Thursday, 9 June 2016

અનંતના પ્રેમ પત્રો...

મારા માટે આ ખૂણો મારુ સ્વર્ગ છે ...
ખૂણામાં આવેલા આ ખંડેરમાં ,
ગમે ત્યારે દિવસે કે મધ રાતે હું મારી મરજી મુજબ ,
આવી શકુ, જઇ શકુ, હસી શકુ, રડી શકુ, મરી શકુ,  જીવી શકું છું ..! 
મને જેમ ફાવે તેમ અહી હું વર્તી શકું છું ! 
અહી મને કોઈ જોનાર.રોકનાર કે ટોકનાર નથી ... 
જ્યારે મારે કઈ કામ ના હોય ત્યારે મારી પાસે બસ આ એક જ કામ હોય છે ... 
જે આ ભવમાં એકલા હાથે ખૂટે એવું નથી ... 
તેથી, મને જ્યારે પણ સમય મળે ત્યારે હું બસ આ કામ કર્યા કરું છું ..! 
 મારી પાસે પડેલા મારા બે આત્મ સખા અનંત અને અજ્ઞાનીના ... 
વર્ષો પહેલા ફાટેલા તૂટેલા કાગળિયામાં ગરબડીયા અક્ષરે લખેલા ... 
અને વર્ષો બાદ આજે સાવ જર્ઝરિત થઈ ગયેલા કાગળિયા ઉકેલ્યા કરું છું..! 
અને મને આ કાર્ય કરવામાં અદભૂત અલૌકિક આનંદ નો અહેસાસ થાય છે ! 
એક મસ્તી ચડી જાય છે ,
મારા દિલો દિમાગમાં ....  
જ્યારે હું આ કાગળિયા ઉકેલવા બેસું છું ત્યારે... 
મારી નજર સામે ઉપસ્થિત થાય છે  એ લોકોની જીવન ઝરમર ...
અતિ સંઘર્ષથી ભરેલી છતાં તૈ કરેલી એની જીવન સફર .... 
આજે ફરી હું એજ જૂના જર્ઝરિત કાગળિયા ઉકેલવા બેસી ગયો...  
ખબર નૈ કેમ પણ , 
ફરી મને મળ્યો અનંતનો એક પ્રેમ પત્ર .... 
મને નથી સમજાતું કે આખરે આ પત્રો ....
એણે કોના માટે અને કોને સંબોધીને લખ્યા છે ...! 
મને ખબર નથી પડતી ! 
કારણ કે , 
આજે ફરી મને મળેલા એના પ્રેમ પત્રમાં લખેલા,એના શબ્દો, 
પ્રેમ પત્રોમાં એણે  ક્યાય  કોઈ છોકરીનું નામ નથી લખ્યું ...
કદાચ એટલા માટે કે કોઈ સમયે એ પત્રો જાહેર થાય તો ... 
એ બધી છોકરીઓ  જે એના જીવનમાં આવી , આવી, ને , ચાલી ગઈ છે  ...
તે છોકરીઓ કોઈ સમયે પત્રમાં એનું નામ ખૂલવાથી ... 
થાળે પડી ગયેલી, ઠેકાણે પડી ગયેલી ને ભૂતકાળ પોતાની પ્રેમિકા રહી ચૂકેલી ...    
એ છોકરીઓના જીવનમાં ક્યારેય આંધી ના આવે  ... 
કદાચ આ કારણ હોય શકે ... 
ખૈર ... જે પણ હોય ...હું માત્ર પત્ર  ઉકેલું એમાં મજા છે ... 
આજે મને જે પત્ર મળ્યો  એ પત્રની શરૂઆતમાં એણે મિર્જા સાહેબનો શેર લખ્યો છે ... 

दिल ही तो हे ना संग-ओ-खिस्त दर्द से भर ना आये क्यों ..?


दिल ही तो है न संग-ओ-ख़िश्त[1] दर्द से भर न आये क्यों
रोएंगे हम हज़ार बार कोई हमें सताये क्यों

दैर[2] नहीं, हरम[3] नहीं, दर नहीं, आस्तां[4] नहीं 
बैठे हैं रहगुज़र पे हम, ग़ैर हमें उठाये क्यों 

जब वो जमाल-ए-दिलफ़रोज़[5], सूरते-मेह्रे-नीमरोज़ [6]
आप ही हो नज़ारा-सोज़, पर्दे में मुँह छिपाये क्यों 

दश्ना-ए-ग़म्ज़ा[7] जांसितां[8], नावक-ए-नाज़[9] बे-पनाह 
तेरा ही अक्स-ए-रुख़[10] सही, सामने तेरे आये क्यों

