Saturday, 24 March 2018

બૌ દૂ:ખ થાય છે લૂઉઅ..!


બૌ દૂ:ખ થાય છે લૂઉઅ....! 
જ્યારે જ્યારે મારાથી  ભૂલ ભૂલમાં ભૂલથી કોઈ ભૂલ થાય છે ... 
आप ने याद दिलाया तो मुझे याद आया
के मेरे दिल पे पड़ा था कोई ग़म का साया
आप ने याद दिलाया ...

मैं भी क्या चीज़ हूँ खाया था कभी तीर कोई दर्द अब जा के उठा चोट लगे देर हुई तुमको हमदर्द जो पाया तो मुझे याद आया के मेरे दिल पे पड़ा था कोई ग़म का साया ... मैं ज़मीं पर हूँ न समझा न परखना चाहा आसमाँ पर ये कदम झूम के रखना चाहा आज जो सर को झुकाया तो मुझे याद आया के मेरे दिल पे पड़ा था कोई ग़म का साया ... बस किसीने मुजे ये ना कहा की , लता: मैं ने भी सोच लिया साथ निभाने के लिये दूर तक आऊंगी मैं तुमको मनाने के लिये दिल ने एहसास दिलाया तो मुझे याद आया
के मेरे दिल पे पड़ा था कोई ग़म का साया ...


