Sunday, 14 February 2016

અનંત વેદના ....

પ્રેમમાં અનેક વાર ઠોકર ખાધા પછી.... 
ફરી કોઈ હસીને મારી સામે આવે છે ! 
ફરી કોઈ નજીક મને પ્રેમથી બોલાવે છે !
મગર હવે હું આગળ નથી વધતો .
હવે હું કોઈની પાછળ નથી પડતો .  
તે રાત્રે ચાય પીતા પીતા અનંત પોતાના મનની વાત કરતા કહે છે . 
અને અનંત અનુભવ બાદપોતાના મનને સમજાવતા લખે છે . 
કાળી બળતરા થતી હોય છે જાણે ડંખ્યો હોય ઝેરી  સાપ એવી વેદના થાય  છે ..!
મીલન બાદ જુદાઈમાં ભર શિયાળે ધોમ ધખતા તાપ જેવી આકરી વેદના હોય છે..! 
નીર્દયના વાંકે દુઃખ ભોગવ્યું છે તે અનંત પહેલા પણ 
તેથી સમજાવું છું એ મારા ભોળા હૃદય હું તને . 

"અનંત" સમજી વિચારી ને પ્રેમમાં વધજે આગળ ... 
એ નહીં આવે તો એની પીડા આવશે પાછળ પાછળ... 
ક્ષણીક મિલન બાદ 
સતત આવશે એની યાદ.!
એની યાદની આગમાં 
હૈયું સળગશે આખી રાત .!
સુજીને રાતી થઇ જશે 
રડશે રાત આખી આંખ  ..!
પ્રેમમાં તો અનંત પરમ ચરમ આનંદ મળતો  હોય છે !
મગર વિરહમાં "અનંત" વેદના નકરી વેદના હોય છે ! 
ભર શિયાળે ધોમ ધખતા તાપ જેવી આકરી વેદના હોય છે..! 
વિરહમાં "અનંત" વેદના નકરી વેદના હોય છે ! 
"અનંત"

*બ્લાસ્ટ*
સુખ કે દુઃખ કશું  છુપું રહેતુ નથી . 
બસ આંખ થી આંસુ વહેતું નથી . 
ઘણું એવું આવે છે જીવનમાં . 
જે ગયા પછી પણ જતું નથી.
તારા વિના મને જેવું થાય છે ,
તને કેમ એવું થતું નથી ! 
હોય છે કૈક તો કારણ "અનંત"
અમથું કૈ પણ અમથું નથી.  
"અનંત"

No comments:

Post a Comment