Thursday, 2 April 2015

અનંતની લેખમાળા માંથી....



("અનંત "ના લેખમાંથી..) 
********************
પ્રેમ એક અલૌકિક અહેસાસ .....
સબકે મનકી બાત.....  
રબકે  મનકી બાત .... 
~~~~~~~~~~~~~~~~
જ્યારે એક અપરિચિત સ્ત્રી કે પુરુષ અરસ પરસ એક બીજાને મળે છે.

એક બીજાના સંપર્કમાં આવે છે. નવો નવો પરિચય થાય છે. 

ત્યારે પ્રથમ તો  કુદરતી પ્રકૃતિ ગત આનંદ જ થાય છે.

પછી, અલૌકિક ઝીણી ઝીણી મીઠી મીઠી ઝણઝણાટી થાય છે. 

કઈક અજીબ સ્પંદન થાય છે . દિલો દિમાગમાં . 

આ પ્રાકૃતિક અનુભૂતી  સમયે સમયે સમય આવ્યે સૌને કોઈને થાય છે. 

આ વાત કોઈ અગર કોઈ ના શ્વિકારે, તો....

 તે તેમનો છુપો દંભ, શરમ યા સંકુચિતતા હોય શકે. 

શ્વાસ અને સુગંધની આપલે  પણ સતત થયા  જ કરે છે ને ? 

સુવાસને શ્વાસમાં ભળતી રોકી ના શકાય. 

એટલી જ વાસ્તવિક અને સરળ આ કુદરતી પ્રક્રિયા છે. 

નાક  આડે હાથ દેવો એટલે સુવાસને  ક્ષણ ભર રોકવાનો પણ નિરર્થક પ્રયાસ જ...!

એવુંજ પ્રેમનું ..   

આ પ્રાકૃતિક છે, કુદરતી છે. પ્રકૃતિની આ કુદરતી પ્રક્રિયાને અવગણી ના શકાય. 

એ તો ગમે તેમ, ગમે ત્યારે ભીતર ઉતરી જ જાય છે. 

જેમ બાગમાં નોખા નોખા રંગબે રંગી ફૂલો, 

ને ફૂલોની આસપાસ મંડરતા પતંગિયા ને ભવરા ..... 

બસ એવું જ કઈક...! 

અને કોઈ કોઈ ફૂલો પણ એવા સુંદર અને સુવાસિત હોય છે., 

કે તેને સૂંઘવાને, તોડીને નાક પાસે લઈ આવવાવી જરૂર પણ નથી રહેતી. 

દૂરથીજ તેની સુવાસ નાક વાટે શ્વાસમાં ભળી શરીરમાં પ્રવેશી જાય છે. 

પછી તે ફૂલ હોય કે પ્રેમ  તેની અલૌકિક સુવાસથી તનમન પ્રફુલિત થઈ જાય છે.    

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
“અનંત”

ટાઢ ,તાપ, વરસાદ , મૌસમ ગમે તે હોય 

તોય  દિવસ ભર સખત મજૂરી  થાકીને લોથપોથ થઈ જતો 

મારો ભાઈબંધ અધ રાતે મધ રાતે જો જાગે તો ...  

એવે સમયે તે કાગળ કલમ નું પડખું સેવે .... 

સુખે દૂ:ખે એ કાગળના કાનમાં કલમના મુખે...

આવું આવું કહી/ લખી ને પોઢી જાય ... 

"અનંત" નાજ શબ્દોમાં ...

અનંત કથા.... 

મારો સાચો સહારો... 

મારા એકાંતનો સધિયારો... 

મારા ઝર્ઝરિત કાગળ અને મારી કલમ  એટલે..... 

મારે મન સુંદર /નમણી/ રમણી /પ્રેમાળ/હેતાળ નારીનો ખોળો.... 

હું ગમે ત્યારે,મન પડે ત્યારે, ધોળે દિવસે કે કાળી રાતે . 

તેના ખોળામાં ઢળી શકું છું, 

ઢળી પડું છું. 

હસી શકું છું . 

રડી શકું છું . 

ક્યારેય મને નારાજ નથી કરતી ...

મારા કાગળ અને મારી કલમ ... 


"અનંત" 

No comments:

Post a Comment