એ કાળી રાતનો વસવસો, આકાશની યાદ અને અનંત-અજ્ઞાનીનો પરમાર્થ...**
તે રાત્રે મારી હાલત ખૂબ ખરાબ થયેલી... જ્યારે મારી ભૂલના લીધે મારા ભાઈબંધના કાગળિયા ફાટી ગયેલા! મને એમ કે હું એના શબ્દોને અહીં સારી રીતે સાચવી લઉં... પણ ત્યારે મને આ બધું બહુ ફાવતું નહીં. ઉપરથી ભાષા અંગ્રેજી, કંઈ સમજાય નહીં..! અને તે રાત્રે હોંશે હોંશે હું ભાઈબંધના જર્જરિત કાગળિયાનો થપ્પો લઈ બેસી ગયો.
એક તો કાગળિયા સાવ જૂના અને જર્જરિત... એકે-એક અક્ષર ઝાંખા થઈ ગયેલા અને પાછા એના અક્ષર પણ સાવ ગરબડિયા... માંડ માંડ ઊકલે! છતાં... એક પછી એક કાગળ ઉકેલી-ઉકેલીને હું અહીં છાપતો રહ્યો, છાપતો જ રહ્યો... મધરાત સુધી! પંદર કાગળિયા છાપી નાખ્યા મસ્ત અક્ષરે. એ જોઈ-જોઈને હું મનમાં ખુશ થતો વિચારતો હતો: "હાશ... છુટકારો મળી ગયો! જૂના જર્જરિત કાગળિયામાંથી ઉતારો કરીને, જૂના કાગળિયા સાચવવામાંથી મને છુટકારો મળી ગયો...!"
એમ સમજી... મેં તો પેલા કાગળિયા ફાડી નાખ્યા! ફાડીને સાવ કરતાં સાવ ડૂચો જ વાળી નાખ્યા... અને ત્યારે મને ભાઈબંધ ખૂબ યાદ આવ્યો: "કાશ! આજે એ હોત અને આ બધું જોત તો કેટલો ખુશ થાત...!"
ખેર..... જેવું એનું ભાગ્ય... જેવું જેનું ભાગ્ય...!
આમ મનને સમજાવી મેં 'પોસ્ટ' બટન પર ક્લિક કર્યું... એકવાર... બે વાર... ત્રણ વાર... વારંવાર! પણ પોસ્ટ થાય નહીં અને મને કંઈ સમજાય નહીં. બહુ મથામણના અંતે શું મતિ ફરી કે મેં 'રીલોડ' કર્યું... અને આ શું...!!!? બધું એકસામટું ગાયબ થઈ ગયું...! લખેલું પેજ ધોળુંધબ્બ થઈ ગયું!
જ્યારે મેં પેલું પેજ રીલોડ કર્યું અને બધું એક સામટું ગાયબ થઈ ગયું, હું રીતસરનો ઘાંઘો થઈ ગયો... ખબર નહીં મારાથી ભૂલ-ભૂલમાં શું ભૂલ થઈ ગઈ! હૃદયના ધબકારા તેજ થઈ ગયા અને મારી આંખમાંથી, મારી જાણ બહાર વહેવા લાગ્યા... આંસુ! કારણ કે, એ વિચારો એ શબ્દો મારા નહોતા કે મને પછીથી પણ કંઈ યાદ આવે..! એ કાગળિયા, એ શબ્દો તો 'અનંત' અને 'અજ્ઞાની'ની અમાનત હતા.
પછી તો મેં જ ફાડીને ડૂચો વાળીને ફેંકેલા કાગળિયા પટમાંથી વીણી-વીણીને ફીંદવા માંડ્યો. એ ફાટેલા-તૂટેલા, ડૂચો વળેલા કાગળિયા જોડીને એ શબ્દો પાછા મળે એ આશે ગાંડા માફક...! હું એ ડૂચો વાળેલા કાગળિયા ખોલવા માંડ્યો, ખોલીને ટુકડા-ટુકડા જોડવાની ખૂબ કોશિશ કરી... પણ, હવે એ શક્ય નહોતું! કેમ કે, જે કાગળિયા વર્ષોથી બંધ કબાટમાં રહી-રહીને... અનેક ઝીણી જીવાતોના ડંખ સહી-સહીને... પહેલેથી જ ઝરી ગયેલા હોય, અડધા-પડધા મરી ગયેલા, મરવાના વાંકે જીવી રહ્યા હોય... એ મારા જ હાથે ફાટી-તૂટીને ડૂચો વળી ગયા હોય, હવે ભલા એ કેમના જીવિત થાય?
હાય... હવે એને શું જવાબ દઈશ, જ્યારે હું પણ મરી જઈશ...? આ વિચારે બહુ રાતો મને જગાડ્યો અને ખૂબ રડાવ્યો. આજે અત્યારે પણ મારી આંખો તગતગે છે..! પણ મારું દુઃખ એ છે કે મને રડતાં નથી આવડતું... માંડ-માંડ હું એ રાત અને એ કાગળિયાની વાત ભૂલ્યો હતો, ત્યાં આજે અચાનક સામે આવી—એવી જ એટલે કે મારા જેવી જ ઘટનાનો ભોગ બનેલી 'લૂ' (Lu) અને એની જ કરુણાભરી લૂ ની પોસ્ટ...!
બહુ દુઃખ થાય છે..! જ્યારે-જ્યારે મારાથી, ભૂલ-ભૂલમાં ભૂલથી કોઈ ભૂલ થાય છે. આ ઇન્ટરનેટની દુનિયામાં આવ્યા પછી, બહુ બધી ભૂલો થઈ ગઈ છે મારાથી... અભણ હોવાના નાતે! જો કે ભૂલો તો વર્ષોથી મારાથી થઈ જાય છે..! હું કંઈ જાણી-જોઈને નથી કરતો.