क़ैदे-हयातो[11]-बन्दे-ग़म[12] अस्ल में दोनों एक हैं 
मौत से पहले आदमी ग़म से निजात पाये क्यों 

हुस्न और उसपे हुस्न-ज़न[13] रह गई बुल्हवस[14] की शर्म 
अपने पे एतमाद है ग़ैर को आज़माये क्यों 

वां वो ग़ुरूर-ए-इज़्ज़-ओ-नाज़[15] यां ये हिजाब-ए-पास-वज़अ़[16] 
राह में हम मिलें कहाँ, बज़्म में वो बुलायें क्यों 

हाँ वो नहीं ख़ुदापरस्त, जाओ वो बेवफ़ा सही 
जिसको हो दीन-ओं-दिल अज़ीज़, उसकी गली में जाये क्यों

"ग़ालिब"-ए-ख़स्ता[17] के बग़ैर कौन-से काम बन्द हैं 
रोइए ज़ार-ज़ार क्या, कीजिए हाय-हाय क्यों

"ग़ालिब"


પછી અનંત લખે છે .. કે , 
અચાનક આજ કઈ અજીબ દર્દ હું મહેસુસ કરું છું ! 
મને ખૂબ બેચેની થઈ રહી છે ! 
ભીતર ભીતર હ્રદય છોલાતું હોય એવું લાગે છે .! 
મન ભારી ભારી લાગે છે !
વેદનાથી ભરેલા મનમાં કઈક ખૂટતું હોય એવું લાગે છે ..!  
હાથમાથી કઈક છૂટતું હોય એવું લાગે છે .! 
ભીતર ભીતર કઈક તૂટતું હોય એવું લાગે છે .! 
ખબર નૈ કેમ .! 
પણ એમ લાગે છે કે , 
આંખની  ભીતર રહેલા આંસુ , 
 આંખના આંગણે આવી પાંપણના દ્વાર ખખડાવે છે ... 
જાણે બહાર ભાગી છૂટવા મથતા હોય, 
જેમ કોઈ જીવનથી કંટાળેલો માણસ ,પોતાનું ઘર છોડીને,
 પોતાનાઑથી તરછોડાયેલો માણસ, 
આખરે પોતાનાને તરછોડીને ભાગવા મથતો  હોય .. 
અને અંત ઘડીએ એ લોકોને સમજાય જાય કે .. 
ઘરમાથી જે જાય છે તે પથ્થર નહીં હીરો છે ... 
પરિવાર નામની અંગૂઠી ને શોભાવનાર એક માત્ર હીરો ... 
અગર જો એ નીકળી જશે તો ... 
આમ વિચારી જેમ ... 
એ લોકો દરવાજા આડે ઊભા રહી જાય ,
અને પેલો બહાર નીકળવા મથે , 
પણ આ લોકો આખરી સમયે ઓળખાયેલા હીરાને રોકવા મથે ,  
પણ સમજાવ્યે એ સમજે નહીં રોક્યો રોકાય નહીં ,
ત્યારે  બહારથી દરવાજો બંધ કરીને દરવાજાને જેમ ... 
જોરથી ભીંસીને બંધ કરી નાખે ...  
અસસ્લ એવિ જ રીતે આજે મારી આંખના આસું ,
આંખની બહાર નીકળી જવા મથે છે ... 
આસું સતત પાંપણ ના દરવાજે  માથા પછાડે છે ! 
પણ હું પાંપણ જોરદાર ભીસી  રાખું છું ! 
પેલા ઘરથી ભાગતા માણસને રોકવા જેમ , 
બહારથી દરવાજો ભીસીને સૌ ઊભા હોય એમ  ..
ખબર નૈ કેમ ...? 
મને પણ એમ કે, આંખમાથી આ કિંમતી  મોતી  જો નીકળી જશે તો,,, 
પાણી માં ખપી જશે 
અને અચાનક મને પેલું ગીત યાદ આવી ગયું .... 
કાહે કો રોયે ... 
ચાહે જો હોયે... 
સફલ હોગી તેરી આરાધના 
સફલ હોગી તેરી આરાધના
દિયા તૂટે તો હે માટી જલે તો યે જ્યોતિ બને ...
બહે આસું તો હે પાની .. રૂકે તો યે મોતી બને ... 
યે મોતી આંખોકી પૂંજી હે યે, ના ખોએ... 
કાહેકો રોયે ....  


આખરે હવા અને પાણી બાંધ્યા બંધાતા નથી એ ગંમેતેમ કરી પોતાનો મારગ કરીજ લ્યે છે ... 

