એક દિવસ “અનંત” અને “અજ્ઞાની” મધરાતે બન્ને ભેગા થઈ ગયા...
ને એમની વચ્ચે વાતો ચાલી..ને બસ મે એમના સંવાદો નોંધી લીધા...
બન્ને પોત પોતાની મસ્તીમાં વાતો કરતાં જાય હું નોંધતો જાઉં ...
બસ હું લખતો ગયો લખતો ગયો...
પણ કોનો ક્યો સંવાદ એ સરખું નોંધી ના શક્યો..
તેથી એમનું નામ જ્યાં પણ નોંધાયું નોંધ્યું બાકી સડસડાટ ચાલ્યું ચલાવ્યું ..
આમ ને આમ સવાર પડી ગઈ...
એમની વાતો શરૂઆત જ અટપટી હતી. અઘરી હતી.
મને હજુ ઘડ નથી પડી. બસ ઉકેલું છું. ક્યારેક ઉકલી જશે..! કો’ક દી.
કોઈને સમજાવતા સમજાવતા મને પણ સમજાઈ જશે..! કો’ક દી.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અટપટું લાગશે પણ છે નહીં.
અટપટું છે પણ લાગશે નહીં.
હતી પાગલસી દશા.
નથી પાગલસી મજા.
ને પછી ગડમથલ.
કે પછી ગડમથલ.
હું છું હું નથી.
શું છું ખબર નથી.
જ્યાં છું ત્યાં નથી.
ત્યાં છું જ્યાં નથી.
પાગલ છે એ ગાંડો તો નથી.
જે કોઈ મસ્તીમાં પાગલ છે.
પશુ સમ પણ ક્યાં એ હોય છે.
જે ગાંડો એતો બસ માણસ છે.
હાં.! એ ગાંડો, જે દશા કે દિશા હીન હોય છે.
પાગલ એતો પોતાની મસ્તીમાં લીન હોય છે.
તને જુવે છતાં જુવે નહીં.
એ બે ધ્યાન છે ન માનજે.
તું સમજે છે બે ધ્યાન જેને,
ખરું છે એનું ધ્યાન જાણજે.
સૌથી રંગીન એ જેનો કોઈ રંગ નહીં.
હર એક રંગમાં રંગાઈ જાય છે પાણી.
“અજ્ઞાની”જેમાં ભળે તે જ ભાસે પછી.
એનો અસ્સલ રંગ કોઈ શકે ના જાણી.
આત્મા શોધે શરીર.
શરીર શોધે ઝમીર.
આત્મા પણ રહે શરીરમાં.
શરીર વિણ ભટકે આત્મા.
નથી શરીરનું હોવું નકામું.
વિના શરીર તો બધુ નકામું.
આત્માને પામવા પણ પ્રવેશવું.
તો પડે છે આખરે તો શરીરમાં.
એ બન્ને એક નથી જ નથી ફર્ક હોય છે.
હોય છે ફર્ક ઘણો ભિખારી ને ફકીરમાં.
ભિખારી અસ્ત વ્યસ્ત છે .
ફકીર ફકીરીમાં મસ્ત છે.
શૂક્ષ્મને પામવા, જાણવા પણ શરીરનું હોવું છે જરૂરી.
લૌકિક કે અલૌકિક આનંદ બન્ને મળે સ્થૂળ શરીર થકી.
તું કરે શરીરની અવગણના. તું ગણીત ખોટું ગણ ના ...!
જે મને સમજાય એ જ તને સમજાય. કદી બને પણ ના...!
જે, છે, તે,છે. “અનંત” ના તું અંતીમ ના હું પ્રથમ.
તું “અનંત”ને પામવા સ્થૂળ શરીરને અવગણ ના.
તારું “હું” પણું.! પણ તું ઓગાળી શકે જો ‘અનંત’માં.
જે ઓગળી ગયા અનંતમાં તે એક રૂપ થઈ શક્યા જગતમાં.
જે ભ્રમ છે તે જ સત્ય છે.
જે સત્ય છે તે જ ભ્રમ છે.
સુક્ષમ એ જ વિરાટ છે.
વિરાટ એ જ શૂક્ષ્મ છે.
ચૂપ એ બધા બુધ્ધું નહીં.
બોલે એ બધા નહીં જ્ઞાની.
માને એ બધા મૂરખ નહી
ના માંને એ નહીં”અજ્ઞાની”
હસે બધા એ સુખી નહીં.
રડે બધા એ દુ:ખી નહીં.
