- ઘોઘાની ચીત્ર વીચીત્ર હરકતોથી
- પરેશાન ઘોઘી.
- ઘણા વખતથી મનમાં ધુંધવાતી હતી.
- ઘોઘી ખૂબ નારાજ હતી ઘોઘાથી..!
- અને આજે તો ફેંસલો કરીજ લેવો છે.!
- મનમાં એવો દ્ઢ નીર્ધાર કરી ઘોઘી
- ઘોઘાના ઘેર ગૈ...
- ઘોઘાઆઆઆ...
- ઘોઘાઆઆઆ...
- ઘોઘ્ઘા..!
- ઘોઘા પાસે આવતાં વેંત
- ઘોઘી ગુસ્સાની મારી
- સુરીલા ગળામાંથી
- મધુર તીણા અવાજે
- ઘોઘા પર ચીલ્લાવા લાગી.
- ઘોઘો તો આરાઆઆઆમથી...
- એની એજ લાક્ષણિક અદામાં
- સોફાને ટેકે માથુ અઢેલી
- સામે પડેલી ટીપોય પર
- પગ લંબાવી બેઠો હતો.
- ઘોઘી આવતા વેંત ચીલ્લાઈ
- છતાં ઘોઘાએ એકદમ શાંતી થી કહ્યું.
- હં હં હ ઘોઘી તું કારણ વગર મારી ઉપર આટલી ચીલ્લાઈ છે શા માટે.!?
- મને બર્રોબર્ર સંભળાય છે..!
- મારી આંખો તો ખુલ્લી જ છે..!
- તું જરા ધીમેથી બોલને...
- ઘોઘી ઘોઘાની એકદમ સામે આવી
- કમર પર ઓઢણીનો વીંટો વાળી
- કમર પર હાથ રાખી ઊભી રહી ગૈ.
- અને આંખો તીણી કરી ગુસ્સાથી
- હોઠ ભીંસી ઘોઘાને પુછ્યું.
- ઘોઘા પહેલાં તો તુ મને એ કહે કે,
- આંખોને સાંભળવા સાથે શું સંબંધ.?
- બેસ ઘોઘી મારી બાજુમાં બેસ.!
- એટલે તને સમજાવુ.
- એક હાથે ઘોઘીનો હાથ પકડી
- બીજા હાથના ઈશારે
- ઘોઘાએ પોતાનાથી થોડે દુર
- ઘોઘીને બેસવા કહ્યું.
- ઘોઘીએ છટ્ટ દૈ ને
- ઘોઘાના હાથમાંથી
- પોતાનો હાથ છોડાવતા
- ગુસ્સે થૈ કહ્યું.
- માર્રે નથી બેસવું..!
- હું ઊભી છું..! એજ તારા હીતમાં છે..!
- ઘોઘીની ગર્ભીત ધમકી ધોધો સમજી ગયો.
- અકલે,
- ઔકૈ ઓકૈ....
- તો તું થાક નૈ ત્યાં સુધી ઊભી રે...
- ઘોઘીએ કહ્યું.
- ઘોઘા મારા થાકની ચીંતા છોડ
- અને જવાબ દે..!
- આંખોને સાંભળવા સાથે શું સંબંધ.?
- હાં, એ તો એવું છે ને ઘોઘી કે, કે, કે..
- રહેવા દેને હવે...!
- તને એ બધુ નૈ સમજાય...
- મુળ વાતથી ભટકી ગયો.
- ઘોઘો કેતા કેતા અટકી ગયો...
- અને ઘોઘીનો પીતો ગયો...
- મને નૈ સમજાય..!!!?
- એમ મને નય સમજાય હેં.!
- એમ કેમ નથી કહેતો કે
- તનેજ નથી સમજાતું..!
- અને તનેજ નથી સમજાયું..!!?
- ઘોઘો બરાબર નો ફસાયો...
- એમ કેમ નથી કે તો ઘોઘાઆઆઆ..કે,
- તું ખુદ કશુંજ નથી સમજતો...
- બસ ખાલી બકેજ છે..!
- તુ બકબક જ કરે છે ખાલી ખોટી.!
- જે તારા મનમાં આવે તે...
- ઔહ..! અંતરીયામી..
- ખરેખર તમે તો ત્રીકાળ જ્ઞાની છો..
- મને તમારા ચરણ ચુમવા દો...
- મનોમન ઘોઘાએ આવું બધું
- મનમાજ બબડી લીધું.
- અને ઘોઘીના ચરણ પણ
- ચૂમી લીધા.! મનોમન..
- પણ ક્ષણમાંજ જાતને સંભાળતા,
- ઘોઘાએ ઘોઘીને કહ્યું.
