Tuesday, 16 August 2016

સાગર નહીં ઝરણું તો આપ !


લે ! ફરી આજ ,
તાજી થઈ એજ વર્ષો જૂની યાદ....
અનંત અને અજ્ઞાનીએ કહેલી/લખેલી વાત ... ! 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
જ્યાં સુધી મને તું ઓળખી ના લે.... 

વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહિતીને આ વાત કહી 'તિ...! 

કોને કહી'તિ,? એ મને ખબર નથી ... !
--------------------------------------------------------------------
સાગર નથી હુયે માંગતો ઝરણું જો આપ તોય ચાલશે.
ડૂબી રહ્યો છું હું હવે છેક. તરણું જો આપ તોય ચાલશે.

તમન્ના તો છે બિછાવી દઉં આ હ્રદય હું આપના ચરણે.
હાં પાથરી આ દીલને પાથરણું જો આપ તોય ચાલશે.

તેજ ગતિથી ધડકી રહ્યું છે હ્રદય મારૂ, મૂકી જો હાથ.
હાં સ્પંદનોને આંબવાને હરણું જો આપ તોય ચાલશે.

પ્રેમ"અનંત"છે.મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવજે !
વેદનાઓ ગાળવાને ફકત ગરણું જો આપ તોય ચાલશે.
----------------------------------------------------------------
"અનંત"

વર્ષો પહેલા અનંતે એની કોઈ ચહિતીને આ વાત કહી 'તિ...! 

જોકે પછી પેલીએ પણ ...

જવાબમાં પેલી એની જે ચહિતી હતી ( કઈ એ મને ખબર નથી ) પણ, 

એને પણ અનંત ને એનિજ રચનામાં થોડા ફાર ફેર કરી જવાબ આપ્યો હતો ..કે,,,, 

"અનંત" સાગર નહીં ઝરણું તો આપ ..!  
હું પણ ડૂબી રહી છું છેક ઝરણું તો આપ ..! 

પ્રેમથી ધરી દઉં આ હ્રદય મારુ  તારા ચરણે ... 
પાથરી આ દીલને તું પાથરણું તો આપ ..! 

એજ ગતિથી ધડકી રહ્યું છે હ્રદય મારુ પણ ! 
સ્પંદનોની ગતિ ને આંબવા તું હરણું તો આપ ..! 

મારા પ્રેમની શુધ્ધતા તુયે ના માપ અનંત  ...! 
પણ મને વેદનાઓ ગાળવા ગરણું તો આપ ..! 

"અનંત" 


  આકલું કહી પેલીએ અનંત ને કહેલું કે,,,

Comments
Shailesh Chaudhary તૌબા તૌબા ! ક્યા ખૂબ કહી
Katira Paresh જી''Shailesh Chaudhary તૌબા યે મતવાલી ચાલ.....
Katira Paresh  

પ્રેમ"અનંત"છે.મારા પ્રેમની શુધ્ધતા માપવા ના આવજે ! 

વેદનાઓ ગાળવાને ફકત ગરણું જો આપ તોય ચાલશે. 
----------------------------------------------------------------
"અનંત"

35 minsEditedLike
Kaushik Savariya તેજ ગતિથી ધડકી રહ્યું છે જો હ્રદય મારૂ મૂકી જો હાથ.
હાં સ્પંદનોને આંબવાને હરણું જો આપો તોય ચાલશે. ......................................vah ji vah...
See Translation

Katira Paresh Kaushik Savariya... હઅ...




