Friday, 18 March 2016

एक छोटासा घर बनाना आसा नहीं होता



ઘર ...
“ઘરનું એક ઘર હોય એવું સપનું હર એકનું હોય”
ભાગ્યથી જેને પેઢી દર પેઢીનું કે પછી બાપાની મહેનતનું ઘર મળી ગયું હોય.. 
એ લોકો ,એક ઘર બનાવતા કેટલો પરસેવો વળે છે , કેટલી પરેશાની વેઠવી પડે છે એ શું જાણે,
એ લોકો જોકે થાકપછીનો આરામનો આનંદ શું હોય છે એ પણ જીવનભર જાણી કે માણી શકતા નથી..
જીવનમાં જે પછીથી,
જો !  હિસાબમાં હોય તો ! સૌથી આરામ આનંદ-
 અને હુંફ આપનારું કઈ હોય તો એ એક માત્ર ઘર છે !
તેમ છતાં કોઈ પ્રિયજનની હુંફ વિના ઘરની હુંફનો અહેસાસ નથી થતો એ પણ હકીકત છે !     
    ખાલી પ્લોટ પર ઘર બનાવવાનું હોય ત્યારે એક માત્ર પુરુષને પરેશાની થતી હોય છે !
ચાલુ ધંધે નકસાથી લઈને નાની મોટી દરેક ચીજ ની ખરીદી કરવી..
રેતી.સિમેન્ટ,ઈંટ કોંકરેટ પાણીની પાઇપ લાઇન ,
નળ .પોખરા, ની પસંદગી અને ખરીદી ખોખરા કરી નાખે છે !
ત્યાર બાદ કલર કામ અને ફર્નિચર બનાવતા બનાવતા.....
 એક પુરુષની હાલત ફટીચર જેવી  થઈ જતી હોય છે..!
 આ બધી હાડમારીમાં થોડી રાહત તોજ થાય જો કડિયા કારીગર સારા મળે !
નૈ તો એજ સૌથી મોટું કંટાળાનું કારણ બને ...!
એક ઘર બનાવતા અંદાજે એક વર્ષ લાગી જાય આ દરમ્યાન ...
પુરુષના જીવનમાથી એક વર્ષનું આયુષ્ય પણ ઓછું થૈ જતું હોય છે ..! 
એક ઘર બનાવવું કેટલું કઠીન છે , એ તો જે બનાવે તેજ જાણે .!
ભાગ્યથી જો એક ઘર પર બીજું ઘર બનાવવાના સંજોગ પેદા થાય તો ...
પુરુષ સાથે સ્ત્રી પણ ઘર બનાવતા પછીથી આનંદ આપતી પીડાની ભાગીદાર બને છે ..!
કેમકે એક ઘર પર જ્યારે બીજું ઘર બનતું હોય ત્યારે...
જીવનમાં સૌથી કંટાળા જનક કોઈ કામ હોય તો એ છે કડીયા કામ છે .
એવું સહજ બોલાય જાય અનુભવાય જાય ...
કામ તો જોકે કડિયા જ કરતાં હોય, પણ હેરાન પરેશાન કડિયા કામ કરાવનાર થાય ...
કંટાળો તો કદાચ ક્યારેક ક્યારેક કડિયાઓને પણ આવતો હશે ,
પણ એ ક્યાં જાય...એની તો એજ રોજી હોય , રાજી થઈને એણે એ કામ કરવું જ પડે !
જોકે ઘણા ધંધા એવા હોય છે જે ગમતા ન હોવા છતાં કરવા પડતાં હોય છે ...!
કડિયા કામ શરૂ થાય ત્યારથી ચારેકોર ઇંટોના ઢગલા , કાંકરેટ...
રેતી સિમેન્ટ ચો તરફ ફેલાય જાય ... 
ચારેકોર વિચેરાયેલી રેતી પગ તળે ચોંટીને ઘરમાં પગ કરતી રેતી સિમેન્ટ
રીતસરનો કંટાળો ઉપજાવે ... 
અધુરામાં પૂરું ચણતર પર છાંટાતું પાણી ચારે કોર કીચડ કીચડ કીચડ ...
આપણાં કરતાં તો ઝૂપડા વાળા ને જલ્સા એવો સેજે વિચાર આવી જાય ...
જો કે ઝૂપડા વાસીઓને ઓછી પરેશાની નથી હોતી એ પણ હકીકત છે !
