈ.... 
વરસાદી મૌસમમાં  દેડકો દેડકી ડ્રાઉ..ડ્રાઉ...ડ્રાઉ.... કરતાં.. 

જેમ ગમે ત્યાથી પ્રગટ થાય .... 

બસ એમ જ   આજે ઘોઘો ને ઘોઘી પણ થયા..... પ્રગટ.... :)



*************************************************** 

વરસાદી મૌસમ છે .... 

ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે.... 

ઝાડ પાન માંથી અલૌકિક સુગંધ વછૂટી રહું છે.....   

હજુ હમણાં જ થોડી ક્ષણ પહેલા સતત તાપમાં તપતી તરસી ધરતી ભીંજતા.... 

વાતાવરણમાં ભીની ભીની માટીની માદક સુગંધ પ્રસરી રહી છે.... 

ભીની માટીની મહેકથી માહોલ મસ્ત મસ્ત થઈ ગયું છે....

ઘોઘો બારી પાસે રાખેલા એજ જૂનો જર્ઝરિત સોફો અને સામે રાખેલ જૂની ખુરશી પર,  

પગ લંબાવી બેઠો છે.... 

ને વિચાર મગ્ન થઈ બારીમાથી બહારનું મૌસમ નિહાળી રહયો છે....

દૂ.ઉ..ઉ..ઉ..ર ....દૂ...ઉ..ઉ..ર ક્યાક જૂનું ગીત વાગી રહ્યું છે..... 

કોઈ લૌટા દે મેરે બિતે હુવે દિન .... 
બિતે હુવે દિન વો મેરે પ્યારે પલ છી...ન... 

અને ત્યાજ ધીમેકથી દરવાજો ખોલી ઘોઘી પ્રવેશી.... 

ને સીધી જ સોફામાં ઘોઘાની બાજુમાં બેસી ને ઘોઘાની સાથળમાં જોરદાર ટપલી મારી.....

ઘોઘો ઝબકી ગયો અને.... 

ઘોઘીની જોરદાર ટપલીથી ચમચમી ઉઠેલી સાથળ પર હાથ ફેરવતા .. ફેરવતા .... 

શું યાર ઘોઘી તું પણ આમ હોય.!  

તે દિ' તે મારા ગાલમાં ચુટીયા ભરીને ગાલ લાલ કર્યો હતો,

અને આજે આમ જોરદાર ટપલી મારી.  સાથળ લાલ કરી નાખી ..... 

ઘોઘી આંખ નચાવતા બોલી.  જાને હવે..!  ખોટાળા મે જરાક અમથી ટપલી મારી છે.... 

ને તું કહે છે સાથળ લાલ થઈ ગઈ....

ઘોઘી ફરી લહેકાથી બોલી ..’ ખોટાળા..... ‘  

ઘોઘી આજે કઈક અલગ જ મૂડ ,મિજાજ, મસ્તીમાં  હતી.... 

જાણે વરસાદી મૌસમની સીધી જ અસરમાં આવી ગઈ હોય … 

ઘોઘો :- ભોળા ભાવે ... 

હું ખોટું નથી બોલતો ઘોઘી, સાચું જ કહું છું તારી ટપલી હળવી નહોતી ...! 

ટપલી જોરદાર જ હતી સમજી....!

આ જો મારી સાથળ અમથી નથી ચચરતી.  

ઘોઘી લચક ભર્યા સ્વરે બોલી... 

હાં,,, હાં, તારી વાત કદાચા સાચી  છે હો ઘોઘા... 

કદાચ ગાલની જેમ આજે તારી સાથળ પણ લાલ થઈ ગઈ હશે .! 

ઘોઘો સાથળ પર પોતાની હથેળી પસારતા બોલ્યો ... 

હાં હો ઘોઘી સાચું કૌ છું હો, બૌવજ ચચરે છે કદાચ લાલ પણ થઈ ગઈ હશે... 

ઘોઘી કહે . કદાચજ ને  પાક્કુ તો નથી ને... ? 

ઘોઘો ગુસ્સે થઈ ગયો ... 

અરે,,,એમાં વળી કાચું શું ને પાકુ શું મને ચચરે છે એ ચચરે છે ..! શું હું ખોટું બોલું છું ? 

ભાવતું તું ને વૈદે કીધું ઘોઘી ને વધુ મસ્તી ચડી ... 

ઘોઘી સૂર લંબાવી લહેકાથી  બોલી.... 

એ.. એ...એ .. મ.... ! ચાલ બતાવ જોઈ મને...! 

જરા હું પણ જાઉં કે ખરે ખર તારી સાથળ  લાલ થઈ છે, કે પછી તું …. 

એમ બોલતા ઘોઘીએ ઘોઘાની સાથળ પર હાથ ફેરવ્યો ... 

ઘોઘો આઘો સરકતા બોલ્યો  .....

