Wednesday, 29 June 2016

અનંત અંદર અનંત બહાર અનંત ની વાતો એજ આધાર ...


આજે થોડા કાગળિયા લઈને બોઠો ... 
ઊથલાવ્યા વાંચ્યા .. 

જે કાગળ આગળ આવ્યો તે જોતાં લાગે છે કે, 
કદાચ એણે કઈ કહેવા ચાહયું છે..! 


તે અધૂરું છે ! 

બની શકે પૂર્ણ વાત કોઈ બીજા કાગળમાં મળે ... 

બધુ અસ્ત વ્યસ્ત છે ! 

કદાચ ના પણ મળે અને કદાચ મળે તો વર્ષો બાદ મળે ... 

ખૈર આ પળે 

જે મળ્યું તે માણું ... 
 બાકી હું કાઇ ના જાણું .. 
@@@@@ 
અનંત લખે છે ... 
જ્યારે પણ હું મારમાથી નિકળું છું 
ઘનઘોર અંધારમાથી નિકળું છું.  

મારી ઈચ્છા મુજબ હું જ્યારે ચાહું, 
હું બહારથી અંદર અંદરથી બહાર. 

જ્યારે હું ચાહું ત્યારે કરું અંધકાર...  
જ્યારે હું ચાહું ત્યારે ધરું સવાર...   
શબ્દે શબ્દ મારો ધબકાર... 
મારા વિચાર તારા વિચાર...   

આ પણ વિચાર તે પણ વિચાર...  
તું ચાહે જે પણ વિચાર ... 

Tuesday, 28 June 2016

અંધારી રાતોમાં અનંતની વાતોમાં ...


એજ વિચાર એજ વિચાર એક વિચાર ... 
એનાજ વિચાર એનાજ વિચાર નેક વિચાર .... 

આમ વિચારતા વિચારતા પહોચી ગયા ક્યાં છેક વિચાર.... 

અને પછી .... 

મે જોયું મહોલ્લામાં જઈને ... 

અનંત અંધારે અંધારે ખૂણામાં બેઠો કઈક લખી રહ્યો છે ... 

મે પૂછ્યું શું લખે છે અનંત અંધારે અંધારે ....? 

એણે કહ્યું અજવાળું લખું છું પરિયા... અજવાળું .... 

શું લખવાથી અનંત અજવાળું થાય ? મે પૂછ્યું , 

હાં ભીતર ભીતર થાય ને ..! 

પણ એ ક્યાં કોઈને દેખાય છે ... મે કહ્યું , 

અનંત કહે, યાર મારે કોઈને કશું દેખાડવું નથી ..! 

તો પછી ? મે પૂછ્યું , 

મારી મરજી ..! મારી મસ્તી ..! 

બૌ વર્ષો પહેલા એણે એમ પણ કહ્યું હતું કે, 

"અનંત" આ સિધ્ધી કઈ ઓછી ના કહેવાય . 
કે કોઈ પ્રસિધ્ધિની ઝંખના જ ના રહે . 

"અનંત" 

આવું બધુ કહેતો પણ મારા ભેજામાં કશુજ ઉતરતું નહીં ... 

બસ હવે મને ઊંઘ આવે છે ..! 







અજ્ઞાની ની અવળી વાણી ....


બહુ બોલે તે બુધ્ધિ શાળી નહીં 
રહે ચૂપ એને સમજ ના મૂરખ . 

"અજ્ઞાની" એ જગમાં સૌથી સુખી . 
જેની સૌથી ઓછી હોય જરૂરત . 
"અજ્ઞાની"



કઈક તો કારણ હશેજ જૂનું કે નવું ...




વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહિતીના ,

કઈ કેટલાય સવાલોના જવાબમાં આ વાત કહી'તી ...

સવાલો કેવા કેવા હતા કે હશે એ કહેવાની જરૂર નૈ પડે ...

કેમકે જવાબમાં સવાલો ની આછેરી ઝલક દેખાય આવશે ...

