Monday, 27 February 2017

ખોટુ નથી બોલતો કૈ

https://m.facebook.com/story.php?story_fbid=179068438869532&substory_index=1&id=100002991311961

હવે તો લગભગ બધાને ખબર પડી ગઈ છે કે,,,

મને વિદેસી  ભાષાનું કોઈજ જ્ઞાન નથી !

હાં અગર લીપી અંગ્રેજી હોય અને ભાષા ગુજરાતી તો , !

થોડું ઘણું સમજાય પણ ખરું ...

પણ પ્યોર અંગ્રેજી ,, અહ નૈ ફાવે અકલે નૈયજ ફાવે ...

અકલે  વિદેશી ભાષામાં અગર કોઈ મને કશું કહે/ પૂછે તો હું સલવાઈ જાવ .....!

ક્યારેક ક્યારેક કોઈને પ્યોર અંગ્રેજીનો ગુજરાતી અર્થ પૂછું તો,,,,

કોઈ દયાળુ ટીચર મને સમજાવે પણ ખરી ...

પણ વારે ઘડીએ આનો અર્થ શું ?,આનો અર્થ શું ?

એમ પૂછી પૂછીને સતત  કોઈને હેરાન પરેશાન નાજ કરાયને !!!?

તો પણ !

આજે મજબૂરન મારે આપની મદદ માંગવી પડે છે ..

વાત જાણે એમ છે કે,

બે દિવસ પહેલા ચેટ પર એક યુવતીએ મને ઘણા સવાલ કર્યા....

જાણે કેમ હું કોઈ અલગ પ્રદેશનું,  અલગ પ્રકારનું પ્રાણી હૌ ...

એમ એ યુવતીએ મારી બૌ ઊલટ તપાસ કરી ...

મે પણ એના સવાલોના સાચે સાચા જવાબો આપ્યા ....

ઈવડી ઇ લીપી વિદેસી વાપરતી હતી પણ ભાષા પ્યોર ગુજરાતી !

અકલે મને બૌ વાંધો ના આવ્યો ...  

પણ પછી જ્યારે એના અઢળક સવાલોના અંતે મે કહ્યું ....

તમે બૌ બધા સવાલો મને પૂછ્યા હવે એકાદ બે હું પૂછું ?

તો ક્યે હાં પૂછો ..!

અકલે મે કહ્યું તમે આકલી બધી મારી ઊલટ તપાસ શા માટે કરો છો..?

મારામાં આકલું બધુ ઊંડું ઉતરવાનું કોઈ કારણ ...?

જવાબમાં  એ પ્યોર અગ્રેજીમાં આવું કઈક બાફી ગઈ ....

અને બસ ત્યાજ  હું સલવાયો....

હવે મને કોઈ બહાર કાઢો.. ઑ ઑ ઑ ઑ ઑ  ...

ઈવડી ઈએ મારા સવાલના જવાબમાં અંગેજીમાં આવું કાંક લખ્યું

 “I DON’T KNOW ‘

હું મુંજાયો.,સ્સાલું આ વળી શું કહ્યું કૈ સમજાયું નૈ ....

પછી તો મે પણ બે શરમ થઈને  સામે પૂછી નાખ્યું ...

કે ભઈ મને આ નથ સમજાયું હોં આનો અર્થ શું ?

તો ઈવડી ઇ ક્યે કે ...

"મને ખબર નથી.. !"

અકલે મને ગુસ્સો આવ્યો ,

મે કહ્યું, શું યાર તમે પણ,

જેનો અર્થ તમને  પોતાને જ ખબર નથી !

તો ઑ બે, ખબર તમે મને આવું લખ્યું જ શા માટે..... ?

બસ પછી એ ગાયબ થઈ ગઈ ..

ગઈ તે ગઈ હજુ સુધી દેખાતી નથી ....

ખબર નૈ કેમ ...!

પછી તો હું તકલીફમાં મૂકાયો ...

મને લાગ્યું મારાથી કદાચ કઈક બફાયું કે શું !

જોકે મને એમ કે કાચું ખવાડીએ  તોય,

અપચો થાય પેટમાં દુખે એવું બનેજ ... !

તો હું ડાયો ના કહેવાઉ કે મે બાફેલું આલ્યુ  ...

