Monday, 18 September 2017

ખુફિયા આંખે ખોજે અનંત ,,,

1
એ તમારી નજર સામે મર્યો એને કદાચ તમારા હાથ માં છેલ્લા શ્વાસ પણ લીધા હશે.. તમે એના સિવાય ઘણા ને મરતા પણ જોયા હશે કોઈ ને ક્ષણ ક્ષણ તો કોઈ ને એના સુખ મા તો કોઈ ને એના દુઃખ મા કે પછી કોઈ કોઈ ને એના પ્રેમ મા હા સાક્ષી છો તમે જ ઘણી મૃત્યુ ના ....ઘણું તમે પોતાની અંદર જ ધરબી રાખો છો ઘણું જાણવા છત્તા તમે અમુક બાબત કેતા નથી હા મન મા જ ઘણું યાદ કરી લ્યો છો જ્યારે મારા જેવી કોઈ ઓછી અકકલ વારી પૂછ પૂછ કરી ને તમારૂ માથું ખાય કે એ કોણ હતો ક્યા હતો એ કેમ હતો ને તમે જવાબ મા એ જ કહો કે એ હતો હવે નથી તું નાહક ને મને પૂછ પૂછ ના કર એ ઉડી ગયો આ દુનિયા છોડી ગયો તું ઉકેલ નય એને વધુ ગુંચવાય જઈશ ..ને જો ગુંચવાય ને ખોવાય જઈશ તો મને કેતિ નય કહી દવ છુ... તમારા આ જવાબ જાણવા છતાં હું રોજ ત્યાં જાવ છું ગુંચવા ક ગુંચવવા એ મને ખબર નહિ શોધવા જાવ કે કશુ પામવા એ પણ મને ખબર નથી પણ હું સતત એને સમજવા ની કોશિશ કરું છું કે પછી ખુદ ને શોધું છું એ ના જવાબો માં મારા સવાલ શોધું છું ખબર નહિ .. હા પણ આજ ફરી ત્યાં ગઇ ને ત્યાં તમારી ને એની વાતો સાંભળી એ જ કે એ પાગલ થય ગયો હતો પણ કેમ એ નો જવાબ હજુ નય મળ્યો કે સવાલ ના મળ્યો પણ હું ત્યાં જ છુ હજુ કેમ એની હાલત એની છેલ્લી દશા મા એ પાગલ થયો શુ એ પ્રેમ મા એટલો ડૂબી ગયો હતો કે એને ખુદ નું જ ભાન ના રહ્યું સુ એ કોઈ ને એટલો ચાહવા લાગ્યો હતો કે પેલી ના જવાથી એ તૂટી ગયો ને અંદર સંધાય ગયો કે એને પળે પળ પાસે મહેસુસ કરવા લાગ્યો કે એ પોતાને જ ભૂલી ને એને જ પોતે સમજી બેઠો પણ હા ભાન આવ્યે એને પત્ર લખ્યો એમ કહેવું સારું રે સે કે અંતિમ પત્ર લખ્યો ને એ પત્ર મા એને ખુદ ની નહિ પણ પેલી ની વેદના કહી દીધી ને કદાચ એ શબ્દો મા એને પોતાની લાગણી પણ કહી દીધી...હું નથી જાણતી કે હું આ બધું શુ કરવા તમને કહું છું તમે તો આ બધી વાત ન સાક્ષી તો પેલા થી જ છો પણ ખબર નય અનંત ની વાતો મને હેરાન કરે છે કે પાછી સૂકુન આપે છે ...ખબર નય કશી જ પણ જેમ મને આ ઢળતી સંધ્યા મા ઘણું જ ઉગી આવતું દેખાય છે તેમ મને અનંત મા પણ કય ખેંચી જાય છે સવાલો અકબન્ધ છે જવાબો ની જરૂર ક્યાં છે રેહવું છે સતત આ જ બંધન મા શ્વાસ હોય કે ના હોય