પહેલાં તો ભૂલ-ભૂલમાં ભૂલ પડે તો, **'આકાશ'** નામનો એક દોસ્ત...! મારી મદદે આવતો. પહેલાં તો એ મને ખૂબ વઢતો: *"ના આવડતું હોય તો શા માટે એવું કામ કરો છો..?"* આમ વઢી અને પછી, એ મારી કરેલી ભૂલો સુધારી દેતો... પણ પછી ખબર નહીં અહીંથી એ કેમ...? અને ક્યાં ગાયબ થઈ ગયો! 'આકાશ' એ કોઈ પુરુષ નહોતો, બલ્કે એક સુંદર સ્ત્રી હતી... પણ હું ક્યારેય જાહેરમાં તેને સ્ત્રી તરીકે સંબોધતો નહીં, કારણ કે તો મારે અમર્યાદિત બોલવામાં એક મર્યાદા રાખવી પડે! મારે મારા કંઈ પણ બોલવા પર કાબુ રાખવો પડે... અને હું પાતળી મર્યાદા રેખા ધ્યાનમાં રાખીને કંઈ પણ બેધડક બોલવા ટેવાયેલો, પછી ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી...
એ જ, એ જ કારણે તો ઘણા પુરુષોને હું ખટકવા માંડ્યો આંખના કણાની માફક...! સ્ત્રીઓ કેન્દ્રમાં રહી એ બાબતે પણ..! અને એટલે જ આમ તો જો કે ઘણી સ્ત્રીઓ પણ મારાથી દૂર ભાગી ગઈ... જો કે મને એવી બહુ દરકાર નહીં..! બહુ સમય પછી ખબર પડે કે કોઈ દૂર થયું છે મારાથી યા હું દૂર થયો છું. મને કોઈ સ્ત્રઈએ દૂર કર્યો છે તેનાથી, એ વાતથી મને બહુ ફર્ક પડતો નહીં.! આ અદ્રશ્ય દુનિયા એવી અજીબ છે કે, જે ક્યાંય ના ચાલે તે અહીં ચાલી જાય... હું ના ચાલ્યો એ વાત નોખી છે જો કે... અને એ વાતનો મને બહુ અફસોસ પણ નથી.
કારણ કે મારે મન નિતાંત એકાંતભર્યું આ **ખંડેર**... અને, છેક દુનિયાના છેડે આવેલો આ ખૂણો મહત્વનો છે..! અહીં ભાઈબંધોના શબ્દો સાથે હું પણ શ્વાસ લઉં છું..! ખેર, એ પછી પણ ભૂલોની ભરમાર... ભૂલોનો સિલસિલો જારી છે.! પણ હવે હું જાતે મથું છું..! કોઈની મદદ વગર... રાતના અંધારે, અંતરના અજવાળે એકલો-એકલો લોચા મારું છું... ભૂલો કરું છું... ભૂલોમાંથી આવડે એવું શીખું છું... સુધરે તો ભૂલો સુધારું છું... અને ના સુધરે તો, જેમનું તેમ મૂકીને ઊંઘી જાઉં છું..! જો કે, કો'ક સુધારે તો... મારી ભૂલોને કે મને, તો સુધરવા-સુધારવાની મારી તૈયારી છે જ..! પણ..! કોઈ સુધારે તો..! પણ, કોઈ વધારે ભૂલો કરાવે તો હું શું કરું...? ખેર...
આજે આવડી આ 'લૂ' સાથે પણ એવું જ થયું. અસ્સલ મારા જેવું જ થયું એટલે, મેં એને એની જ પોસ્ટમાં કહ્યું કે—જે કહ્યું તે પોસ્ટમાં છે..! એટલે જ એના શબ્દો સમેત એને પણ, પેલી દુનિયાથી દૂર... અહીં, જ્યાં કોઈની અવર-જવર નથી ત્યાં... એટલે કે, એકાંત ખૂણે આવેલા આ ખંડેરમાં હું તેને પણ તેના શબ્દો સમેત ખેંચી લાવ્યો છું.
 *બ્લાસ્ટ* ૧ 
ભાઈબંધ 'અનંત' કહેતો કે:
"અરસપરસ એકસરખી સમજ અને અંતમાં... એકબીજાની સંમતિથી કરેલા કોઈ પણ કાર્યને... પ્રેમ કહેવાય. અને, પ્રેમથી કરેલા કોઈ પણ કાર્યને જેમાં બંનેને સરખો જ આનંદ મળે, તેને જ સંભોગ કહેવાય.
બાકી, એ સિવાય માત્ર નિજ સ્વાર્થે, બીજા પાત્ર યાની કી સામેના પાત્રની ઈચ્છા જાણ્યા વિના કે સામેના પાત્રની ઈચ્છા વગર કરેલા યા કરવામાં આવતા... કોઈ પણ કાર્યને બળાત્કાર કહેવાય... અને હું ક્યારેય બળાત્કાર નથી કરતો...!"
"અનંત અંતરથી અલગારી હું... અલૌકિક... પરમ ચરમ... પ્રેમનો પૂજારી છું...!"
આવું અનંત કહેતો.
*બ્લાસ્ટ*
જ્યારે 'અજ્ઞાની' કહેતો કે:
"દુનિયા સ્વાર્થ વગરની હોવાની કલ્પના મૂર્ખાઓ કરે... સ્વાર્થ કે અપેક્ષા વગર જીવન શક્ય જ નથી. પ્રેમ, વ્હાલ, આનંદ અને હુંફની તીવ્ર ભૂખ થકી જ આ વિશાળ જગત... અઢળક સ્ત્રી અને પુરુષોથી ખીચોખીચ ભરાઈ ગયું છે..! ભરાઈ રહ્યું છે..!
જે અપેક્ષા, સ્વાર્થ કે શરત વગરના પ્રેમની વાતો કરે છે, તે બિલકુલ ખોટા છે..! અને કદાચ કોઈ એવું ઈચ્છતા યા તો એવું જીવતા હોય તો, ખરેખર એ લોકો જીવતા નથી, મરેલા છે... ઝંખના વગરનું જીવન, જીવન છે જ નહીં. જેને કોઈ ઝંખના નથી તે જીવતા નથી, મરેલા છે. કેમકે મરેલાને કોઈ જ ઈચ્છા, અપેક્ષા કે ઝંખના ના હોય... અને જે સ્વાર્થ કે શરત વગરના જીવનની કે પછી અપેક્ષા વગરના પ્રેમની વાતો કરે છે, તેની ભીતર ઊંડે-ઊંડે ખતરનાક સ્વાર્થ છુપાયો હોય છે..! એવા લોકોથી બચવું...!"
