Friday, 27 November 2015

ક.તિરા ના કરેલા...







ક,તિરા ના  કારેલા>>>> 
પૂછ્યા વિના કીધા કરે .... 
વણમાંગી સલાહ દીધા કરે.... 

એનું નામ.... ????

ખોટે ખોટી ડિંગ હાંકમાં ....
કૂતરાની પૂંછડી 'ને હાથીના દાંત...
અર્થાત.... 
એલા એટલિય બુધ્ધિ નથી...???
સ્સાલું હુય મુંજાઈ ગ્યો....
આ અર્થ છે ,સવાલ છે, કે, જવાબ ખબર નૈ...!
ખૈર.....,
હાથીના દાંત નું વાંકું હોવું સમજ્યા જેવુ. 
પણ આ  કૂતરાની પૂંછડીનું  પાછળથી ઊંચું 'ને વાંકું હોવું .
કહે છે બીજું પણ કશુક !
એ કહે છે કે, હું તો આગળથી પાછળ આખે આખો નાગો ... 
અને માણસ કપડામાં તું ...! 

વળી પાછું ઇ નું ઇ મને હિન્દીમાં કેવાનું મન થ્યું ...!
जूठी  डिंग  ना मारो ,यारो... 
हाथी के दांत और  कुते की  दुम ... 
क्या  समजे  तुम...? 
अर्थात ... 

इतनी भी अक्कल नहीं क्या...???
ये अर्थ हे , सवाल हे,या जवाब क्या पता.... 
दांत  तो  दांत  पर  कुते  की  दुम का टेढ़ा  पन  कुछ और भी करता  है बया... 
कुता  कहेता है एक तो मैने कपडा  ही नहीं पहेना उपरसे पीछे ऊँची टेढ़ी  दुम... 
मै तो आगे से और पीछे से नंगा हु पर /और इन्सान कपडे में तुम...! 
'ने  पछी  हु पाछो गुजरातिमा  कन्वर्ट थइ ग्यो..

ખોટી ડિંગ હાંકમાં ...
થૂંકેલું ચાટમાં... 
બાફી ને માફી માંગમાં...... 
લ્યા તારા થૂંકના છાંટા.... 
ઊડે છે આખા ગામમાં .... 
કહો ફર્ક શું કૂતરાની પૂંછડી -
'ને હાથીના દાંતમાં.... ??
થૂંકવું ,થૂંક ઉડાડવું,'ને પછી થૂંકીને પાછું ચાટવું... 
"અપવાદ બાદ કરતાં"
નેતા અને અભિનેતાની આ વર્ષો જૂની આદત રહી છે.... !
લ્યા તમારા થૂંકના છાંટા આખા દેશમાં ઊડે છે.... 
ચાટીને પાછો લૂછે છે...!! 
લ્યા આ બધુ તને ક્યાં ,કોઈ , કોણ કહે/ પૂછે છે...??? 
આવું મે છેલ્લે છેલ્લે મનેજ પૂછ્યું ...!
ના,ના, એવું નથી આ તો નવરા બેઠા નખોદ ,ડિંગ,
જોડકણા કરવાનું મન થયું.... 
તો પછી  શું લેવા દેવા વિનાનો લેખક વેડા કરે છે ...?
તુય ખાલી ખોટો પૂછ્યા કીધા વિનાનો લેખક વેડા કરે છે... !
ફરી મે મને ઘાઘલાવ્યો... 
ફરી મે મનેજ જવાબ આપ્યો... 
ના,ના, ના સાવ એવું નથી,  આ તો નવરા બેઠા નખોદ ,ડિંગ,
જોડકણા કરવાનું મન થયું.... 
બાકી, આજકાલ ચાલતી ડીંગો સાથે ... 
મારે ,કે, આ લખાણ ને કાયજ લેવા દેવા નથી.... 
છતાં જો કોઈને એવું લાગે તો.... 
લાગે બાગે લોહીની ધાર .... 
મારા ઉપર વાંક નૈ.... 
ચોઇખવટ પૂરી....  
ક,તિરા...>>>









Wednesday, 25 November 2015

તુટેલી માટલી

અનંત સ્વભાવે ચંચળ ઉતાવડીયો અને અધીરો અક્કલ વગરનો હતો. 

તેથી વર્ષો પહેલાં ભાઇબંધ "અજ્ઞાની"એ 

નંત ને ચેતવણી આપતા કહ્યું હતું કે, 

જ્યાં ત્યાં પાત્ર,પાત્રની પાત્રતા જોયા જાણ્યા વીનાજ પોતાનો પવીત્ર પ્રેમ રેડ્યા કરતો. 

