Friday, 27 July 2018

કોઈ ઉલેચી લાવ્યું

"અનંત" ના ઝર્ઝરિત કાગળિયા, અને જીવન ઝરમર. કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 'ને હું કહું છું કે...

સંઘર્ષમય ખૂબ કષ્ટદાયક, મને એ દિવસો કપરા યાદ આવે છે.
દિવસો એ મજબૂરી ને મજદૂરીના એક સામટા યાદ આવે છે... 
કે આ ચોમાસે ચોમાસે મને મારા ભાઈબંની  દશા યાદ આવે છે..... 

જ્યારે દુનિયાના લોકો વરસાદમાં ન્હાતા  ... 
ત્યારે ભાઈબંધ ખૂણામાં પરસેવે પલળતો ... 

જ્યારે દોસ્તો ભીંજાતા ભીંજાતા હસતાં  ..... 
ત્યારે ભાઈબંધ ભીની આંખે અંદર અંદર રળતો .... 

અને જ્યારે એક દિવસ ઈશ્વરે એની સામે જોયું .... 

ત્યારે .... 

આનંદ વિભોર થઈ એ વરસાદમાં ન્હાતો તો ... 
ને ન્હાતા ન્હાતા ગીત આ ગાતો તો...

@@@@@@@@@@@@@@@@@

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

પ્રથમ આકાશેથી આગ વરશે છે. 
સુરજ કાળઝાળ વરશે છે.
ને પછી વરસાદ અનરાધાર વરશે છે.

પ્રથમ આગ બાદ ભીની ભીની ટાઢ વરસે છે. 
કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

ક્યાક ઝરમર ઝરમર તો ક્યાક ધોધમાર વરસે છે. 
આભમાંથી ધરતીનો લીલોછંમ શણગાર વર્ષે છે.

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

 કષ્ટ દાઈ સફરમાં  દૂ:ખને પણ હું સુખ કહું  છું. 
વ્યથાઓ  છુપાવી હર હાલમાં હું ખુશ રહું છું. 

દિવસ રાત જોયા વિના તનતોડ જે મહેનત કરું છું. 
અઢળક પીડા સહેતુ શરીર , છતાય તંદુરસ્ત રહું છું . 

કેમ ના રહું હું ખુશ તંદુરત..!?

પરસેવો મારા શરીરમાથી અથાગ વરસે છે. 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

માનવી પોતાનું ફોડી લે છે. ઈશ્વર મૂંગા પ્રાણીનું વિચારે છે.    
તરસ્યા મૂંગા પ્રાણી અને આ તરસી ધરતી જ્યારે પુકારે છે. 

ત્યારે આખે આખું આકાશ વરશે છે.... 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

અનંત અલૌકિક આ મૌસમ જ કઈ એવું છે,
આ મૌસમમાં કોઈ દૂ:ખ અનુભવે તો કોઈ સુખ. 

કોઈ પ્રિતમના સંગમાં ભીંજાય  આ વરસાદમાં... 
તો કોઈ વિરહણિની પ્રિતમના વિરહમાં આંખ વરસે છે..

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

અંગારની માફક ક્યારેક ક્યારેક જેમ ઠંડો બરફ દઝાડે છે. 
આ વરસાદનું પણ અસસ્લ એવું જ એપણ આગ લડાગે છે 

ઝરમર ઝરમર આ મૌસમની ભીની ભીની માદક સુવાસ.... 
કોઈના હૈયાને આપે ઠંડક તો કોઈના હ્રદયને દઝાડે છે. 

ભુલાઈ ગયેલી અનેક ઘટના એક સામટી યાદ અપાવે છે.
આ મૌસમ બધે બધા સાથે એક સરખું ક્યાં ભઈસાબ ! વરતે છે. ? 

છે આ મૌસમ ની અસર કઈ એવિ ...

સાવ અમસ્તો અમસ્તો કોઈને કોઈ પર પ્યાર વરસે છે. 
તો અમસ્તી અમસ્તી કોઇની ચોધાર આંખ વરસે છે.   