Pravin Miyaatra.... લે, પવલા...!
એ પવલા..! હવે તારે જે ધારવું હોય તે ધાર, "અનંત" "અજ્ઞાની" કે પછી મારા વિષે.....
હું પણ ધારુ છું ક્યારેક મારા વિષે ક્યારેક તારા તો ક્યારેય ખરાબ કે પછી સારા વિષે ...
ધારણા તો આખરે ધારણા જ હોય છે ને ! પ્રવીણ ....
*બ્લાસ્ટ*
ધારણા નાની પણ હોય શકે છે , મોટી પણ હોય શકે છે.
ધારણા સાચી પણ હોય શકે છે 'ને, ખોટી પણ ! હોય શકે છે ...!
છતાં લોકો ધાર્યા જ કરે છે ,,,, 
અને, પછી, મનેય કોઈ ધારી ધારી ને જોયા કરે તો હું શું કરું ..!!!! 
Comments
Pravin Miyaatra ભોળા ખુબસુરત ચહેરાને ઘણી વખત શંકા નો લાભ મલી જતો હોય છે..
બધાને માસુમ ..મસ્ત ચહેરા મલતા નથી...હવે તારી વાત કરુ...પરેશની...!!
મે તને આવો નહોતો ધાર્યો...!!!.

.
.
.
લે...!!!
અનંતે કહ્યુ છે ને..???

ધારણાઓ ખોટી પણ હોઇ શકૈ...
.
.
મે તને બહુ જ સજ્જન ધારેલો...

હજુય માનુ જ છૂ!!!
,,,
પણ ઓલો કહી ગયો છે એનુ શુ??

હુ મુંજવણમા છુ...

એની વાત માનુ કે નહી...!!!

Katira Paresh યાર હવે તો હું પણ મુંજાઈ રહ્યો છું .......

લ્યા પવલા તું બૌ ભેળસેળ કરી નાખે છે.... !


કડવી કાકડી ને ગળ ચટ્ટી કરવા મસાલા મરી નાખે છે... 

અરે યાર તું કોઇ તાંત્રિક છે કે શું ! 

કે, તું, મરેલા ને જીવાડે છે ને જીવતાને મારી નાખે છે... 

બાપલિયા મરેલા ને શાંતિ થી જીવવા દેજો.... 

જીવતાને મારજો મા. ....  Pravin Miyaatra....

Katira Paresh

Write a comment...
કશું જ નવું નથી ! બિલકુલ નવું નથી !
એજ શબ્દો છે જે વર્ષો પહેલા ભાઈબંધે લખ્યા હતા...
એજ શબ્દો ! જે મે વર્ષો પછી અહી મૂક્યા હતા ..!
હાં , આ એજ શબ્દો છે ! માત્ર શણગાર નવો છે..!
બસ ! મને જે ગમે છે, એજ હું કરું છું ...
આ મારો આનંદ છે , મારી મસ્તી છે...!
અને મારી મસ્તી ને આધીન હું આવું બધુ કર્યા કરું છું ....
અને પછી, મારી મસ્તીમાં કોઈ મસ્ત થઈ જાય એ વાત નોખી છે .... 
Comments
Pravin Miyaatra સ઼ભાત ભાઇબંધ
ધારીયે શુ ને નીકળે શુ ની ગજબ ની વાત કરી અનંતે...
પણ હે અનંત તને અમે શુ ધારીયે???

Katira Paresh લ્યા પવલા.... ભારે કરી.... 

તે હવામાં વાત કરી... 


તારો અનંત પ્રત્યે નો પ્રેમ સર આંખો પર... 

કે , આજ પણ તું એને હયાત માને છે, જે, નથી...! 

યાર " અનંત " વિષેની ધારણા કરવા,તને અજ્ઞાની ની રચના કામ નૈ 

આવે..

અનંત વિષે ધારવા માટે તો મારે તારી સામે "અનંત" ની રચના જ ધરાવી 

પડશે ... 

કેમકે આ રચના તો "અજ્ઞાની" ની લખેલી છે... 

તો ખાસ તારા માટેજ વર્ષો પહેલા અનંતે લખેલો ખુલાસો હું પોસ્ટ કરું છું .. 

પછી તું તારે 'અનંત' કે 'અજ્ઞાની' વિષે જે ધારવું હોય એ ધારજે ... 

Katira Paresh

Write a reply...
Ketaki Jani Saras.....!!!
Katira Paresh

Write a reply...

No comments:

Post a Comment