Tuesday, 2 February 2016

જીવન અનંત સતત સ્પર્શ અને સ્પંદન થકી જીવંત થાય છે .!


તે રાત્રે હું રાબેતા મુજબ છેક સાંકડી ગલીના ખૂણે આવેલ  ખંડેર પર ગયો .
અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી હું ભીતર પ્રવેશ્યો . 
અનંત અને અજ્ઞાની મારી અને ચાયની રાહ જોતા બેઠા હતા.
મારી ખાલી ખુરશી પર મને ગોઠવી ,ટીપોય પર ઉંધી પડેલી ત્રણેય પિયાલી સીધી કરી 
મેં ગરમા ગરમ ચાયથી ભરી દીધી ... 
અમે ત્રણેયે એક એક પિયાલી ઉપાડી લીધી . 
અજ્ઞાનીએ હળવે હળવે ફૂંકી ફૂંકીને ચાય પીવાનું શરુ કર્યું. 
અનંતે આદત મુજબ સુર્રર્રરરર.. કરતો ગરમા ગરમ ચાયનો  ઘૂંટ ભર્યો 
મેંચાયનો ઘૂંટ ભરી અનંત સામે જોયું.
આજે મને  અનંત જરાક અમથો ઉદાસ જણાયો એકલે મેં પૂછ્યું .
કેમ અનંત આજે તારા ચહેરા પર ચમક ઓછી દેખાય છે ..?
અનંત પ્રથમ મારી સામે પછી અજ્ઞાની સામે જોઈ ઉદાસી ભર્યું હસ્યો . 
હું કૈજ સમજ્યો નહિ . 
મારી ભીતર ઉઠેલા સવાલનો જવાબ આપતા અજ્ઞાની એ કહ્યું . 
પર્રીયા અનંતની ચાહીતીઓ એક પછી એક સૌ પોતપોતાના સરનામે ચાલી ગઈ છે !
અને છેલ્લી જે હતી તે પણ થોડા દિવસોમાં જવાની તૈયારીમાં છે ! 
ઓહ ..! અચ્છા તો એટલે અનંતનો ચહેરો આજે ઝાંખો પડી ગયો છે . 
હાં પરીયા એજ કારણ છે ...અજ્ઞાનીએ ખુલાસો કર્યો.  
મેં કહ્યું તો તો હવે કદાચ અનંત નહિ ઝણઝણે..! 
સુર્રર્રરરર.. કરતો ચાયનો છેલ્લો ઘૂંટ ભરી પિયાલી ટીપોય પર મૂકી 
એજ ટીપોય પર આરામથી પગ લંબાવી એક ઊંડા નિશ્વાસ સાથે 
મરી મરી ને ફીનીક્ષ પક્ષીની માફક રાખમાંથી બેઠા થઇ શકતા 
 અનંતે એક ઊંડા નિશ્વાસ અને સંપૂર્ણ વિશ્વાસ સહ કહ્યું . 
પરીયા તકલીફ તો થાય,
 જેની સાથે સતત પ્રેમથી હળવા મળવાનું થતું હોય ,
જેની સાથે અવાર નવાર પ્રેમથી લડવા જગાડવાનું થતું હોય .. 
અને, જેને સતત અલીંગવાનું અને ચૂમવાનું મળતું  હોય ...
એ જાય તો તકલીફ તો થાયજ ..!
મગર તો પણ આ માત્ર ક્ષણ ભરની ઉદાસી છે..!
મારે મનોમન ઝણ ઝણવા એ બધીની યાદો કાફી છે !
જરૂરી નથી પરીયા કે ઝણઝણવા એ સામે હોય , 
કે પછી સતત એનો સુંવાળો સ્પર્શ મળે ઝણઝણવા ..!
હું તો એના વિચાર માત્રથી ઝણઝણી શકું  છું !
એ વિચાર માત્ર મારા રોમરોમ ને ઝંકૃત કરશે હવે પછી 
કે એના વિચારોમાં હું છું ! અને કાયમ રહેવાનો છું !
મેં એ બધીના શરીર કરતા વધુ મન અને હૃદયનો સ્પર્શ કર્યો છે ..! 
મન હૃદયના એ સ્પંદનો સતત એને અને મને ઝણ ઝણતા રાખશે ..!
જ્યાં સુધી હું એમને નહિ ભૂલું ત્યાં સુધી એ પણ મને ભૂલી નહિ શકે ! 
"અનંત"પ્રેમમાં સ્પર્શ નું મહત્વ બિલકુલ ઓછુ નથીજ ! 
 બીજું  જે કઈ થાય છે, એ થાય છે પ્રથમ સ્પર્શ થકીજ !  
એક સુંદર સ્ત્રીનું જીવનમાં હોવું 
એજ જીવનની સૌથી ઉતમ અને અલૌકિક ઘટના છે !
દુર્ભાગ્ય વશ કદાચ એ સ્ત્રી જીવનમાં ના પણ આવે  તો, 
એ પ્રિય પાત્રનું આપણા મન અને હૃદયમાં હોવું. 
કે પછી એ પ્રિય પાત્રના મન અને હૃદયમાં આપણું હોવું. 
એ પણ પરમ ચરમ અનંત અખંડ આનંદ ની અલૌકિક અનુભૂતિ કહેવાય . 
બસ મારે સતત અનંત ઝણ ઝણવા આ ભવમાં આટલું કાફી છે !
બાકી જે બાકી છે એ ભોગવવા હજુ તો "અનંત" જન્મો બાકી છે !
આ ભવમાં આટલું ઓછુ ના કહેવાય ...
આમ કહી અનંત મર્માળુ હસ્યો...
એ જોઈ અજ્ઞાની પણ મંદ મંદ મુશ્કુરાયો ...
તે રાત્રે અનંતે એની ચાહીતીને દુર હોવા છતાં.!
 તેની પાસે જવાનો અને પેલીને પોતાની પાસે આવવાનો 
ગુઢ ખુફિયા મારગ ચીંધતા અનંતે બે અર્થમાં લખ્યું કહ્યું હતું કે , 
*બ્લાસ્ટ*