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

જો કે લાગે છે અમસ્તું , પણ સાવ એવું નથી હોતું.  
કારણ નવું કે યુગો જૂનું પણ હોય શકે.! સમજે જો તું. 

કારણ વિના કોઈ પર કોઈને નથી ઉભરાતો પ્રેમ. 
અને વિના કારણ વિના દૂ:ખે તો કોઈ નથી રોતું.  

જ્યારે જ્યારે સવાલ તપે છે ત્યારે ત્યારે જવાબ વરસે છે.  

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

હ્રદયમાં વેદના આંખમાં ખારા આંસુ ને શરીર જેના પરસેવે નીતરે છે. 
“અનંત” સોના માફક એનું શરીર ચમકે છે ને ફૂલ માફક ચહેરો નીખરે છે. 

ખારા ખારા આંસુ અને એવાજ ખારા પરસેવા વર્ષાવ્યા પછી. 

“અનંત” આ જીવન આકાશમાં પણ ..!

એક દિ'અમ્રુત વરસે છે અમિધાર વરસે છે. 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 
પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

"અનંત" આમ તો વરસાદ આશીર્વાદ છે નિશ્ચિત ... 
કિન્તુ આ પણ એટલુજ સત્ય છે...

એ વરસી અનરાધાર ... 
ને તાણી જાય ઘરબાર...

લાગે એવું ત્યારે કે જાણે આભમાથી શ્રાપ વર્ષે છે... 
સમજવું ત્યારે માનવીની જ કોઈ ભૂલ કોઈ પાપ વર્ષે છે ....  

બ્લાષ્ટ:- 
“અનંત” જ્યારે ચો તરફ દૂ:ખનાં કાળા વાદળ ઘેરાય ... 
ત્યારે સમજવું કે હવે સુખનો વરસાદ થવાની તૈયારી છે. 

બ્લાસ્ટ:-  એવં પ્રાર્થના અનંતની.

અનંત” મહેનતકશ શરીર પર કદિ કોઈ બીમારીની નજર ના પડે.  
હે ઈશ્વર....તું મોત દે તો એવું દેજે કે જિંદગીને પણ ખબર ના પડે.  

"અનંત"






હા.! આ જ છે એનું ઝર્ઝરિત સાહિત્ય જેનું હું જીવની જેમ જતન કરું છું .હા.! આ જ છે એનું ઝર્ઝરિત સાહિત્ય જેનું હું જીવની જેમ જતન કરું છું .
ખોટું નથી બોલતો કાઇ ... 

જો આ રહ્યો બોલતો 

પુરાવો...ખોટું નથી બોલતો કાઇ ... જો આ રહ્યો બોલતો પુરાવો...
Comments
Darshna Suraj bhai bandh na shabd ma thi mausam nu satya varse che!
Manage

3y
LikeShow more reactions
See Translation
Kaushik Savariya ATI SUNDAR...............
Manage

3y
LikeShow more reactions
See Translation
3y
LikeShow more reactions
Pravin Miyaatra old is gold...new is silver!
Manage

3y
LikeShow more reactions
Namrata Katira ભુલાઈ ગયેલી અનેક ઘટના એક સામટી યાદ અપાવે છે. આ મૌસમ બધે બધા સાથે એક સરખું ક્યાં ભઈસાબ ! વરતે છે. ?
Manage

3y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra ... ) તો પછી ...! આટલે જ તો... 
Manage

3y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Namrata જી... 

તે શું ઈવડો ઇ મરી ગ્યો ... સાચું કે તો તો... 


આ જોને અમારે ત્યાં ઝરમર ઝરમર ને તમારે ત્યાં ધોધમાર.... 