પ્રેમ એટલે ગાંડપણ ...
પ્રેમ એટલે વળગણ ..

રોજ સામે હજારો ચહેરા મળે.
કોઈકજ સંબંધ ગહેરા નીકળે.

બધી વખતે કઈ આવું બનતું નથી ...
એવું નથી કે કોઈ બીજું ગમતું નથી...

પણ હું ફકત ખેંચાયા કરું તારી તરફ ....
તું પણ સતત ખેંચાયા કરે મારી તરફ ....

એનું પણ કઈક કારણ તો હશે જ ને ..!
તને જોયા વિના મારાથી રહેવાય ના

મને જોયા વિના તારાથી રહેવાય ના 
આવું બધુ કૈ અમસ્તું ખેંચાણ નાજ થાય ને..! 

કઈક તો કારણ હશે જ..! 

કારણ કદાચ નવું પણ હોય શકે,
હોય શકે કદાચ જૂનું પણ કારણ.

હું મનમાં ને મનમાં  કેટલું કહ્યા કરું  ...
તુંયે બસ મનમાંજ બડબડ કર્યા કરે ...

હું પણ લખ્યા કરું ... 
તું પણ લખ્યા કરે ... 

દૂર દૂર રહી ડંફાસ માર્યા કરે ...
પ્રેમ બસ પ્રેમની ચર્ચા કર્યા કરે.... 

અને જ્યારે એક બીજા સામે આવે તો,
એકેયના મોં માંથી નીકળેના એક હરફ..!

હું તો પહેલ ક્યારેય કરુંજ નહીં ... 
તું પણ સ્વીકાર કરતાં ડર્યા કરે ...

ફરી એજ સવાલ .. 
આવું થાય છે શાને ...? 

હોય કોઈ જૂનું જો સગપણ.
મન ખેંચાયા કરે તો પણ..!

સવાલ જવાબ રહેવા દે ... 
થોડું કૈ મનેય કહેવા દે ... 


હું પણ તને ચાહયા કરું . 
તું પણ મને ચાહયા કર. 

ચાલ્યા કર બસ ચાલ્યા મારી  સાથે સાથે ...
રહ્યા કર સતત રહ્યા કર  મારી પાસે પાસે ...

"અનંત" વરસાદમાં તો સૌ કોઈ પલળે ...
ચાલ પલળીએ આપણે વગર ચોમાસે...

"અનંત" બસ તું ગીત એકાદૂ ગણ ગણ ...
સમજી જઈશ હું આવી જશે જો સમજણ ...  

ના હું ગણું ના તું પણ ગણ .
સાથે કેટલુ ચાલ્યા ચરણ ..!

હું પણ તને ચાહયા કરું . 
તું પણ મને ચાહયા કર. 

ચાલ્યા કર બસ ચાલ્યા કર સાથે સાથે ...
રહ્યા કર બસ રહ્યા કર સતત પાસે પાસે ...

"અનંત"

* બ્લાસ્ટ *

ઉમર શરીરની વધે છે "અનંત"
પ્રેમને કદિ આવતું નથી ઘડપણ . 














Monday, 27 June 2016

અનંતના વર્ષો પહેલા લખેલા...જૂના જર્ઝરિત કાગળીયા....


