Tuesday, 7 August 2018

અરસ પરસ પાણીને પાણીની તરસ

વર્ષો પહેલા ..
એક નાનકડા પથ્થરને ઠોકર મારતો મારતો ....
જીવનમાં અનેકની અનેક ઠોકરે ચડેલો અનંત ....
ઢળતી સંધ્યાએ ...
સૂમસાન રસ્તે એકલો અટુલો ટહેલવા નીકળેલો ..
ઝરમર ઝરમર વરસાદી ભીની ભીની મૌસમ હતી ...
અને અચાનક, અનંતના ચરણ થંભી ગયા ...
ખળખળ વહેતી નદિ કને,
અને,,,
ત્યાર પછી અનંતે આ રચના લખી હતી ....
એવું અનંતે મને, જ્યારે અમે,
મધરાત્રે ખંડેરમાં મળ્યા ત્યારે કહ્યું હતું ...
વર્ષો પહેલા....
.
બસ આટલી જ કવિતા....
એક સાગર એક સરિતા.....
@@@@@@@@@......
આ બેઉ મને અતિ પ્યારી....
એક કલ કલ વહેતી નદિ ....
‘ને બીજી ખીલ ખીલ હસતી નારી....
આ નદી અને નારી બેઉ મને અતિ પ્યારી....
નારીમાં નદિ, અને નદિ માં નારી મને ભાસે ....
સાવ અમસ્તી અમમસ્તી તો ,
નદી જતી નથી સાગરની પાસે.......
હાં આ નદી સાવ અમસ્તી અમસ્તી તો નથી જ !
જતી સાગર પાસે...!
કલ કલ હસતી.'
હસતી રમતી .
સાગર ભણી
આ નદિ ધસમસતી.....
સાવ અંમસ્તી તો નથીજ જતી...!
હશે પાણી ને પણ કઈ પાણી ની તરસ જેવુ....!
તને પણ જો ને..! સમજાઈ છે તરત કેવું કેવું...!!!
“અનંત” જો ! ભીતર પણ ઉછળે છે પાણી જોઈ પાણીને....
પાણી પાણી થઈ, બસ આમજ મળે છે હર કોઈ પાણીને...
પ્રકૃતિની પૂર્ણતા સમજવા શું આટલું જ કાફી નથી કે...???
"અનંત” આટલું સમજાય બહુ થયું, શું જરૂર આથી વધુ જાણીને....
બન્ને એક બીજાને મળે...
બન્ને એક બીજામાં ભળે ...
જેમ એક નર નારીમાં ...
જેમ એક નારી નરમાં ...
પ્રિયે બસ તું આટલું સમજ !
બૌ ઊંડા વિચાર કરમાં...
પાણીમાં જેમ પાણી ભળે ...
એમ એકમેકમાં આપણે ભળી જઇયે ...
મોતીમાં દોરાની માફક પરોવાઈ જઇયે,
એક બીજામાં ખોવાઈ જઇયે ...
ચાલ પાણીમાં પાણીની માફક,
આપણે પણ એક બીજામાં ભળી જઇયે ...
ડૂબી જઇયે ડૂબીને તરી જઇયે...
ખોવાઈ જઇયે,ખોવાઈને મળી જઇયે..
જેમ સાગરમાં સરિતા ...
ઓળઘોળ થઈ જાય ....
એક બીજામાં ...
બસ એમજ આપણે ..
હું પ્રેમ સાગર અને તું પ્રેમ સરિતા .....
બસ આપણીયે આટલી જ કવિતા .... !
હું "અનંત" સાગર અને તું સરિતા .....
“અનંત” પાણીમાં લાગેલી આગ અંતે પાણીથી જ બુજાય છે...!
કે આખરે પાણીની પ્યાસ પણ પાણીથી જ..! છીપાય છે ...
બસ, મને પણ આટલુંક જ !
જર્રાક અમથું જ સમજાય છે....!
કે, બધુ જ અસર પરસ હોય છે...!
એમાં ક્યાં નવી નવાય છે... ???
((((((((((((((((((((((((((((((((((!))))))))))))))))))))))))))))))))
“અનંત”

*બ્લાસ્ટ*
"अनंत" ये जीवन और कुछ नहीं है 
बस एक बूंद पानी की कहानी 
है  ....
Comments
Riya Vaidya wow........ati sunder....
Manage
5y
LikeShow more reactions
Pravin Miyaatra હશે પાણી ને પણ કઈ પાણી ની તરસ જેવુ....! 
તમને પણ જો ને..! સમજાઈ છે તરત કેવું કેવું...!!! (vah anant!!)
Manage
5y
LikeShow more reactions
See Translation
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર દોસ્ત આકાશ.... 

કવિતા તો કવિતા જ હોય છે ....! 


જેને જેવી અનુભૂતિ તેની તેવી અભિવ્યક્તિ ....  

આવું મારો દોસ્ત "અનંત" કહેતો .... 
Manage
5yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર प्यारे... तुजे किसीने बहोत दुभाया हे... रुलाया हे....
तू अगर ऐसा कहे तो इसमें तेरा नहीं हालत का कुशुर हे.... 