Manage

3y
LikeShow more reactions
Namrata Katira કારણ વિના કોઈ પર કોઈને નથી ઉભરાતો પ્રેમ. અને વિના કારણ વિના દૂ:ખે તો કોઈ નથી રોતું. જ્યારે જ્યારે સવાલ તપે છે ત્યારે ત્યારે જવાબ વરસે છે.
Manage

3y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર n.k  હાસ્તો ...  ઈવડો ઇ સાચુજ કે તો તો ... એવું જ હોય છે .... 
Manage

3y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Namrata Katiraile હાસ્તો .. ઈવડો ઇ સાચુજ કે તો તો ... એવું જ હોય છે ....
Manage

3y
LikeShow more reactions
Pravin Miyaatra અનંત નુ સર્જન આ જે પણ એટલુ જ પ઼સ્તુત છે..
આજ માટે જ એણે લખેલુ છે એવુ અનુભુત થાય છે..વાહ

Manage

3y
LikeShow more reactions
Kunjal Pradip Chhaya #Kabat Katira ane Kunjal na papa 

Junu vadhu Janitu lagva lage kyarek.. juni yado bahu songi lagva lage kyarek.. #kunjkalrav

Manage

3y
LikeShow more reactions
See Translation
નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra પવલા ......................

ભાઈબંધ "અનંત"નું બધુ એવું જ હોય છે..... 

હોય છે વર્ષો જૂનું પણ તોય નવા જેવુ જ હોય છે.... 

શું થાય,,,,,, 

Manage

3y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Kunjal Pradip Chhaya હ અ એટલેજ તો હું એ મમળાવું છું ... ! જૂની વાતો જૂની યાદો ....
Manage

2y
LikeShow more reactions
Comments
Kunjal Pradip Chhaya Happy GuruPoornima
Manage



LikeShow more reactions
Reply1h
નિર્દોષ ગુનેહગાર પુર્ણીમા તો હેપી જ હોયજ , ગુરુ વિષે હું કાય જાણતો નથ। .
Manage



LikeShow more reactions
Reply1h
નિર્દોષ ગુનેહગાર બૌ ઊંડે ઊંડે ગ્યા તા ?
જબરું ઉલેચી લાવ્યા

Manage



LikeShow more reactions
Reply27m
Kunjal Pradip Chhaya ઘણાં વખતે જઈ આવી જૂના ખંડેરે
Manage



LikeShow more reactions
Reply26m
નિર્દોષ ગુનેહગાર હું કાયજ બોલીશ નૈ
!
!

!
!
!
મને બોલતાય નથ આવડતું 
ને,

Manage



LikeShow more reactions
Reply30m


LikeShow more reactions
Reply26m
નિર્દોષ ગુનેહગાર તમે બોલો તમને કોણ રોકે છે 
તમને તો બોલતાંય આવડે છે 
ને,
Manage



LikeShow more reactions
Reply24m



3 years ago

Pravin Miyaatra old is gold...new is silver!
July 30, 2014 at 2:55pm · Unlike · 1
જો પવલા તને સાવ કરતાં સાવ સાચું કૈ દઉં છું આજે આ વર્ષો પહેલા ની ઘટના કે રચના મને, ફેસબુકે યાદ નથી કરાવી ... ,પણ,
આ ચારેકોર વરસી રહેલા ધોધમાર વરસાદે ....
મારા દિમાગી આકાશમાં વિઝળી જેવો જબકારો કર્યો અને, એ વીજળીના જબકારે .....
મને આજે ભાઈબંધની વર્ષો પહેલા લખેલી જૂની ઘટના અને રચના બંને યાદ કરાવ્યા ...
અનંતના જ લખેલા એક જૂના મુક્તક સાથે તારા કહ્યા મુજબ old is gold..
તને મને સૌને અને આખાયે જગતને
બહારથી 'ને ભીતરથી ભીંજવે છે
આસપાસ ચોપાસ નીતરે છે.
કે એકધારું આકાશ નીતરે છે.
"અનંત" ઈશ્વરનો પ્રેમ નીતરે છે.
'ને માનવનો વિશ્વાસ નીતરે છે.
"અનંત"

સંઘર્ષમય ખૂબ કષ્ટદાયક, મને એ દિવસો કપરા યાદ આવે છે.
દિવસો એ મજબૂરી ને મજદૂરીના એક સામટા યાદ આવે છે... 
કે આ ચોમાસે ચોમાસે મને મારા ભાઈબંની  દશા યાદ આવે છે..... 