ટાઢ,તાપ,વરસાદમાં એ લોકો વગર કડિયા કામે-
 એક ઘર બનાવતા થતી પરેશાની જેવી જ પરેશાની-
 એ લોકો બારે માસ ભોગવતા હોય છે ...
એ વિચાર માત્ર મારી આંખોને  કોરી નથી છોડતા..
આપણે ઘર બનાવીએ ત્યારે . 
 ઘરની સ્ત્રીઓ સાફ સુફ કરીને થાકી ત્રાસી જાય ..
પુરુષ આખો દિ ભાગ દોડી ને પાણી છાંટી છાંટીને થાકી જાય...
જેમ જેમ દિવસો વીતે તેમ તેમ થાક કંટાળો વધતો જ જાય વધતોજ જાય ...
ઝટ આ કડિયા કામ પૂરું થાય તો સારું એવો ઉદગાર અવાર નવાર નીકળ્યા કરે ...   
કડિયા કામ દરમ્યાન ખૂબ ખૂબ ખુબજ ત્રાસ થાય ...
                       પણ પછી અંતમાં એક દિવસ એવો આવે જ્યારે હાશ થાય...
ચાલો આપણું ઘર બની ગયું ને હાશ પણ થઈ ગઈ ...
પણ આપણી આ હાશ પાછળ સૌથી મોટો હાથ કોનો ?
એ હું જ્યારે વિચારું છું ત્યારે...
મારી નજર સમક્ષ તરવરે છે ...
ટાઢ,તાપ,અને વરસાદથી આપણને રક્ષણ મળે એવું આપણું ઘર બનાવતા ...
અને આપણાં માટે ઘર બનાવવા વરસાદ હોય ,ટાઢ હોય કે તાપ...
સઘળું સહન કરતાં એ કડિયા ને દાડિયા
માથે રેતી,કાંકરેટ,કે ઈંટ ઉપાડી અહી થી તહી નીચેથી ઉપર લઈ જતાં
પરસેવે લથબથ કડિયા ને દાડિયા મારી નજર સામે જ્યારે તરવરે છે...
 ત્યારે મારીય આંખો થોડી તગતગે છે..!
આપણાં માટે હુફળું ઘર બનાવતા ટાઢ,તાપ,અને વરસાદથી બચાવવા ....
 દીવાલો ને છત બનાવી આપતા એ કડિયા અને દાડિયાઓ ....
મોટા ભાગે અછતમાં જીવતા હોય છે ...
અર્થાત છત વગરના ઝૂપડામાં જીવન ગુજારતા હોય છે..!  
“અપવાદ બાદ કરતાં”     
હું ક્યાં કૌ છું કે એ લોકો આપણાં માટે સખત મજૂરી કરીને મફત ઘર બનાવે છે..!
પણ આપણે એ કાળી મજૂરી કરતાં કારીગરોને આપી આપીને શું આપી શકીએ ...
બૌ બૌ તો આપણી કાળી અથવા ધોળી કમાણીમાથી મજૂરી પેટે થોડા રૂપિયા ...
જ્યારે બદલામાં એ લોકો આપણને બનાવી આપે છે એક હુંફાળું ઘર....   
અને એ લોકો જે સાચા છે ,સારા છે એ ક્યાં એથી વધુ માંગે છે !
સિવાય પ્રેમાળ વ્યવહાર....
થોડું પોતિકા પણું ...
માગ્યા પહેલા ચાય એ પણ નિયમ મુજબ બે વાર જ  નહીં ચાર વાર
અરે યાર જેટલીવાર માગે એટલી વાર એ પણ બે હિસાબ મો પર હાસ્ય સાથે...
હિસાબ કરીને કે મો બગાડીને હરગિઝ નહીં ..!
મો બગાડીને આપવા કરતાં નૈ આપો તો પણ એ ફરિયાદ નૈ કરે...
ચાય પર પાન,ફાકી જે ખાતા હોય તે...
 અને ક્યારેક નાસ્તો પણ એની સાથે બેસીને કરી શકાય ...
આપણે એની સાથે કરેલા પ્રેમાળ વ્યવહારથી એ લોકો ઉર્જાવાન બને છે ..!
કોઈ પણ કાર્ય જ્યારે આનંદ કરતાં કરતાં થાય છે ...
ત્યારે એ કાર્ય રંગ લાવે છે ...