ખૈર ....
*****************************************************************
*પછી મે આ વિષે દૂર રહેતા મારા નાના ભાઈને મેસેજ કરીને કહ્યું .. *
*
*ભાઈ તું મને I DON’T KNOW’ આકલાનું ગુજરાતી કરી આપને ... *
*
*તો એણે મને સામો સવાલ કર્યો ... *
*
*તમને આવું કહ્યું કોણે પહેલા એતો કહો ... *
*****************************************************************
હું સાવ સાચું બોલ્યો ...

જો કે પછી મને રાત ભર નીંદર ના આવી ....

ખૂબ વિચાર્યું કે કેમ આજે મને નીંદરકેમ  નૈ આવતી હોય  ...

પછી યાદ આવ્યું કે હઅ... હું એક જૂઠ બોલ્યો અકલે નીંદર નથી આવતી ...

ભાઈ ને પૂછ્યું હતું  એ નર્યું જૂઠ છે...

જેની આસપાસમે હવે  સ્ટાર કર્યા એ આખી વાત ખોટી ...

મજુબરી હતી અકલે ખોટું બોલવું પડ્યું ...

કારણ " ત્રીજી યુવતી..."

જે મારી સાથે લાગણીના સંબંધ ધરાવે છે તે ક્યાક નારાજ થઈ જશે તો...?

મને એ બીક હતી અકલે જૂઠ બોલ્યો હતો ...

પણ આખરે નીંદરના કારણે એ ડર દૂર કરી સાચું કૈ દેવાનું નક્કી કર્યું છે

તો સાચું કૌ તો ,મે એ સવાલનો જવાબ નાના ભાઈને નહીં બલ્કે ,

બીજી યુવતી કર્યો હતો  જેને મારી સાથે મને એની સાથે...

ઊંડે ઊંડે કુણી લાગણી છે..!  અને લાગણી ભીનો સંબંધ છે ...

"પ્રેમ છે એમ તો કેમ કહેવાય જ્યાં સુધી કે ઠોસ પુરાવ ના મળે "

"હવે ત્રીજી માફ કરશે કે નૈ ખબર નૈ "

અકલે મે  આ >>>  " I DON’T KNOW’ << પેસ્ટ કોપી કરીને ,

મે એ મેસેજ પહેલી યુવતીને મોકલ્યો  ...

એને બૌ સારું એવું અંગ્રેજી આવડતું , એ બૌ ડાય હતી ,

ઘણી વાર એ મારી આ રીતે મદદ કરતી ....

પણ ત્યારે વાત જુદી હતી ગમે તેને લખેલી વાત હોય,

અકલે એ પ્રેમથી મને એનું  ભાષાંતર કરી આપતી ...

પણ ,! આ વખતે વાત જરા જુદી હતી ....

"એક  સ્ત્રી ની વાત બીજી સ્ત્રીને કરવામાં બૌ મોટું જોખમ હોય છે "

તોય મે જોખમ લીધું .!

એક સ્ત્રી મને અંગ્રેજીમાં શું કહી ગઈ એ મારે  બીજી સ્ત્રીને પૂછવાનું હતું ..

અને એ કારણે ત્રીજી સ્ત્રી નારાજ થઈ જવાનું પણ પૂરે પૂરું જોખમ ખરુજ ..

તેમ છતાં મે ખેલદિલી વાપરી ...

અને એને પૂછી લીધું પણ ધર્યા મુજબ એ મારા પર ગુસ્સે થઈ ગઈ...

અને એકલેજ એણે મને સાચો અને સરખો જવાબ ના આપ્યો ...

મે મેસેજ કરીને એને  કહ્યું કે તું મને,

આનુ >"I DON’T KNOW’< આનું ભાષનાતર કરી આપ ને ...

તો એણે મને સામો સવાલ કર્યો ..

તમને આવું કહ્યું કોણે પહેલા એતો કહો ...

હવે હું સાવ કરતાં સાવ સાચું બોલ્યો ...

મે કહ્યું હતી કોક યુવતી ...

એકલે લગભગ એ ગુસ્સે  થઈ ગઈ મને એવું લાગ્યું ...

કેમકે એણે ઘસીને કહી દીધું "મને ખબર નથી ...! "

મે કહ્યું તો એમાં આકલો બધો ગુસ્સો શું કરે છે ...!

આ તો મને એમ કે તને અંગ્રેજી બૌ  સારું આવડે છે ...

