Wednesday, 25 April 2018

Blast in Water..


નિર્દોષ ગુનેગાર shared a photo.
11 hrs
Blast in Water....
બે અર્થમા... 😉😉😉


નિર્દોષ ગુનેગાર is with Pravin Miyaatra and 11 others.
@@@***આમાં બહુ ઊંડું ઉતરવા જેવુ નથી*..... @@@
@@@ ***પછી ડૂબી જાવ તો મારો વાંક નૈ*........@@@
રોજ તો ઘોઘી ઘોઘાનો પગરવ સાંભળતા વેંત દોડી આવતી , પણ આજે...
ઘોઘો ક્યારનો ઘરમાં આવી ફ્રેસ થઈ પોતાની કાયમી બેઠક, જર્ઝરિત સોફા પર બેસી સામે પડેલી ટીપોય પર પગ લંબાવી આંખ બંધ કરી ઘોઘી ની રાહ જોતો હતો....
પણ ઘોઘી આવી નહીં .
અને ઘોઘો પહેલીવાર ઘોઘીના ઘેર જવા ઊભો થયો...
આ પહેલા ઘોઘીનું ઘર પોતાના ઘરથી થોડુજ દૂર હોવા છતાય,
ઘોઘો ક્યારેય ઘોઘીના ઘેર નહોતો ગયો.
ઘોઘાએ ઘોઘીના ઘરનો દરવાજો ખખડાવ્યો ,
ઘોઘા માટે ચાય બનાવી,
ઘોઘાના ઘેર જવા એ હાથમાં ચાયનો કપ લઈ દરવાજા પાસે હજુ પહોચીજ હતી ત્યાં દરવાજો ખખડ્યો .
ઘોઘીએ દરવાજો ખોલ્યો અને સીધી ઘોઘા સાથે અથડાણી ...
હાથમાં રહેલો ચાયનો કપ ઘોઘા પર ઢોળાયો , ઘોઘી ઘાંઘી થઈ ગઈ.
ઘોઘાને ઘેર આવેલો જોઈ ગાંડી ગાંડી થઈ ગઈ.
ઘોઘાના સર્ટ સોસરવી ચાય ઘોઘાની છાતી પર ઢોળાતા,
ઘોઘો ઉહકારા કરતો બે આંગળી વડે સર્ટને છાતીથી છેટો કરવા લાગ્યો. પછી એજ ચીલા ચાલુ ઘટના ,
ઘોઘી ઘોઘાના સર્ટ ના બટન જટ જટ ખોલવા લાગી , અને ઘોઘાને સર્ટ ઉતારી નાખવા કહ્યું ,
ઘોઘાએ સર્ટ ઉતારી નાખ્યો .
ઘોઘીએ ઘોઘાનો ચાય વાળો સર્ટ પાણીમાં પલાળી નાખ્યો.
પછી ઘોઘાની છાતી પર ઉડેલા ચાઈના છાંટા લજવાતા લજવાતા પોતાની ઓઢણી વડે લૂછયા...
અને ઘોઘાને સોફા પર બેસાડી કહ્યું તું બેસ ટીવી જો ત્યાં હું બીજી ચાઇ બનાવી લાવું .
ઘોઘીએ રસોડામાં જતાં જતાં ટીવી ચાલુ કર્યું .
ટીવી ચાલુ થતાં જ તેણે ભિખારીને જોયો ,
જે કહી રહ્યો હતો , આપનો મત મને આપી વિજઈ બનાવો ....
એકવાર મને તમારી સેવા કરવાનો મોકો આપો.
ઘોઘાએ બૂમ મારી ઘોઘી એ ઘોઘી આ જોતો તારા ઘરમાં કોઈ ભિખારી આવ્યું છે.
ઘોઘી દોડતી આવી દરવાજા તરફ જવા લાગી .... ઘોઘાએ હાથ પકડી ઊભી રાખી કહ્યું. અક્કલ
વગરની પૂરું સાંભળ્યા વિના દરવાજા તરફ ના દોડ દરવાજે આવવાને વાર છે...
મે તને એમ કહ્યું હતું કે તારા ઘરમાં કોઈ ભિખારી આવ્યું છે.
આમ જો આ ટીવી તરફ. ઘોઘી એ ટીવી તરફ જોયું ત્યાતો પેલા ભીખુ ભાઈ ગાયબ થઈ ગયા .
ઘોઘી કહે ક્યાં છે ભિખારી ? ટીવીમાં તો મસ્ત ગીત વાગે છે.
ઘોઘો કહે એ ફરી આવશે . વારંવાર આવે છે. જા તું ચાય લેતી આવ,
પછી આપણે સાથે બેસી એમનું મનોરંજન કરીશું.
ઘોઘી રસોડામાં ચાય લેવા ગઈ ...
બે કપ ચાય લઈને આવી, બન્ને કપ ઘોઘાને પકડાવ્યા.