2

સવાલો અકબન્ધ છે જવાબો ની જરૂર ક્યાં છે રેહવું છે સતત આ જ બંધન મા શ્વાસ હોય કે ના હોય શુ મળે ક શુ મળશે કદાચ કય ના પણ મળે પણ હું ક્યાં કાય લેવા જવું છુ ખુદ ને શોધવા ક ભૂલવા જાવ છું હા કદાચ એ છે જ અલગ એની જેમ અનંત વાર પ્રેમ મા નથી પડી ફરી ઉઠી ને ફરી ચાહત નથી મેળવી પણ હા એની જેમ પ્રેમ ને સંઘર્યો છે મેં પણ મારા ફરી એ ને ફરી ફરી એ જ એક વાર પણ એ ને અનંત વાર પણ એ જ હાર મા પણ એ જ ને વિજય મા પણ એ જ જયારે તમે તેની કૈક કેટલી ચાહિતી નું કહું છો એની વાત માંડો છો ત્યારે હું મારા પ્રેમ ને જીવતી હોવ છુ કદાચ એ પણ ખુશ થતો હશે અનંત પણ એની દુનિયા માથી જોતો હશે તમે એને આત્મસખા કહો છો પણ મને તો એ તમારો જ આત્મા બની ગયેલ લગે છે જે તમારા મા દેખાય આવે છે હ વ્યક્તિ અલગ ભલે હોય તમેં બેય પણ કોઈ ના અલગ થયાં પછી ક છોડી ને ગયા પછી જો એની વાતો ક એની છબી તમારા માં બીજું કોઈ જોઈ શકતું હોય તો તમે પણ એ થોડા બની જ ગયા હોવ છો એવું હું માનું છું( બીજા ની મને ખબર નય ) જેમ એના ગયા પછી પણ એ મારા મા સમાય ગયો છે હા આમ જોશો તો દેખાશે નહિ પણ પડછાયા જોવા માટે તો અંધારા ની જરૂર પડે ને કા પછી તો અજવાળું આછું હોવું જોઈએ ...એમ જ અનંત તમારા મા પણ છે જેને તમે ક્યારેક બતાવો છો તો ક્યારેક છુપાવો છો ને કોઈ કહે તો કહી પણ દયો છો કે અનંત હવે નથી પણ એ તો હજુ મને દેખાય છે તમે એના વિશે ક વાત કરો છો ને જો કોઈ એના વિશે પૂછે તો કહો કે મને કં,ઇ,ખ,બ,ર નહિ તમારી જેમ લખ્યું sry પણ તમે આ જ જવાબ આપો છો એને છુંપાવવા માંગો છો પણ તમે જ તો એને દરસાવનાર પણ છો ને તો પછી કેમ એનું અડધુ અસ્તિત્વ છુપાવો છો જો એની વાત કરો તો પછી એના જ સવાલો ના એના થી જ એટલે કે તમારી એના વિસે કરેલી વાતો ના જવાબ કેમ નથી આપતા એના અસ્તિ પિંજર સમા કાગળ ઉકેલો છો પણ એનો કોયડો કોઈ પૂછે તો એ કેમ નય ઉકેલતા હું પ્રશ્નો નથી પૂછતી તમને ના તો મને જવાબો જોઈ છે બસ મારા મન મા અમસ્થુ આ બધું રમતું હતું જેને શબ્દ આપવા માટે હું મજબૂર બની ગઈ આજ હા પણ એક સવાલ મને મારા થિ અચૂક થાય છે કે એ કય વસ્તુ કે દોરી છે જે સતત મને મારી છબી એમાં ક એની છબી મારા મા દેખાય છે ના ના મેં એને જોયો નથી તમે ક્યાં એનો ફોટો બતાવ્યો હું એ છબી ની વાત નથી કરતી હું એ વેદના ની વાત કરું છું પ્રેમ ની વેદના જે એને અઢળક વાર થય ને મને એક મા જ અસંખ્ય વાર થાય છે કદાચ એ વેદના ની છબી હશે જે મને એના પેલા ખંડર પર લય જાય છે


લે ..! આ જો ..! 
આને પણ મસ્ત ભરમ થયો...! 



























વર્ષો પહેલા ... 
ભાઈબંધે એની કોઈ ચહિતીને કહેલું કે, 

"અનંત" ખુફિયા આંખોથી મને લગીરે
 ડર નથી લાગતો. 
મગર મને એ આંખોની ચીંતા થાય છે!
કે મને શોધતી આંખો ક્યાંક ખુદને ખોઈ ન બેસે.
"અનંત"
*ब्लास्ट*
"अनंत" खोजते खोजते जब खो जाओगे।
बस उसी बक्स हम तुम्हें मील जायेंगे सनम। 
"अनंत"

https://youtu.be/M3dklfgW3Lo?si=c1D-3rMk6r7_3ktU

No comments:

Post a Comment