રહેવા દે .. રહેવા દે....ઘોઘી " હું ખોટાળો જ છું બસ.." 

મને કઈ નથી થયું હોં ..... 

ઘોઘીનો હાથ હજુ ઘોઘાના સાથળ પર હતો .... 

અને ઘોઘાએ ધીરેકથી ઘોઘીને કહ્યું .... 

अरी ओ..अपने आपको तू काबू  में रख.... 
और ये नाजुक हाथ को जरा बाजू में रख....

આમ કહી ઘોઘાએ પોતાના હાથ વડે ઘોઘીનો પતલો નાજુક નમણો હાથનો પંજો-

પોતાની સાથળ પરથી હટાવી ને ઘોઘીના સાથળ પર ગોઠવી દીધો .... 

અને પછી સિફતથી વાત બદલતા ઘોઘાએ ઘોઘીને પૂછ્યું 

બીજું બોલ ઘોઘી, કેમ  તું આજે આટલી વહેલી આવી... ? કઈ ખાસ...?

ઉત્કટ અને ઉન્માદ ભર્યા સ્વરે ઘોઘી બોલી .. 

વરસાદ ઘોઘા વરસાદ.... 

આ મસ્ત ઝરમર ઝરમર વરસાદે..... 

આજે મને તારી પાસે આવવા જરા વહેલી મજબૂર કરી .... 

ઘોઘો સૂર લંબાવીને બોલ્યો.  અચ્છા..... 

ઘોઘી પણ ઘોઘાના ચાળા પાડતા એના જેવા જ  સૂરમાં બોલી.

 હાં....આ..આ..આ .... ! 

ઘોઘો ને  ઘોઘી  જ્યારે પણ મળે  છે, ત્યારે .... 

ઘોઘી, ઘોઘા ને કઈ ને કઈ સવાલ કરે,  

ઘોઘાનો મૂડ ઠીક હોય તો વાત જુદી છે બાકી ઘોઘો સીધું બોલવા ટેવાયેલો નથી, તેથી ... 

ઘોઘી ઘીના સવાલના ક્યારેય સીધા જવાબ ના આપે .... 

ઘોઘીના સીધા સટ સવાલના ઘોઘો  અવળા સવળા જવાબ જ આપે,

ગમે ત્યારે સવાલ લઈને ઉપસ્થિત થવું એ ઘોઘીનો  કાયમી ક્રમ

એટલે જ તો ઘોઘો, ઘોઘી ને ક્યારેક 'સવાલી' કહીને પણ બોલાવતો ....     

આજે પણ એવું જ થયું ઘોઘાએ ઘોઘીને કહ્યું .

બોલ સવાલી આજે ક્યો સવાલ લઈને આવી છે તું...?  

ઘોઘી કહે.  આજે કોઈ જ સવાલ નહીં કોઈ જ જવાબ નહીં ઘોઘા ..... 

બસ આજે તો મસ્તીથી આ વરસાદી મૌસમની મજા મારે તારી સાથે માણવી છે.  

તારી સાવ કરતાં સાવ બાજુમાં, નજીક બેસીને ... 

આમ બોલતા બોલતા ફરી ઘોઘી જરીક ઘોઘાની બાજુમાં સરકી ... 

ઘોઘો સાથળ ખંજવાળતો ફરી જરા દૂર ખસકી ગયો .... 

ઘોઘી ગુસ્સે થઈ બોલી .... 

બસ... હવે બહુ થયું હોં ... 

એવિ પણ જોરદાર ટપલી નથી મારી કે તું  હજુ સુધી ખંજવાળે છે .. 

ને આમ ડરીને દૂર ભાગે છે .... 

ઘોઘો કહે.  ઘોઘી એ તો લાગે તેને ખબર પડે સમજી .... 

મારનાર ને તો હળવું જ લાગે...  

કોક દિ'  જ્યારે  હું તને તારી જ જેમ સાથળમાં ટપલી મારીશ  ને ત્યારે ખબર પડશે.... ! 

ઘોઘી ઘોઘાના કાન પાસે મો લઈ જઈને હળવેકથી માદક સ્વરે ઘોઘાના કાનમાં બોલી.. 

તો માર ને..... ! 

ઘોઘોએ બે આંગળી ઘોઘીના ગાલ પર લગાવી,

હળવેકથી ઘોઘીનું મો છેટું કરતાં કહ્યું.  

મને ખૂબ તરસ લાગી છે ઘોઘી...  જા... મારા માટે પાણી ભરી આવ.... 

ઘોઘી દ્રઢતા થી બોલી ના....! 

બારે વરસાદ ચાલુ છે જા.... 

ખોબે ખોબે પી આવ.... 

ઘોઘો કહે.   હાં  એ ખરું હોં ઘોઘી ! 

આકાશમાથી વરસતા વરસાદની બુંદ બુંદ નાશીલિ હોય છે. 

આ આભમાથી વરસતા પહેલા પહેલા વરસાદની અમી ધારનો... 