...
Continue Reading
4 years ago

ભાઈ બંધ એને કેવાય જેના ઘરમાં જઈને પ્રેમથી મગજમારી કરી શકાય .... 
Ashoksinh Vala યાર મૌજ આવી ગઈ ... 
જોકે આ બધુ ત્યાં જ લખવાનો હતો પણ વળી મને વિચાર આવ્યો કે તમારે જગ્યા નો બૌ અભાવ છે.
તમે પાછા ઓલી સેલી ને બ્રિટી ખરાને .... 
પણ આપણે એવું કાય નૈ ઝૂક્બર્કે સસ્તામાં ભરપૂર જગ્યા આલી છે ...
થોડી અમથી ભરાણી છે , ઘણી બધી હજુ સાવ કરતાં સાવ ખાલી છે....
તેથી થયું ક્યાં યાર તમારી દીવાલ ચીતરવી...
તોય મે તો તમને પૂછ્યું પણ તમે ...
કદાચ તમે ‘હા’ કે ‘ના’ કહેવા હાજર ના હો ...!
અને આવો ત્યારે કદાચ હું ના હોવ... તો....
તો મને એમ થાય છે હું દલાતારવાડી થઈ જઉં ...? ને તમે વાડી ને રીંગણાં..  .
ભૈ તો બીજું શું કરું .. .. હું પૂછું ને તમે હાજર ના હો તો જવાબ શું આપશો રીંગણાં..
ચાલો તો હું દલાતારવાડી ને તમે.... ::D  
તો.........
હું તમારા જેવુ તે દિ વિચારીશ જે દિ ઝૂકબર્ક જગ્યાનું ભાડું વસૂલવાનું ચાલુ કરશે... 
અત્યારે તો વિશાળ જગ્યા માત્ર 127 માં એક માહિનો ભાડે આલે છે , ચાલે છે.. !...
ઈવાડા ઇ એલ L .K ના કરે તો કાઇ નૈ નળતા તો નથી ને... !
તમે કહ્યું એવું L.K વાળું હું ક્યારેય વિચારતો નથી...!
સન્માન ના થાય તો ના કરું કિન્તુ પ્રથમ ઘરમાં બોલાવી પછી કોઈનું અપમાન
કરવાની મને આદત નથી ....!
હાં નડતર હોય કે જગ્યાનું ભાડું લાગતું હોય તો ચોક્કસ ઘર ખાલી કરાવું... 
અને હાં ભૂલમાં કોઈ અંગ પ્રદર્શન કરતી સ્ત્રી ઘરમાં ઘૂસી ગઈ હોય તો ...
( ભૈ પુરુષ છું છેતરાઈ પણ જવાય ક્યારેક... 
પણ જ્યારે મને જાણ થાય કે આતો શરીરની સોદાગર છે...!
તો પણ હું ચૂપચાપ ઢંઢેરો પીટયા વિના બા ઈજ્જત કામ પાર પાડી દઉં .... 
અને એવું મે કર્યું પણ છે કોઈને ખબર પડી... ?
અને ક્યારેક કોઈકમાં સાચું સાંભળવાની ....
સહન શક્તિનો અભાવ હોય તો મનેય ગાયબ કરી નાખે .... 
કરતાય હોય... પણ અહિયાં કોને એવિ ખબર પડે છે ... !
તો શું ફેર પડે ...! બૌ બૌ તો બે દિ ફેર ચડે... 
પણ દુનિયા થોડી લૂંટાય જવાની હે....!! : )
આ તો ભૈ જાદુ નગરી જેવુ છે....  જેવી જેની સહન શક્તિ.... 
એ ભાઈબંધ..... દે ...દે....દે..દે... દે તાલી.... 
હવે કોઈ વીંજણો તો હલાવો બૌ ગરમી થાય સે.....
ભૈ મનેય ખબર છે..... આવું ઉનાળામાં કહેવાનું હોય .... 
ભાઈ હવે તો વીંજણા વીંજવાનું બંધ કરો...
વરસાદ પછી ટાઢોળું થઈ ગયું છે ...
યાર ટાઈઢ વાય છે ... આ તબિયત સંબંધી ...
ભઈ પેલા કેતા ભૂલી ગ્યો તો... તો એડિટ કર્યું એમાં જોવાનું શું હોય, અડિટમાં .... 
પછી શરદી થઈ જાય તો... છીંક નો આવે... 
મે ઊંબાળિયું...ઉપાડયું....  :D:D..હ..હ..હ...હ.....................અ... 
હું બૌ રડું છું .. મને બીક લાગી ગઈ છે .. કાલ હવારે મારુ શું થાશે....     :
Comments
Ashoksinh Vala વાહ પરેશભાઇ ભેરુ તમે તો જમાવટ કયરી હો કે
Manage

