Thursday, 12 November 2015

બૌ વર્ષો પહેલા એણે કહેલું....

ખબર નૈ.. 
કોણ જાણે કેટલા વર્ષો પહેલા આ અજ્ઞાની દ્વારા લખાયું હશે...
મને તો સાફ સફાઈ દરમ્યાન પંદર દિવસ પહેલા મળ્યું તો....
જે કાયમ કરું છું એજ કર્યું ... 
અર્થાત .. 
પોસ્ટ ..  :)

આપણે સૌમાં,સૌ આપણામાં, એક બીજા થકી, એક બીજામાં આપણે સૌ.... 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

બધુ એક બીજાની અંદર જ હોય છે.... 

જેમ દૂધમાજ છુંપાયેલું દહી,દહીમાં જ છાસ,અને છાસમાજ છૂપાયેલું માખણ હોય છે.
એમ બીજે કશે નહીં આપણાંમાં છુપાયો રામ ‘ને આપણામાંજ છુપાયો રાવણ હોય છે.     

કારણ વગર કશુજ નથી બનતું.... 

નાની,મોટી, સારી, ખરાબ, સુખદ કે દૂ:ખદ કોઈ પણ ઘટના અમસ્તીજ નથી બનતી. 
કઈ પણ ! બનવા પાછળ સ્થૂળ,શૂક્ષ્મ સકળ યા અકળ કોઈ તો છુપું કારણ હોય છે.

એક બ્રહ્માણ્ડ બાહર બીજું ભીતર પણ હોય છે... 

આ નરી આંખે જેટલુ દેખાય એટલું જ માત્ર જીવન કે જગત નથી, ના તો સત્ય છે-  
જેમકે ફૂલ ને સુગંધ. સ્પર્શી ના શકાય, મહેસુસ કરી શકાય જીવન એવું પણ હોય છે.

ફર્ક માત્ર અંદર બહારનો જ છે... 

ગરીબડો બહાર પાથરી પાથરણું હાથ ફેલાવી માંગે. ‘ને અમીર ભીતર ખોળો પાથરી-
માંગે હાથ જોડીને. મંદિરની બહાર કે અંદર, આમ તો એક સરખાજ બેઉ માંગણ હોય છે.

દેવ દેવીઓના ચિત્રોમાં ચાર હાથ,
હાથમાં તલવાર.ત્રિશુળ શંખ અને આશીર્વાદ ....
એ માત્ર શક્તિ ના પ્રતિક છે.એમજ.

લાંબા નહોર, તિક્ષણ દાંત, છૂટા વાળ મો લોહિયાળ અરે આ બધા તો માત્ર પ્રતિક છે. 
બાકી તો પુરુષોમાંજ ભૂત પિસાચ અને સ્ત્રીઓમાં જ છુપાયેલી ચૂડેલ કે ડાકણ હોય છે.

ના હોય, એવું તો હોય નૈ , ને હોય તો/ હોય જો, તો એ વળગણ ને અવગણી ના શકાય....  

પૈસાનું,પ્રસિધ્ધિનું,સંગિતનું સાહિત્યનુ, ભીડનું ,એકાંતનું, સેવાનું, ધર્મનું, પ્રેમનું કે પછી  
‘અનંત’ સુંદરતાનું,“અજ્ઞાની” હર એક જીવને જીવનમાં કૈક ને કઈક તો વળગણ હોય છે.  

“અજ્ઞાની”

“બ્લાસ્ટ”

“અનંત” ખોટું બોલવાનું પરિણામ તો આખરે નિશ્ચિત છે ખરાબ જ આવે છે.
પણ મે અનુભવ્યું છે કે સાચું બોલવાનું પરિણામ પણ સારું નથી આવતું. 

“અનંત”

No comments:

Post a Comment