ઉછેર્યા હતા ખુબ લાડથી.
શબ્દો મારા સંતાન સમા.
એ એક સામટા મરી ગયા.
મેં સાચવ્યા 'તા જતનથી
જેને કાગળિયાના ઘરમાં.
તે,
અચાનક એક તણખો પડતા.
એક સામટા "અનંત"કાગળિયા...
ભળભળ કરતા બળી ગયા...
શબ્દો સમેત...
"અનંત"
વર્ષો પહેલાં...
બે ભઢ્ઢીની આગ વચ્ચે કામ કરતા કરતા પણ
અનંત લખતો રહેતો સતત...
એક દિવસ કોઈએ હાકલ મારતા એ ફળિયામાં ગયો.
અને ત્યારે હવાના જોરે એક તણખો ...
અનંતે લખીને ખૂણામાં રાખેલા કાગળિયાના થપ્પા પાર પડ્યો ...
અને અનંતના કાગળિયા ભળભળ કરતા બળવા લાગ્યા ...
કાગળિયાના બળવાની ગંધ હવા સાથે ફળીયા સુધી ફેલાણી ...
અને અનંતને ગંધ આવી
એટલે એ હાંફળો ફાંફળો થયો દોડ્યો ....
અંદર જઈને જોયું તો બદ્ધાજ કાગળિયા ...
રાખની ઢગલીમાં પરીવર્તીત થઇ ગયા હતા
અનંત ત્યાંજ ફસડાઈ પડ્યો .
રાખ થઇ ચૂકેલા કાગળિયા ની રાખ
હાથમાં લઇ અનંત ખુબ રડ્યો ...
તે રાત્રે જ્યારે હું ત્યાં ખંડેર પર ચાય લઈને ગયો.
ત્યારે મેં જોયું કે
કાયમ આનંદમાં રહેતો અનંત ઉદાસ હતો.
અને અજ્ઞાની અનંત ને કંઈક સમજાવી રહ્યો હતો.
ચાયની કીટલી ટીપોય પર મૂકી મેં અજ્ઞાનીને પૂછ્યુ ત્યારે,
અજ્ઞાનીએ કાગળિયા બળ્યાની આખી ઘટના મને કહી.
વાત કરતા કરતા અજ્ઞાનીની આંખ ભીંજાઈ ગઈ.
અને સાંભળીને હું પણ રડી પડ્યો .
ત્યારે અચાનકજ અનંત જોર જોરથી હસવા માંડ્યો
હાસ્ય નહિ બલ્કે અનંતે અટહાસ્ય કર્યું.
અનંતને આ રીતે હસતો જોઈ હું અને અજ્ઞાની ડરી ગયા।
કે બળી ગયેલા કાગળિયા ના આઘાતમાં ,
અનંત ગાંડો તો નહીં થઇ ગયો હોય ને !
અનંત જાણે અમારા અંદરના વિચારો ,
જાણી સાંભળી ગયો હોય એમ અમારી બંનેની સામે જોઈ
કહેવા લાગ્યો .
અરે યારો જવાદો ભૂલી જાવો અને
મને પણ એ ઘટના ભૂલવાડી દો
જે થયું તે થયું ,જે ગયું તે ગયું,
હવે એને યાદ કરી દુ:ખી થવાથી શો ફાયદો..!
આમ કહી અનંત ફરી પાછો જોર જોરથી હસવા લાગ્યો।
અને હસતા હસતા બબડવા લાગ્યો
નહીં હોય એ કાગળિયા પર હક્ક મારો નહીં હોય ...
હક્ક એ શબ્દો પર કદાચ અગ્નિનો હશે...
હશે, મારા ભાગ્યમાં હશે તો ફરી એજ શબ્દો મારામાં જન્મશે..!
એમાં તમે બંને શા માટે આંખો પલાળો છો યાર..!
મારી જેમ હસો યાર હસો અટહાસ્ય કરો..!મારી જેમ ..!
આમ બબડતાં બબડતા ટીપોય પરથી પાણીનો લોટો ઉપાડી
અનંત મોં ધોવા ચાલ્યો ગયો... અર્થાત રોવા ચાલ્યો ગયો...
એ હકીકત હું અને અજ્ઞાની બંને સમજી ગયા।
જો કે અનંતનો બબડાટ સાંભળી અમે સમજીજ ગયા હતા કે ,
અમને નહિ બલ્કે અમને સમજાવતો અનંત હકીકતે તો
ખુદનેજ સમજાવી રહ્યો હતો. .
મન મનાવતો હતો।
બાકી પોતાના સંતાન સમા શબ્દો ખાક થઇ ગયા એ વાતની અનંતને
મન મનાવતો હતો।
બાકી પોતાના સંતાન સમા શબ્દો ખાક થઇ ગયા એ વાતની અનંતને
અનહદ પીડા થઇ હતી છતાં પણ
અનંત એ પીડા છુપાવવાનો વામણો પ્રયાસ કરતો હતો.
મોં ધોવાના બહાને તે આંસુ છુપાવતો હતો.
કેમકે એને જોઈ ક્યાંક અમે પણ ,,,
ખેર...