4y

LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Ashoksinh Vala....  

હાચેકા....કે ? !..  


તો પછી મારા આ મહિનાના 127 રૂપિયા વસૂલ...!  

ભાઈબંધ મારુ તો કામ જ એ છે ... ! 

રોજ રોજ મોજ કરો ને કરાવો ....! 

બોલ્યું, ચાલ્યું, બાઝ્યુ, , દાઝ્યુ , ઉકળ્યું , ઠર્યું .... આ બધુ જ હાઇરે આવશે....  

બાકી હન્ધુય આઈનું આઈ રૈ જવાનું તો પછી હું લેવા જલ્સા નો કરવા હું એમ કૌ છું .

Manage

4y

LikeShow more reactions
Ashoksinh Vala તમારી વીરમાં વીટેલી પાંચશેરી... વાહ વાહ જલસુળી...
Manage

4y

LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Ashoksinh Vala ... 

ભાઈબંધ જી કોથરામાં સાંભળ્યુ હતું ... 


આ વિરમાં પહેલી વાર સાંભળ્યુ .  

ખૈર ... 

હવે મનની માલિપા કાઇ નથી સાવ ખાલીખંમ છે ખંખેર્યા પછી ... જલસૂળી ... 
Manage

3y

LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Ashoksinh Vala લ્યા ભાઈબંધ ર્રાઇટ એક વર્ષ બાદ ..... >
>
>

>
>
>
>
>
>
>
>
>
>
>
>
આ ઊંબાડિયું યાની તમારા કહેવા મુજબ વીરમાં વીટેલી પાંચશેરી... "

લાગે બાગે લોહીની ધાર મારા ઉપર વાંક નૈ ....  

કેમકે આ માયા નગરી ફેસબુક માયા છે .... 
આજે ફરી એજ આ ઘટના મારી સામે લાયા છે...  
જલસુળી...
જલસુળી...
જલસુળી...  
Manage

3yEdited

LikeShow more reactions
6 years ago

જાહેર મંદી ......!
****************
બજાર સુમસામ છે.
જાણે ખાલી ગામ છે.
ના.. રે...!
કરફ્યુ બરફયૂ કાય નથી .
ગામ માણસ વિના ભેંકાર.છે !
વેપારી ગ્રાહક વિના બેકાર છે !
રસ્તાના આ છેડે ઉભી, ઉભી બજારે છેક સામે છેડે જો
સામે છેડે જો એક પણ માણસ દેખાય તો મને ફટ્ટ કહેજો
રસ્તાની આ બાજુ
રસ્તાની પેલી બાજુ
કે પછી રસ્તાની વચ્ચોવચ્ચ
મન ફાવે ન્યા
તમને ગમે ત્યાં
વાહન પાર્ક કરો.
તો પણ !
કોઈ તમને રોકશે નહીં.
કોઈ તમને ટોકશે નહીં.
ના...યાર ના...!
પોલીસ પણ હડતાળ પર નથી....!
ના તો કાયદો બદલાયો છે ...!
મંદીમાં બસ હાલત બદલાઈ ગઈ છે...!
પોલીસ નથી પબ્લિક નથી.
અકસ્માતની બીક નથી.
જોરદાર પવન વાય છે.
વેપારીઓ હવા ખાય છે.
ગજવા સૌના ખાલી છે
તહેવાર જેવું ક્યાં કાય દેખાય છે ?
તહેવાર ટાંકાણે મંદી છે.
'ને બજાર સાવ ઠંડી છે.
દૂઉઉઉ ર। .. દૂઉઉઉઉ ર…..!
માંડ કોઈ એકલ દોકલ માણસ દેખાય છે.
ગામડું દેખાતું નથી.
બસ ખાલી.. લોકલ માણસ દેખાય છે.
આ બધી મેઘાની મહેરબાની છે