ગર ચાહે તો તું પણ મારી માફક સતત ઝણઝણી શકે !
હું તો આજે પણ.! તીવ્રતાથી  સતત અનંત ઝણઝણું છું !
ચાહે તો તું પણ મારી જેમ ગમે ત્યારે મારી પાસે આવી શકે !
"અનંત" જેમ હું ચાહું છું તેથી ગમે ત્યારે તારી પાસે આવું છું..! 
"અનંત"
આટલું બોલી અનંત અચાનકજ અનંત ...
ખુરસી પર બેઠા બેઠાજ હાથ પણ માથું એક સામટું જોર જોરથી 
મન મુકીને હલબલાવવા માંડ્યો 
જાણે ધુણતો હોય  ... 
અને જોશ જોશથી ઊંચા અવાજે  ... 
ઝણણ  ઝણણ  ઝણઝણઝણ....
ઝણણ  ઝણણ  ઝણઝણઝણ....
ઝણણ  ઝણણ  ઝણઝણઝણ....
ઝણ ...
હાશ્શ્... 
પછી એકદમ શાંત થઇ ટીપોય પર પડેલો પાણી ણે લોટો 
 આખે આખો એક સ્વાસે ગટગટાવી ગયો ... 
અડધું પાણી મોમાં અને અડધું ગંજી સોસરવું ઉતરી ગયું ... 
સવારે પરસેવે નીતરતા અનંતનું શરીર અતારે પાણીથી નીતરી ગયું  . . 
બીજું તો કશું હું ના સમજી શક્યો બસ એટલું સમજાયું
કે અનંતની અલૌકિક મોંજ હતી.   
પછી પાછો હું હંમેશાની માફક મુંજાયો .. 
મને સમજાયું નહિ એકલે પછી મનમાં મુંજાવું એના કરતા,,, 
એમ વિચારી મેં અનંત સામે જોઈ 
અર્થાત ..? એમ પૂછી જ લીધું .
તો અનંતે એ કામ ઇશારાથી અજ્ઞાનીને સોંપ્યું . 
એકલે મારે ને બુદ્ધિને બારગાઉનું છેટું છે એ જાણતા અજ્ઞાનીએ મને કહ્યું . 
સાંભળ પરીયા...  
પહેલો અર્થ તો સાવ સરળજ છે બીજો અર્થ પણ આમ તો જો કે બૌ અઘરો નથીજ !
પણ ખૈર તને પછી પણ સમજાશે કે કેમ એ શંકા છે છતાં સમજાવું છું ! 
જો અજ્ઞાની મને સમજાશે કે નહિ એ શંકા કુશંકા તું મનમાંથી કાઢી નાખ ! હાંકી કાઢ ..! 
તારું કામ છે માત્ર સમજી સમજીને અબુધને સમજાવવાનું બસ તું સમજાવ્યે રાખ ..!
ખબર નૈ એવું તે શું થયું કે, 
મારી બાજુમાં બેઠેલા અજ્ઞાની ઉત્સાહિત થઇ ને મારા વાંસા પર ધબ્બો મારતા બોલ્યો .
ઓહો..! વાહ વાહ પરીયા વાહ શું વાત છે   ..!
મારી સામેની ખુરશી પર બેઠેલો અનંત પણ 
ખુરશી પરથી ઉભો થઈને મારી પીઠ પર ધબ્બો મારતા બોલ્યો. 
લે આલે ..!આલે લે..! પરીયા અચાનક તું તો બડો જ્ઞાની થઇ ગયો ... 
અલ્યા પણ એવું તે મેં શું કર્યું ...?
આ શું તમે બંને ઉછળી ઉછળીને મને ધબા ધબ ધબ્બા મારો છો ..!
અજ્ઞાની એ કહ્યું . તે કર્યું કશુજ નથી પરીયા ... 
મગર તે જે કહ્યું છે તે અમારા માટે આશ્ચર્ય થી કમ નથી ... 
એક કમ અક્કલ કાયમ કાંય સમજતો ના હોય એવો અમારો ભાઈબંધ પરીયો 
