Tuesday, 21 November 2017

સુંદરતા પ્રિય અનંત

વર્ષો પહેલા પણ અનંત કહેતો કે , 
સુંદરતા પ્રત્યે આકર્ષણ સહજ છે ..!

સુંદરતા પ્રાણી માત્રને પોતા તરફ આકર્ષતી રહી છે ..!આદિ અનાદિ કાળથી ... 

સુંદરતા પામવા માણસ માત્ર પીડા સહન કરવા તત્પર રહે છે . 

જાણવા છતાં કે ગુલાબને ચૂંટવા જતાં કાંટાનો ડંખ સહેવો પડશે .
તેમ છતાં લોકો ગુલાબ નો સ્પર્શ કરવા લલચાતા હોય છે ..! 

સુંદરતા સુખ પણ આપી શકે છે અને દૂ:ખ પણ આપી શકે છે. 

બાહ્ય સુંદરતા થી લગીરે કમ મહત્વ નથી હોતું ભીતરની સુંદરતાનું . 

બાળકથી લઈ બુઠ્ઠા સુધી કે,
 બાળકી થી લઈ બુઢ્ઢી સુધી સૌ કોઈ 
"અનંત"સુંદરતા તરફ આકર્ષાય છે ..!
"અનંત"
  

No comments:

Post a Comment