હસે એ બધા સુખી નહીં.
રડે એ બધા દૂ:ખી નહીં.
મંદિરે જાય એ આસ્તિક નહીં.
ઘરમાજ રહે એ નાસ્તિક નહીં.
લાગશે પોતાના પણ હશે નહીં.
હશે પોતાના પણ લાગશે નહીં .
પારકા હશે પણ લાગશે નહીં.
લાગશે પારકા પણ હશે નહીં.
જે તરફ મતી.
એ તરફ ગતિ.
થોડું સારું ઘણું ખરાબ.
થોડું ખરાબ ઘણું સારું .
સારું એ સારું ખરાબ નહીં
અને ખરાબ તો કશુ નહીં.
હોય કોઈને એ જ ગમતું.
તને જે હોય ગમતું નહીં.
જો “ઈ” નહીં તો હું નહીં.
હું નહીં તો“ઈ”પણ નહીં.
જેનું કઈ નહીં એનું બધુ.
જેનું બધુ એનું કઈ નહીં.
થવા દે જે થાય છે.
થવાનું એ થાય છે.
સવાલમાં જવાબ.
જવાબમાં સવાલ.
જવાબમાં જવાબ.
સવાલમાં સવાલ.
એક બીજામાં જન્મે.
જન્મે એક બીજામાં.
વાંચ ખુલ્લી કિતાબ છે.
સાવ ચોખ્ખો હિસાબ છે.
ના નહીં જરીએ ગોટાળા.
બાદબાકી અને સરવાળા.
તારી પાસે ના એ મારી પાસે.
મારી પાસે ના એ તારી પાસે.
બધાને બધુ ના મળે.
ગજાથી વધુ ના મળે.
તો હાં પડે ઓછું મળે એ બધુ.
તો ના પડે ઓછું ગણે એ વધુ.
સંતોષમે સુખ ભરા પડા હૈ.
અસંતોષ બડા દૂ:ખ દાઈ હૈ.
રે...મૂરખ તેરી જરૂરત થોડી,
તું કરે ક્યૂ જ્યાદા હાય હાય રે...
સુખી એનાથી સુખીને,
જુવે તો દૂ:ખી થાય છે.
દૂ:ખી એનાથી દૂ:ખીને,
જુવે તો જીવી જાય છે.
ના તને ગમે એ ગમે બીજાને.
કાં તને ગમે જે ગમે બીજાને.?
હાં.! જે છે તે છે તારું.
ક્યાં જે છે તે છે તારું. ?
ના બીજી કોઈ રીતે ના બીજે ક્યહી.
લેતા આવડે તો મળી શકે મોક્ષ અહી.
પ્રેમ કર આ દુનિયાને.
મૂર્ખ માંગે મોક્ષ શાને?
ભટકવાનું બંધ કર રે... જ્યાં ત્યાં.
સ્વર્ગ નર્કની આટલી જ વ્યાખ્યા.
સુખ કે દૂ:ખ , સ્વર્ગ કે નર્કનો-
બસ હોય છે આટલોજ અર્થ
જે ક્ષણ આનંદ એ ક્ષણ સ્વર્ગ.
જે ક્ષણ આક્રંદ એ ક્ષણ નર્ક.
ના બીજે ક્યહી.
છે આ બધુ અહી.
આપો તો જ મળે.
માંગો તો ન મળે.
તો શાને આપો દૂ:ખ.
તો બધાને આપો સુખ.
આંખને જે જુવે છે.
આંખ એને જુવે છે.
તારા દૂ:ખનું કારણ ધ્યાન છે.
એ સુખી જે જે બે ધ્યાન છે.
ધ્યાન કરતાં બે ધ્યાન થવું.
“અજ્ઞાની” એ સૌથી મોટુ જ્ઞાન છે.
આંખોને જે જુવે છે એય નથી.
આંખો જેને જુવે છે એય નથી.
ને પછી કે તે પછી.
એ પછી છે કે નહીં .
છોડે તો મળે પકડે તો દૂર.
ઓરે જો હશે અડકે તો દૂર.
આમ આકાશ જેવુ.
સાવ આભાસ જેવુ.
આવવું ને જવું બસ.
વિશ્વાસ ને શ્વાસ જેવુ.
ખુલ્લી આંખે કલ્પના જેવુ.
ને બંધ આંખે સપના જેવુ.
“અનંત”આ આવવું ને જવું,
એ તો માત્ર છે ઘટના જેવુ.
