Friday, 29 March 2019

નારાજ ઘોઘીઓની વ્યથા

  • ઘોઘાની ચીત્ર વીચીત્ર હરકતોથી
  • પરેશાન ઘોઘી.
  • ઘણા વખતથી મનમાં ધુંધવાતી હતી.
  • ઘોઘી ખૂબ નારાજ હતી ઘોઘાથી..!
  • અને આજે તો ફેંસલો કરીજ લેવો છે.!
  • મનમાં એવો દ્ઢ નીર્ધાર કરી ઘોઘી
  • ઘોઘાના ઘેર ગૈ...
  • ઘોઘાઆઆઆ...
  • ઘોઘાઆઆઆ...
  • ઘોઘ્ઘા..!

  • ઘોઘા પાસે આવતાં વેંત
  • ઘોઘી ગુસ્સાની મારી
  • સુરીલા ગળામાંથી
  • મધુર તીણા અવાજે
  • ઘોઘા પર ચીલ્લાવા લાગી.

  • ઘોઘો તો આરાઆઆઆમથી...

  • એની એજ લાક્ષણિક અદામાં

  • સોફાને ટેકે માથુ અઢેલી

  • સામે પડેલી ટીપોય પર

  • પગ લંબાવી બેઠો હતો.

  • ઘોઘી આવતા વેંત ચીલ્લાઈ

  • છતાં ઘોઘાએ એકદમ શાંતી થી કહ્યું.

  • હં હં હ ઘોઘી તું કારણ વગર મારી ઉપર આટલી ચીલ્લાઈ છે શા માટે.!?

  • મને બર્રોબર્ર સંભળાય છે..!

  • મારી આંખો તો ખુલ્લી જ છે..!

  • તું જરા ધીમેથી બોલને...

  • ઘોઘી ઘોઘાની એકદમ સામે આવી
  • કમર પર ઓઢણીનો વીંટો વાળી
  • કમર પર હાથ રાખી ઊભી રહી ગૈ.

  • અને આંખો તીણી કરી ગુસ્સાથી
  • હોઠ ભીંસી ઘોઘાને પુછ્યું.

  • ઘોઘા પહેલાં તો તુ મને એ કહે કે,

  • આંખોને સાંભળવા સાથે શું સંબંધ.?

  • બેસ ઘોઘી મારી બાજુમાં બેસ.!

  • એટલે તને સમજાવુ.

  • એક હાથે ઘોઘીનો હાથ પકડી

  • બીજા હાથના ઈશારે

  • ઘોઘાએ પોતાનાથી થોડે દુર

  • ઘોઘીને બેસવા કહ્યું.

  • ઘોઘીએ છટ્ટ દૈ ને

  • ઘોઘાના હાથમાંથી

  • પોતાનો હાથ છોડાવતા

  • ગુસ્સે થૈ કહ્યું.

  • માર્રે નથી બેસવું..!

  • હું ઊભી છું..! એજ તારા હીતમાં છે..!

  • ઘોઘીની ગર્ભીત ધમકી ધોધો સમજી ગયો.

  • અકલે,

  • ઔકૈ ઓકૈ....

  • તો તું થાક નૈ ત્યાં સુધી ઊભી રે...

  • ઘોઘીએ કહ્યું.

  • ઘોઘા મારા થાકની ચીંતા છોડ

  • અને જવાબ દે..!

  • આંખોને સાંભળવા સાથે શું સંબંધ.?

  • હાં, એ તો એવું છે ને ઘોઘી કે, કે, કે..

  • રહેવા દેને હવે...!

  • તને એ બધુ નૈ સમજાય...

  • મુળ વાતથી ભટકી ગયો.

  • ઘોઘો કેતા કેતા અટકી ગયો...

  • અને ઘોઘીનો પીતો ગયો...

  • મને નૈ સમજાય..!!!?

  • એમ મને નય સમજાય હેં.!

  • એમ કેમ નથી કહેતો કે

  • તનેજ નથી સમજાતું..!

  • અને તનેજ નથી સમજાયું..!!?

  • ઘોઘો બરાબર નો ફસાયો...

