Friday, 25 August 2017

આપને યાદ દિલયા તો

ઘોઘી ચાય લીધા વગર ઘોઘના ઘેર દોડતી આવી ...
ઘોઘા મને જલ્દી જલ્દી એક વાતનો જવાબ આપ કે,,,,
હવે શાંતિ રાખ ને ..
શું આવતા વેંત સવાલ પૂછ્યા વિના જવાબ માંગે છે .!
પહેલા ચાય લાવ ...
ઘોઘીએ રૂવાબ થી કહ્યું ....
ચાય પછી મળશે ... પહેલા હું પૂછું એનો જવાબ ..!
નૈ આપું ..! ઘોઘાએ ચોખ્ખું ને ચટ કૈ દીધું...
એમ ! તું જવાબ નૈ આપે ..! હે , કેમ નૈ આપે ! હમણાં ખબર તારી તો ....
આમ કહેતી પોતાની ઓઢણીને કમર પર કસીને વીંટાળતી ,
ઘોઘી બેઉ હાથની આંગળી અને અંગૂઠાને ભેગા કરી ઘોઘા તરફ ઘસી ..
ઘોઘો તુરંત પોતાના બેઉ હાથ ગાલ પર ધરી ગાલને કવર કરી,
સોફા પરથી ઊભો થઈને સોફા પાછળ સંતાઈ જવા જતો હતો
પણ, ત્યાં તો ઘોઘી ઘોઘા પાસે પહોંચી ગઈ અને
પાછળથી ઘોઘાના સર્ટ્નો કોલર પકડી લીધો ...
કોલર પકડી ખેંચીને ઘોઘાને ધબ્બ કરતો સોફા પર બેસાડી દીધો ...
દૌ છું દૌ છું કોલર છોડ ઘોઘી તું તારે જે સવાલ કરવો હોય એ કરજે
હું જવાબ આપીશ પણ ચિંટિયો ના ભરજે કૈ દૌ છું ..!
ચિંટિયાની બીકનો માર્યો ઘોઘો રીતસરનો કરગરવા લાગ્યો...
" હાં તો ઠીક..!" એમ કહેતા ઘોઘાના શર્ટનો કોલર છોડી,
ઘોઘી ઘોઘાની બાજુમાં બેસી ગઈ...
"ચાલ હવે મારા સવાલનો જવાબ આપ !"
"અરે પણ ક્યો સવાલ ?
"તે ક્યાં મને કોઈ સવાલ પૂછ્યો છે તે હું જવાબ આપું ..."
"આવતા વેંત જવાબ આપ જવાબ આપ કરે છે ! "
ઘોઘીએ કહ્યું." પૂછું છું ઘોઘાપૂછું છું જરા શાંતિ રાખ !"
ઘોઘાએ આકળાઇ ને કહ્યું .
"હાં ભઇ હવે જે પૂછવું હોય તે પૂછી નાખ ને બૌ ખેંચ નૈ..."
વળી ઘોઘીએ આંગળી અને અંગુઠો ભેગો કરીને ઘોઘાને બિવડાવયો ..
"હું ખેંચું છું હે , હું ખેંચું છું કે તું વાતને લંબાવે છે ..!?"
પહેલા જ સીધી રીતે હા ભણી હોત તો ... !
ઘોઘાએ કહ્યું .
"તો શું અત્યાર સુધી કામ પતિ ગયું હોત..! "ઘોઘાએ બે અર્થમાં કહ્યું.
" ચૂપ ! ચૂપ ! હવે એક પણ શ્બ્દ વધારાનો નૈ ... "
ઘોઘીએ ઘોઘાને ચૂપ કરી નાખ્યો અકલે ,
હાં બોલ ! એમ પણ ઘોઘો બોલી ના શક્યો ...
કેમકે ઘોઘીએ ઘોઘાના હોઠને પર આંગળીથી દાબી રાખ્યા હતા ...
પછી ઘોઘીએ ઘોઘાને પૂછ્યું ...