તાજે તાજો  ઘૂંટ પીવાની આમેય બહુ મજા આવે .... 

એમ કહી ઘોઘો બારે અગાસી પર જવા ઊભો થાય છે ત્યાં જ, 

ઘોઘી એ ઘોઘાને હાથ ખેંચી પાછો સોફા પર બેસાડી દીધો .. 

બેસ..  બેસ..  હવે પહેલી ધાર વાળી,  હું આપું છું તને માટલાનું પાણી... 

ઘોઘો કહે . હવે મને અત્યારે તરસ નથી..  

માંગ્યું ત્યારે ના આપ્યું,  હવે માંગુ ત્યારે આપજે ...

ઘોઘા લજવાતા લજવાતા ઘોઘાને કહે . ઘોઘા એક વાત કહું ... 

ઘોઘએ મજાક કરતાં  આશ્ચર્ય સહ કહ્યું  ... 

ઑ હોં શું વાત છે ઘોઘી.!! આજે સવાલની બદલે સીધી વાત.....!!!  

ઘોઘી કહે.  હાં યાર... સવાલ જવાબ તો આપણે રોજ કરીયે છીયે .... 

અને કાયમ .. આપણે બેઉ પાપ, પુણ્ય , ધર્મ, ક્રોધ , બંધન, મુક્તિ-

મોક્ષ  વિષેની આવી બધી "નક્કામી...!"  વાતો....તો આપણે રોજ કરતાં હોય છીયે.  

કોણ જાણે કેમ રોજ જે વાતમાં રસ પડતો ઘોઘાના મુખે જે વાતો ઘોઘી રસ પૂર્વક સાંભળતી,

તે આજે એને સાવ નક્કામી લાગી.   

વરસાદનું  ઝરમર ઝરમર સ્વરૂપ હવે બદલાઈ ગયું છે..... 

ધીરે ધીરે વરસાદ  જોર પકડી આમ તેમ ઝાપટાં મારવા લાગ્યો છે.... 

બારીમાથી આવતી વાછટ ઘોઘા ઘોઘીના ચહેરા ભીંજવી રહી છે .....  

ઘોઘોયે ઘોઘીને વ્યંગમાં કહ્યું. અચ્છા... તો આજે તેને એ બધી વાતો નક્કામી લાગે છે. 

તો બોલ આજે.... ? 

આજે ક્યાં વિષય પર તારે વાત કરવી છે ઘોઘી... ? 

ઘોઘાની સામે આંખો નચાવતા....

ફરી ઘોઘી હળવેકથી ઘોઘાની બાજુમાં સરકતા  ઉન્માદિત સ્વરે બોલી ..... 

ઘોઘાનો ચહેરો વરસાદી વાછટ સાથે પરસેવે ભીંજાયો .... 

અને ઘોઘી બોલી તો ....ઘોઘા હું એમ કહું છું કે.... 

પાપ, પુણ્ય , ધર્મ, ક્રોધ , બંધન, મુક્તિ,  મોક્ષ  વિષેની આવી બધી નક્કામી ! 

વાતો,,,, તો આપણે રોજ  કરીયે છીયે તો આજે..... 

ઘોઘો કહે. હાં પણ તો  આજે  શું ? 

વળી ઘોઘાની થોડી વધુ ઘોઘની બાજુમાં સરકતા શરમ સહ ડરતા ડરતા બોલી...  

તો.... ઘોઘા  હું એમ કહેતી હતી  કે.... 

ઘોઘો ચિડાયો શું યાર લાંબુ ખેંચી ખેંચીને માથું ફેરવે છે ! 

જે કહેવું હોય તે જટ કહી નાખ ને..! 

અ,  હાં, હાં હાં તો હું એકમ કૌ છું ઘોઘા કે.... 

પાપ, પુણ્ય , ધર્મ, ક્રોધ , બંધન, મુક્તિ,  મોક્ષ  વિષેની આવી બધી નક્કામી..... 

વાતો તો આપણે રોજ  કરીયે છીયે ..... 

તો ચાલ ને આજે આપણે બન્ને એક કામ કરીયે,  કઈક "કામની" વાતો કરીયે....  

પછી હળવેકથી ઘોઘી બોલી "બે અર્થમાં "

ઘોઘો ઘણી વાર વાતના અંતમાં બોલે છે  “બે અર્થમાં”   

આજે વાતના અંતે હળવેકથી ઘોઘી બોલી “ બે અર્થમાં”...  

ભીની ભીની વરસાદી મૌસમમાં ઘોઘાને પરસેવો વળી ગ્યો... 

શું કહેવું શું ના કહેવું ? શું કરવું શું ના કરવું વિચારતો ઘોઘો... 

ગળા પર હાથ ફેરવવા લાગ્યો.... "પોતાના" :) 

(ક્રમશ.. )





No comments:

Post a Comment