ઘોઘો કહે કેમ બે કપ મને આપ્યા ?
ઘોઘાની બાજુમાં સાવ અડીને બેસી ઘોઘી બોલી બેઉ તારા માટે નથી.....
તો ? શું બીજો પેલા ભિખારી માટે છે ?
ના હવે બીજો કપ મારા માટે છે ! લાવ મને !
કપ લઈ ઘોઘી ઘોઘો બન્ને ચાયની ચૂસ્કી મારવા લાગ્યા.
ત્યાં જ ફરી પેલો ભિખારી પ્રગટ થયો , અને ઘોઘો ઘોઘીને કહે જો ! જો ! ઘોઘી આવી ગયો,
હું નોતો કેતો એ દર પાંચ વર્ષે વારંવાર આવે છે. બે હાથ જોડે છે ને ભીખ માંગે છે.
અરે પણ આતો કોઈ નેતા છે શું યાર તું પણ તને આ ભિખારી લાગે છે. ઘોઘીએ ઘોઘાને
સમજાવતા કહ્યું અને પૂછ્યું પણ . ઘોઘો કહે એ બધુ તો ઠીક છે ઘોઘી પણ તું ગાળો બોલતા
ક્યારથી શીખી ગઈ ?
ગાળ !!! ગાળ ક્યાં બોલી હું ! ઘોઘી એ આશ્ચર્ય પૂર્વક ઘોઘાને પૂછ્યું.
ઘોઘી ઘોઘાનો વયંગ સમજી નહીં.
ઘોઘાએ કહ્યું , હાસ્તો ગાળ નહીં તો બીજું શું . આ સદીની સૌથી મોટી ગાળ એટલે નેતા ,
ઘોઘી મો પર હાથ આડો દઈ હસતાં હસતાં બોલી. કોઈને નો કેતા ...
ઘોઘો કહે નૈ કૌ બસ.. ઘોઘી કહે બસ.
ઘોઘા એક વાત પૂછું ? પૂછ ને એક શું એનેક પૂછ !
આજે તો મને તારા હાથની બનાવેલી ચાય ચયડી છે.
પૂછ જે પૂછવું હોય તે બેધડક પૂછ. ઘોઘી જાણતી હતી ઘોઘો બહુ ઓછું બોલે છે,
અને બોલે ત્યારે કઈક જુદુજ બોલે છે. અને ઇ બોલે ત્યારે કઈકની બોલતી બંધ થઈ જાય છે,
ઘોઘાને બોલાવવો અઘરો છે , પણ આજે ઘણા દિવસે લાગમાં ને મૂડમાં આવ્યો છે,, તો
મોકો ગુમાવવા જેવો નથી , મનોમન આમ વિચારી ઘોઘી બોલી...
ઘોઘીએ પૂછ્યું ઘોઘા તને રાજનીતિમાં રસ ખરો ? ઘોઘી હું તને ગંદી નાલીનો કીડો લાગુ છું ?
ઘોઘી કહે કેમ કીડો !!!?
એમાં કીડા હોવાની વાત જ ક્યાં આવી .
કેમ તો પછી તું મને ગંદકીમાં રસ છેકે નહીં એવું પૂછે છે.
ઘોઘી કહે ભૂલ થઈ ગઈ હવે નહીં પૂછું બસ...!
આતો એટલે પૂછ્યું કે..
મે તારા મોઢે ક્યારેય રાજકારણ ની ચર્ચા કે વાત નથી સાંભળી એટલે !
ઘોઘી એક જનમ વધુ લેવો પડશે તારે ...
કેમ ? ઘોઘીએ પૂછ્યું , ઘોઘાએ કહ્યું મને સમજવા....
કેમ ?
કેમકે કેટલાય સમયથી પાડોશમાં રહેવા છતાં ! તું એ નથી જાણતી કે હું ચીલા ચાલુ વાતો કે
ચર્ચા કદી નથી કરતો , જે વાતો જે ચર્ચા આમ, ગામ આખું કરતું હોય , તે મને ના ફાવે,..
અને ચાપલૂસી તો બિલકુલ નહીં , કેમ !? ઘોઘી વચ્ચેજ બોલી .
હું જાણું છું ઘોઘા તું જટ દઈને કોઈના પ્રભાવમાં પણ નથી આવતો.
અને બકવાસ તો તને બિલકુલ પસંદ નથી !
સૌથી અલગ બોલવું અલગ વિચારવું એ તારો આગવો મિજાજ છે એમજ ને ...!
આવતા ભવનું કેન્સલ હવે તારે બીજો જનમ નૈ લેવો પડે ....!!
કેમ ? ઘોઘીએ પૂછ્યું , કેમ શું તું સમજી ગઈ તે ...
