Wednesday, 14 November 2018

અનંત પ્રેમ ના દર્દ ની દવા પણ પ્રેમ

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતને 

 પુછ્યા વગર પરણી ગયેલી ચહીતી 

વર્ષો બાદ માવતરે આંટો દેવા આવી હતી. 

છમ્મ છમ્મ છમ્મ ઝાંઝરનો ઝનકાર 

અનંત ના કાને અથડાયો... 

અને પીડા સમેત અનંત ભીતર ભીતર હરખાયો... 

પેલી ઉપર રહેતી હતી. 

જુનો મહોલ્લો હતો પગથિયા લાકડાના હતાં 

પેલી જ્યારે પણ નીચે આવવા ઉતરતી હોય 

ત્યારે તેની ઝાંઝરી ના છમ છમ અવાજથી,

અનંત ને ખબર પડી જતી કે પેલી નીચે આવી રહી છે. 

એટલે અનંત દોડતો બહાર આવતો અને પછી.? 

પ્રેમ આનંદ અને  ધીંગા મસ્તી..! 

વર્ષો બાદ માવતરે આંટો દેવા આવેલી 

અનંતની ચહીતી નીચે એની 

સહેલીને મળવા ઉતરી હતી. 

બંને સખી મળી એકબીજાને ગલે લાગી. 

નીચે આવતા છેલ્લા પગથીયે બેસી વાતે વળગી, 

એક બીજાના ખબર અંતર પૂછી રહી હતી, 

ઝાંઝરનો અવાજ સાંભળી પીડા સમેત 

ભીતર થી ઝણઝણતો અનંત બહાર આવ્યો. 

ત્યારે બે પરવા અનંતે કદાચ તેનાથી દુભાયેલા 

અનંતે તેના ખબર અંતર પુછવાની પણ.! 

દરકાર કરી નહીં અને હંમેશની માફક દરવાજા પાસેના 

લાકડા ના પીલોરને અઢેલીને ચુપચાપ 

અવળો ઉભો રહી ગયો... 

આ એજ મહોલ્લાની તસવીર છે..! 

જ્યાં હવે અનંત ઊભેલો  નથી દેખાતો 

તસવીરમા દેખાય છે.? તે, એજ પીલોર છે.

પેલી બંને માથી એકેય ને ખબર નથી કે 

અનંત અંદરથી બહાર આવીને 

આદત મુજબ પીલોરને અઢેલીને ઉભો રહી ગયો છે. 

બંને સખી વાતોમાં મશગુલ છે. 

પેલી તેની સખીને અનંતના હાલચાલ પુછે છે. 

સખી કહે છે, પાગલ છે સાવ પાગલ... 

તારા ગયા પછી ખુબ ઉદાસ રહેતો હતો. 

આખો દિવસ તને જે ગીતો સંભળાવતો 

એજ ગીતો વગાડતો ને ગાતો રહેતો. 

અંદરથી સાવ તુટી ગયો હતો, 

પણ પાછો થોડા સમય માં 

પેલા ફીનીક્ષ પક્ષીની જેમ 

રાખમાંથી બેઠો થઈ ગયો છે. 

હવે પાછો પોતાની મૌજમા 

નીજ મસ્તીમા ખોવાઈ ગયો છે. 

અનંતની વાત પુરી કરી સખીએ પેલીને કહ્યું, 

એ તો બધુ ઠીક પણ તારે કેમનુ છે.? 

અનંતની એ પુર્વ ચહીતીએ કહ્યું 

ઠીક છે, પણ યાર થાકી ગઈ છું.

સખીએ પુછ્યું શેનાથી થાકી ગઈ છે.? 

પેલીએ કહ્યું યાર જવાબદારી થી થાકી ગઈ છું 

ત્યારે પેલી ચહીતીની સખીએ હસતા હસતા પેલીને 

ગાલ પર ચુંટીયો ખણતા કહ્યું, 

પ્રેમથી થી તો નહીં જ થાકી હોય, 

પેલીએ ઉદાસ સ્વરે કહ્યું 

ક્યારેક ક્યારેક પ્રેમથી પણ થાકી જવાય છે. 

આ સાંભળી ખુણે લાકડા ના પીલોરને 

અઢેલીને અવળા ઊભેલા અનંતે 

પાછુ ફરીને પેલીની સખી કે પોતાની ચહીતી સામે

જોયા વીનાજ કહ્યું. 

જવાબદારી થી નહીં.! 