પછી તે પાત્ર તેના પવીત્ર પ્રેમને ગ્રહી સંગ્રહી ના શકે એટલે અકળાઈ ઊઠે ગુસ્સે થાય અને અંતમાં અનંત દુ:ખી થાય.... 

એક મધરાત્રે હંમેશની માફક જ્યારે અમે ત્રણેય હું અનંત અને અજ્ઞાની ખંડેર મધ્યે મળ્યા ત્યારે,ચાયની ચુસ્કી ભરતા ભરતા વાતો કરતા હતા.વાત વાતમાં અનંતે પોતાની વ્યથા રજુ કરતા કહ્યું. સ્સાલુ કોઈ સમજતુ નથી મારા પવીત્ર પ્રેમને.! 

એમ કહી સુર્રરરર કરતી જોરદારની ચાયની એકજ ચુસ્કી ભરી કપ ખાલી કરી નાખ્યો અને ગુસ્સે થૈ જોરથી ચાયની પીયાલી ટીપોય પર પછાડીને મુકી.

અનંત ના ખભે હાથ મુકી મે અનંત ને કહ્યું. 

શાંત થા દોસ્ત શાંત..! 

અનંત ને શાંત પાડી મે અજ્ઞાની સામે જોયું. 

દાઢી પર આંગળી પસરાવતા 

અજ્ઞાની મુછમા હસ્યો... 

અને પછી વ્યાકુળ અનંત સામે જોયું.

ગુસ્સા અને વેદના ભર્યા અનંતના ચહેરા પર એક નજર કરી પોતાની આંખ બંધ કરી લીધી.! 

પછી એક ઊંડો શ્વાસ લઇ અનંત ને કહ્યું. 

દોસ્ત અનંત... 

તું તુટેલી માટલીમા પ્રેમનું મીઠું જળ રેડે છે.! 

તું ફુટેલ માટલીમા તારા પવીત્ર પ્રેમનુ મીઠુ જળ 

રેડવાનો નીરર્થક પ્રયાસ કરે છે.! 

જે હવે ક્યારેય તારી તરસ છીપાવી નહીં શકે..!  

ઐ અનંત તારે અંધ માફક ભરોસો કરી પાત્ર જોયા વીના તારા પવીત્ર પ્રેમને બરબાદ ના કરવો જોઈએ.

કેમકે, 

"અનંત" પ્યાસ બુજાશે નહીં.! 

તો હૈયામાં ટાઢક થશે નહીં.! 

નાહક પ્રેમનુ મીઠુ મધુર નીર ઢોળાઈ જશે 

વેડફાઈ જશે.! 

આ એવી માટલી ની વાત છે.! 

જેની ઊપર ઢાંકેલુ હોય ઘમંડનુ સજ્જડ ઢાંકણું. 

અથવા તો નીચે હોય જે મટુકીમા સ્વાર્થનુ કાણું. 

ઐ અનંત... 

એવી મટુકીમા પ્રેમનું નીર રેડવુ નીરર્થક છે.!

બંધ મટુકીમા રેડો તો ભીતર જાય નહીં.!

'ને ખુલ્લી મટુકીમા રેડો તોય ભરાય નહીં.!

"અનંત" ખાલી માટલી થી તરસ છીપાય નહીં.!

આટલુ કહી અજ્ઞાની મૌન થઈ ગયો..! 

અને હું ચુપ્પ.! અને અનંત ઊંધી ગયો... 

*બ્લાસ્ટ*

ના ભરાશે કેમેય કરીને, રહેશે સદાય ખાલી.!

"અનંત"

તારી તરસ છીપાવી નહીં શકે એક ફુટેલી માટલી.

"અનંત"


Friday, 13 November 2015

ઈવડા ઇ બેઉની વાણી ...

ઈવડા ઇ બેઉની વાણી ... 

*બ્લાસ્ટ* 1 “અજ્ઞાની” 

ક્ષણ ક્ષણનો ગૂઢાર્થા જો તું સમજે તો...  

નબળી સબળી ક્ષણો તો સતત જીવનમાં આવતી હોય છે.

ત્યારે જો તું મૌન રહેવાનો નિર્ધાર કરી શકે.    

‘ને મૌન રહી તું ક્ષણભર, ક્ષણ ક્ષણ પર, હર એક ક્ષણ પર-

જો શાંત ચિતે તું મનન કે વિચાર કરી શકે.   

તો, “અજ્ઞાની” હર ક્ષણ ,ક્ષણ, ભંગુર છે, એ તને સમજાશે. 

ક્ષણો તો આવશે ને જશે ,

પણ ! જો તું મક્કમ મને, 

એકા’દ નબળી ક્ષણ પણ જો શાંતિથી પસાર કરી શકે...  