બોલ ઘોઘા માણસે પોતાને ચાહવા માટે ,
પ્રેમ કરવા માટે શું કરવું પડે..!?
ઘોઘાએ કહ્યું જાનવર થઈ જવું જોઇયે ઘોઘી જાનવર ....
ઘોઘીને ગુસ્સો આવ્યો...
અક્કલ વગરના હું જે પૂછું છું એનો સીધો જવાબ આપ ..!
"ઘોઘીને કૈ સમજાયું નૈ એ વાત નોખી છે, બાકી,,,,,"
ઘોઘી કહે ઘોઘા વિચાર શું કરે છે જટ મોમાથી ફાટ ને ..!
ઘોઘો કહે તો પછી મારો ભાઈબંધ કહેતો એ કૌ તો ચાલશે ... ?
ઓહ , જ્યારે ને ત્યારે એજ એક એનીજ વાત !
ભાઈબંધ ભાઈબંધ ભાઈબંધ ... ઘોઘી ગુસ્સે થઈ ગઈ .
ઘોઘો ધીમેકથી બોલ્યો . હાં પણ શું થાય...
શું થાય શું હવે જે ફાટવું હોય એ જટ મોમાથી ફાટ ...
અકલે ઘોઘો બોલ્યો ,
હાં તો ભાઈબંધ કહેતો કે ,,,
પોતાને ચાહવા / પ્રેમ કરવા માટે, પ્રથમ
બીજાને પ્રેમ કરવો જોઇયે, ચાહવું જોઇયે ...
ઘોઘા સામે એકીટસે જોતી ઘોઘી ખુશ થઈ બોલી .
ઓહ , હાં, હવે બરાબર ...
અકલે ઘોઘા એ કહ્યું એમ ! હે !
તો હું , "તનેય" ચાહું છું !
ઘોઘી સટ્ટાક કરતી સોફા પરથી ઊભી થઈ ગઈ ....
ઘોઘીને તમ્મર આઈ ગ્યાં ...
આશ્ચર્ય પણ થયું ...
વિચાર પણ આવ્યો કે ,
આને ચાય નથી પાઇ એની અસર થઈ ગઈ છે !
નૈ તો ઘોઘો આ વાત આટલી જલ્દી મો માથી ફાટે નૈ ...
પહેલા તો શરમના માર્યા ઘોઘીના કાનની બુટ લાલ થઈ ગઈ ....
પણ પછી અચાનક ઝબકારો થયો ...
ઝબકારા સાથેજ સવાલ પણ થયો કે "તનેય " ચાહું છું એટલે શું ..?
એનો અર્થ કે ઘોઘો બીજી કઈ કેટલીયને ચાહે છે !
તો એ બીજી ત્રીજી ચોથી કોણ ???
આવી કઈ કેટલાય સવાલ અને શંકા ઘોઘીના મનમાં સળવળવા લાગી ....
અકલે પછી મનોમન ઘોઘીને ગુસ્સો પણ આવ્યો ...
જોકે ઘોઘીએ ગુસ્સાને મનમાજ દાબી દીધો,
આંગળી અને અંગૂઠા સુધી પહોંચવા ના દીધો....
અકલે ઘોઘાના ગાલ બચી ગ્યાં...
પણ મનમાં ઉઠેલો સવાલ અકલેકે શંકા દાબી ના શકી .
એકલે ઘોઘીએ ઘોઘાને પૂછીજ નાખ્યું ...
હે ઘોઘા તે હમણાં હમણાં કહ્યું કે,
હું "તનેય" ચાહું છું ..!
ઘોઘાએ અર્થનો અનર્થ કર્યો .
શું વાત છે તું પણ .!!!
શું હું પણ હે ..! અક્કલ વગરના શું હું પણ ..!
ગુસ્સે થયેલી ઘોઘીએ ઘોઘાને કહ્યું.
હું તને એમ કૌ છું કે તું હમણાં મારા સવાલના જવાબ પછી ...