ઓહ .... હાં... સારું સારું પણ તું કઈક મનોરંજન લેવાની વાત કરતો હતોને ...
લે બોલ ... ખરી છે તું પણ ...!
એજ તો કરીયે છીયે આપણે અત્યારે ....
ઓહ..! અચ્છા સાલું મને સમજાતું નથી કે ....
તું ક્યારે કોનુ , કોનામાથી મનોરંજન શોધી લે , ક્યારે કોનું મનોરંજન કરીનાખે છે, કોનામથી ક્યારે
તું મૂંગું મનોરંજન લઈ લે છે. મને નથી સમજાતું....
હાં હવે એ તો ક્યારેક ખુદ પણ કોઈનું મનો રંજન થઈ જઇયે.... બસ સૌ ખુશ રહેવા જોઇયે હે કે નૈ !
હાં હવે !
જો ઘોઘી હવે આ ગીત પતશે ને પછી પેલો ભિખારી આવશે,
અને એ ચીલા ચાલુ ચવાઈ ગયેલા ભિખારી છાપ સંવાદ બોલશે, એ સંવાદ બોલે પછી કઈક વધુ મનોરંજન કરીયે ...
ખરો છે તું પણ , ભિખારી હોય તો એ તો એવાજ રાબેતા મુજબના સંવાદ જ બોલે ને ..
ઘોઘી બોલી.
ગીત પૂરું થયું . પેલો ભિખારી આવ્યો એજ અસ્સલ ભિખારી જેવા સંવાદ.
જેમ માંગણ બોલે ..
ઑ માઈ બાપ હમ ભૂખે કો રોટી દે દે. ગરીબ હે કુછ રૂપિયા દો રૂપિયા દેદે ભગવાન તેરા ભલા કરેગા ...
ઘોઘા થોડો ફર્ક છે હો બાવામાં ને આવામાં કે નૈ !
અચ્છા... ઘોઘો લહેકાથી બોલ્યો , કહે જોઈ શું ફર્ક છે.
ઘોઘીએ કહ્યું ફર્ક એછે કે બાવો ભીખ માંગીને એમ બોલે છે , ભગવાન તેરા ભલા કરેગા જ્યારે
આવા ટીવી વાળા ભિખારી એમ બોલે છે , મને મત આપો મને વિજઈ બનાવો બાપ....
મને એક સેવાનો મોકો આપો ...
ઘોઘાએ ઘોઘી ની પીઠ થાબડી વાહ ઘોઘી તારું નિરીક્ષણ ગજબ છે યાર ...
તે ભૂલ શોધી લીધી હો બાકી. “આ તો ખુદ ખુદા થઈ જાય છે.” નૈ..!
પણ અસ્સલ એ જે કઈ પણ બોલે મને તો કઈક આવું સંભળાય છે ...
કેવું ? ઘોઘીએ ઘોઘાને પૂછ્યું .
ઑ માઈ બાપ હમ પાંચ સાલસે ખાતે આયે હે, ફિરભી હમ ભૂખે હે,
તું બસ આપના ઈક વોટ દે દે બાકી પેસે તો ફીર હમ ખુદહી બના લેંગે...
બસ એક વોટ દે દે ફીર તેરા તું જાને ,, ભાઇ તું કૌન , ઔર મે કૌન...
ઘોઘી જોરદાર હસી પડી ....
ઘોઘો બોલ્યો જો મે નોતું કહ્યું મનોરંજન થશે ! થયું ને ?
હા .. ભઇ હાં ખરેખર મોજ આવી ગઈ આજ તો ...
તો પછી...!
ઘોઘી બોલી સાલ્લાઓ કેવા ઉલ્લુ બનાવે છે નૈ ...! જાણે પ્રજાને મૂર્ખ સમજે છે. હે કે નૈ ?
હાસ્તો એવું જ છે ઘોઘી ..! એવું જ છે...!
બાકી જેને ખરેખર સેવાજ કરવી હોય એને આમ જાહેરમાં જ્યા ત્યા હાથ,મો ,ફેલાવી ,ફુલાવી,
વોટની ભીખ માંગવાની ક્યાં જરૂર રહે છે.
અગર સેવા જ કરવવી હોય તો ચૂપ ચાપ થઈ જ શકે છે,
જેને ખરેખર સેવા જ કરવી છે એને ઢંઢેરો પીટવાની જરૂર જ નથી પડતી ઘોઘી..! ઘોઘો બોલ્યો.
સેવા કરે તો સેવા ખુદ બોલે, એને બોલવાની જરૂર જ ના પડે !
કરોડોનો ધૂવાણો કરી કરીને પછી પણ એક એક મત માટે આમ ભિખારી વેડા કરવા કરતાં...