અને પ્રેમથી હરગિઝ કદિ થાક નથીજ લાગતો.! 

મગર હાં જીવનમાં જોઈતા અને જીવવા માટે 

સખત જરૂરી એવા પ્રેમની કમી ના કારણે, 

થાકી જવાતું હોય છે.! 

બંને સખી ઓચીંતો અનંત નો અવાજ સાંભળીને 

ચોંકી ઉઠી અને અનંત તરફ નજર કરી, 

પણ અનંત તો અવળુ ફરીને લાકડા ના પીલોરના ટેકે 

પીઠ અઢેલીને ઊભો હતો એમજ ઊભો રહ્યો. 

એક ક્ષણ પણ પાછુ ફરીને જોયા વીનાજ 

અનંત બબડતો હતો. 

જવાબદારી થી કદાચ થાકી પણ જવાય...

મગર પ્રેમથી ક્યારેય થાક નથી લાગતો ! 

અક્કલ વગરની... 

પ્રેમથી તો દિવસ આખાનો જ નહીં બલ્કે, 

આખા આયખાનો થાક ઉતરી જતો હોય છે ..! 

જીવનથી થાકવાનુ કારણ 

જવાબદારી નહીં બલ્કે પ્રેમની કમી હોય શકે.! 

પ્રેમ નો અભાવ ભલભલા ને થકવી દે છે.! 

જીવનમાં અગર પ્રેમ નો અભાવ ના હોય, 

અને ભરપૂર પ્રેમ મળે તો ગમ્મે તેવી 

જવાબદારી કેમ ના હોય, લગીરે થાક  ન લાગે..!

હમણાં પાછુ વળીને સામે જોશે એ આશાએ 

બંને સખી પીલોરના ટેકે પીઢ અઢેલી ઊભેલા 

અનંતને જોતી હતી અને 

કાન ધરી અનંતની વાત સાંભળતી હતી. 

પણ અનંતે તો પાછુ ફરીને જોયું જ નહીં 

એ તો પીઠ અને મો ફેરવીને 

લાકડાના પીલોરને પીઠ અઢેલીને 

પીલોર પછવાડે અવળો જ ઊભો રહ્યો. 

પેલીની આંખ ભીની થઈ ગઈ. 

ભીતર ભીતર ખૂબજ અફસોસ થયો.! 

પેલી ચહીતીએ સખીને કહ્યું. 

અલી અનંત બીલકુલ બદલાયો નથી. 

આજે પણ એની એજ જુની આદત મુજબ 

એકાંતમાં એકલો એકલો બબડાટ કરતો હોય છે.

અનંત બબડતો રહ્યો. 

પ્રેમ થી અગર થાક લાગતો હોત તો, 

આ દુનિયામાં માંથી આ બધા લુપ્ત થઈ ગયા હોત. 

પેલીએ પુછી નાખ્યું કોણ અનંત.? 

આ બધાજ 

પ્રેમ ભર્યા ગીત, સંગીત, ગઝલ, કવીતા, વાર્તા, 

કથા,નવલ કથા, કે અનંત સાહિત્ય 

લખનારા તમામ લુપ્ત થઈ ગયા હોત. 

લખનારે લખાવાનુ ક્યારનુ બંધ કરી દીધુ હોત. 

સંગીત સુન યાની મૌન થઈ ગયુ હોત. 

પ્રેમ થી લથબથ નાટક ફિલ્મો બનવાનું પણ 

ક્યારનું બંધ થઈ ગયુ હોત. 

પણ એમાંનુ કાંયજ આજ સુધી બંધ થયુ નથી... 

કે ના તો લખનારા લુપ્ત થયા છે. 

પ્રેમ સાહિત્ય નુ સર્જન આજ સુધી અટક્યુ નથી.. 

આજે પણ થયા કરે છે પ્રેમ... 

પ્રેમ થાય છે સતત... 

લખાય છે પ્રેમ વીષે યુગો યુગોથી 

લખાય છે સતત... 

થયા કરે છે અવીરત પ્રેમ વીષેનુ સર્જન 

કારણ કે 

પ્રેમ નો કોઈજ અંત નથી..! 

પ્રેમ અનંત છે.! 

પ્રેમ અનંત અનાદિ કાળથી જીવંત છે..!

અને પ્રેમ ને જીવંત રાખવામા 

એક પરમ પ્રેમી અને બીજી 

બે વ્યક્તિ બે હસ્તીનો સૌથી મોટો ફાળો છે.!

