Monday, 18 September 2017

પ્રેમ સદા બહાર ...

Katira Paresh updated his cover photo.
તે દિ' રાત્રે અમે ત્રણેય ભાઈબાધો ચાય ની ચૂસકી સાથે વાતે વળગ્યાં ....
અજ્ઞાની બૌ ઓછું બોલે, જરૂર પડ્યે જ મો ખોલે...
બાકી દાઢી પર હાથ પસરાવતો ચૂપ ચાપ મૌન બેઠો રહે ...
હું 'ને અનંત બૌ બકબકીયા એટલે અમે બોલ્યા કરીયે ...
'ને અજ્ઞાની મારી અને અનંત ની અર્થ વગરની લવારી સાંભળ્યા કરે ....
મને ધર્મ વિષે કઈ જ્ઞાન ભાન નૈ અનંત નું પણ આમ તો જોકે એવુજ ...
તો પણ અમે જાણે બૌ મહાન હોય એમ મૂર્ખાઓ માફક ધરમ વિષે ચર્ચા કરીયે ....
( આમ તો અમારો મુખ્ય અને બારમાસી વિષય પ્રેમ) પણ ક્યારેક
હુશિયારી મારવા ધર્મનો વિષય લઈ લઈએ જોકે ચર્ચાના અંતે પણ
બે માથી એકેય ને કાય કરતાં કાય સમજાવું હરામ બરાબર ....
બસ ટાઈમ પાસ થાય,'ને રાત ફાસ જાય એટલું જ ...
તોય તેદિ' હું ને અનંત ચર્ચામાં ઊંડાને ઊંડા ઉતરતા ગ્યાં ઉતરતાજ ગ્યાં ...
એમાં વાત વાતમાં વાત વણસી 'ને થઈ ગઈ ચડસા ચડસી....
અમારા બેઉની ચર્ચા હતી કે,
કોઈ પણ વિષયમાં કેટલું ઊંડે ઊતરવું... ?
અને બસ પછી તો અમે જામી પડ્યા....
અમારો દેકારો સાંભળી, ક્યારનો આંખ બંધ કરીને ,
અમારી વાતો સાંભળતો મૌન બેઠેલો અજ્ઞાની જાગ્યો..
અને,,,,
'લ્યા ચૂપ મરો..!
અને છબ છબિયાં કરો....
શું ક્યારના જામી પડ્યા છો ..!'
ઊતરવું જ હોય તો પોતાનામાં ઊંડા ઊતરો ...!
હળવા ગુસ્સે આટલું કહી ,
અજ્ઞાની ફરી આંખ બંધ ને દાઢી પર હાથ પસરાવતા....
ખુબજ શાંત સ્વરે મને અને અનંતને કહ્યું ....
ક્યાય ઊંડા ઉતારવાની જરૂર નથી....
લ્યા પરિયા નાહક ના દૂ:ખી થા .....
તું જ્યાં ત્યાં ઊંડો ઉતરમાં...!
અગર જો તારે ઊંડે જ ઊતરવું હોય તો.....
તું તારી જ ભીતર ઊંડો ઉતર
અને તારા ખુદમાં તું ડૂબી જા .!
બૌ મજા આવશે ! હાં,
એમાજ છે સાચી મજા...!
"અજ્ઞાની"
પછી...
અનંતે મારી સામે આંગળી ચીંધતા અજ્ઞાની સામે જોઈને કહ્યું...
પણ યાર આ પરિયો જો ને !
કાઇ સમજતો જ નથી..!
સાવ અક્કલ વગરનો ખોટી દલીલો કર્યે રાખે છે .....
અજ્ઞાની એ ફરી સાવ શાંત સ્વરે દ્રઢતા પૂર્વક શબ્દો પર ભાર દઈને કહ્યું....
રે'વાદે અનંત તું રે'વાદે..!
જે સમજે નહીં એને સમજાવવાનું તું !
બિલકુલ રે'વાદે...!
અને પછી "અજ્ઞાની" બોલ્યો....
*બ્લાસ્ટ*
જે સમજદાર છે એને કઈ જ સમજાવવાની જરૂર નથી...!
અને જે ના સમજ છે, તે નકરી નિરર્થક દલીલો જ કરે છે....
એવા લોકો સામે તું, સંતો નો સમૂહ કે, ગ્રંથોનો ઢગ ખડકી દે..
તો પણ !
જે નહીં સમજે તે નહીં જ સમજે ....
સમજી લે અનંત..! કોઈ પણ માણસ..!
જ્યાં સુધી ખુદ સુધરવા સમજવા નહીં માંગે ...
માણસને ભીતરથી સમજવા સુધારવાની ઝંખના નહીં જાગે ..!
ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તેને સમજાવી સુધારી નહીં શકે ..!
એવા લોકો પાસે સંતો ની વાણી પાણીમાં જશે ...
ગ્રંથોની વાતો ધૂળ ધાણી થશે... !
"અજ્ઞાની" એવા લોકોને એની રીતે જીવવા દે...
"અનંત" તું તારા રસ્તે તારી અલૌકિક મૌજમાં થાક્યા વિના
ચાલતો રે'... બસ ચાલતો રે'....
અને પછી..???
પછી શું ! અજ્ઞાનીએ મને ઘાઘલાવી નાખ્યો
મારો કચરો કરી નાખ્યો ...
બસ , અકલે હું નીચી મુંડી કરીને ત્યાથી રવાનો થઈ ગયો ...
આમ અમે છૂટા પડ્યા ને સૂઈ ગ્યાં....
1 Comment
Comments
Atul D Shukal
Atul D Shukal સરસ કહ્યુ 
ભિતરનો સંગ મારો....
દેહુનો દલાલી રે.......
Manage

No comments:

Post a Comment