જે ગીત હું સતત સાંભળતા સાંભળતા જીવી રહ્યો છું ! 
એ ગીત યાદ આવતા જ જાણે આંસુને પણ રડવું આવ્યું ... 
અને અંતે એ પાંપણની પાળ તોડીને આંસુ ચોધાર વહેવા લાગ્યા ... 
ક્યારનો પાંપણના દરવાજા ભીંસીને ઉભેલો હું પણ આખરે... 
આંસુના  ધોધ આગળ હારી થાકી ગયો અને પછી, ,,,
એક હીબકું પછી હીબીજું હીબકું પછી .... 
 હીબકાં પર હીબકાં અને પછી  હું પણ આસું સાથે વહેવા લાગ્યો ..
મારી રડતી આંખો જ્યારે બંધ હતી ત્યારે સામે તું હતી !
અને આંખ ખૂલતાજ  હું એકલો ... 
હાં, ફરી હું સાવ કરતાં સાવ એકલો થઈ ચૂકેલો હતો.
 જ્યારે મારી આંખો ખૂલી ત્યારે તું ના હતી. 
ખબર ને કેમ ?    
પ્રિયે  આ પ્રશ્ન તો બસ એમજ , બાકી  હું જાણું છું પણ જણાવતો નથી કે ,
મને કેમ આજે ખૂબ રડવાનું મન થયું . 
શા માટે આંખોની સામે આંસુનો જંગ હું હારી ગયો .
 હું જાણું છું ..! 
કે, આંખોના  રડવાના કારણ પાછળ તું છે ..! 
  કોઈ સાથે દિવસો મહીનાઓ કે વર્ષો ગુજાર્ય હોય , 
અને એ અચાનક છોડી જાય, દૂર થઈ જાય તોજ !
હ્રદયમાં વેદના થાય , આંખો ઉભરાય એવું નથી હોતું  પ્રિયે ... 
ક્યારેક સાલું કોઈ એક ક્ષણ પણ જીવનમાં આવીને ચાલી જાય ... 
 તો પણ એટલીજ  લકલીફ, એટલિજ વેદના થતી થતી હોય છે ..! 
જેટલી કોઈ સતત સાથે , સતત સામે રહ્યા પછી ,
અચાનક  છોડી જાય ત્યારે થાય છે ...
હા આવું થાય છે , અરે ક્યારેક તો એવું પણ થાય કે, 
કોઈ સાવ પાસે , સતત સાથે રહેતું હોય,
 એ દૂર જાય તો પણ આટલી વેદના ના થાય... 
જેટલી કોઈના ક્ષણ માત્ર પણ જીવનમાં આવીને જવાથી થતી હોય છે ! 
જો કે હું જેને  ક્ષણ કહું છું એ ક્ષણ નહીં પણ જાણે એક યુગ હોય છે ! 
હાં પ્રિયે એ થોડી ક્ષણ પણ યુગોની અનુભૂતિ કરાવતી હોય છે ..!
અને વિચાર કે અનુભૂતિમાં જ્યારે .....
એક ક્ષણમાં એક યુગ જેવી અનુભતી થાય ત્યારે ... 
સમજવું કે આ માત્ર આજની આખરી કે પહેલી મુલાકાત નથીજ ..! 
આવા અલૌકિક અનુભવ બાદ ! 
એટલું તો ચોક્કસ નક્કી થઈ જાય કે,
 આજે ભલે થોડી ક્ષણ , થોડી મિનિટ ,
થોડા કલાક કે થોડા દિવસો આપણે સાથે રહ્યા હોય . 
પણ આટલા ઓછો સમય સાથે રહીને જ્યારે કોઈ દૂર જાય , 
અને મન હ્રદય વેદનાથી ભરાય જાય ત્યારે એવું  લાગે કે , 
કોઈ જન્મમાં વર્ષો સાથે રહ્યા હોઈશું ... 
નૈ તો આ જન્મમાં વર્ષો સાથે રહેલા પાત્રના ,
દૂર જવાથી પણ આટલી વેદના નથી થતી હોતી ... 
આવું કઈ બધી વખતે નથી થતું ... 
કે ના તો આવું કોઈ પણ વ્યક્તિના સામે આવવાથી થતું હોય છે ! 
નૈ તો રોજ હજારો લોકો આંખ સામેથી પસાર થતાં હોય છે ... 
કોઈ કોઈ સાથે થોડી પળો પણ વિતાવતા હોઈએ છીયે ... 
પણ એ ક્ષણ પૂરતી જ એ વ્યક્તિ સાથે હોય છે  કે નજર સામે ... 
પછી જેવા એનાથી છૂટા પડીએ કે એ વ્યક્તિ સમેત બધુ જ ભૂલાય જાય ...
યાદ કરવા છતાં પણ પછી એ વ્યક્તિ કે એના વિષે કશુજ યાદ ના આવે .... 