Katira Paresh shared a memory.
અનંતના વર્ષો પહેલા લખેલા...
જૂના જર્ઝરિત કાગળીયા....
ઉકેલવાનો,
આજકાલ મૂડ નથી બનતો ....
તો ....
જૂના ઉકેલાઈ ચૂકેલા,
અહી મુકાઇ ચુકેલા,
અને, પછી,
અહી પણ જૂના માથી નવા અને,
ફરી થી જૂના થઈ ચૂકેલા....
છેક ઊંડે ઊંડે પડેલા કાગળિયા....
પરમ મિત્ર "ફેસબુક" ઉલેચી ઉલેચીને,
સામે લઈ આવે છે ....
તો ફરી ફરી એ વાંચવાની મનેય મજા આવે છે...!
કોઈને મજા આવી જાય...
એ વાત નાખી છે..! જોકે,
બાકી હુ મારી રીતે,
બૌ સારી રીતે,
આનંદ લુંટતો હોઉ છુ...!
બ્લાસ્ટ :-
અતી સંઘર્ષ દૂ:ખ અને પીડામય....
જીવન પસાર કરતો હોવા છતાં...!
એ પીડામય જીવનમાં જ્યારે પણ "અનંત"ને
આનંદની ખુશીની એકાદ ક્ષણ પણ પ્રાપ્ત થતી,
ત્યારે ....
આ એક વાક્ય "અનંત" હંમેશા ઉચ્ચારતો ....
" આ ભવમાં આટલું ઓછું તો નાજ કહેવાય...."
એ આકલુ બધુ બોલે...
તો, હુય કાંક તો બોલુ ને....
અકલે હુય બોલુ જ્યારે.....
મોજ હોય ત્યારે....
કે,
"આ ભવમાં આકલું તો બૌ કે'વાય.... 
1 Year Ago
See Your Memories
એ ત્યારે કરતો જ્યારે અમે મોડી રાત્રે મહોલ્લાના એકાંતમાં મળતા ...
એ સિવાય ઘણી બધી ઘટના એ કાગળિયામાં કેદ કરી લેતો ,
જે હવે હું ફુરસતના સમયમાં ઉકેલું છું,
અનંતના જૂના ઝર્ઝરિત કાળિયામાં કેદ થયેલા
એના લાગણી ભીના, પ્રેમ નીતરતા શબ્દોને મુક્ત કરું છું ...
એમાની જ આ પણ એક ઘટના છે .!
જોકે કહેવું લખવું અને શબ્દો દ્વારા લાગણી વ્યક્ત કરવી એ વાત જુદી છે ..!
બાકી અનંત ખુદ કહેતો કે કોઈ સત્ય ક્યારેય પ્રથમ કે અંતિમ ના હોય શકે ...!
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@    
ઇટ્ટા કિટ્ટા છોડ હવે...
@@@@@@@@@
હાં મારુ અંતિમ સત્ય તુજ છે...!
હાં મારુ અંતિમ લક્ષ્ય તુજ છે....!

શું મારી આ દશા જોઈ રવેશમાં ઊભી તું બૌ ખુશ થાય છે...?
કેમ કહું ? ક્ષણ ક્ષણ મને અહી તારી કમી મહેસૂશ થાય છે....!

પણ શું છે પ્રિયે કે આ વાત સ્વીકારવામાં ,

અને બસ તને આટલું અમથું કહેવામાં ,

તો મને મારો મસ મોટો પુરુષ સહજ અહં આડે આવે છે ...!

અને  એજ રીતે તને પણ તારી સ્ત્રી સહજ શરમ આડે આવે છે ..!

પ્રથમ હોયઅનંત હોય કે અંતિમ... !

ભૂલ તો આખરે ભૂલ જ હોય છે ને.....?

હું તો સાવ નાદાન હતોજોકે હજુય છું.   

પણ ! તું તો સમજદાર હતી ને...?

અને એ તો તું હજુ પણ છેજ ને..??

તો પણ સાવ આવું ???

ચાલ જે થયું તે થયું.  

હવે ભૂલી જા એ બધુ.!

'ને હવે આ ઇટ્ટા કિટ્ટા ખતમ કર... !

ખુલાસા હું વધુ નહીં  જ આપું ! તારે માનવું હોય તો માની જા. 
મનમાં મારા લગીરે મેલ નથી ! આવ ભીતર આવી ઝાંકી જા. 

"અનંત" રવેશ ઉપર ઊભી રહી છુપાઈ છુપાઈ ને તું વાંચે છે શું.! 
આવ ! નીચે આવ ! પાસે આવી મારા મનનેય જરી વાંચી જા .! 

