Monday, 29 January 2018

આખરે અનંત પણ ઇન્સાન હતો .


તે દિવસે હું સવારે એજ ખંડેર પર હંમેશ મુજબ અનંતને દિવસનું કામ સમજાવવા ગયો ....

ત્યારે સાંભળ્યુ કે આ ગીત વાગી રહ્યું હતું .... 

જો કે એ તો વહેલો ઊઠીને રોજની માફક કામે વળગીજ ગયેલો . 

આ ગીતની કેસેટ ટેપ રેકોર્ડમાં ચડાવીને .... 

કામ સમજાવી હું ત્યાથી નીકળી ગયો... 

દિવસ ઢળી ગયો ... 

શિયાળો ઉતરતા અને ઉનાળાના આગમનના  દિવસો.... 

 ક્યારેક આલહા દાયક અને રંગીન લાગે,

 તો ,

ક્યારેક ગમગીન ...

ગુલાબી પવન વાય રહ્યો હતો . 

અને હું રાત્રે રાબેતા મુજબ સાંકડી ગલીમાથી પસાર થઈ મહોલ્લામાં છેક 

ખૂણે આવેલા ખંડેર જેવા ઘરના અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી પ્રવેશ્યો .. 

ભીતર પોત પોતાની ખુરશી પર અનંત અને અજ્ઞાની મૌન બેઠા છે ... 

અને હજુ એનું એજ સવાર વાળું ગીત વાગે છે ..! 

  


कोई सागर दिल को बहलाता नहीं     - २
बेखुदी में भी क़रार आता नहीं, कोई सागर ...

मैं कोई पत्थर नहीं इनसान हूँ    - २
कैसे कह दूँ ग़म से घबराता नहीं
कोई सागर ...

कल तो सब थे कारवाँ के साथ साथ    - २
आज कोई राह दिखलाता नहीं
कोई सागर ...

ज़िंदगी के आइने को तोड़ दो     - २
इसमें अब कुछ भी नज़र आता नहीं
कोई सागर ...
તે દિવસે અનંતની ઉદાસીનું કારણ એ હતું કે , 

થોડા દિવસો પહેલા .... 

આનંદથી યુવક મહોત્સવમાં ભાગ લઈ અનંત ખુશ હતો. 

પણ પછી અચાનક એના પહેલા વર્ષોથી યુવક મહોત્સવમાં સક્રિય યુવાનોએ .... 

તે દિવસે રાત્રે 

આજથી અનંત ને કોઈ બોલાવશે નહીં ... 

એવું ફરમાન કરી દીધું ... 

અનંતની સુંદરતા શ્રાપિત સાબિત થઈ ... 

યુવક મહોત્સવના ગૃપ સાથે  જોડાતાજ ગૃપમાં રહેલી છોકરીઓ .... 

અનંતથી આકર્ષાઈ એની સાથે વાતો કરવા લાગી ... 

અને વર્ષોથી યુવક મહોત્સવના ગૃપમાં સક્રિય અન્ય છોકરાઓને .... 

અનંતની  ઈર્ષા થઈ ... 

ઈર્ષાની આગમાં એ છોકરાઓ બળવા લાગ્યા ... 

બસ એની જાળ અનંતને લાગી ગઈ .... 

તે દિવસે રાત્રે 

આજથી અનંત ને કોઈ બોલાવશે નહીં ... 

એવું ફરમાન કરી દીધું ... 

બસ એ ઘટના એની ઉદાસીનું કારણ બની ગઈ .... 

જો કે એ સિવાય પણ અનેક ઘટના અનંતના જીવનમાં બનતી... 

મહોલ્લામાં રહેતી છોકરીઓ અનંતના જીવનમાં ખુશી ખુશી આવતી ... 

અને પછી અનંતને દૂ:ખી દૂ:ખી કરી ચાલી જતી ...  

તે રાત્રે  અમે ત્રણેએ મુંગે મોઢે ચાય પીધી અને, 

 ચૂપચાપ સવાર સુધી અમે ત્રણેય એ ગીત સાંભળતા રહ્યા.... 

 ખામોશ....માહોલ .... 

 તનમન દઝાડતો ગુલાબી ઠંડો પવન ...   

અને આ ગીત ... 



બ્લાસ્ટ :- 

જતાં શિયાળા  અને આવતા ઉનાળા વચ્ચેનો  સમય ગાળો  ... 

આલ્હાદાયક અને "અનંત"અલૌકિક હોય છે.... 

એ વાત જુદી છે કે ક્યારેક એ મૌશમ રંગીન તો ક્યારેક ગમગીન પણ હોય શકે  ..! 

જતી યુવાની અને આવતી પ્રોઢા વસ્થા વચ્ચેનો  સમય ગાળો પણ 

એવોજ હોય છે ..!  

"અનંત"
બ્લાસ્ટ :- 
કાગળનું પણ અજીબ નશીબ હોય છે ...! 

કોઈ કોઈ કાગળ પુસ્તક થઈ નાજુક હાથોમાં તો કોઈ રાત્રે  સુંદર છોકરીનું પડખું સેવે છે .

તો , કોઈ કાગળ  વર્ષો સુધી ઝર્જર્રિત અવસ્થામાં કોઈ કબાટના ખૂણે પડ્યા પડ્યા રૂવે છે . 

"અનંત"

No comments:

Post a Comment