  • એમ કેમ નથી કે તો ઘોઘાઆઆઆ..કે,

  • તું ખુદ કશુંજ નથી સમજતો...

  • બસ ખાલી બકેજ છે..!

  • તુ બકબક જ કરે છે ખાલી ખોટી.!

  • જે તારા મનમાં આવે તે...

  • ઔહ..! અંતરીયામી..

  • ખરેખર તમે તો ત્રીકાળ જ્ઞાની છો..

  • મને તમારા ચરણ ચુમવા દો...

  • મનોમન ઘોઘાએ આવું બધું
  • મનમાજ બબડી લીધું.
  • અને ઘોઘીના ચરણ પણ
  • ચૂમી લીધા.! મનોમન..

  • પણ ક્ષણમાંજ જાતને સંભાળતા,

  • ઘોઘાએ ઘોઘીને કહ્યું.

  • અહં., સાવ એવુ નથી ઘોઘી..!

  • આમ તો જોકે એવુજ છે.!

  • શું એવુ નથી.! એવુજ છે.! કરે છે.!

  • સાફ સાફ કહે છે કે પછી..,,

  • આમ કહી ઘોઘીએ

  • ત્રીજી આંગળી અને અંગુઠો

  • ભેગા કર્યા ભેરો

  • ઘોઘો પોપટ થૈ ગ્યો.

  • એ તો એવુ છે ને ઘોઘી કે જ્યારે..

  • કાન બે ધ્યાન હોય ત્યારે....

  • આંખ આપોઆપ

  • સાંભળી શકવા ક્ષક્ષમ

  • થૈ જતી હોય છે ઘોઘી...

  • તો ક્યારેક ક્યારેક...

  • કાન પણ જોવા લાગે છે...!

  • જ્યારે આંખ ધ્યાનમાં હોય..!

  • હવે ઘોઘી હળવેકથી

  • ઘોઘાની બાજુમાં પોતાના જમણા પગ પર ડાબો પગ ચડાવી ઘોઘાની લગોલગ બેસી ગૈ...

  • અને ઘોઘીએ ઘોઘાની સાથળ પર
  • હથેળી રાખી.

  • જેવી ઘોઘીએ ઘોઘાની સાથળ પર

  • હથેળી રાખી તેવો ઘોઘો ડરી ગયો.

  • મગર ઘોઘીએ માત્ર હળવી ટપલી મારી..

  • અકલે, હાઆઆશશશ...

  • મનમા હાશકારો અનુભવતો ઘોઘો

  • રૂમમાં ડાબી બાજુ આવેલી
  • બારી માંથી દેખાતા
  • ખુલ્લા આકાશ તરફ જોવા લાગ્યો.

  • ઘોઘાની સાથળ પર હળવે હળવે

  • હાથ પસારતા ઘોઘીએ ઘોઘાને કહ્યું.

  • ઘોઘા આજ પેલ્લી વાઆઆઆર તે

  • સીધી રીતે સીધો જવાબ આપ્યો છે...!

  • પહેલી વાર ઘોઘાએ
  • સીધી રીતે,
  • સીધો સુંદર અને અંતરના ઊંડાણેથી
  • અલૌકિક જવાબ આપ્યો અકલે
  • ઘોઘી ખૂબ ખુશ થૈ ગૈ.
  • ખુશીના માર્યા ઘોઘીને
  • ઘોઘાના ગાલ ચુમવાની મરજી થૈ આવી.

  • ઘોઘાની બાજુમાં ઘોઘી પોતાના ડાબા પગ પર
  • જમણો પગ ચડાવી બીલકુલ
  • ઘોઘાની લગોલગ બેઠી હતી.

  • ઘોઘીનો જમણો હાથ
  • ઘોઘાની સાથળ પર પહેલેથી હતો..

  • ઘોઘાને ચુમવા ઘોઘીએ ડાબો હાથ
  • ઘોઘાના ખભા પાછળ પરોવ્યો...

  • ઘોઘીએ ઘોઘાના ખભામા  હાથ પરોવ્યો અકલે ઘોઘીની એક છાતી ઘોઘાના ખભાને સ્પર્શી.