તું અધૂરો ને અધૂરું બધુ.
હું અધૂરો ને અધૂરું બધુ.
કેટલુ દોડશે ક્યાંસુધી દોડશે?
જે વધુ દોડશે વહેલો થાકશે.
ઓછું વધુ નહીં જરીએ તોયે.
પામવાનું છે એટલુ જ પામશે.
ના ઉધર કર ના તું ઇધર કર.
નજર જબ ભી કર તું ભીતર કર.
“હું” પકડો તો જકડો વધુ.
“હું” છોડો તો ઉઘળો વધુ.
કે તું પાછળ પડે જેની જેની
એ દોડાવે તને આગળ રહીને.
ને પછી તું જો જરા અમથું થંભે,
જુવે તને એ પણ પાછળ ફરીને.
ભીતર ઈચ્છા કરે છે.
બહાર ભટક્યા કરે છે .
મન જુદું આત્મા જુદો.
જુદો આત્મા જુદું તન.
સૌની જુદી જુદી ઝંખના.
ઝંખના વીના કેવું જીવન.
શરીર ના હર એક અંગની,
ઈચ્છા નોખી નોખી હોય છે.
તને ગંદી જે જે લાગે ઈચ્છા,
આખરે. ચોખી ચોખી હોય એ.
"અનંત" શરીરના નોખા નોખા અવયવોની.
નોખી નોખી ભૂખ નોખી નોખી તરસ હોય છે.
પ્રકૃતિ ગત, સ્ત્રી 'ને પુરુષ વચ્ચેની લાગણી. જે પણ,
જેવી પણ,હોય છે, એ તો બસ અરસ પરસ હોય છે.
જીવન તેનું રંગીન હોય છે આનંદિત અને ખૂબ સરસ હોય છે .!
જ્યાં પ્રેમ પ્રેમની સમજ પ્રેમની લાગણી અરસ પરસ હોય છે !
બેઉની એક સરખીજ જો ઝંખના હોય તે જીવનમાં મધુર રસ હોય છે.!
ઝંખના થકી જીવન જીવંત વિના ઝંખના જીવન સાવ નીરસ હોય છે !
ઈચ્છા સઘળી પ્રકૃતિગત કો'કમાં વધારે. કો'કમા ઓછી ઓછી હોય છે.
“અનંત” મગર અમુક અમુક ઈચ્છા સૌ કોઈમાં એકજ સરખી હોય છે..!
કોઈ સત્ય પ્રેમનું છે.! પ્રેમની લાગણી કોઈ કોઈ સહર્ષ સ્વીકારે છે!
તો કોઈ કારણ સર કોઈ કોઈ એ વાત પ્રેમની હુંફની મનમાં દાબી હોય છે.
કાન બંધ કરીને સાંભળો ...
અને આંખો બંધ કરીને જુવો ...
જે ચાહશો તે સાંભળી શકશો ...
જે ધારશો તે નિહાળી શકશો ...
જઇ બંધ થશે નયન કમાડ ,
તઈ અંતર મહી થશે ઉઘાડ .!
અંતરે ઉઘાડ તો થશે.
મૌન રહી કર નૈન બંધ.
ખુલ્લા નયને બહાર જે .
બંધ નયને ભીતર સંબંધ.
ખુલ્લી આંખે ના દેખાય જે પણ.
મને બંધ આંખે દેખાય એ પણ.
તન, મન, ને આત્મા.
સૌ મસ્ત પોત પોતામાં.
એ શું તારા થશે ? જે,
થઈ ના શક્યા પોતાના.
કોઈ કોઈનું માલીક નહીં.
બધા ગુલામ એક બીજાના.
કશું જ ના લઈ જવાનું.
પણ કેટલું છોડી જવાનું.
આત્મા પંખી પીંજરુ તન.
પીંજરુ બદલે પંખી નહીં.
ચીતાની આગમાં આખરે
પીંજરુ ઓગળે પંખી નહીં.
ક્ષણ ક્ષણ વીતે સુખમાં.
હાં તું પણ જીતે દૂ:ખમાં.
એક જ વિચાર બને અંગાર.
એક જ વિચાર થશે શૃંગાર.
એક કૂવિચાર થશે અંધકાર.
એક સુવીચાર અને સવાર.
હું પણ વિચાર તું પણ વિચાર.
ખુલ્લી આંખે અંધારું.
બંધ આંખે અજવાળું.
જે કહે એ સમજે એવુય નથી.
ને સમજે એ કહે એવુય નથી.