અચાનક જ્ઞાની જેવી વાત કરે તો આનંદ તો થાયજ ને ... 
અરે પણ મેં તો અનંતની વાત જે મને સમજાઈ નથી તે સમજાવવાનું માત્ર કહ્યું છે..! 
અનંતે પોતાનું સ્થાન ગ્રહણ કરતા કહ્યું . 
હાં પરીયા તે તો તને ના સમજાયું એ સમજાવવા માટેજ કહ્યું. 
પણ કહેતા કહેતા તે અમને ઉતમ અને ઊંડું જ્ઞાન પણઆપ્યું. 
આમ કહી હું જે બોલ્યો હતો અને હું તો બોલીને ભૂલી પણ ગયેલો .
મારા એ શબ્દો એ વાત અનંતે મને કહી  સંભળાવી .
જો અજ્ઞાની મને સમજાશે કે નહિ એ શંકા કુશંકા તું મનમાંથી કાઢી નાખ ! હાંકી કાઢ ..! 
તારું કામ છે માત્ર સમજી સમજીને ને અબુધને સમજાવવાનું બસ તું સમજાવ્યે રાખ ..!
મને ખબર નથી અનંત કે મારા મોએ આવું કાંક બોલી નાખ્યું છે !
નહિ તો અનેક વાર મેં બોલતા બોલતા ના બોલવાનું બાફી માર્યું છે ! 
વખાણ ની ખાણ માં હું દટાઈ જાઉં એ પહેલા મેં એ બંને ણે કહ્યું .  
અર્રે યાર્રો એ તો ભૂલ ભૂલમાં ભૂલથી બોલાઈ ગયું હશે એમ્મા શું આટલું હરખાવવાનું હોય , 
તું મને સમજાવતો હતો એ સમજાવને ..! 
અચ્છા ઠીક છે એમ રાખ એમ કહી અજ્ઞાનીએ અનંત 
આ વાતનો , 
ગર ચાહે તો તું પણ મારી માફક સતત ઝણઝણી શકે !
હું તો આજે પણ.! તીવ્રતાથી  સતત અનંત ઝણઝણું છું !
ચાહે તો તું પણ મારી જેમ ગમે ત્યારે મારી પાસે આવી શકે !
"અનંત" જેમ હું ચાહું છું તેથી ગમે ત્યારે તારી પાસે આવું છું..! 
"અનંત"
ગુઢાર્થ મને ખુબ સરળતાથી સમજાવતા કહ્યું . 
સંભાળ પરીયા... 
અનંતની વાતમાં ઝણઝણવાની વાત છેક લગી આવે છે..!
એ સિવાય એ જે કહેવા ચાહે છે તે સમજ ! 
ચાહે તો તું પણ મારી જેમ મારી પાસે આવી શકે !
આમાં અનંતે ચાહે તો એવું એકજ વાર કહ્યું છે 
પણ એ બે અર્થમાં કહ્યું છે.!
(૧ )ચાહે તો અર્થાત ... ઈચ્છે તો ..! 
એટલે કે ઈચ્છે તો તું  ણ મારી જેમ મારી પાસે આવી શકે !
(૨) ચાહે તો અર્થાત ચાહતી હોય યાને પ્રેમ કરતી હોય તો  ..!
જેમ હું ચાહું છું ત્યારે તારી પાસે આવું છું..! 
અર્થાત (૧) 
હું ઈચ્છું ત્યારે તારી પાસે આવું છું એમ 
તું પણ ઈચ્છે ત્યારે મારી પાસે આવી શકે !
અર્થાત (૨)
જેમ હું પ્રેમ કરું છું એટલે ચાહું છું યાની ઈચ્છું છું ત્યારે તારી પાસે આવું છું !
ઈચ્છા તો સૌ કોઈને હોયજ ગમતા પાત્રને મળવાની પામવાની !
ચાહત હોય ત્યાજ કોઈ ચાહે છે અર્થાત યેનકેન પ્રકારે મળવાની  ઈચ્છા કરે છે !