  • ઘોઘો તો હજુય ડાબી બાજુ આવેલી
  • બારી બહાર બારીમાંથી દેખાતા
  • ખુલ્લા આકાશ તરફજ તાકી રહ્યો હતો.

  • ઘોઘાનો ગાલ પોતાની તરફ કરવા
  • ઘોઘીએ પોતાનો જમણો હાથ આગળ કર્યો.
  • ઘોઘીનો ડાબો હાથ ઘોઘાના ખભા પાછળ અને જમણો હાથ ઘોઘાના ગળામાં વીંટાઈ ગયો.
  • એટલે ઘોઘાનો ખભો ઘોઘીની બંને છાતી વચ્ચે
  • આવી ગયો...
  • આ સ્થિતિનુ વર્ણન
  • કોઈ પણ વ્યક્તિ વાંચવા માત્રથી
  • માથાથી પગ સુધી ઝણઝણી જાય...

  • તો પછી આકાશ તરફ તાકી રહેલો ઘોઘો
  • ઢળતી સંધ્યની કેસરી લાલીમા જોવામાં
  • લીન તલ્લીન ઘોઘો તો ઘોઘીના સ્તન સ્પર્શ થી
  • ઝણઝણીજ  ઊઠે ને..!

  • પણ તો પણ ઘોઘો ચુપચાપ બારી બહાર દેખાતા
  • ખુલ્લા આકાશ તરફ જોતો રહ્યો.

  • ઘોઘી પોતાના હોઠ
  • ઘોઘાના ગાલ પાસે
  • હજુ તો લૈજ જતી હતી

  • ત્યાંજ ઘોઘાએ

  • પોતાનો આકાશ તરફ તાકતો ચહેરો

  • ઘોઘી તરફ કર્યો.

  • માંડ માંડ ઘોઘીના હોઠમાં

  • આવેલી ક્ષણ છીનવાઈ ગૈ...

  • તેમ છતાં ઘોઘી મનોમન લજવાઈ ગૈ...

  • લજવાયેલી ઘોઘી પાછી સંકોરાઈને

  • પાછી પહેલાંની માફક બેસી ગૈ

  • પણ હવે ઘોઘીએ પોતાના બંને હાથના આંગળા
  • એક બીજામાં પરોવીને

  • પોતાના ગોઠણ પર ગોઠવી દીધા.

  • અને ઘોઘીએ ઘોઘાએ આપેલા સુંદર
  • જવાબથી ખુશ થૈ..

  • કરેલા વખાણ પર પાણી ફરી વળ્યું.
  • ઘોઘાએ બ્લાસ્ટ કર્યો.

  • પેસ્ટ કોપી ..! ઘોઘી કોપી પેસ્ટ...!

  • એટલે..? ઘોઘીએ સવાલ કર્યો.

  • અને જવાબ પણ

  • ખુદજ આપવા જતી હતી.

  • કોપી પેસ્ટ એટલે કે એજ જુના ભાઆ.,

  • ઘોઘીનુ અધુરી પુરૂ કરતા ઘોઘાએ કહ્યું.

  • હાં ઘોઘી ઈબંધ..ઈજબંધ

  • ઘોઘી ભાઈબંધ...

  • એનાજ ઝરઝર્રીત

  • કાગળીયા નો કમાલ..!

  • એ સીવાય કશુજ નહીં...!
  • એટલુ મારૂ ગજુ નહીં..!
  • એ તો કાલ રાત્રે વાંચ્યું હતું એટલે...!
  • નૈ તો હું કૈ રજુ કરૂજ નહીં..!

  • ચુપચાપ ઘોઘાની બાજુમાં બેઠી બેઠી

  • ઘોઘી બૈચૈન થૈ શાંત ચીતે

  • ચુંબનનો અવસર ગુમાવ્યાનો

  • અફસોસ કરતી ઘોઘી.

  • ગુસ્સે થૈ ગૈ

  • હુંહ..! ઘોઘીએ છણકો કરતા બોલી.