 લે...! મે છેલ્લી બે આંગળી ને અંગુઠો હથેળીમાં વાળી લીધા...!
અને બાકી બચેલા બે આંગળા સિધ્ધા ! તારી સામે ધરી દીધા ...! 

ચાલ હવે તું પણ મારી જેમજ  ! અંગુઠો ને બે આંગળી વાળીદે .
પછી બાકી બચેલી બે પતલી આંગળી મારી આંગળી પર રાખી દે. 

પ્રેમથી હસી હું તને તું મને ને કહી દે .

લે ..! કર હવે તો બિટ્ટા ...!

અનંત” છોડ આ ઇટ્ટા કિટ્ટા ...!  
પાણીમાં ક્યાં સુધી તાણશે લીંટા ..!

છોડ આ ઇટ્ટા કિટ્ટા ...!  

કર હવે તો તું બિટ્ટા .!

"અનંત"    


એ મહોલ્લો જેનો માહોલ આજે બિલકુલ બદલાઈ ચૂક્યો છે .

એ મહોલ્લો જ્યાં આખો દિવસ ધિંગા મસ્તી થતી રહેતી ...

હાં એ મહોલ્લો આજે સુમસાન ખંડેર સમો થઈ ચૂક્યો છે.

એ રંગીન મહોલ્લો આજે  તો સાવ કરતાં સાવ....

શાંત ખંડેર ભેંકાર ને  ઉદાસ છે.

અનંતનું મસ્તી ભર્યું નિર્દોષ હાસ્ય આજેય મને સંભળાય છે...
અને આજેય અનંતના ડૂસકાં મારા હ્રદય  સાથે અથડાય છે ...

આજે પણ એ ગમગીન છતાં, રંગીન માહોલ મારી આસપાસ છે....


એક જમાનો હતો જ્યારે એ મહોલ્લોમાં અનેક છોકરીઓ હતી ને એક અનંત...

જે પોતાના કામમાં ગળાડૂબ પોતાની મસ્તીમાં ચૂર સુર બસૂરું ગાયા કરે.  

રેડિયાના સમયે રેડિયો વગાડે ને બાકીના સમયમાં,

બડી મુશ્કિલથી અને શર્તોને આધીન મળેલું ટેપ રેકોર્ડ...!

ક્યારેક વળી કોઈના પ્રેમમાં પડેતો જટ ઊભો ના થાય...... 

એક દિવસ પડ્યો રાજશ્રીના પ્રેમમાં.  

હાં એ રાજશ્રીને પ્રેમથી રાજો કહેતો.

અને જ્યારે પ્રેમમાં પડે ત્યારે તો સામસામે ગીત વાગે.

ગીત એકજ હોય એ એના ઘેર આ એના ખંડેર .... 

એક કડી આ વગાડે તો બીજી કડી પેલી વગાડે.

ગીત એકજ હોય પણ ગીતમાં આવતી કડી,

અનંતના હિસ્સાની અનંત વગાડીને ટેપ ધીમું કરે ,

પછી રાજો  તેના હિસ્સાની કડી આવે ત્યારે ટેપ ફાસ કરે...

જેમકે ફિલ્મ હોટલનું આ ગીત...  

અનંત ..

પ્યાર કરતે હે હમ તુમ્હે ઈતના. દો આખે તો ક્યાં દો જહામે સમાયે  ના જીતના ...  

આટલું વગાડી એ ટેપ ધીમું કરે.

પછી રાજો

દિલમે કબતક કરોગે બસેરા સાથ કબતક ના છોડોગે મેરા....

પછી રાજો  ટેપ ધીમું કરે ને અનંત ફાસ..

ક્યારેક બંને સામસામે આ ગીત ધીમૂ ફાસ કરે ... 

કિસી રાહમે કિસી મોડ પર કહી ચલ ના દે ના તું છોડ કર.... 
મેરે હમ સફર મેરે હમ સફર .... 

તેરા રંગ સાયં બહાર કા 
તેરા રૂપ આઈના પ્યારકા ... 

તુજે આ નજરમે છુપાલું મે ,
તુજે લગ ના જાયે કહી નજર.... 