એની વાતો કાનમાથી અને એની વાતો આંખમાથી ઓજલ થઈ જાય છે ... 
પણ હજારોમાં કોઈ એકાદ પાત્રના થોડા સમય પૂરતા 
જીવનમાં આવવાથી અને આવીને જવાથી આંખો બોજલ થઈ જાય છે .!     
અને કોઈ વખતે કોઈ વ્યક્તિ મળીને તરત છૂટી પડે તો પણ એના ગયા પછી ...
વર્ષો સુધી એ એ વ્યક્તિ અને એના મુખે બોલયેલા શબ્દો ...
સાવ  થોડાજ હોય તોય બહુજ યાદ આવે ... 
માત્ર એકાંતમાં મળીએ અને "હું તને ચાહું છું" "હું તને પ્રેમ કરું છું"
એવો એકરાર થાય,  તોજ  ! અરસ પરસ પ્રેમ છે ! 
એવું નથી હોતું ..!
પ્રેમ વ્યક્ત કરવા બૌ બધુ બોલવાની,
 કે વારે વારે હોઠ ખોલવાની કે જાજુ બધુ લખવાની પણ જરૂર નથી રહેતી ! 
  એ તો સામે આવે આંખ બોલે અને અંતર સાભાળે તો પણ..!
અને માત્ર થોડાજ શબ્દોમાં , ખુલ્લી કે બંધ આંખે...
પ્રેમ છે એવું સાબીત થઈ જતું હોય છે ! 
"આમેય જાજુ બૌ થોડું યાદ રહેતું હોય છે "
અને થોડું બૌ જાજુ યાદ રહી જતું હોય છે .! 
અર્થાત ;- થોડા શબ્દો લાબો સમય યાદ રહે છે ..!
અને જાજા શબ્દો અલ્પ સમયમાં ભૂલાય જતાં હોય છે ..! 
મારી સાથે જે બન્યું  ,મે જે અનુભવ્યું , 
જે મે અનુભવ્યું એ બની શકે માત્ર મેજ અનુભવ્યું હોય .. 
એવું પણ બની શકે , તે કઈ પણ અનુભવ્યું ના હોય , 
હાં બની શકે , બનવાને બધુજ બની શકે ! 
અને  બધી વખતે બધીજ વ્યક્તિ સાથે કઈ આવું નથી બનતું હોતું ... 
પણ અમુક વખતે  અમુક વ્યક્તિને મળ્યા પછી અચૂક આવું બધુ બનતું હોય છે ..! 
હાં મને તારા , મારા જીવનમાં માત્ર થોડો સમય, થોડા કલાક , કે માત્ર થોડા દિવસોજ
અલપ ઝલપ સામે આવવા માત્રથી  બૌ જૂની ઓળખાણ હોય એવું લાગ્યું .. 
અને જ્યારે તું અચાનક જ ચાલી ગઈ,  તો જાણે ,
વર્ષો ના  વર્ષો સાથે જીવેલા પ્રેમી છૂટા પડે ને જેવી પીડા થાય તેવી જ પીડા થઈ ... 
આવું બધુ હજારોમાં કોઈ એક સાથે થાય એ હકીકત છે .. 
પણ આવું અનેક વખત પણ થઈ શકે છે ... 
કારણ કે , કઈ કેટલાય યુગોનો હિશાબ હોય છે ... 
બસ એ  હિશાબના કારણે જ આવી ઘટના બનતી, ઘટતી  કે અનુભવાતી હોય છે ..!  
 આવું આવું બધુ અચાનક જ થયું એનું કારણ માત્ર ને માત્ર તું ..! 
તારું મારા જીવનમાં અચાનક આવવું ને અચાનક જ જવું,
 મને ખૂબ અક્ળાવી રડાવી ગયું ... !
બસ હવે હું કઈ નહીં કહું ... 
તને પણ નહીં ને કોઈને પણ નહીં ... 
હસીને પણ નહીં ને રોઈને પણ નહીં ... 
બસ હું કોઈને પણ કાઇજ નહીં કહું ... 
"અનંત" 
અનંતે પત્રના અંતમાં  આ ગીત લખેલું છે ..!  

मुझे दर्दे दिलका पता ना था मुझे आप किस लिए मिल गए ... 
में अकेले टी ही मजे में था मुझे आप किस लिए मिल गए ...  




* બ્લાસ્ટ *

અંત સુધી એ કોઈને સમજાતું નથી " અનંત" .... 
કે, હિશાબ જૂના ચૂકતે થાય છે કે પછી નવા ચડત ..! 

"અનંત" 

   

No comments:

Post a Comment