  • ભાઈબંધ ભાઈબંધ ભાઈબંધ...

  • પોતાનામા તો અક્કલનો છાંટોય નથી..

  • પોતે તો કોઈ દિ' કૈ ફાટતો જ નહીં.!

  • તારા જેવો નક્કામો નર મે આજ લગી
  • દીઠો નથી..

  • ઘોઘાએ ભોળા સ્વરે કહ્યું.

  • આવુ સાવ ખોટ્ટુ ના બોલાય ઘોઘી.!

  • કો'ક દિ' તો કાંક સાચુ બોલ..!

  • હું ખોટું બોલું છું.! હેં હું ખોટુ બોલુ છું.!

  • બોલ શું ખોટું બોલી એમાં હું.

  • ઘોઘાનો કોલર પકડી

  • ઘોઘીએ ઘોઘાને હલબલાવી

  • ઘઘલાવી નાખ્યો.

  • ઘોઘી.! તું રોજ મને જુવે છે.!
  • ક્ષણ ક્ષણ મને મહેસુસ કરે છે.!

  • તેમ છતાં તુ એમ કહે છે કે,

  • ઘોઘાએ ઘોઘીની ભુલ પકડી
  • અકલે ઘોઘી ચીડાઈ ગૈ..

  • મુક માથાકુટ..! તારી સાથે લમણા લેવા
  • જીભાજોડી કરવીજ બેકાર છે.! હુંહ.!

  • એમ છણકો કરતી ઘોઘી ઘેર જવા
  • સોફા પરથી ઊભી થૈ જાય છે.

  • ત્યાંજ અચાનક ઘોઘીને યાદ આવ્યું.

  • ઘોઘાના બે મતલબની વાતોમા

  • ઉલ્જી ગયેલી ઘોઘી

  • ઘોઘા પાસે આવવાનું

  • અને આવીને ચીલ્લાવાનુ

  • ખરૂ કારણ ભૂલીજ ગયેલી.

  • ત્યાંજ અચાનક ઘોઘીને યાદ આવ્યું

  • અકલે


  • ઘોઘાઆઆઆ....

  • ઘોઘા..!

  • ઘોઘી પાછી ઘોઘા પર ચીલ્લાઈ...

  • ઘોઘીને એ બધુ એક સામટુ યાદ આવી ગયુ.

  • જે થોડી વાર પહેલાં

  • ઘોઘાની વાતોમાં

  • આવી ગૈ અને ભૂલાઈ ગયેલું...

  • અકલે યાદ આવતા ભેરી

  • ઘોઘી ઘોઘા પર ચીલ્લાઈ

  • ઘોઘાએ કહ્યું.

  • અરે શું છે પણ...!

  • કેમ કારણ વગર ચીલ્લાય છે...!

  • આટલી નજીકથી

  • આવડી બધી

  • ચીલ્લાઈશ તો

  • મારા કાન બહેરા થૈ જશે...!

  • અરે ઓઓઓઓ...

  • હ્રદય બહેરાઆઆઆઆ.....

  • ઘોઘીને પણ

  • ભાઈબંધ વાળો શબ્દ

  • (હ્રદય બહેરા) યાદ આવી ગયો.

  • હું કારણ વગર નથી ચીલ્લાતી તારા પર...

  • તો..!? શું કામ ચીલ્લાય છે..?

  • આખરે તારૂ મારા પર

  • ચીલ્લાવાનુ કારણ શું છે..?

  • એક હોય તો કહું

  • અનેક કારણો છે.!

  • ઔહ.!

  • એક એક શબ્દો પર ભાર મુકી

  • ઘોઘાએ ઘોઘીને પુછ્યું.

  • તોઓ..! શુંઉ..! કાઆરણ..!

  • છેએ..! એ બોઓલનેએ...!

  • ઘોઘીએ પણ એજ રીતે જવાબ આપ્યો.

  • ઘોઓઘાઆ..! હુંઊ..!

  • તાઆરાઆથીઈ..!

  • નાઆરાજ્અ..!

  • છુઉઉઉઉ...!