આપણાં પ્રેમાળ વ્યવહારથી ખુશ થયેલો એનો આત્મા અંતરથી મૌન આશિષ વરસાવે છે...
એના ગયા પછી પણ એની ઉર્જા આપણને સુખ આપતી હોય છે !
આ હકીકત છે !   
કામ દરમ્યાન ક્યારેક એનાથી ભૂલ પણ થાય ,
તો થોડો આપણો માલ બગડે તો છો બગડે
પણ વગર ઝગડે પ્રેમ પૂર્વક શાંતિથી એને એની ભૂલ બતાવી સુધરાવી શકાય ...
હું વાત કરું છું માત્ર કાળી મજૂરી કરતાં પરસેવે લથબથ કડિયા દાડિયાની ..
કંટ્રાટીની નહીં એ લોકો તો માત્ર ચૂસતા હોય છે મજૂરોને ...
થાકેલો કારીગર થોડો વિસામો શું ખાય તોછડાય પૂર્વક કામ કરવા હુકમ કરે ..
એ મે નજરે જોયું છે ...
એ લોકોને માત્ર ઝટ કામ થાય પટ પૈસા મળે એમાજ રસ હોય છે..!
કારીગરથી થયેલી ભૂલ તરફ ધ્યાન દોરતા કંટ્રાટીને ભૂલ જરૂર બતાવાય ...
પણ સ્પષ્ટ સૂચના સાથે કે કારીગર સાથે ગાલી ગલોચ કર્યા વિના ભૂલ સુધરાવવી ....
નૈ તો એ લોકો પોતાની બડાઈ હાંકવાં કારીગરોને ગુસ્સે થઈ-
 ગાળો આપીને વાત કરતાં ને  કામ કરાવતા મે જોયા છે ..!
કંટ્રાટીના કારીગર સાથેના દૂરવ્યવહારનો ભોગ મકાન ઘરધણી બની જતો હોય છે !
અપમાનિત થયેલો કારીગર પછી બદલાની ભાવના રાખીને એ રીતે કામ બગાડે કે,  
જે અંત સુધી કોઈના ધ્યાનમાં ના આવે અને આવે ત્યારે વેગળી વિહાઈ ગઈ હોય...
પછી તે શાહજહાનો તાજ મહેલ હોય તોય શું ..!
યાદ કરો એ ઐતિહાસિક ઘટના...  
ભાગ્યથી મને બૌ સારા કડિયા દાડિયા મળ્યા છે ...
ઘર બનાવવાનું કામ એટલું ચીવટ માંગી લેતું હોય છે કે જો કારીગર ...
સારા ના મળે તો કામ દરમ્યાન એને કરેલી ભૂલો જોઈ જોઈને જીવનભર જીવ બળ્યા કરે ...
પણ જો સારા કારીગર મળે તો અડધો અડધ મન પરનો ભાર ઓછો થઈ જાય.....  
હાં એમાં પણ ઘણા અળવીતરા હોય છે ...
અને જેને આવા અળવીતરા કડિયા મળે એ બડો બદકિસ્મત મકાન માલિક હોય શકે...    
ઘર બનાવવા માટે બૌ બધુ ખેડાણ કરવું પડે છે ..!
માત્ર કાગળમાં નકશા દોરવાથી ઘર નથી બનતું ...
ઘર બનાવવા માટે પાયાનું ખોદાણ પણ કરવું પડે છે ..!
બ્લાસ્ટ :-
જોકે આ પણ હિસાબનો એક હિસ્સો હોય શકે.
કે એક એંજિનિયર એસીમાં બેસીને કાગળ પર નકશા દોરે !
અને કાગળમાના એ નકશાને જમીન પર ઉપસાવવા ...
કડિયા આગ ઓકતા આકાશ નીચે પરસેવો પાડે ...!   

ब्लास्ट :- कतीरा नहीं ..! “कबीरा”
“ निर्बल को ना सताईये जाकी मोटी हाय”

હું ઈશ્વરનો આભાર માનું છે કે
મને ભાગ્યથી સારા મજાનાં કારીગરો મળ્યા છે ...
મારુ કાર્ય આનંદ પૂર્વક ચાલી રહ્યું છે ...
અમે રોજ સવારે કાર્ય શરૂ કર્યા સાથે બેસીનો ચાયની ચૂસ્કી ભરીએ છીયે ...


No comments:

Post a Comment