તો અંધકાર થતો અટકાવી શકે ‘ને સવાર કરી શકે. 

“અજ્ઞાની”   

*બ્લાસ્ટ*2 “અનંત”

“અનંત” હું કશીજ ફરિયાદ નથી કરતો..! 
એનો અર્થ એ નહીં કે યાદ નથી કરતો..! 
"અનંત"
"હર એક ક્ષણ ક્ષણ ભગગુર હોય છે "
જો,કે, હું આ વાત સાથે બિલકુલ સહમત નથી....! 
કેમકે એ ક્ષણો  જ સાથે આવતી હોય છે..! 
ભાઈબંધ હોય તો શું થઈ ગ્યું.... 
"કતિરા"
વર્ષો પહેલા જ્યારે મે તેના ઉપર મુજબના શબ્દો સાથે અસહમતી  દર્શાવી ત્યારે... 

અજ્ઞાનીએ મૂછમાં મર્માળું હસતાં  હસતાં ,શબ્દો પર ભાર  દઈ  ખૂબ ધીરેથી કહ્યું હતું... 

હાં પરિયા...! હું જાણું છું ! 
પણ તું ભારે અધિરો છે . 
"ઉતાવળિયાને  અધૂરું સમજાય"

જોકે આ તો તું જિજ્ઞાસુ છે મારો દોસ્ત છે , માટે, તારી પાછળ સમય બગાડું છું.
'ને મને જે સમજાયું છે એ તને સમજાવવા પ્રયાસ કરું છું.! 
બાકી હું જાણું જ છું કે જાત અનુભવે જ માણસ માત્રને  બધુ, વધુ ,'ને ખરું  સમજાય છે . 
એમાં તારો વાંક નથી મોટા ભાગના લોકો વાતનું ઊંડાણ કે મર્મ સમજ્યા વિના અભિપ્રાય આપે છે . 
અને સહમતી કે અસહમતી કઈ પણ ઉતાવડે ઉતાવડે પ્રદર્શિત કરતાં હોય છે ...  
અજ્ઞાનિની વાત સાંભળી હું ઝંખવાણો પડી ગયો... 
પછી મે નીચી મુંડીએ કહ્યું .... 
તારી વાત સાચી છે , મે પૂરું સમજ્યા વિના બાફયુ છે... 

ખૈર ,,,, તું સમજાવ..! 
ત્યારે એણે કહ્યું. 
પ્રથમ તો એ સ્પષ્ટતા કરી લઉં કે ... 
આ બધુ સમજવું કે મનને આ રીતે કેળવવું એટલું સરળ નથી પરિયા...! 
જેટલું લખવું કે બોલવું છે. આ બૌ અઘરું છે...! 
હવે સમજવા પ્રયાસ કર પરિયા..! 
કે મારાથી જ્યારે લખાઈ ગયું કે ક્ષણ , ક્ષણ ભંગુર છે . 
તો  જરૂર એમજ હશે નૈ તો આવું લખાય નહીં ... 
પછી બૌ મનન મંથન કરતાં સમજાયું કે ... 
ક્ષણ માત્ર ક્ષણ ભંગુર જ હોય છે ... 
કિન્તુ એ સારી ખરાબ ક્ષણની અસર ક્ષણ ભંગુર નથી હોતી...
કોઈ સુંદર ક્ષણે કોઈના મુખેથી બોલાયેલા પ્રેમાળ શબ્દો. કે સુવાળો  સ્પર્શ .. 
એ શબ્દો  ને સ્પર્શ થકી હ્રદયમાં ઉઠેલા શરીરે અનુભવેલા  મનને ઝણ  ઝણાવતા  સ્પંદનો... 
એ  ક્ષણની માફક ક્ષણીક નથી હોતા... 
 યુગો  સુધી એ સ્પંદનો છેક ઊંડે ઊંડે સંઘરાયેલા રહે છે .... 
જ્યારે જ્યારે એ યાદ આવે છે ત્યારે ત્યારે  હ્રદય,,મન, ને શરીર રોમાંચિત થઈ ઊઠે છે...
જેવુ તે સુંદર ક્ષણે થયું હોય છે  
એજ  રીતે કોઈક  નબળી ક્ષણમા કોઈના મુખેથી ઉચ્ચારાયેલા પીડા આપતા શબ્દો.... 
કે પછી શરીર પર થયેલા પ્રહારો ની વેદના પણ ...! 
ભીતર છુપાઈ ને પડી રહે છે ... ! 
જ્યારે જ્યારે આવી ક્ષણો યાદ આવે છે ત્યારે હ્રદય માં એવિ જ પીડા થતી હોય છે ,
જેવી પીડા દિવસો,વર્ષો,કે યુગો પહેલા એ ક્ષણ વખતે થયેલી...     
માટે જ મે કહ્યું છે પરિયા કે .... 
જો આવી  નબળી ક્ષણન મક્કમ મને પ્રેમથી પસાર  થઈ જાય... 
તો એની  દીવસો, મહિનાઓ, વર્ષો કે યુગો સુધી જીવંત રહેતી વેદના મય
અસરમાથી  બચી શકાય અને પછી  બચેલી સારી ક્ષણોની અસર ઉમ્રભર ઝણ ઝણાવ્યા કરશે... 
આનંદ આપ્યા કરશે.... 
આટલું સમજાવી અજ્ઞાની જ્યાં બેઠો હતો ત્યાં જ ખુરશી પરં પોઢી ગયો....    