લાગશે એટલા બંધન.
બાંધશે જેટલા સંબંધ.
બંધનનું કારણ મુક્તિ.
મુક્તિનું કારણ બંધન.
સહી સહીને તું સહેસે કેટલું. ?
જેટલી લાગણી દૂ:ખ પણ એટલું.
હિમ્મતથી જીવવાની આ જ અસસ્લ રીત છે.
ખુદ હારે તો જ હાર બાકી જીત જ જીત છે.
શાંતીમાં પણ શૌર શૌરમાં પણ શાંતી.
એકાંતે ભીડ. ને ભીડમાં એકાંતની ભ્રાંતી.
જે તુરંત 'ના' પાસ કરે.
એની પાસે તું ખાસ જજે.
ત્યાથી પ્રાપ્ત થશે જ્ઞાન.
એજ આપી શકે છે જ્ઞાન.
જે વારંમવાર નાપાસ કરે.
એ છેતરશે નહીં કરશે ખરી,
કશોટી.પછી જ પાસ કરશે.
બાંધો તો છૂટવા મથે.
છોડો તો આવી રહે.
બંધનમાં મુક્તિની ઈચ્છા.
ઈચ્છા મુક્તિમાં બંધનની.
સંબંધની ખરી એ વ્યાખ્યા.
ઝંખના ખરી તે સંબંધની.
ગયા પછી જવાનો નથી.
નથી જવાનો ગયા પછી.
નથી ગયો કે આવ્યો હું.
હું આવ્યો કે ગયો નથી.
હતો અહી ‘ ને રહીશ અહી જ....!
જતો દેખાઈશ ના જઈશ ક્યહી જ…!
સિક્કાની બંને બાજુ.
બંને બાજુ સિકાની.
એ બાજુ નહીં જે તારી.
જે બાજુ નહીં એ સારી.
સારી જે બાજુ એ નહીં.
તારી જે બાજુ એ સહી.
ખોટા શિક્કા જેવો માણસ.
ના ચાલે તોય મંદિરે જાય.
જાય મંદિરે તોય ચાલે ના.
મંદીર મંદીર ભટકી મૂરખ નાહક પૈર ઘીસે.
ઝાકકે દેખ ભીતર કભી ઈશ્વર વહી પર દીસે.
જે સમંદર એજ બુંદ
એજ બુંદ એજ સમંદર.
જીતી ને ક્યાં જવાનું.
જે સમજ્યા એ સિકંદર.
તું મારામાં શોધે તને.
હું તારામાં શોધું મને .
તું અજવાળે શોધે મને.
હું શોધું અંધારમા તને.
સ્વ્તંત્ર કોઈ નથી જગતમાં.બધે,
બધા જ એક બીજા પર નિર્ભર.
કોણ છે. આઝાદ કહો ભલા.
બંધનમાં છે. એ પણ "ઈશ્વર".
જોકે બંધન સઘળા બહાર છે.
એક પણ બંધન નથી ભીતર.
ક્ષણ પછી એ સુખ.
ક્ષણ પછી એ દુ:ખ.
દૂ:ખ એ ક્ષણ પછી.
સુખ એ ક્ષણ પછી.
મૃત્યુ એ જીવન.
જીવન એ મૃત્યુ.
તું કોણ હું કોણ.?
હું કોણ તું કોણ.?
કોઈ જ ના ઓળખ.
છતાં હતા ઓળખતા.
હતા બધા ઓળખતા.
છતાં નતા ઓળખતા.
ઓળખ નથી હજુ સુધી.
મને મારી તને તારી.
તને તારી મને મારી.
દિવસ ને રાતે રહે.
છતાં એ સાથે રહે.
આ બધી ઘટના વારંવાર બને.
યાદ ના જે આવે તને કે મને.
આવે તો સાથે ના રહે કોઈ.
એ દુશ્મન હોય એવુંયે બને.
એ યાદ કરીને પછી ભૂલે છે.
કે પછી ભૂલીને યાદ કરે છે.
ભુલાવી ભુલાવી ભેગા કરે છે.
હિસાબ ચૂકતે જ એમાં કરે છે.
દીધું જે રીતે એ રીતે પાછું આપે છે.
લીધું જે રીતે એ રીતે પાછું માંગે છે.
દીધું તે લીધા વિના જવાય ના.
લીધું તે દીધા વિના જવાય ના.
જે કઈ અત્યારે કીધું.
સમજથી વધારે કીધું.