એ કૈ અનંત? 

પેલીએ ફરી સવાલ કર્યો.. 

એક એ હસ્તી જે છે પણ દેખાતી નથી.! 

અને બીજી હસ્તી એ જે દેખાય છે પણ છે નહીં..! 

આવુ કાં'ક ગુઢાર્થ મા જ્યારે ભાઈબંધે કહ્યું. 

પેલી એ ત્યારે અને મે રાત્રે જ્યારે ચાય 

પીતા પીતા અનંતે પેલી આવ્યાની 

વાત કરી ત્યારે પુછ્યું. 

અર્થાત્.? 

પણ એ વાત નો અર્થ ન કહેતા અનંતે કહ્યું. 

એક સર્જનહાર અને બીજો સર્જક.!

સદીઓથી કેટ કેટલાં ગીતો લખાય છે.!

કાવ્યો ગજલો વાર્તા કથા નવલકથા ફિલ્મો.. 

પ્રેમ વીષયને લઈને 

સદિઓ પહેલા પણ કેટ કેટલુ સર્જન થયુ છે..! 

અને આજે પણ થતુજ રહે છે.!

પ્રેમ અને પ્રેમી થકી 

પ્રેમ સાહીત્ય નુ સર્જન થતું જ રહેશે... 

અનંત યુગો સુધી...

કારણ કે પ્રેમ "અનંત" છે.! 

"અનંત" પ્રેમ છે.! 

*બ્લાસ્ટ*

"અનંત" પ્રેમના દર્દની દવા પણ પ્રેમ..!

પ્રેમ ના દર્દ ની દવા પ્રેમીના દર્શન..!

જેને થાય તે ભાગ્યશાળી..!

આમ બબડતો બબડતો અનંત ભીતર ચાલ્યો ગયો... 

પેલી ચહીતી અને તેની સખી... 

પાછુ ફરીને સામે પણ જોયા વગર 

ભીની આંખે ભીતર જતા અનંતને જોઈ 

એક સાથે એક ઊંડો નીસાસો નાખતા કહ્યું. 

ખબર નૈ આ અભાગીયો જીવ 

કોના ભાગ્યમાં હશે.... 

*બ્લાસ્ટ*. 

સુર્રરરરર કરતાક ચાય ની ચુસ્કી ભરી... 

અનંત બોલ્યો 

ઉતાવળ લગીરે કરવી નહીં..! 

ઊતાવણ તો કરવીજ નહીં..! 

હાં એ હકીકત છે કે, 

જવાનુ તો છેજ એજ રીતે 

વારંવાર આવવાનું પણ છેજ.! 

પણ પછી કૈ યાદ નથી રહેતું નેએએએ... 

એટલે કૌ છુ..! 

અચાનક આવી ન સમજાય તેવી 

સમજાયજ નહીં એવી વાત અનંતે 

કરી અકલે મે પુછવુ પણ શું.? 

શેમા ઉતાવળ નથી કરવાની એ તો કે'.! 

એમા શું છે કે, એમા એવુ છે ને પરીયા કે પછી 

આ આખુય આયખુ પસાર કરવુ અઘરૂ પડે.! 

એના કરતાં થોડુ ધ્યાન અને ધીરજ રાખી, 

રંગ રૂપ વાણી વર્તન આચાર વીચાર 

આ તમામ રીતે બરાબર લાગે, 

તો જરીએ ઢીલ ન કરવી. 

શું છે કે પછી કોઈ ચીંતા ન રહે ...

એએએય ને પ્રેમ થી પ્રેમ કરતા કરતા... 

આ જીવન પસાર થઈ જાય... 

બાકી ઉતાવળ તો નજ કરવી..!

પહેલાં અજ્ઞાની અને પછી મારી સામે જોઈને 

અનંતે કહ્યું બરોબર છે ને મારી વાત 

હેં પરીયા.? 

મારી વાત બરોબર છે ને..? 

મે કહ્યું પણ લ્યા શું બરોબર છે ..!? 

તું કૈ બાબતે ઉતાવળ ન કરવાનુ કહે છે? 

કૈ બાબતે ઢીલ ન કરવાનુ કહે છે..!? 

આખરે શુ કહેવા ચાહે છે? 

જ્યારે મને તારી કૈ વાત સમજાણીજ નથી.! 

તો હું કૈ રીતે કહું કે તારી વાત બરોબર છે કે નહીં..? 