એ રૂપિયા નો ઉપિયોગ લોક હિત ના કામમાં કરે તો....
વગર પ્રચાર કર્યે , વગર ભીખ માંગે મત મળી જ જાય , કેમકે કામ ખુદ બોલે અને જે વાસ્તવમાં
થાય તે તો આંધળા પણ અનુભવી જ શકે ને ,?
બાકી કાલ્પનિક વાતો કરવાથી કશું જ ના વળે.
"સેવા કરનાર ને કેવાની જરૂર જ ક્યાં રહે છે."
બાકી તો ચૂંટણી પૂરી થયા પછી એમાંના પોસ્ટરોના લીરે લીરા ઊડી જતાં હોય છે...
અને આ વેવલા લોકો પોતેજ પોતાના પોસ્ટરમાં જેટલા રૂપિયા ખર્ચે છે ,
એટલા રૂપિયામાથી કેટલાય નાગડા પૂગડા બાળકોના તન ઢંકાઈ જાય ....
સાચી વાત છે તારી હોં ઘોઘા ....
ઘોઘા હવે તું મને રાજનીતિમાં આવનાર લોકો વિષે કઈક કહીશ ....?
બિલકુલ ! બોલ શું કહું ?
એજ કે લોકો કેમ રાજનીતીમાં આવે છે શું ખરેખર સેવા જ કે પછી....
("જો ઘોઘી જૂનાગઢનાં મનેન્દ્ર ભાઈ મશરૂ જેવા સાફ સેવાના ભેખધારી વ્યક્તિને બાદ કરતાં ..")
રાજ નીતિમાં આવનાર એક મહા લાલચ લઈને આવે છે.
કેમકે આ એકજ એવું ક્ષેત્ર છે. જેમાં સતા હાથમાં આવતા મનમાની થઈ શકે....
“રાજ નીતિમાં આવનાર ટૂંક સમયમાં રોડપતિ માથી કરોડ પતી થઈ જાય છે."
"ફૂટ પાથના લારીવાળા પણ આલીશાન બંગલા ને ગાડી વાળા થઈ જાય છે."
ઘોઘા હજુ એક પ્રશ્ન કરું ?
હાં ..હાં.. તું તારે આજ તો ચાય વસૂલ કરી જ નાખ ....
આજ તો તારા ઘેર બેસીને પીધી છે તેથી ચડી છે પણ સરખી કર વસૂલ તું તારે....!
ઘોઘીને ખબર છે આ, બંદો કોઈ દિ' બહુ બોલતો નથી આજ સરખો લાગમાં આવ્યો છે તો લાભ
લઇજ લેવાદે.
ઘોઘીએ ઘોઘાને પૂછ્યું ઘોઘા નેતા કેવો હોવો જોઇયે ?
જો ઘોઘી તું ફરી ગાળ બોલી...
આટલું કહી પછી ઘોઘાએ જવાબ આપ્યો બસ એ ગાળ જેવો ગંદો ના હોવો જોઇયે ...
"ગળા ફાડી ફાડીને ભાષણ કરીને દિમાગમાં છવાઈ જવા કરતાં ચૂપ ચાપ પ્રજાની મુશ્કેલીઓ દૂર કરી ને પ્રજાના હ્રદયમાં છવાઈ જાય એવો ! નેતા નહીં “સુકાની” હોવો જોઇયે..."
પ્રજા જે નેતાને ચૂંટે છે.!
એ નેતા પ્રજાને લૂંટે છે.!
ઘોઘા હજુ એક પ્રશ્ન ! શું આ લોકો ભાષણ વખતે એક બીજા સામે વાણી વિલાસ કરે છે. એ ખરેખર સાચું જ હોય છે કે પછી.....
નૌટંકી ઘોઘી નૌટંકી બહારથી અલગ અલગ લાગતાં અંદરથી સૌ એકજ હોય છે...
જાહેરમાં એક બીજા પર આક્ષેપ બાજી કરી લીધા પછી. બધા સાથે બેસી પ્રજાને મૂર્ખ બનાવ્યાની
ચર્ચા સાથે મહેફિલો કરતાં હોય છે.. ! જાણે પ્રજાની મશ્કરી...
એ લોકો પ્રજાને મૂર્ખ સમજે છે ! “જો કે છે પણ ખરી“
કેમકે કોઈ લાભા લાભ વિના, અને એ લોકોની અસલિયતની જાણ વિના,
એમના વિષે જાણે પોતે મોટા જાણકાર હોય એમ ચીતર્યા કરે છે.
“જેના પર જેનો જેવો પ્રભાવ “
એવું થોડું હોય ઘોઘા ! ઘણાને એના વિષે એની જ ઈચ્છા મુજબ લખવાના કે બોલવાના બે ટંકનો રોટલા પણ મળતા હોય એવું ના બને...
