Thursday, 7 April 2016

એક રાતે અમે ત્રણેય એક સાથે મુંજાયેલા .....





દૂર દૂર છેક ક્યાક આ ગીત વાગી રહ્યું છે, હવામાં તેના શબ્દો મારા ખંડેરમાં પ્રવેશી  રહ્યા છે .


શિયાળે કાયમ કાળું કંબલ ઓઢી મહોલ્લામાં જતો હું . 

ઉનાળે સફેદ ઝભ્ભો લહેંગો પહેરી ને ખંડર પર જતો.

 મારી જે માફક અનંત અને અજ્ઞાની પણ શિયાળે કાળું કંબલ અને ઉનાળે 

સફેદ લહેંગા ઝભભમાં સજ્જ હોય  ... 

વર્ષો પહેલા.... 

ઉનાળાનો એ સમય હતો મસ્ત ઠંડો પવન લહેરાઈ રહ્યો હતો . 

તે દિવસે સવારથી હું રાત પડવાની  રાહ જોતો હતો . 

અંતે રાત પડી અને તે દીવસે હું ત્યાં ખંડેરપર ઝડપ ભેર ચાય લઈને રવાના થયો .. 

અને મહોલ્લાની ભીતર આવેલા ખંડર સમા ઘરમાં હું પ્રવેશ્યો ... 


તે દિવસે સવારથી જ જોકે હું ખૂબ મુંજાયેલો હતો ....


ખબર નૈ કેમ ..?


ક્યારે રાત થાય અને હું મહોલ્લામાં આવેલા અમારા ખંડેર જેવા પર જાઉં. 


વર્ષો પહેલા તે દિવસે....


 એકદમ ના સમજાય એવિ બેચેની હું અનુભવી રહ્યો હતો ... 


હું વિચારી રહ્યો હતો કે રાત પડે એટલે  ત્યાં જઈને ,


અનંત અને અજ્ઞાની સાથે ચાય ની ચૂસ્કી ભરતા ભરતા.....


 મારી બેચેની અને મુંજવાણ ની વાત કરું,


એ લોકો સાથે વાત કરીશ પછીજ મારી મુંજવાણ થોડી ઓછી થશે... 


આમ તો સમય હમેશા સમસર જ પસાર થઈ જતો હોય છે ... 


પણ અમુક હાલાતોમાં જ્યારે મન પરેશા હોય, દિલમાં કોઈ અજીબ બેચેની હોય... 


અને નિશ્ચિત સમય પહેલા ત્યાં કોઈને મળવું શક્ય ના હોય ત્યારે ... 


દિવસ ની લંબાઈ વધી જતી હોય એવું લાગે... 


બડી મુશ્કિલ થી તે દિવસે રાત પડી ... 


મોડી રાત થતાં જ  ફટાફટ ચાય બનાવી ઉતાવડે પગલે હું ખંડેર તરફ રવાના થયો... 


દરવાજો હમેશાની માફક અધખુલ્લો હતો ...


ઘરમાં પ્રગટી રહેલા દીવાનો આછો આછો પ્રકાશ ... 

અધખુલ્લા દરવાજમાથી બહાર રેલાઈ ,ફેલાઈ રહ્યો હતો.... 


જડપથી શરીર સંકોરી હું ભીતર ગયો .. 


અંદરનું દ્રશ્ય જોઈ હું ચોંકી ગયો....     


ભીતર જઈને મે જોયું તો કાયમ આનંદમાં રહેતો અનંત ...


પોતાની ખુરશી પર માથું ઢાળી સૂતેલો હતો... 


સામેની ખુરશી પર અજ્ઞાની પણ એજ અવસ્થામાં પોતાની ખુરશી પર ... 


પોપચાં ઢાળી ખુરશીને અઢેલીને સૂતો છે ! 


સ્સાલું આ શું !!!કાયમ અગમ નિગમની વાતો કરતાં આ બેઉ આજે કેમ આમ 


એક દમ મૌન થઈને બેઠા છે ! 


મે હાથમાં રહેલી ચાયની કીટલી ટીપોય પર મૂકી અને મારી ખાલી ખુરશીને 


મારા શરીર થી ભરી દીધી .... 


હમેશા મારુ આગમન થતાં, 


આવ, આવ પરિયા તું આવી ગયો અમે તારી જ રાહ જોતાં હતા ... 


ચાલ હવે જલ્દી જલ્દી ચાય ભાર, ક્યારની તલપ લાગી છે...  


કાયમ આમ બોલીને મને મારી ખુરશી પર બેસવાનું કહેતા અનંત અને અજ્ઞાની 


બે માથી એકે આજે આવું કશુંજ  બોલ્યા નહીં . 


મને લાગ્યું આજે અનંત કઈક મુંજાયેલો છે . 