અજ્ઞાની પહેલા અનંત અને પછી 

મારી સામે જોઈને મુછમા હસ્યો. 

મે કહ્યું યાર તું શું હશે છે.! 

તું હસે છે શું..! 

શું તને અનંતે કહ્યું એમાં કૈ સમજાયુ છે..? 

'હાં ' 

અજ્ઞાની એ એકજ અક્ષરમાં જવાબ આપી દીધો. 

એમ.! 

તો હસે છે શું દાઢીઈઈઈ... 

મને સમજાવ ને..! 

અનંત શું કહેવા માંગે છે..! 

અનંત ને લુઉઅ લાગી ગૈ છે પરીયાઆઆ... 

કાળજાળ ઉનાળો ખરો ને.! 

બરોબર ને અનંત.? 

મન નથ ખબર 

અચ્છાઆઆઅ... 

અનંત સામે આંખ મીચકારી અજ્ઞાની એ 

અનંત ના બબડાટ નું કારણ કહ્યું. 

અનંતે મારી સામે જોઈ મને કહ્યું. 

તો, તને નથી સમજાણુ ને... 

મે કહ્યું ન્ના...! 

અનંતે કહ્યું, 

તો જા તું તારે પરણી જા...! 

**************

જે હવે ખંડેર બની ચુક્યો છે..! 

આ એજ મહોલ્લો છે.! 

અને એજ લાકડા નો પીલોર 

જેને અઢેલીને અનંત અકસર 

ઊભો રહેતો.... 




https://pkatira.blogspot.com/2022/04/blog-post_42.html

સારો ભુતકાળ, ભુતકાળમાં બનેલી, 
ભુતકાળમાં જીવેલી, સુંદર આનંદમય ઘટના... 
સતત વાગોળવાથી વર્તમાન નો સમય... 
આનંદથી પસાર થાય છે.! 
અને એમ કરતાં કરતાં અનાયાસે જ 
સુંદર ભવિષ્યનુ નીર્માણ થઈ જતુ હોય છે.! 
ઘણીવાર ભુતકાળમાં કરેલી ભુલો નો 
પેટ ભરીને પસ્તાવો કરવાથી પણ.! 
પરમ ચરમ અખંડ અનંત..... 
અલૌકિક આનંદ પ્રાપ્ત થતો હોય છે.!
"અનંત" 
આવો મારો અનુભવ રહ્યો છે.!🙏

"અનંત" આ ક્ષણમાં પણ હું અનુભવી રહ્યો છું.! 

પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ...
 "અનંત" 



Thursday, 1 November 2018

कोई लौटा दे


अल्बेले दिन प्यारे, मेरे बिछड़े साथी सारे
हाय! कहाँ गये, हाय! कहाँ गये

कोई लौटा दे मेरे, बीते हुए दिन - (२) 
बीते हुए दिन वो हाय, प्यारे पल छिन 
कोई लौटा दे ...

मैं अकेला तो ना था, थे मेरे साथी कई 
एक आँधी सी उठी, जो भी था लेके गई 
आज मैं ढूँढूं कहाँ, खो गये जाने किधर - २
बीते हुए दिन वो हाय, प्यारे पल छिन
कोई लौटा दे ...

मेरे ख्वाबों के नगर, मेरे सपनों के शहर 
पी लिया जिनके लिये, मैंने जीवन का ज़हर 
ऐसे भी दिन थे कभी, मेरी दुनिया थी मेरी  - २
बीते हुए दिन वो हाय, प्यारे पल छिन
कोई लौटा दे ...

Saturday, 13 October 2018

પ્રેમ તો પ્રેમ છે એકવાર નહી અનેકવાર થાય

નિર્દોષ ગુનેહગાર commented on a post from December 21, 2012.
કોઈને જોઈને એને કદાચ.! એવુ લાગ્યુ હશે,
જો કે, અમસ્તુ અમસ્તુ તો એવુ નહીજ લાગ્યુ હોય..
એવુ કશુક અનુભવ્યુ હોય તોજ એણે પછી પેલીને
આવુ બધુ લખ્યુ હોય, અને લખીને.! કહ્યુ હોય...
અકલે એમ કે, કારણ વગર કશુજ થતુ નથી...
કારણ નવુ જુનૂ કે યુગો પૂરાણુ પણ હોય શકે છે..!
ખૈર....
આ વાંચ્યા પછી મે એને પૂછેલુ પણ ખરૂ કે,
ખરેખર આ અંતીમ.!? શોધ.!?
અકલે હસતા હસતા એણે કહ્યુ કે,
પરિયા પ્રેમ અનંત છે અનંત કાળથી છે...
પ્રેમ ક્યારેય પ્રથમ કે અંતીમ ના હોય શકે...