અરે બે ટંકના હોય કાઇ ! સીધું પડે તો આજીવન ન્યાલ થઈ જાય .....
એ સિવાય પણ એના વતી પ્રચાર કરનાર ને દારૂ બંધીની હિમાયત કરનાર ખુદ દારૂમાં સ્નાન પાન કરાવતા હોય છે....
અને ઘણાને તો ફક્ત એ વ્યક્તિની નજરમાં છવાઈ જવાના અભરખા પણ હોય છે.
એટલે તે કોઈ એકાદ ગમતી વ્યક્તિ જ "માત્ર" ની વાતો મૂર્ખ માફક કર્યા કરે છે,
પછી પરિણામ ધાર્યું ના આવે ને મો છુપાવવાની જગ્યા શોધે .... !
અને આવેતોય ક્યાં પેલો એને જગન કરાવી આલવાનો છે.
પણ ભઈ તોય કોય સપનામાં રાચતા હોય તો આપણે શું હે ....?
પણ એ બહારથી અલગ ને અંદરો અંદર એક પ્રજાને મૂર્ખ સમજતા એ હિન કક્ષા ના લોકોને ખબર
નથી કે ઘણા આપણાં જેવા પણ છે , જે ખૂણામાં બેસી એમનું મનોરંજન કરી લેતા હોય છે....!
હવે ઘોઘાની આંખમાં નીંદર જોઈ ડરતા ડરતા ઘોઘીયે ઘોઘાને પૂછ્યું ઘોઘા બસ હવે એક અંતિમ
સવાલનો જવાબ આપીશ....
ના ...! ના ! બિલકુલ નહીં ચાય નો નશો ઉતરી ગયો હવે એક પણ પ્રશ્ન નહીં !
મને નીંદર આવે છે.........
પ્લીઝ ઘોઘા... પ્લીઝ પ્લીઝ પ્લીઝ બસ એકજ પ્રશ્ન પછી એકેય પ્રશ્ન નહીં પૂછું બસ..!
એક પ્રશ્ન નો જવાબ આપી દે નહીં તો મને જાગરણ થશે....
ઘોઘીને જાગરણ ના થાય માટે ઘેરાતી આંખે ઘોઘો બોલ્યો પૂછી નાખ ચાલ હવે.....
ઘોઘી સોફા પર સટાક દઈને ઊભી થઈ ગઈ અને હાથની મુઠ્ઠીનું માઇક બનાવી જોરથી બોલી....
શ્રીમાન ઘોઘાજી જરા મને એ કહેશો કે સતા પર આવવા માટે આ લોકો કઈ હદ સુધી જઇ સકે છે.?
ઘેરાતી આંખે ઘોઘાએ જવાબ આપ્યો સિમ્પ...લ ઘોઘી સિમ્પ..લ....
એમ નહીં...! એમ નહીં .. ઘોઘાનો હાથ પકડી ઊભો કરતાં ઘોઘી બોલી ઘોઘા ઊભો થા અને આ
આપણાં સોફા સ્ટેજ પર ઊભો રહીને જવાબ આપ ...
આંખો ચોરતા ચોરતા ઘોઘો બોલ્યો શું યાર ઘોઘી તું પણ એક તો મને નીંદર આવે છે ,
ને બીજું અહી અડધી રાત્રે તારો કે મારો અવાજ સાંભળનારું છે પણ કોણ !
તે તું આમ મુઠ્ઠીનું માઇક બનાવી સોફા સ્ટેજ પર ચડી ચીલ્લાય છે, 'ને મને પણ મજબૂર કરે છે ...
અરે ઘોઘા રાત પડી છે તો સવાર પણ પડશે જ ને ...!
ઘોઘો બોલતો રહે છે ને ઘોઘીએ એને હાથ પકડી સોફા સ્ટેજ પર ઊભો રાખી દીધો ...
ફરી ઘોઘીએ મુઠ્ઠીનું માઇક મો પાસે રાખી એજ અંતિમ પ્રશ્ન દોહરાવ્યો...
હાં તો બોલો શ્રીમાન ઘોઘાજી જરા મને એ કહેશો કે સતા પર આવવા માટે આ લોકો,
કઈ હદ સુધી જઇ શકે છે ?
ઘોઘીએ પોતાનો પ્રશ્ન પૂરો કરી પોતાના હાથનું મુઠ્ઠી માઇક ઘોઘાના મો આગળ ધરી દીધું....
ઘોઘો :- તો સાંભળ ઘોઘી દસ વીસ ટકા એમના જ આળતીયા મળતીયા લોકો સિવાય ...