Thursday, 12 November 2015

બૌ વર્ષો પહેલા એણે કહેલું....

ખબર નૈ.. 
કોણ જાણે કેટલા વર્ષો પહેલા આ અજ્ઞાની દ્વારા લખાયું હશે...
મને તો સાફ સફાઈ દરમ્યાન પંદર દિવસ પહેલા મળ્યું તો....
જે કાયમ કરું છું એજ કર્યું ... 
અર્થાત .. 
પોસ્ટ ..  :)

આપણે સૌમાં,સૌ આપણામાં, એક બીજા થકી, એક બીજામાં આપણે સૌ.... 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

બધુ એક બીજાની અંદર જ હોય છે.... 

જેમ દૂધમાજ છુંપાયેલું દહી,દહીમાં જ છાસ,અને છાસમાજ છૂપાયેલું માખણ હોય છે.
એમ બીજે કશે નહીં આપણાંમાં છુપાયો રામ ‘ને આપણામાંજ છુપાયો રાવણ હોય છે.     

કારણ વગર કશુજ નથી બનતું.... 

નાની,મોટી, સારી, ખરાબ, સુખદ કે દૂ:ખદ કોઈ પણ ઘટના અમસ્તીજ નથી બનતી. 
કઈ પણ ! બનવા પાછળ સ્થૂળ,શૂક્ષ્મ સકળ યા અકળ કોઈ તો છુપું કારણ હોય છે.

એક બ્રહ્માણ્ડ બાહર બીજું ભીતર પણ હોય છે... 

આ નરી આંખે જેટલુ દેખાય એટલું જ માત્ર જીવન કે જગત નથી, ના તો સત્ય છે-  
જેમકે ફૂલ ને સુગંધ. સ્પર્શી ના શકાય, મહેસુસ કરી શકાય જીવન એવું પણ હોય છે.

ફર્ક માત્ર અંદર બહારનો જ છે... 

ગરીબડો બહાર પાથરી પાથરણું હાથ ફેલાવી માંગે. ‘ને અમીર ભીતર ખોળો પાથરી-
માંગે હાથ જોડીને. મંદિરની બહાર કે અંદર, આમ તો એક સરખાજ બેઉ માંગણ હોય છે.

દેવ દેવીઓના ચિત્રોમાં ચાર હાથ,
હાથમાં તલવાર.ત્રિશુળ શંખ અને આશીર્વાદ ....
એ માત્ર શક્તિ ના પ્રતિક છે.એમજ.

લાંબા નહોર, તિક્ષણ દાંત, છૂટા વાળ મો લોહિયાળ અરે આ બધા તો માત્ર પ્રતિક છે. 
બાકી તો પુરુષોમાંજ ભૂત પિસાચ અને સ્ત્રીઓમાં જ છુપાયેલી ચૂડેલ કે ડાકણ હોય છે.

ના હોય, એવું તો હોય નૈ , ને હોય તો/ હોય જો, તો એ વળગણ ને અવગણી ના શકાય....  

પૈસાનું,પ્રસિધ્ધિનું,સંગિતનું સાહિત્યનુ, ભીડનું ,એકાંતનું, સેવાનું, ધર્મનું, પ્રેમનું કે પછી  
‘અનંત’ સુંદરતાનું,“અજ્ઞાની” હર એક જીવને જીવનમાં કૈક ને કઈક તો વળગણ હોય છે.  

“અજ્ઞાની”

“બ્લાસ્ટ”

“અનંત” ખોટું બોલવાનું પરિણામ તો આખરે નિશ્ચિત છે ખરાબ જ આવે છે.
પણ મે અનુભવ્યું છે કે સાચું બોલવાનું પરિણામ પણ સારું નથી આવતું. 

“અનંત”