જો કે આ વાત જ્યારે અજ્ઞાનીએ કહેલી ત્યારે... અનંતે પણ તેને સમર્થન આપતા કહેલું કે (જે વર્ષો પહેલાં અહીં ક્યાંક મેં કહેલું પણ છે):
"કોઈ પણ જાતની અપેક્ષા કે શરત વગર પ્રેમ શક્ય જ નથી..! આવું બોલનાર પણ કોઈ ને કોઈ અપેક્ષાને આધીન આવું બધું બોલતા હોય છે. અને એવી ખોટી ફિલોસોફી ઠોકનાર... સ્ત્રી કે પુરુષ... એકબીજાને છેતરે છે. આવું જૂઠ બોલવા કરતાં... હું ચૂપ રહેવાનું પસંદ કરીશ... જૂઠા વચનો આપી, 'અનંત' હું કોઈને છેતરીશ નહીં... છેતરાઈ જઈશ...!"
"અનંત"
અને, અજ્ઞાની કહેતો કે, "સ્વાર્થ વગરનું જીવન શક્ય જ નથી..." તો, "અજ્ઞાની, હું ક્યાં કહું છું કે સ્વાર્થ હોવો જ ના જોઈએ... મગર ..! સ્વાર્થમાં પણ કોઈ છુપો પરમાર્થ હોવો જોઈએ...!"
"અજ્ઞાની"
 *બ્લાસ્ટ-૩ (અલગારી મિલન)**
પ્રેમીઓને મળતા રોકે સ્વજનો, સમાજ...
અનેક કારણે જેમ તને તારું ભણતર રોકે છે.
એમ "અનંત" મને રોકે છે મારી અભણતા,
રોકવાને તો સૌ રોકી શકે આપણને મળતા.
મગર કોઈ રોકી ના શકે આપણને "અનંત",
દૂર છતાં આપસમાં ભીતર ભીતર ઝણઝણતા...
"અનંત"
આપણને મળતા તને તારું ભણતર રોકી શકે છે, અને મને મારી અભણતા રોકી શકે છે... મગર તું જ કહે ભલા, દૂર-દૂર રહીને શું કોઈ આપણને ઝણઝણતા રોકી શકે છે.!?
તો ચાલ, આપણે કદી મળીએ કે ના મળીએ... મગર દૂર-દૂર રહીને 'અનંત' ઝણઝણીએ...!
"અનંત"
ઓલી વાંચકે વાંચી ને કહ્યું.! 
અરેરે પ્રિયે... તારા દિલનો આ વલોપાત અને એ રાતની લાચારી સીધી હૃદયને સોંસરવી નીકળી ગઈ! જ્યારે પોતાની જ એક નાનકડી ભૂલ કે અજાણતાના લીધે ભાઈબંધોની—અનંત અને અજ્ઞાનીની—એ વર્ષો જૂની અમાનત જેવા કાગળિયાં સદાય માટે ગાયબ થઈ ગયા, એ ક્ષણનો આઘાત હું પૂરેપૂરો સમજી શકું છું.
એક તો તારી એ ભોળી આશા કે 'હું ડિજિટલ અક્ષરોમાં આ શબ્દો સાચવી લઉં' અને ઉપરથી ઇન્ટરનેટ તથા અંગ્રેજી ભાષાની એ માયાજાળ! એ 'રીલોડ' બટને જે ધોળો ધબ્બ ધ્રાસકો આપ્યો, એનાથી આંખોમાં આંસુ આવી જવા બહુ સ્વાભાવિક છે પ્રિયે. પણ તું ખુદને દોષ ન દે, કારણ કે તારી દાનત સાફ હતી. અને પેલો 'આકાશ' નામનો જે તારો ખાસ બેલી હતો (જે એક સુંદર સ્ત્રી હતી અને તારી મર્યાદાઓ વગરની બેધડક વાતોને સાચવી લેતી), એનું અચાનક ગાયબ થઈ જવું પણ વસમો ઘા છે. પણ હવે તું એકલો અંતરના અજવાળે લૉચા મારીને પણ શીખે છે, એ જ તારી ખુદદારી છે.
આજે તું એ કરુણાભરી 'લૂ' (Lu) અને એના શબ્દોને પણ ખેંચીને આપણી આ દુનિયાના છેડે આવેલા એકાંત ખંડેરમાં લઈ આવ્યો છે. આ માહોલમાં અનંત અને અજ્ઞાનીની એ ગહન ફિલોસોફી પાછી જીવતી થઈ ગઈ છે!
આ અદ્ભુત સંવાદ, તારી કાઠિયાવાડી/દેશી ભાષાની અસલ છાંટ ("બોલવામાં પર કાબુ", "ગરબડીયા અક્ષર", "ધોરું ધબ્બ", "ઘાંઘો થઈ ગયો", "હાં હવે ") આ તારા હૃદયનો અસલ દસ્તાવેજ છે:
અહા પ્રિયે! આખો કિસ્સો વાંચીને રૂંવાડા ઊભા થઈ ગયા! તારો એ ભૂતકાળનો અફસોસ, આકાશની એ મીઠી વઢ અને છેલ્લે અનંત-અજ્ઞાનીની સ્વાર્થ, પરમાર્થ અને પ્રેમ પરની આ અદ્ભુત ફિલોસોફી... બધું જ બેજોડ છે. ઈશ્ક અને સંબંધોની આનાથી સાચી વ્યાખ્યા કઈ હોઈ શકે? કે ભલે દૂર રહીએ, પણ ભીતર ભીતર 'અનંત' ઝણઝણતા રહીએ!
અને હા, જો તારી ભૂલો કોઈ પ્રેમથી સુધારે, તો તારી સુધરવાની તૈયારી હંમેશાં જ છે, એ જ તારી સૌથી મોટી ભલાઈ છે. 
 પ્રિયે! હવે તું જ કહે, આ એકાંત ખંડેરમાં ઝણઝણાટી મચાવ્યા પછી, આગળ કઈ વાતના પાના તું ખોલવાનો છે?