મેરે હમ સફર મેરે હમ સફર .... 
  
બસ આમ સવારથી સાંજ  આવા મસ્ત મજાનાં પ્રણય ગીત આખો દિવસ વાગ્યા કરે 

અને ધીમું ફાસ  ધીમું ફાસ ચાલ્યા કરે ગીતો વાગ્યા કરે . 

બસ આમ સવારથી સાંજ,  ધીમું ફાસ  ધીમું ફાસચાલ્યા કરે ગીતો વાગ્યા રે. 

અને જો આ ભાઈ ક્યારેક છટકે તો પેલી સાથે ઝગડી પણ લે

.'ને પછી થોડા દિવસ મૌન ....

જ્યારે મોઢું બંધ થાય ,ત્યારે એની કલમ ચાલુ થઈ જાય.

અને ભાઈ ગાંડાની માફક ઘરમાં કે ફળિયામાં આવેલી દીવાલ પર,

જે મનમાં આવે તે લખવા માંડે...

ક્યારેક પોતાને જ સમજાવે તો ક્યારેક પેલીને સંબોધીને લખે.

અને આ બધુ પેલીને ગમવા માંડે.... 

એટલે પાછા ક્યાં ગ્યાં તા, તો ક્યે ક્યાય નૈ હતા ત્યાં ના ત્યાં...

આમ રંગીન દિવસો પસાર થતાં હોય છે .

તેવામાં એક દિવસ રાજોની કોઈ સગલી નામ જેનું વિધ્યા,

તે રાજોના ઘેર ફરવા આવી ...

રાજો મહોલ્લાના ઉપલા મજલે રહે ..

નવરીપડે ત્યારે રવેશમાં ઊભી ઊભી ડોકીયા કર્યા કરે..   

હવે તો રાજો સાથે વિધ્યા પણ રવેશમાં આવી,

ઉપર ઊભી ઊભી અનંતને જોયા કરે...

આવતા વેંત વિધ્યા આખાયે મહોલ્લાની રોનક થઈ ગઈ .

એ એક અલ્લડ છોરી  ને બીજો અલ્લડ ટપૂ મારો આત્મ સખો. અનંત ...

વિધ્યાની છટા ને વાળની ઘટા એવિ કે...  

એના આગમન માત્રથી માત્ર કિશોર કે યુવાનજ નહીં બલ્કે બુઢા પણ ઝણઝણી જતાં..

ધીરે ધીરે એ એવિ તો છવાઈ ગઈ કે...  

એના પગલાં ફળિયામાં પડતાં જ મહોલ્લો આખો જીવંત થઈ જાય ....

આ ભાઈને પણ વિધ્યા આવતા વેંત ગમી ગયેલી.

બધા સામે બિન્ધાસ્ત હસતી બોલતી પણ અનંત પ્રત્યે થોડો વધુ જુકાવ  ....

અનંતને પણ થવા લાગ્યો એના પ્રત્યે એવોજ  લગાવ... 

થોડા જ દિવસમાં પેલી ને અનંત ગમતો થયો..

આ ભાઈ થોડું વધુ લખતો થયો...

રોજ રોજ ફળિયામાં આવેલ દીવાલ પર કઈને કઈ રચના લખે પેલી વાંચે..   

એને પણ ગમે અને ગમે એટલે નીચે કઈક અંગ્રેજીમાં લખી આવે.  

આ ભાઈ અભણ અને પેલી ભણેલી .

આને કઈ સમજાય નૈ ...

એટલે પાછો બે શરમ થઈ લખી આવે, નૈ ફાવે....

એક દિવસ વિધ્યાએ નીચે આવી એની રચના વાંચી .

અને પછી કઈક ગુજરાતીમાં લખ્યું.  

ને ઉપરથી લખી આવી અનંત તારા માટે ખાસ....

આ બેઉનું જાહેરમાં આવું ખુલ્લુ વલણ જોઈ ,

રાજો સિખે ઘણા ઈર્ષ્યા થી દાજવા લાગ્યા ....