દિવસો વીતતા જાય છે
મેઘો હજુ પણ વર્ષ્યો નથી...!
ખોટે ખોટું પણ આ વખતે
મેઘો હજુ ગર્જ્યો નથી...!
લાગે છે આવખતે મેઘો
સાતમ પહેલા ....!
ટાઢી સાતમનામૂડમાં છે.!

આ સ્થિતિનો સામનો પણ...!
કેવળ પ્રજાને જ કરવો પડશે....!
બાકી સફેદ ટોપી ઢીલી ધોતી તો એ...ય...ને મોજમાં.
લે.....!
કેમ વળી એ તો આવી રાહ જોઈને જ બેઠા હોય છે.
ક્યાક કઈ રાહત આપવાનું થાય.
'ને તેમાથી થોડી એમને પણ મળે.
લ્યા એ...ય.....!
કેમ કઈ હમજ્યા નઈ ???
એ તો કટકી.....
રાબેતા મુજબ.
ખૈર। ....
જોઇયે ઈશ્વર કોની તરફ જુવે છે હે ને ?
6 years ago

"અનંત" અગર જો તને લગીરે મારુ સામે,જોવું ના પસંદ હોય. તો,
તો તું તારી આંખો બંધ કરીદે..! હું આપો આપ અલોપ થઈ જઈશ.
******************************************************
"અનંત"
એણે પછી પેલીને ખીજાઈને કહેલું કે,
વઢે છે શું જ્યારે ને ત્યારે તું મને ... !
અગર મારી સામે જોવું પસંદ ના હોય તને ...!
તો તુજ તારી આંખો બંધ કર ને ..!
"અનંત" આપોઆપ અલોપ થઈ જશે ..!
"અનંત"
જો કે પછી તો એ સાચેજ ! સાચો સાચ અલોપ થઈ ગયો ...
અને પેલીનુય કાય સરનામું નથી...
"અનંત"ના કાગળના.
અસ્થિ પિંજર અસ્ત વ્યસ્ત છે.
મળશે તો આગળ વધશે નહીં તો........?
Comments
Pravin Miyaatra ......aana pahela nu pan ek baki chhe!!
Manage

6y

નિર્દોષ ગુનેહગાર જી'' માર્યા ઠાર.... 

"અપી" તો.. તો....તો.... 

મારે અસ્થિ પિજર ભેગા કરવા પડશે "અનંત"ના 
એના અસ્ત વ્યત કાગળ મારે ફીંદવા પડશે. 
તો પછી જવાબ મળે ત્યારે જ કહું .... ? ચાલશે ને ???

Manage

6y

નિર્દોષ ગુનેહગાર જી'' Pravin Miyatra ભાઈ બંધ તારી વાત સાચી કે આના પહેલાનું પણ બાકી છે... પણ ખરેખર સાચું કહું છું . તું એક વાર મને મળ હું તને બતાવું સાલું બધુ અસ્ત વ્યસ્ત મારે ગળે વળગાળી ગયો છે. બધુ જ અધૂરું પધુરું એક રચના અલગ અલગ રીતે દસ જગ્યાએ લખેલી હોય . પહેલો કાગળ ઉપર તો બીજો છેક સાવ નીચે કા અધ વચ્ચે નીકળે.. અને એ પણ મળે તો મળે નહીં તો ના પણ મળે... તે દિ ઉત્સાહમાં આવી લખી તો નાખ્યું પણ એ પછી આગળ શું એ કાગળ ના મળ્યો .. તારે એ કાગળિયા નો થપ્પો જોવો હોય તો અહી જ જોવા મળશે .. રૂબરૂ મળીએ ત્યારની વાત ત્યારે હાલ એ અહી જ ક્યાક નીચે જ હશે જરા શોધી લેજે તને વિશ્વાસ આવી જશે .... સાચું કહું છું ખોટું નથી બોલતો.. !

