Wednesday, 25 May 2016

જાત સાથે વાત કરવાની પણ એક રીત હોય છે કળા હોય છે ...


મારા ભાઈ બંધ અનંતે વર્ષો પહેલા લખ્યું હતું કે ....

"અનંત" સુજે નૈ કૈ ટાણે કટાણે...
લખવું શું તો છી પરાણે પરાણે ...

નૈ તો વર્ષો પહેલા તો ક્યાં ત્યાં એને કોઈ ,

ખંડેરના ખૂણામાં વાંચવા આવવાનું હતું હે !

દાદા ક્યારેક આવું થાય ...

પછી મે એને પૂછેલું કે લ્યા તને કઈ ના સુજે ત્યારે તું શું કરે ... ?

તો ઇ મુંજાઈ ગ્યો....

એટલે અજ્ઞાની એ દાઢી પર હાથ ફરાવતા જવાબ આપ્યો હતો કે ...

પરિયા ત્યારેજ ખરો સમય હોય છે જાત સાથે વાત કરવાનો ....

મે પૂછ્યું એલા એ કેવી રીતે ?

તો ક્યે ઇ તને નૈ સમજાય .....

મને જોકે હજુય નથ સમજાયું કદાચ તમને સમજાય ...  

પછી મે બૌ આગ્રહ કર્યો ત્યારે એણે કહ્યું કે,,,,


જાત સાથે વાત કરવાની પણ એક રીત હોય છે કળા હોય છે ...

સાધના એમ પણ થાય ...,

જો જાત સાથે અનુ સંધાન થઈ જાય તો ....

જીવન ધન્ય થઈ જાય ...

આજ તકલીફ મારી હતી જે હાલ તમારી છે ....

મે જ્યારે આ તકલીફ જાહેર કરી ત્યારે એણે કહ્યું હતું કે ...

યાર મને કઈ સમજાતું નથી ..

ત્યારે એણે કહ્યું કે ,

બસ એજ સમજવાનું છે !

મે કહ્યું શું યાર સીધું બોલ ને .... !

તો ઈવડા ઈએ કહ્યું કે ...

જે સમજાય છે એ નથી સમજવાનું ..

બલ્કે સમજાવી શકાય એવું છે તે સમજી જવાનું ...

સમજાય તો સરળ સકળ નૈ તો અકળ અટકળ ....

છેલ્લે તો એને એમજ કહ્યું હતું કે ..

જે એને ખુદને સમજાયું હતું તે...

કે સમજી સમજી ને એટલું સમજવાનું કે કાય સમજવાનું નહોતું ...  

No comments:

Post a Comment