અને તું કાયમ મને ના સમજાતા વાકયોનું ભાષાંતર કરી આપે છે ,

અકલે મે તને પૂછ્યું મને શું ખબર કે તું પણ અભણ છે ..!

અને તને પણ ,"I DON’T KNOW’ અર્થ  નથી ખબર ...

તો ગુસ્સે થઈ કહે, અચ્છા તો હવે તમને હું અભણ લાગી એમ...!

તો સાંભળો હું તમને અભણ લાગુ છું ને, તો મને પૂછાયજ નૈ...

જાવ જઈને એનેજ પૂછો જેણે તમને આવું કહ્યું હોય ...

"એના ગુસ્સાનું કારણ સ્ત્રી સહજ ઈર્ષા બીજું કશુજ નહીં ... "

 જાવ જઈને એનેજ પૂછો જેણે તમને આવું કહ્યું હોય ...

આવું એણે મને કહું અકલે પછી મનેય  ગુસ્સો આવ્યો ...

મે કહ્યું અક્કલ વગરની પહેલા એનેજ  પૂછ્યું હતું ...

પણ એ કોઈ મજાક બાજ યુવતી હશે તે મજાક કરી ગઈ ...

મારી વાત પર થોડોક વિશ્વાસ કર્યો / કરવાની એણે ભૂલ કરી ...

પછી જરા એ કુણી પડી અને મને કહ્યું ...

તમે જ્યારે એને પૂછ્યું ત્યારે ....

એણે તમને જવાબમાં શું કહ્યું  એ તો કહો ..

અક્લે મે ગુસ્સે થઈને કહ્યું

હવે એ બધી પંચાત તું રેવાદે....

અને જે અર્થ થતો હોય એ તું મને  કૈ દે અકલે એક કામ પતે .!

તોય એ મને કહે છે ના પહેલા તમે મને,

એણે તમને શું કહ્યું એ કહો...!

અંતે મારે સાચું કહેવું પડ્યું  કે ...

સાંભળ એ મને બૌ પૂછ પૂછ કરતી હતી અકલે મે છેલ્લે એણે કહ્યું કે ..

અકલે મે કહ્યું તમે આકલી બધી મારી ઊલટ તપાસ શા માટે કરો છો..?

મારામાં આકલું બધુ ઊંડું ઉતરવાનું કોઈ કારણ ...?

જવાબમાં  એ પ્યોર અગ્રેજીમાં આવું કઈક બાફી ગઈ ....

"I DON’T KNOW’

અકલે મે એણે પૂછ્યુય ખરું કે મને અંગ્રેજી આવડતું નથી ..!

તમે મને આનો મતલબ કહો તો કઈ ખબર પડે ..

તો ઈવડી ઇ,  મને ખબર નથી...!  એમ કૈ ને વૈ ગૈ ...

હવે તું મને જલ્દી કૈ દે આનો અર્થ શું ?  >>"I DON’T KNOW’

તો આણે પણ  ફરી એમજ કહ્યું "મને ખબર નથી ..!"

અને હસતાં ડાગલા મૂકીને ઈવડી ઇ પણ ભાગી ગઈ ...

પછી મે એને ગુસ્સે થઈ અંતિમ  મેસેજ કર્યો અને કહ્યું કે,,,

બૌ હુશિયાર છે તો ખબર છે હોં,, હવે બૌ હોશિયારી ના માર ...

તું જવાબ નૈ આપે તો હું જાહેરમાં કોઈકની મદદ માંગી લઇશ સમજી ... !

કોઈક તો મને સાચો જવાબ આપશે જ ..!  

હવે હું તમારી  મદદ માંગુ છું મારી મુંજવણ કોક તો દૂર કરો ..........

મને કોઈ તો કહો કે આ ‘I DON’T KNOW’ નો અર્થ શુંઉ ઉ ઉ ઉ ..???

મે સાવ સાચી વાત હતી તે કૈ દીધી હવે કોઈ ખોટું માને તો ભલે માને ...

મારે કાય નૈ ...

હાં સાચું બોલવા સુધારો કર્યો છે ...

કરવો જ પડે ને ...

જૂઠું બોલીને જાગવા કરતાં તો સાચું બોલીને સૂઈ જવું શું ખોટું હે,..! 

No comments:

Post a Comment