Tuesday, 23 August 2016

અનંત ના કાગળિયામાથી



હર એક વ્યક્તિ એવું જ ઈચ્છે કે ,

સામેની સામેની વ્યક્તિ તેની ઈચ્છા મુજબ વર્તે .... 

પછી એ દોસ્ત હોય,પત્ની હોય કે પ્રેમિકા ... 

આ બધાની હોય છે એક સરખી આવીજ કઈક ઈચ્છા 
અનંત સ્પષ્ટ હતો એટલે એ ચોખ્ખું જ કહેતો કે , 

તમારી ઈચ્છા મુજબ હું ક્યારેક ના પણ વર્તી શકું 
"અનંત" બની શકે ત્યારે હું તમને સ્વાર્થી લાગુ . 

"અનંત" 

સૌ કોઈ એવુંજ ઈચ્છે છે કે, સામેની વ્યક્તિ તેની ઈચ્છા મુજબ વર્તે .... 

પણ હર વખતે આ શક્ય નથી હોતું . 

હાં જ્યાં ભીતરનું અલૌકિક ખેંચાણ હોય લાગણી હોય , પ્રેમ હોય, 

ત્યાં એક પાત્ર બીજા પાત્રની મરજી મુજબ વર્તતો હોય છે ... 

યાતો પ્રેમ અને ખેંચાણ ના કારણે સામેના પ્રિય પાત્રની મરજી મુજબ,  ઈચ્છા મુજબ 

પ્રેમવશ વર્તવા મજબૂર થઈ જતો હોય છે... 

જ્યાં સુધી કે પ્રેમ હોય છે ..! 

પછી પાછો ઠેરનો ઠેર માટીનો ઢેર... 

અનંત સ્પષ્ટ કહેતો ... 

એ પહેલેથીજ સ્પષ્ટ હતો એટલે કહેતો કે ,  

*બ્લાસ્ટ*

પ્રેમ હોય ત્યાં કોઈ પણ માણસ પછી તે પુરુષ હોય કે સ્ત્રી,

પોતાના પ્રિય પાત્રની ઈચ્છા મુજબ વર્તવા મજબૂર થઈ જતો હોય છે ! 

અને કોઈ પણ જાતના દબાણ ને નહીં  !બલ્કે પ્રેમને વશ થઈને યાની ,

પ્રેમવિવશ થઈને ,

તે પોતાના પ્રિય પાત્રની ઈચ્છા મુજબ વર્તતો હોય છે ! 

અગર અરસ પરસ પ્રેમ હોય તો,

પોતાનું પ્રિય પાત્ર અગર ઈચ્છા મુજબ ના પણ વર્તે તો પણ ,

પ્રેમ બધુ ચલાવી લે છે !

પણ સામાન્ય સબંધો આવા બંધનો ચલાવી નથી લેતા . 

એ તો જરાક અમથા ઈચ્છા વિરુદ્ધ વર્તન કરો કે તુરંત..!

 સ્વાર્થી નામનું લેબલ લગાડી દેતા છે .! 

આવા ઉપર છલ્લા સંબંધોમાં જ્યારે ,

એક વ્યક્તિ બીજી વ્યક્તિની ઈચ્છા મુજબ ના વર્તે ત્યારે...  

એ વ્યક્તિના સામેની વ્યક્તિ પ્રત્યેના પ્રતીભાવ તુરંત એજ ક્ષણે બદલાઈ જતાં હોય છે ! 

થોડી ક્ષણ પહેલા પ્રિય લાગતો માણસ પોતાની ઈચ્છા મુજબ ના વર્તે ,

કે તુરંત અપ્રિય લાગવા માંડે છે ! 

જેના ગુણ ગાતા ધારાતો ના હોય એના અવગુણ ગાવા લાગે છે ! 

અને ક્યારેક એવું પણ બને કે જેને નફરત કરતો હોય એ પાત્ર પણ જો ,

પોતાની ઈચ્છા મુજબ વર્તે તો તેને ચાહવા લાગે છે ! 

એટલે જ અનંત કહેતો કે , 

મને કબૂલ મંજૂર છે અભિપ્રાય આપ સૌના જે પણ હોય. 
કોને ખબર "અનંત" હું કોને કેવો ક્યારથી લાગુ !   
"અનંત" 

No comments:

Post a Comment