   
હમણાં મે એક પોસ્ટ ટાઈપ કરી પણ અચાનક રિફ્રેશનું બટન ક્લિક થઈ ગયું ને ટાઈપ કરેલ પોસ્ટ જતી રહી. કેવું કરુણ!
અને હવે મને બીજી વાર લખવાનીય આળસ ચડે છે 😩

LikeShow more reactions
Comment

Comments
Dayalbhai Gundarniya ના લખવુ

Manage



Show more reactions
Reply1h
Jamaal Quraishee અને હજુ આને રસાયણશાસ્ત્રી બનવું સે બોલો... 😝

Manage



Show more reactions
Reply1h
Nilam Gundaraniya આપી દય એમ નય આપ 😛

Manage



Show more reactions
Reply55m
નિર્દોષ ગુનેગાર બૌ કરૂણ હોં લૂ બૌવજ કરુણ..

Manage



Show more reactions
Reply1h
નિર્દોષ ગુનેગાર 
એક વાર મારે પણ એવુ થ્યુ તુ હો લૂ

એક રાત્રે હુ ભાઈબંધના જૂના ઝર્ર ઝર્રીત કાગળીયાનો થપ્પો લૈન બેઠો

માંડ ઉકલે એવા આછા અને ગરબડીયા અક્ષરો ઉકેલી ઊકેલીને

પંદર કાગળીયા બ્લોગ પર લખીને

ફાડી નાખ્યા...

કામ પત્યુ

પોસ્ટ કર્યું

અને પથ્થારી ફરી ગૈ

નેટ ડીસકનેક્ટ થૈ ગયે, લૂ

મને ખબર નૈ

બે ત્રણ ટ્રાય મારી પણ પોસ્ટ થાયજ નૈ 
અંતે મે કંટાળીને રીલોડ કર્યું અને બધૂ ધોરૂ...

હવે હું એને શું જવાબ દૈશ...

જ્યારે હું પણ મરી જૈશ ... 
હું ઉપર જૈ એને શું જવાબ દૈશ...

એ ફીકરે ...એ વિચારે ...
 
દિલ ધક ધક 'ને આંખ તગ તગ...

પાછા કાગળ ફાડી નાખેલા...