આ દેશના હિન્દુ, મુસલમા કે ઈતર કોમને રાજનીતિ કે ધર્મનીઓ લડાઈમાં કોઈજ દિલચસ્પી નથી હોતી.
એ બધાજ લોકો ફક્ત ને ફક્ત આપસમાં પ્રેમ , શાંતિ અને ભાઈચારો જ ઝંખે છે.
પણ આ હિન કક્ષાના કહેવાતા નેતાઓ પોત પોતાનો સ્વાર્થ સાધવા.....
ચોરી , લૂંટ, દંગા ફસાદ અને ખૂન આ બધુ જ પોતાની જરૂરિયાત મુજબ....
એ દશ વિશ ટકા એમના જ આળતીયા મળતીયા લોકો પાસે કરાવે છે.
પછી એ લોકોને આ નેતાઓજ પકડાવે છે ,
અને જરૂર પડ્યે જ્યારે એનો ઉપિયોગ કરવાનો હોય....
ત્યારે એ ચોર, લૂંટારા, દંગાકારી અને ખૂનીઓને પણ....!
આ રાજ નૈતિક નહીં બલ્કે રાજ અનૈતિક લોકો જ છોડાવે છે ....
આટલું બોલી ઘોઘો સોફા પર જ ફસડાઈ ગયો.....
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
અજ્ઞાનીના જૂના બ્લાસ્ટ :_
પરિણામ આવ્યા પહેલા કોઈ પણના પ્રભાવમાં આવી કઈ પણ બોલવું નરી મૂર્ખતા છે....
પરિણામ બાદ પણ ધાર્યા મુજબનું પરિણામ ના આવે એવું પણ બને ....
કોઈ પણ બાબતમાં દોઢ ડાહ્યા થઈ ખી ખી ખી ખિખિયાટા કરીને કોઈ પણ વિષે જ્યોતિષ બની આગાહી કરનાર ....
કોઈ પણ વ્યક્તિના ના પ્રભાવમાં આવી ઊછળી ઉછળીને કોઈ એક વિષે પણ અનુમાન કરનાર માથી કોઈ એક ને તો મો છુપાવાનો વખત અચૂક આવી શકે છે ...
એ લોકો તો બે શરમ બે આબરૂ જ હોય છે. તેથી એમને કશુજ ગુમાવાનું નથી હોતું ....
સદીઓથી ચાલતો ચૂંટણી નામનો આ બધો તમાસો ચૂપ ચાપ જોયા કરવામાં મજા છે.
બહુ ગંભીર નહીં થવાનું . બહુ ગંભીરતાથી નહીં લેવાનું....
એ લોકો એજ કરે છે....
અગર જો એ લોકોની વાતમાં વચનમાં જરા પણ સત્ય કે તથ્ય હોત તો....
ફરી ફરીને નવા નવા વચનો ની લહાણી ના કરવી પડે....
એવું પણ બને કે.....
ધાર્યા મુજબનું પરિણામ ના આવે ....
અને એવું પણ બને કે....
ધાર્યા મુજબનું પરિણામ આવ્યા પછી પણ....!
ધાર્યા મુજબનું પરિણામ ના આવે....
ये आजका सच है ...
कलकी मुझे खबर नहीं.
कलकी मुझे फिकर नहीं.
"अज्ञानी"
क्यों अनुमान लगाए तू..!
जबकि पलकी तुजे खबर नहीं.....
"अज्ञानी" जूठ अटल अचल है !
और सच पल पल बदलता है !
"अज्ञानी"
LikeShow more reactions
Comment
4 Comments
Comments
4y
LikeShow more reactions
Pravin Miyaatra "સદીઓથી ચાલતો ચૂંટણી નામનો આ બધો તમાસો ચૂપ ચાપ જોયા કરવામાં મજા છે. " " DURJANO NI DURJANTA, SAJJANO NI NIRBALTA NE AABHARI CHHE" GIVE YOUR VOTE....BADHAJ AGAR KHARAB CHHE TO JE OCHHA KHARAB CHHE TENE AAPO 
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર હાં Pravin Miyatra ઇ તો ઝખ્ખ મરાવીને આપવીજ પડશે ભીખ.... કેમકે ભીખ આપવી આપણો જન્મ સિધ્ધ અધિકાર છે . અને માંગવી એમનો...