અને જેની સાથે ચાહત યાને પ્રેમ હોય તેનેજ મળવાની ચાહ ,ઈચ્છા જાગે છે !  
એજ રીતે અનંત ખુબ ગુઢ સ્પસ્ટતા સાથે કહે છે કે, 
 જો અગર તું પણ મને પ્રેમ કરતી હોય તો 
ચાહે ત્યારે યાની ઈચ્છે ત્યારે મારી પાસે આવી શકે !
આટલું સમજાવી  સમજાવટના અંતે અજ્ઞાનીએ મને કહ્યું , 
પરીયા આમ અનંતે એક સામટું એની ચાહીતીને ઘણું પૂછી કહી નાખ્યું છે ..
કોણી ગોઠણ પર ટેકવી  બે હાથે માથું પકડી હું ઘોઘાની જેમ સાંભળતો રહ્યો એટલુજ !
બાકી હરામ બરોબર જો મને કાંય હમ્જાયું હોય. 
મારી સ્થ્તીતી સમજી અનંતે કહ્યું . 
પરીયા હું આશા રાખું છું તને કૈજ સમજાયું નહિ હોય. 
હાં અનંત મારામાં એ સિવાય કોઈ અપેક્ષા રાખવા જેવી પણ નથી ..! 
થોડી ક્ષણ પહેલા અનંત ના ચહેરા પર  જે ઝાંખપ હતી તે ક્ષણમાં ખોવાઈ ગઈ  ... 
પછી અનંતના ચહેરા પરની  એ ક્ષણ ભંગુર ઝાંખપ દિવ્ય તેજમાં પલટાઈ ગઈ ... 
અને પછી તો મને પણ એવી ઘાટી રગડા જેવી ઊંઘ આવવા માંડી ..
એવી ઊંઘ આવવા માંડી ..એવી ઊંઘ આવવા માંડી ..કે 
હું કેમ ક્યારે ઉબડ ખાબડ સાંકડી ગલી વટાવી ઘરે પહોચી ગયો 
અને ઊંઘી ગયો એ પણ મને ખબર ના રહી ... 
પણ સવારે ઉઠતા વેંત એક પ્રશ્ન મનમાં ઉઠ્યો 
કે અનંતે દુર દુર રહીને મળવા ઝણઝણવાનું કહ્યું તો ખરું 
પણ એમ દુર દુર રહીને કેમ મળવું  ઝણઝણવુ ...?
એ મારગ નથી સ્પસ્ટ નથી બતાવ્યો ..! 
અને હવે તો એ શક્યતા પણ નથી રહી કે , 
રાત પડે ણે હું ખંડેરની વાટ પકડું અને એને જઈને કહું પુછુ કે યાર્ર....
  ક્યા માર્ગે અને કેવી રીતે જેને ચાહતા હોઈએ તેને મળવા  ઝણઝણવા જવું .?
કેમકે એ તો હવે છે નહીં ..!   
*બ્લાસ્ટ* 
"અનંત" જીવવાને તો બધા જન્મે છે, જીવે છે ,અને બસ ,જીવ્યે જાય છે !
મગર આ જીવન અનંત સતત સ્પર્શ અને સ્પંદન થકી જીવંત થાય છે ..!
"અનંત"
"અજ્ઞાની "બહાર શોધો તો પ્રેમ આનંદ જોજન છેટા ..! 
મગર ભીતર પ્રેમ આનંદ શોધો તો મળે ખૂણે બેઠા બેઠા ..!     
"અજ્ઞાની"   

*બ્લાસ્ટ*
ગર ચાહે તો તું પણ મારી માફક સતત ઝણઝણી શકે !
હું તો આજે પણ.! તીવ્રતાથી  સતત અનંત ઝણઝણું છું !
ચાહે તો તું પણ મારી જેમ ગમે ત્યારે મારી પાસે આવી શકે !
"અનંત" જેમ હું ચાહું છું તેથી ગમે ત્યારે તારી પાસે આવું છું..! 
"અનંત"


      

No comments:

Post a Comment