थोडा सब्र कर वक्त का इन्तजार कर ... 
फिर बातो बातो में बात बदल जायेगी.....
Manage
5y
LikeShow more reactions
Kaushik Savariya Sahi kaha Pareshbhai ne Rafikbhai fir bato me Baat badal jayegi aur gar Baat Na badli to Tum to jarur badal jayega....
Manage
5y
LikeShow more reactions
Kaushik Savariya Kam se kam yaad kar Lena us vakt kyo ki hamara tajurba hai tab koi yaad karne layak nahi bachta......hahaha
Manage
5y
LikeShow more reactions
Kaushik Savariya Just kidding Rafikbhai jub vo apke jivan me ayegi to sayad thodi jimmedari badhegi apki par uske ane se Jo naye riste banenge Jo parivar badhega vo ahesas ke age vo jimmedari chhoti lagne lagegi...
Manage
5y
LikeShow more reactions
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya & Rafik Kazi............
Manage
5y
LikeShow more reactions
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર ઑ ભગતડા આકાશી તેજપુંજ તેજ ...! પૂંજ ...! પાણી તેજ..! પૂંજ...! તને આમાં પણ કઈ નહીં સમજાય ...  

પ્રવીણ સમજી ગયો ....  


અગર "અનંત" હયાત હોત ... તો શું જવાબ આપત ખબર છે..... ???

મને તો ખબર નથી આતો એક વાત થાય છે ....  

બાકી મને જ્યાં સુધી એની આ રચના સમજાઈ છે ત્યા સુધી આ પૃથ્વી 

આખીય પાણીમાં છે ....ફરી "અનંત"ના જ શબ્દો અગર તને સમજાય 

તો ....! તોજ હો ..! પરાણે નૈ ...  

તો આગળ "અનંતે" લખ્યું હતું કે.... !

પાણીથીજ જીવન ટકી રહ્યું .. બની રહ્યું ... 

કોઈ બુંદ બુંદ.... કોઈ ઘૂંટ ઘૂંટ ..

બુંદ બુંદ સે બને સાગર.. ફીર સાગરસે બુંદ બુંદ ....! 

હવે છેલ્લે તારી વાત નો જવાબ હું આપું તો એટલો જ આપું કે ....

ફળને ભૂખ, ધરતીને અન્ન , ને સૂરજને આગ...! આવી બધી મને કઈ ખબર ના પડે કિન્તુ પાણી ને પાણીની તરસ માં ખબર પડે ... હોં...  

તો સમજાય તો સમજી ને સ્વીકાર જે ...! 

પાણી ને પાણી ની તરસ લાગે જ છે.... 

નહીં તો ઝરણું અમસ્તું નદીમાં ના પડતું મેલે.... 

ને સાવ અમસ્તી કાઇ નદી ના સાગર તરફ ભાગે... 

કે ફરી સાગર બુંદ બુંદ બની ઉપર ના ચડે .... 

ને પછી કદિ ઝરમર ઝરમર તો કદિ ધોધમાર ... 

વર્ષી ને પાછું (નદીમાં જ..! ) યાને પાણી પાણીમાં ના મળે .....! 

શું યાર મગજ ની પથારી ફેરવે છે તુય તે...   
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Kunjal જી...ઇ....ઇ....ઇ...ઇ...ઇ..ઈ....ઇ......ઇ તમે......!!!!
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Kunjal ચેષ્ટા .... ઘણું કહી જાય છે....! 

તોય ઓલા ભગત ને આ જગતની વાત ક્યાં સમજાય છે.... 
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર એલા પણ ગુજરાતી માં કહો તો સરખું સમજાય આમ ઓચિંતું પરીવર્તન ના કરો.... ભાષામાં.... 
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Kunjal જી.... 

તમને વાતો "અનંત" ની ઈલ્મી લાગે છે ... 

કેટલાય ને તો ઇ જુલ્મી લાગે છે.... 
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર તો તમને કોણ કહે છે વારે વારે બદલો.... 

બસ હવે ના બદલતા..  
Manage
4y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર ઇ મને કાઇ નો સમજાય મને સીધું ને સરળ હોય ઇ એવું હોય સમજોને કે પાણી પાણી થઈ જવાય કે પછી પાણી ની તરસ જેવુ 

અરસ પરસ સરસ સરળ હોય તો જરા જટ સમજાય ..... 


દાંત શું કાઢો છો.. 

શરમાતા નથી... 
Manage
4yEdited

વર્ષો પહેલા પ્રેમના નશામાં ચકચૂર થઇ ભરપૂર જીવતો, જાગતો અનંત
કહેતો કે,
પ્રેમ નો નશો શરાબથી કામ નથી હોતો !
પ્રેમ એક કેફ ....
@@@@@@@@@@@@@@@@@
મહોબતની અસર, અનેરી અસર હોય છે.
ડૂબી જવાય, ગહેરી ગહેરી અસર હોય છે.
અનુભવે અનુભવે, અનુભવ અલગ અલગ,
થાય છે ,હરેક વખતે અદકેરી અસર હોય છે.
હાં! અદભૂત અલૌકિક સોનેરી અસર હોય છે.
નશો જ છે, કસુંબાના કેફ કેરી અસર હોય છે.
જેને મળે મિલન મધુર, તેને અમ્રુત લાગે છે.
ના મળે તે કહે ભઈ ખૂબ ઝેરી અસર હોય છે.
“અનંત” તરસ સતત વધે છે, કેમકે આ પ્રેમ છે.
અને પ્રેમમાં પણ મૃગ જળ કેરી અસર હોય છે.
“અનંત”
બ્લાસ્ટ:-
સબંધો એવા પણ હોય છે , જેમાં બંધન નથી હોતા.
અને ઘણા સંબંધો માત્ર ને માત્ર એક બંધન હોય છે.
જેમાં જાતે બંધાવા નું મન થાય, અને જેમાં બંધાઈને,
પણ મોક્ષની અનુભૂતિ થાય એ ખરો પ્રેમ સબંધ હોય છે.
"અજ્ઞાની"
Comments
Riya Vaidya wah......wah.......kya baat hai pareshji.......bahot khub......
Manage
5y
LikeShow more reactions
Show more reactions

No comments:

Post a Comment