પણ આપણાં અધિકારનો એ લોકો ખૂબ દૂર ઉપિયોગ કરતાં આવ્યા છે , કરે છે, અને કરશે જ.. ! 


વર્ના એ લોકો જે કરોડોનો ખર્ચ ખુદના પ્રચાર માટે કરે છે , એ રૂપિયા અગર હર એક ધારા સભ્યને આપી એમને હુકમ કરે કે જાવો છૂટ થી વાપરો ... 

પ્રજાને શું શું તકલીફ છે , એ જાણી ને દૂર કરો, ખાડા વાળા રોડ રસ્તા , ગંદકી પાણી , વીજળીની જે કઈ પણ પ્રજાને સમસ્યા હોય તે રાતો રાત દૂર કરો..... 

જેમ મારા થોડી વાર આવવા માત્ર થી તમે રાતો રાત રસ્તા સાફ સુફ કરો છો , ખાડા દૂર કરો છો ! બસ એ રીતે બધુ કામ રાતો રાત પ્રજા માટે કરો ... 

પછી ગળા ફાડવાની જરીરત જ નહીં પડે ....! 

અને ચૂપ ચાપ ચૂંટાઈ જઈશું .... 

અગર આવો હુકમ એ કરે તો પૈસા વસૂલ બાકી તો સૌ જાણે જ છે હે કે ને પ્રવીણ કે 

" પ્રજા જેને ચૂંટે , એ પ્રજાને ચૂંથે..... "
Manage
3yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર ले बोल ! Kaushik Savariya ....  << >>  આમાં તમે ઘણું કહી દીધું.... 
Manage
1y
LikeShow more reactions

No comments:

Post a Comment