એમ બોલ્યો કે તું "મનેય" ચાહે છે એનો મત,, ...
ઘોઘી વાક્ય પૂરું કરે અને કોઈ નવો સવાલ પૂછે એ પહેલા...
જાણી જોઈને ઘોઘીની વાત કાપીને ....
બે શરમ ઘોઘો કહે હાં...તો ...?
કહેવા માટે બોલવું તો પડેજ ને .!
ઘોઘીને ઘોઘા પર જોરદારનો ગુસ્સો આવ્યો,
પણ, ઘોઘીએ પોતાના ગુસ્સાને મનમાજ દાબી રાખ્યો ...
જોકે દબાયેલો ગુસ્સો ઘોઘીના સ્વરમાં,
ધ્રુજારી સમેત ઉપસી આવતો હતો .
ફરી ઘોઘીએ ઘોઘાને કહ્યું ,
એમ નૈ ઘોઘા હું એમ પૂછું છું કે તું "મનેય" ચાહે છે...
ઘોઘો ઘોઘીની વાતને સહજ સવાલ સમજી બેઠો અકલે કહે ...
હાં હાં ... કેમ ? ...
કેમ શું અક્કલ વગરના તું "મનેય" ચાહે છે એનો મતલબ શું ...?
શું તું બીજી કોઈને પણ ચાહે છે.. ?
અંતે ઘોઘીનો દબાયેલો ગુસ્સો બહાર આઈ ગ્યો .....
ઘોઘો થોથવાતા સ્વરે કહે છે .
હ , હ, હ, હાં ,ન, ન, ન, ના ના પણ એમાં આટલી બધી ચિલ્લાય છે કેમ ...?
તો શું તને હાર તોરા કરું ? તારી આરતી ઉતારું ...?
નક્ટા ઘોઘાએ નકટાઈ ભેર કહ્યું .
હાં હાં ઉતારાય લે એમાં શું !
તું જ્યારે પૂછે ત્યારે હું તને તારા સડેલા સવાલના ....
સુંદર... જવાબ આપું છું તે ,
તો તું ફૂલહાર કરે કે, મારી આરતી ઉતારે એમાં કઈ ખોટું નથી .!
કદાચ આગલા ચીટીયાનો ચચરાટ ઘોઘો ભૂલી ગયો હતો ,
અકલે ઘોઘીને ચાય ચાયને ચીડવતો હતો ....
અને વધુને વધુ વાયડાય કરતો હતો ...
અંતે ઘોઘીનો ગુસ્સો આંગળી અને અંગૂઠામાં પ્રવેશ્યો અને ...
ઘોઘાના ગાલ લાલ લાલ....
ઘણી મથામણના અંતે માંડ ઘોઘાએ પોતાના ગાલ છોડાવી શક્યો ...
અને ઘોઘી પર ભભૂકયો અને તાડૂકયો ....
શું મગજની પથ્થારી ફેરવે છે ...!
ઘોઘી કહે હું ફેરવું છું .! કે તું મારા મગજની પથ્થારી ફેરવે છે ..!
અરે પણ અક્કલ વગરની હું તનેય ચાહું છું અકલે ...
એનો અર્થ એજ કે હું મનેય ચાહું છું ...
અને મને ચાહવા માટે હું તનેય ચાહું છું ...
"તનેય" !!!
ફરી એનો એજ શબ્દ ઘોઘાના મોમાં આવતા ઘોઘી ગુસ્સે થઈ ,
ઘોઘી પોતાની હથેળી પોતાના કપાળ પર ઠોકતા ....
હે ભગવાન આનું કા'ક કર....
આમ બબડતી બબડતી ઘોઘી સોફા પરથી ઊભી થઈ,
પગ પછાડતી ઘર ભેગી થઈ ગઈ.....
અને ઘોઘો ઘોઘીના ચિંટિયાથી ચચરતો ગાલ પંપાળતો રહ્યો ....
LikeShow more reactions
Comment

No comments:

Post a Comment