હું કોણ હું જાણું નહીં.
તું કોણ તું જાણે નહીં.
તે પામે છે જે આપે છે.
જે જાણે છે તે માણે છે.
હું ખુદ પળ પળ બદલાતો.
ને પળ પળ બદલાતું બધુ.
તને લાગે ઓછું ઓછું અને,
મને લાગે બધુ વધુ ને વધુ.
ઓળખવામાં મને જ
આમ હું નિષ્ફળ જતો.
નિષ્ફળતા જીવાડે પ્રેમને
તેથી જ ના હું સફળ થતો.
આ પળ અહી હું નહીં.
આ પળ અહી તું નહીં.
આવું તો હું બોલું નહીં.
આવું તો હુંયે કહું નહીં
જે નામથી ઓળખે મને.
એ નામ પાછળ હું નહીં.
જે નામથી ઓળખે તને
એ નામ પાછળ તું નહીં.
તો પછી આ પળ છે કોણ અહી.?
એવી તો આપણને ખબર નહીં.
જો બોલે સો જાલીમ .
હુવા જો ચૂપ વો આલીમ.
અંત મારો અંત નહીં. નહીં હું જ્ઞાની.
“અનંત” કાળથી ભટકતો “અજ્ઞાની”
~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત" “અજ્ઞાની”
વર્ષો પહેલા...
"અનંત" કોઈ માટે હોય જે નકામું.!
હોય શકે છે એ કોઈક ના કામ નું..!
"અનંત"
https://www.facebook.com/share/1EsQmBYtKy/"અજ્ઞાની" સારૂ એ તો સારૂ જ છે.!
સારૂ એ તો સારૂ છેજ.!
મગર નથી ખરાબ કશુજ નથી .!
ખરાબ કશુ છે જ નહીં.!
"અજ્ઞાની"
જો કે આ વાત મને ગળે ન ઉતરી અકલે મે ફીસીયારી મારતા કહ્યું.
લ્યા એવુ કેમ કહો છો કે હોય કે ખરાબ તો કશું જ નથી? અને એ કૈ રીતે નક્કી થાય કે ખરાબ કશુજ નથી.?
અજ્ઞાનીએ કહ્યું. "ભુંડ.!"
ભુંડ..!!! અજ્ઞાની તે મને ભુંડ કહ્યો..?
અનંએ કહ્યું. ખેડુત.?
શું યાર્ર તમે બંને લવારી કરો છો.!
અજ્ઞાની તું મને ભુંડ કહે છે અને અનંત ખેડુત.!
આખરે તમે કહેવા શું માંગો છો.?
બંને એક સાથે બોલ્યા.
ઉકેળો.!
હેં..!? શું કહ્યું ઉકેળો..?
આખરે તમે બંને સમજો છો શું તમારા મનમાં.!
ઘડીક ભુંડ, ઘડીક ખેડુત, ઘડીક માં મને ઉકેળો કહો છો!
હા હા હા હા હા..બંને ભાઈબંધો મારી સામે જોઈ
હસવા લાગ્યા.
મને ગુસ્સો આવ્યો અકલે મે કહ્યું હસો છો શું એમ્મા નકટાની જેમ.?
અનંતે કહ્યું પરીયા... પરીયા.... પરીયા....
અજ્ઞાનીએ કહ્યું પરીયા બૌ ગુસ્સે ન થા..!
અમે તારા સવાલ નો જવાબ આપી રહ્યા છીએ.
તે સવાલ કર્યો ને કે એવુ કેમ કહો છો કે હોય કે,
ખરાબ તો કશું જ નથી?
અને એ કૈ રીતે નક્કી થાય કે ખરાબ કશુજ નથી.?
એનો જવાબ આપ્યો કે અજ્ઞાનીએ મને સમજાવતા કહ્યું.
ભુંડ ને પુછી જો ખેડુત ને
પુછી જો કે શું ઉકેળો ખરાબ છે.?
જે ઊકેળો ભુંડ નુ પેટ ભરે..!
જે ઉકેળા નો ખેડુત ખાતર તરીકે ઉપયોગ કરે,
એને ભલા ખરાબ કૈ રીતે કહી શકાય.!
અનંતે કહ્યું.
અને પરીયાઆઅ... એજ ઉકેળાના ખાતર થી પાકેલુ અનાજ આપણે ખાઈએ છીએ કે નૈ.?
આખરે મારી ફીસીયારી નો ફીયાસ્કો થૈ ગ્યો..
No comments:
Post a Comment