એના કાગળિયા શબ્દો સમેત સળગી ગયા એ વાતની પીડા
અનંતની ભીતર કેટલી હદે થઇ હતી તેનો પુરાવો
કાગળિયા સળગી ગયા પછી અનંતે લખીને છુપાવી રાખેલી
અનંતની રચના મળી ત્યારે મળી ગયો। ..
અને ત્યારે ખબર પડી કે અનંત તેના શબ્દોને ,
કેટલા ચાહતો હતો.
બ્લાસ્ટ :-
જ્યારે હું રોઉં છું.
બસ મોં ધોઉં છું.
પાણીમાં પાણી મળે
દુ:ખ મારું કોઈ ના કળે
તેથી છુપાવું
"અનંત" હૅયાનું દર્દ હથેળી તળે...
"અનંત"
**********
મારા કીધે પણ શબ્દો અનંતના જ્યારે
ભૂલ ભૂલમાં ભૂલથી ખોવાયા
ત્યારે મને પણ..!
વર્ષો પહેલાં અનંતને થયેલી તેવીજ પીડા થઇ
બસ્સ હું એકલો એકલો જિરવું છું ને જીવું છું...

ખંડેરથી ઘેર જતા પહેલા મેં અજ્ઞાનીને પૂછ્યું કે ,
હૅ અજ્ઞાની મારા આવ્યા પહેલા તું અનંતને શું સમજાવી રહ્યો હતો ?
ત્યારે અજ્ઞાની એ મને કહ્યું પરીયા
અનંત જયારે પોતાના કાગળિયા બળી ગયા ત્યારે ખુબ રડતો હતો.
એટલે મેં અનંતને કહ્યું કે અનંત તું ચિંતા ના કર અનંત
તારા શબ્દો બળી ગયા એ માત્ર એક ઘટના હતી અને હતો માત્ર ભ્રમ
ખરેખર તારી ભીતર ઉઠેલા શબ્દો લખેલા કાગળ બળ્યા છે
શબ્દો નહિ !
શબ્દો તારા પહેલા પણ હતા ,આજે પણ છે !
અને પછી પણ તારાજ રહેશે।..!
એ પહેલા પણ હતા અને આજે પણ છે !
તેમ છતાં ખુબ ઊંડાણથી સમજશે તો
તને સમજાશે અનંત કે,
હતા ના હતા એ બન્ને ઘટના માત્ર ભ્રમ છે !
છતાં તારા સંતોષ ખાતર એક સત્ય કહું છું !
શબ્દો ક્યારેય વિલીન થતાંજ નથી જેમ આત્મા તેમ શબ્દો
એ અજર અમર અવિનાશી છે !
તું થોડા કાગળિયા અને એમાં લખેલા થોડા ઘણા શબ્દો ગુમાવ્યાનો
અફસોસ ના કર અનંત
કારણ કે આ જગતમાંથી કઈ કેટલાઈ રહસ્યો સમેત
આંખે આખો માણસ ચાલ્યો જાય છે.!
પણ , અનંત એ ફરી પાછો પણ આવે છે !
આ બ્રહ્માંડ પર આપણે સૌ સતત આવ જા કરતા રહીયે છીએ
આપણી સાથે આપણા અધૂરા કર્યો પણ આવે છે !
અગાઉનું અધૂરું આજે પૂરું કરીયે છીએ આજનું અધૂરું આવતા ભવે।
આમ સતત આપણે બસ આગળ જ વધતા હોઈએ છીએ
પાછળ કશું છેજ નહિ। !
જ્યાથી અટક્યું ત્યાંથી શરૂ થતું હોય છે જીવન।
અજ્ઞાની બોલતો હતો હું માત્ર સાંભળતો હતો।
સમજતો બિલકુલ ના હતો।
તેમ છતાં અજ્ઞાનીએ છેલ્લે કહ્યું કે,
અગાઉનું અધૂરું આજે પૂરું કરીયે છીએ આજનું અધૂરું આવતા ભવે।
આમ સતત આપણે બસ આગળ જ વધતા હોઈએ છીએ.
ત્યારે મેં એક સવાલ કર્યો કે પાછા માનવ થઈને આવશું કે પછી ,
જીવ જંતુ જનાવર થઈને। .?
ત્યારે હસતા હસતા દાઢી પર આંગળા પસારતા
મારી અને અનંતની સામે જોઈ અજ્ઞાની એ કહ્યું,
આવો બાલિસ સવાલ !!?
ખેર ....
સ્વાર્થી લોકોએ ડરાવી મારેલા લોકોનેજ આવો સવાલ થાય !
બાકી માનવ માનવ જ રહે
માનવ માનવ રુપેજ આવે જાય
હિસાબ જેમાં હોય તેમાંજ પુરા થાય
*બ્લાસ્ટ*
ન હોય એને ન હોવાનું ચિંતા।
હોય એને એ ખોવાની ની ચિંતા।
"અજ્ઞાની"
જોકે હું ભર નીંદરમાં હતો અકલે મને કાંય કરતા કાય જ
સમજાયું નહીં। .!
*બ્લાસ્ટ*
હૃદયમાં થીજેલી વર્ષો જૂની યાદો જ્યારે પીગળે છે..
ત્યારે અનાયાસેજ આંખમાંથી "અનંત" આસું નીકળે છે ..!
"અનંત"



No comments:
Post a Comment