પ્રેમ પણ એમ વારંવાર ખીલે ખરે 
જેમ છોડ પર ફૂલ...
એક ખરતા બીજુ ખીલે...
આવુ બધુ તો મારી સાથે અવાર નવાર થયા કરતુ હોય છે..!
એટલેજ પછી આવુ બધુ મારી કલમે લખાયા કરતુ હોય છે..!
આવુ કૈ એ વાંકમાથી બડી સીફતથી,
ખુદને ખંખેરી છટકી જતો.....
ખૈર...
એ રાત ગૈ મગર એ વાત એ યાદ ના ગૈ....
@@@&&&&& એમ નૈ....
++++++++++++++++
મારી શોધ પૂર્ણ થઈ ગઈ ....
~~~~~~~~~~~~
હું મારામાં શોધતો તને.
તું તારામાં શોધતી મને.
શોધતા હતા એક બીજાને.
કેટલા યુગોથી આપણે બંને.
તું મારામાં શોધતી તને.
હું તારામાં શોધતો મને.
શોધતા હતા એક બીજાને.
કેટલા યુગોથી આપણે બંને.
હાં! જે નિશ્ચિત હતું જ ! તે થયું.
મને કશું નથી લાગતું આ નવું.
શોધતા હતા એક બીજાને.
કેટલા યુગોથી આપણે બંને.
જેટલા દૂર રહ્યા એટલા જ
આપણે આવી જઈશું કને.
શોધતા હતા એક બીજાને.
કેટલા યુગોથી આપણે બંને.
તું મારામાં ભાળી ગઈ તને.
હું તારામાં ભાળી ગયો મને.
જેટલા દૂર હતા એટલા જ .
નજીક અંતે આવી ગયા ને.. ?
શોધતા હતા એક બીજાને.
કેટલા યુગોથી આપણે બંને.
હું તારામાં ભળી ગયો તું પણ.
ખુશ છે આજ મારામાં ભળીને.
શોધતા હતા એક બીજાને.
કેટલા યુગોથી આપણે બંને.
“અનંત” હવે ના છોડું હું તને.
કે ના છોડે તું પણ કદિ મને.
શોધતા હતા એક બીજાને.
કેટલા યુગોથી આપણે બંને.
~~~~~~~~~~~~~
“અનંત”
Comments
Ajay Mahendra Waah kamaal.....
Manage
5y
LikeShow more reactions
5y
LikeShow more reactions
5y
LikeShow more reactions
Pravin Miyaatra !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!1
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra.???????????????????????????????????????2
Manage
5y
LikeShow more reactions
Pravin Miyaatra aama hu sodhto j rahi gayo!!!!!!!!!!
Manage
5y
LikeShow more reactions
Kaushik Savariya are koi koi ni sodh to jnmarao sudhi chale 6 pravinbhai............
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર क्या यार इतना गहेरा गहेरा अर्थ निकलते हो मेरी तो कुछ समजमे नहीं आता ..... :)
Manage
3yEdited
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર हां प्रवीण & कौशिक भाई दोनों अपनी अपनी जगह ठीक कहेते हो. :)
Manage
5y
LikeShow more reactions
Kaushik Savariya gahrai ka pata nahi par jo dil me aya aur jo andar se avaj ayi vo likh diya ......................... ye galti hamne jan buj kar nahi ki hai .................hahahahaha
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya.... એ તો એમજ હોય... 

યાર્ર આયા ચાર ચાર વર્ષ વીતી જાય તોય ભાન નથ પડતી કે હવે,,, 😇
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra... એતો એવુજ હોય., 
એક તુજ નહી પવલા.... 
જગત ભરના લોકો અને 'લોકી' ( અહ લોકી માની દૂધી નૈ સ્ત્રી એમ.!) 


શોધે છે અને અંતે શોધ અધુરીજ રહે છે...! 

વારંવાર ધક્કા નુ એક કારણ આ પણ એવુ અજ્ઞાની કહેતો.! 

અકલેજ તો આ ધક્કા,,, 

મુકી કોઈ કોઈ સુખી બાકી દુખી... 😇
Manage
1y
LikeShow more reactions