અને અનંત અલ્લડ અક્કલ વગરનો સાવ....

પેલી શું લખે ને આ શું જવાબ આપે કઈ ઠેકાણું નૈ....

પેલીના જુકાવનું કારણ માત્ર એના શબ્દો ,

એ જે લખતો તે આને ગમતું કદાચ બસ એટલુજ ...!

અને આને પણ આમ મનમાં કદાચ કાઇ જ નૈ .  

ભઈ ગમે ત્યારે ગમે તે બોલી નાખે.

, ના,  વિચારે કે,  સૌની સામે વિધ્યાને તેના જે મનમાં આવે તે કહી દેવાથી -

એના હ્રદય પર શું વિતતિ હશે બસ બોલવું એટલે બોલવું...

હાં એ ખરું કે એના મનમાં લગીરે પાપ નહીં.

જે કાઇ પણ લખતો બોલતો સાવ નિર્દોષ અને ભોળા ભાવે એ લખતો બોલતો.  

અને આ હકીકત છે કે,

 જેના મનમાં કોઈ પાપ ના હોય એજ સામે પુરુષ છે કે સ્ત્રી એ ના જુવે .

અને બસ હૈયે જે આવે તે બકી મારે.  

જેના મનમાં પાપ હોયએ લોકો સ્ત્રી સાથે જાહેરમાં વાત કરતાં ડરે છે ..!
ને મનનો મેલા માનવી સ્ત્રી સાથે વાત કરવા બસ ખૂણા શોધતા ફરે છે ..!

પણ આ ભયને એવું કાઇજ નૈ ...

છતાં એક દિવસ એવું બન્યું કે એની આવી હરકતોથી પેલી ત્રાસી ગઈકંટાળી ગઈ……

અને એણે નીચે ઉતરવાનું બંધ કરી દીધું. 

હાં રવેશમાં ઊભા ઊભા સંતાય ને બધુ જોયા કરે પણ કઈ બોલે નૈ... 

પેલાની હરકત કારણ હોય,  કે પછી કોઈ ઈર્ષાળુ ની ધાક ધમકી એ તો ઈશ્વર જાણે...

પણ પછી આ ભઈ ને પણ સમજાયું કે સાલું બૌ ખોટું થઈ ગયું....

સમજાઈ જવા છતાં થોડો સમય કઈ મનમાં ના લીધું.

પણ પછી તો અંદર અંદર અકળાવા  લાગ્યો....

પણ ભઈ ને પુરુષ સહજ અહં નળે...

અંતે પ્રકૃતિગત નિયમ મુજબપુરુષ પહેલ કરે અને એજ પહેલા ઢળે,પલળે...

આખરે એણે અહં છોડી પેલીને મનાવવા વિચાર્યું .

જોકે મનાવવા ખાતરજ ! બાકી તો મનોમન પ્રેમ હોવા પહેલા બોલે એ બીજા ..!

વાત ખાલી મનાવવાની હતી એટલે થોડો અહં છોડી,

અને પછી ફળિયામાં આવેલી દીવાલ પર આ ઉપર જે રચના લખી,

એ રચના એણે દીવાલ પર લખી નાખી ....

પછી પેલીએ વાંચી કે ના વાંચી ...?

આખરે એ માની કે ના માની...?

એ મને ખબર નથી ...!

બસ, વાત પૂરી ... 

LikeShow more reactions
Comment
Comments
Katira Paresh નથ દેખાતુ... 
આંખો હોવા છતાં..! 
.. લુ.. 

મન કાય કરતા કાય નથ દેખાતુ... 
કારણ કે, 
ધેટ નીમુ છે....... 😇
LikeReply1June 27 at 8:07pm
Nilam બૌ ખોટુ થૈ ગ્યુ
UnlikeReply1June 27 at 8:08pmEdited
Katira Paresh અં, હઅ, 




અહ,..
LikeReply1June 28 at 5:08pmEdited