એ તો ક્યારેક જ બોલું છું...

Manage

6y


6y

નિર્દોષ ગુનેહગાર જી" "કુંજી" તમે યાર ગુજરાતીનું ટ્યુશન રખાવી લ્યોને મારી પાસે... શા માટે બધા ભેગા મળી મારી પરીક્ષા લ્યો છો. મને અંગેજી નથી આવડતું .. પરાણે પરાણે વાંચું છું ને અડધું પડધું સમજાય છે નથી સમજાતું. હવે હું અંગ્રેજીમાં જવાબ નહીં આપું...
Manage

6y

નિર્દોષ ગુનેહગાર જી'' k.p ચીટર .. સુધારીને વાંચવું ....!
Manage

6y

Shyam Goswami દુનિયા સારી છે તો દુનિયા લુટી લાવ
ફૂલ સારા છે . તો તેની ફોરમ લુટી લાવ
આવી વૃતિ ના માનવી ને દુનિયા ની સુદરતા ગુમાવી છે

પ્રેમ અને સ્નેહ આજે દુશ્મન છે એક બીજા ના
શાંતિ થી જીવનાર આજે આંખ નીચોવી ને જીવે છે


Manage

6y

See Translation
Ashoksinh Vala યાર પરેશભાઇ આપનાં શબ્દો શાંત ખળખળ વહેતાં જરણાં માફક હોય છે... બસ માણતાં જ રહીએ...

Manage

6y

See Translation
નિર્દોષ ગુનેહગાર જી''Ashoksinh Vala એ તો વ્હાલા ઈશ્વરની કૃપા ...
Manage

5y

નિર્દોષ ગુનેહગાર અંતિમ પંચાલ ... તો,,, તો,,તો,,,, 

લે, હમણાં સુધી યાદ હતો ... 


તો શું કરવું નો જવાબ . 

ને હમણાજ પાછો ભૂલી ગ્યો...
Manage

3y

નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra અલ્યા આય બાકી જ હતું ... 

એવું તો કેટલુય અધૂરું છે , જે આ ભવમાં કદાચ પૂરું નૈ થાય... 


આ પણ ક્યાં આ ભવનું છે.... 

આ તો..,,,,,

Manage

3y

નિર્દોષ ગુનેહગાર Ashoksinh Vala... બૌ વરહ પછી આ પણ ! ફેસબુકે સામે રાખ્યું છે ભાઈબંધ ... 

આપ કહો છો કે "યાર પરેશભાઇ આપનાં શબ્દો શાંત ખળખળ વહેતાં જરણાં માફક હોય છે... બસ માણતાં જ રહીએ.." 


તો ચોઇખવટ કરી દૌ ભાઈબંધ કે આ શાંત ખળખળ વહેતાં જરણાં માફક વહેતા શબ્દો "ભાઈ બધ "અનંતના છે... આપ સૌ બસ માણતાં જ રહો છે .."... 

એ જાણીને મને બૌ મજા આવે છે ....

બાકી મારા શબ્દો ભાઈબંધના શબ્દો માફક ખળખળ વહેતા ઝરણા જેવા નથી હોતા .... 

બલ્કે કોઈના દિલો દિમાગમાં ખળભળાટ કરે એવા ચોક્કસ હોય છે ..... 

અને કદાચ એટલે જ......, . .   ...........  ..........
Manage

3y

No comments:

Post a Comment