અને અનંતની ખુરશી સામે પડેલી ખુરશી પર બેઠેલો અજ્ઞાની પણ !


ખૂબ મુંજાયેલો લાગે છે ... 


આ દ્રશ્ય જોઈને, પહેલીથીજ મુંજાયેલો હું વધુ મુંજાયો 


 મને એ ના સમજાયું કે ખરેખર અમારા ત્રણમાથી કોણ મુંજાયેલું હતું 


અનંત મુંજયેલો હતો કે ,પછી અજ્ઞાની કે, પછી હું,


 કે, પછી , મારા કારણે અનંત 'ને અજ્ઞાની,


 કે, પછી, અજ્ઞાનીને કારણે હું ને અનંત...


 કે, પછી , અનંત ને કારણે અજ્ઞાની અને હું,


કે, પછી. મારા કારણે અનંત ને અજ્ઞાની..?

સાલું તે દિવસે રાત્રે કોઈને કાઇજ  ના સમજાયું..

કે આખરે કોણ મુંજાયું ? ને કોણ કોના કારણે મુંજાયું  હતું . 


ખૈર … 

મુંજવણ તો મુંજવણ હોય છે ને આખરે ...

માણસ ક્યારેક ક્યારેક મુંજાય પણ જાય ને  ...   


અંતે રાતની નીરવ શાંતિ અને એ લોકોની ખામોશીમાં ખલેલ પહોંચાડતા 


મે અજ્ઞાની ન પૂછ્યું યાર શું તને કઈ મુંજવણ છે ! 


અજ્ઞાની કહે હાં પરિયા ! મને મુંજવણ છે જ ... 


મે પૂછ્યું પણ ક્યાં કારણે ? કોના કારણે ?


અજ્ઞાની કહે કહે કે એ તો અનંત મુંજાયો છે  એટલે !


પછી અનંતને મે પૂછ્યું લ્યા તું કેમ મુંજાયો ? 


તો એણે કહ્યું કે પરિયા હું તારા કારણે મુંજયો છું ! 


મે આશ્ચર્ય સહ પૂછ્યું મારા કારણે !!!


અનંત અને અજ્ઞાની બેઉ એક સાથે બોલ્યા ! 


હાં પરિયા તારા જ કારણે ...! 


અજ્ઞાની એ મને પૂછ્યું ! 


બોલ પરિયા તું કઈ વાતે મુંજાયો છે ક્યાં કારણે મુંજાયો છે ?


અનંતે પણ મને અજ્ઞાની સાથે સૂર મિલાવતા પૂછ્યું .


હાં બોલ પરિયા આખરે તું કોના કારણે મુંજાયો છે ! 



પહેલેથી જ મને મુંજાવણ શા માટે છે, શા કારણે છે ?


 એ વિચારે ગૂંચવાયેલો મુંજાયેલો હું 


વધુ મુંજાયો , વધુ ગૂંચવાયો ... 


મારી પાસે એ લોકોના પ્રશ્નોનો કોઈજ જવાબ ના હતો , 


તેથી હું બિલકુલ મૌન રહ્યો .. 


ફરી બંને એક સાથે બોલ્યા ... 


બોલને લ્યા.. પરિયા..! કેમ તું આજે ઉદાસ અને મુજાયેલો છે ..? 


મે કહ્યું . 


મને ખબર નથી.. 


દૂર દૂર ક્યાક વાગતા આ ગીત ના શબ્દો ખડેરમાં પ્રવેશી .....




છેક મારા હરદાયની  આર પાર મને વીંધીને પસાર થાય છે .... 


જોવાનું એ છે કે મારા હ્રદયથી પાર થઈ આ શબ્દો કોને દ્વાર જાય છે ... 


અને પછી તો એ રાત આખી એમજ  મુંજવણ સિવાય ... 

બીજી કઈ પણ ખાસ વાત ચિત કે ચર્ચા કર્યા વિના જ પસાર થઈ ગઈ .... 


જ્યાં મારી આંખ ખૂલી ત્યાં સવાર થઈ ગઈ ... 


ब्लास्ट:- 


आखिर क्यों रूठे ?


चाँद भी रूठा तारे भी रूठे . 

हमसे तो सब सहारे भी रूठे.

एक एक करके छोड़ गए सब . 

यार. आज यारो के इशारे भी रूठे.  

फुलोकी खुशबू मिली ना हमें तो, 

बहारे भी रूठी नज़ारे भी रूठे .

"अनंत" उस पार अब में जाऊ कैसे ,

इस पार के माझी किनारे भी रूठे   
"अनंत" 
ये रचना जब अनंत ने लिखी तब वो बड़ा तकलीफ में था ... 
मुझे याद हे आज भी वो दिन वो रात... 
फिर कभी करेंगे उस दिन रात की बात... 




  

No comments:

Post a Comment