Wednesday, 20 July 2016

હું જાણું છું

હું જાણું છું ! તારી ભીતર એક નામ ગુંજે છે ! 
અને ,વારંવાર તું મને એના વિષે પૂછે છે ! 

કેટ કેટલી વાર કહ્યું મે તને કે, એ જે હતો નથી હવે .! 
હું જાણું છું તને એના શબ્દો ખૂબ ગમે છે ! 
પણ જ્યારે હું એના શબ્દો બોલું છું ! 
ત્યારે જાણે તને ભીતર ભીતર કઈ ખૂંચે છે ! 
મુવા પાછળ ના રો 
જીવતા સામે જો ! 
કેમ સમજતી નથી તું ..!
એક સીધો સાદો માણસ ... 
જે સાવ અબુધ હોય ... 
જેને આરપારનું કોઈજ જ્ઞાન ના હોય ... 
શું એને પ્રેમ કે લાગણી ના હોય ..? 
પણ એની પાસે 
એ પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાને શબ્દો ના હોય તો શું કરે ... 
કોઈના ચિત્રો ચોરે યા કોઈના શબ્દો ,કોઈના ગીત ઉછી ઉધરા કરે ... 
એમાં થોડા પોતાની રીતે સુધારા વધારા કરે ... 
અને પછી એ જેને ચાહતો હોય પ્રેમ કરતો હોય એની સામે ધરે  ... 
શબ્દો પારકા હોય શકે પણ પ્રેમ અને લાગણી તો પોતાનીજ હોય ને ..! 
તો તું શબ્દો બીજાના છે એવું શા માટે વિચારે છે... 
તું એ કેમ નથી જોતી કે લાગણી અને પ્રેમ તો નિજી છે ને ... 
શું આટલું કાફી નથી.. ? 

No comments:

Post a Comment