  • અસ્ત વ્યસ્ત થયેલા ઘોઘાએ

  • સોફાના ટેકે માથુ અઢેલી

  • હાથ માથા પાછળ ટેકવી

  • ટીપોય પર પગ લંબાવી

  • વ્યવસ્થીત થૈ નકટાઈ સમેત

  • નફ્ફટાઈ થી કહ્યું.

  • અચ્છાઆઆ એવુ છે...!

  • તો તું તારે ચીલ્લા..!

  • જેટલુ ચીલ્લાવુ હોય એટલુ ચીલ્લા...!

  • જોર શોરથી ચીલ્લા...!

  • અને ઘોઘી એકદમ્મ ચુપ્પ થૈ ગૈ...

  • ફાટી આંખે ઘોઘી

  • ઘોઘા સામે જોતીજ રહી ગૈ...!

  • થોડીવાર માટે સન્નાટો પથરાઈ ગયો..

  • ફાટી આંખે
  • ઘોઘા સામે જોતી
  • ઘોઘીની આંખો
  • ઘોઘીની જાણ બહાર
  • તગતગવા લાગી...

  • ઘોઘો આ રીતે જવાબ આપે તો

  • ઘોઘી કોઈ પણ હોય,

  • તકલીફ તો થાયજ..!

  • કદાચ..!

  • ઘોઘી રડવા લાગી...

  • ક્કક કેમ ઘ્ઘ્ઘ્ઘઘોઘાઆ..

  • ત્ત્ત્તતુ અઅએમ ક્ક્કહે છ્છે..!?

  • તગતગતી આંખ અને

  • કપકપાતા સ્વરે

  • ઘોઘીએ ઘોઘાને પુછ્યું.

  • લા પરવાહ ઘોઘાએ બે ફીકરાઈથી કહ્યું.

  • રોતલ પદમણી....

  • એ તો સાર્વજનિક સમસ્યા છે...!

  • તારી એકલીની નથી શું સમજી...!

  • બ્લાસ્ટ :-

  • વર્ષો પહેલાં ભાઈબંધને

  • એની કોઈ ચહીતીએ

  • પ્રેમ વીષે સુંદર સવાલ કરેલો.

  • સવાલ શું હતો તે હું અતારે નૈ કૌ..!

  • પેલીના સુંદર સવાલનો જવાબ

  • ભાઈબંધ પાસે હતો.

  • તેમ છતાં ભાઈબંધે પેલીને કહ્યું.

  • તારા સવાલ નો જવાબ

  • હું તને ગૈ કાલે આપીશ...

  • પેલી મુંજાઈ ગૈ...

  • પેલીને ફરી એક સવાલ થયો.

  • એ સવાલ ભરી નજરે

  • ભાઈબંધ સામે એકીટસે જોવા લાગી.

  • અકલે ભાઈબંધે

  • પેલીની મુંઝવણ દૂર કરતા કહ્યું.

  • હર એક આવતી કાલ

  • ગૈ કાલ થૈ જતી હોય છે.

  • એ ન્યાયે ગૈ કાલ અગર...

  • આજ આવતી કાલ થૈ ને આવશે

  • તો હું તને તારા સુંદર સવાલનો

  • પ્રેમાળ સુંવાળો હુંફાળો જવાબ આપીશ..!

  • નૈ તો તું મારી વાતોમાં

  • ગુંચવાયા વગર

  • ગોથા ખાધા વગર

  • અગર....

  • ગૈ કાલના અનંત થોથા ઊથલાવીશ તો

  • સાયદ તને જવાબ મળી જશે..!

  • જેમાં કૈક ગૈ કાલે

  • આવતી કાલની ઘટના

  • આલેખાયેલી છે.!

  • તેમાંથી તને

  • તારા સુંદર સવાલનો

  • એવોજ જવાબ મળી રહેશે

  • જેવો તું ઝંખે છે.! "અનંત"

  • પછી પેલીએ થોથા ઊથલાવ્યા કે નહીં.?

  • તેને તેના સવાલનો જવાબ મળ્યો કે નહીં..?


એ મને ખબર નથી..!