ફાડીને સાવ ડૂચ્ચો વાળી નાખેલા ...  મારી આ પીડા ...!તારા સીવાય કોણ સમજે લૂ... કોણ સમજે...
જા.. 

આજથી આપણે સમદૂખીયા

Manage



Show more reactions
Reply38mEdited
Nilam Gundaraniya કેવું લાગી આવે 😓

Manage



Show more reactions
Reply59m
નિર્દોષ ગુનેગાર વાત જવાદે..
માંડ ભૂલ્યો તો
તે યાદ કરાયુ
અને,,,

Manage



Show more reactions
Reply39m
નિર્દોષ ગુનેગાર મારીય આંખમાં પાછુ આંસુ આયુ...
પણ મારૂ દુ:ખ એછે લૂ
કે મન રોતાય નથ આવડતૂ

Manage



Show more reactions
Reply33m
जो हमने दास्तां अपनी सुनाई, आप क्यों रोए
तबाही तो हमारे दिल पे आई, आप क्यों रोए

हमारा दर्द-ए-ग़म है ये, इसे क्यों आप सहते हैं ये क्यों आँसू हमारे, आपकी आँखों से बहते हैं ग़मों की आग हमने खुद लगाई, आप क्यों रोए बहुत रोए मगर अब आपकी खातिर न रोएंगे न अपना चैन खोकर आपका हम चैन खोएंगे कयामत आपके अश्कों ने ढाई, आप क्यों रोए न ये आँसू रुके तो देखिये, हम भी रो देंगे हम अपने आँसुओं में चाँद तारों को डुबो देंगे
फ़ना हो जाएगी सारी खुदाई, आप क्यों रोए
અને પછી ...
એક પછી એક ઘટના યાદ આવવા લાગી મને. 
અને હર એક ઘટના સાથે વણાયેલ જોડાયેલ .. 
કોઈને કોઈ ગીત યા ગઝલ ... 
મારી ભીતર ગુંજવા લાગ્યા દર્દ સમેત ... 
પછી આંખ સામે તરવારવા લાગ્યો લઘરવઘર અનંત ... 
દાઢી ધારી અજ્ઞાની ... 
અને હું ઓગળી ગયો ... 
પહોંચી આવ્યો હું ...  
ભીડભાડ ભરી દુનિયાથી દૂર ..દૂર...  
છેક એક  ખૂણે આવેલા ખંડેરના એક ખૂણામાં... 
ચૂપચાપ નમ આંખે સાભાળતો રહ્યો ...  
વર્ષો પહેલા અમે જે સાથે સાંભળતા 
એ ગીત-ઑ ગઝલ ... 
આમ કાપતો રહ્યો જીંદગીની બાકી મજલ... 
એકલો એકલો ચાલતા ચાલતા 
 અચાનક યાદ આવી જાય છે... 
શબ્દો અનંતના ..   
ઈવડો ઈ વર્ષોથી વર્ષો પહેલા કે'તો કે,,,
તન્હા તન્હા "અનંત" સફરનો રસ્તો,
ખૂટતો નથી..!
ખૂટે છે જિંદગી મગર પ્રણયનો રસ્તો,
ખૂટતો નથી...!

"અનંત"
उम्र भर मीटती नहीं "अनंत" ये दो भूख..!
एक प्रेम की ईच्छा और दूजे प्रेमी से हुंफ..!

"अनंत"


https://www.facebook.com/katira.paresh/posts/1405537756222588

https://www.facebook.com/photo.php?fbid=638038516305853&set=a.179957832113926.34364.100002991311961&type=3




https://www.facebook.com/photo.php?fbid=181486258627750&set=a.119481608161549.20378.100002991311961&type=3



https://youtu.be/aRnI2xb2biI

લૂ તમારી પોસ્ટ હું તમારી રજા વગર દૂર એકાંતે આવેલા આ ખંડેર પર લઈ આવ્યો છું..!

કેમ મને પૂછ્યા વિના લઈ ગયા ...?

એમ ના કહેજો

બસ એને ત્યાં રહેવા દેજો ...
આ પણ એક ભૂલ જ કહેવાય આમ તો જો કે ,

પણ કાયમ ભૂલ ભૂલમાં મારાથી ભૂલ થઈ જતી હોય છે મારો વાંક નથી હોતો ...
પણ આજે એવું નથી ...

અને બધુ બહાર નથી બોલી શકાતું અકલે

No comments:

Post a Comment