- અહં., સાવ એવુ નથી ઘોઘી..!
- આમ તો જોકે એવુજ છે.!
- શું એવુ નથી.! એવુજ છે.! કરે છે.!
- સાફ સાફ કહે છે કે પછી..,,
- આમ કહી ઘોઘીએ
- ત્રીજી આંગળી અને અંગુઠો
- ભેગા કર્યા ભેરો
- ઘોઘો પોપટ થૈ ગ્યો.
- એ તો એવુ છે ને ઘોઘી કે જ્યારે..
- કાન બે ધ્યાન હોય ત્યારે....
- આંખ આપોઆપ
- સાંભળી શકવા ક્ષક્ષમ
- થૈ જતી હોય છે ઘોઘી...
- તો ક્યારેક ક્યારેક...
- કાન પણ જોવા લાગે છે...!
- જ્યારે આંખ ધ્યાનમાં હોય..!
- હવે ઘોઘી હળવેકથી
- ઘોઘાની બાજુમાં પોતાના જમણા પગ પર ડાબો પગ ચડાવી ઘોઘાની લગોલગ બેસી ગૈ...
- અને ઘોઘીએ ઘોઘાની સાથળ પર
- હથેળી રાખી.
- જેવી ઘોઘીએ ઘોઘાની સાથળ પર
- હથેળી રાખી તેવો ઘોઘો ડરી ગયો.
- મગર ઘોઘીએ માત્ર હળવી ટપલી મારી..
- અકલે, હાઆઆશશશ...
- મનમા હાશકારો અનુભવતો ઘોઘો
- રૂમમાં ડાબી બાજુ આવેલી
- બારી માંથી દેખાતા
- ખુલ્લા આકાશ તરફ જોવા લાગ્યો.
- ઘોઘાની સાથળ પર હળવે હળવે
- હાથ પસારતા ઘોઘીએ ઘોઘાને કહ્યું.
- ઘોઘા આજ પેલ્લી વાઆઆઆર તે
- સીધી રીતે સીધો જવાબ આપ્યો છે...!
- પહેલી વાર ઘોઘાએ
- સીધી રીતે,
- સીધો સુંદર અને અંતરના ઊંડાણેથી
- અલૌકિક જવાબ આપ્યો અકલે
- ઘોઘી ખૂબ ખુશ થૈ ગૈ.
- ખુશીના માર્યા ઘોઘીને
- ઘોઘાના ગાલ ચુમવાની મરજી થૈ આવી.
- ઘોઘાની બાજુમાં ઘોઘી પોતાના ડાબા પગ પર
- જમણો પગ ચડાવી બીલકુલ
- ઘોઘાની લગોલગ બેઠી હતી.
- ઘોઘીનો જમણો હાથ
- ઘોઘાની સાથળ પર પહેલેથી હતો..
- ઘોઘાને ચુમવા ઘોઘીએ ડાબો હાથ
- ઘોઘાના ખભા પાછળ પરોવ્યો...
- ઘોઘીએ ઘોઘાના ખભામા હાથ પરોવ્યો અકલે ઘોઘીની એક છાતી ઘોઘાના ખભાને સ્પર્શી.
- ઘોઘો તો હજુય ડાબી બાજુ આવેલી
- બારી બહાર બારીમાંથી દેખાતા
- ખુલ્લા આકાશ તરફજ તાકી રહ્યો હતો.
- ઘોઘાનો ગાલ પોતાની તરફ કરવા
- ઘોઘીએ પોતાનો જમણો હાથ આગળ કર્યો.
- ઘોઘીનો ડાબો હાથ ઘોઘાના ખભા પાછળ અને જમણો હાથ ઘોઘાના ગળામાં વીંટાઈ ગયો.
- એટલે ઘોઘાનો ખભો ઘોઘીની બંને છાતી વચ્ચે
- આવી ગયો...
- આ સ્થિતિનુ વર્ણન
- કોઈ પણ વ્યક્તિ વાંચવા માત્રથી
- માથાથી પગ સુધી ઝણઝણી જાય...
- તો પછી આકાશ તરફ તાકી રહેલો ઘોઘો
- ઢળતી સંધ્યની કેસરી લાલીમા જોવામાં
- લીન તલ્લીન ઘોઘો તો ઘોઘીના સ્તન સ્પર્શ થી
- ઝણઝણીજ ઊઠે ને..!
- પણ તો પણ ઘોઘો ચુપચાપ બારી બહાર દેખાતા
- ખુલ્લા આકાશ તરફ જોતો રહ્યો.
- ઘોઘી પોતાના હોઠ
- ઘોઘાના ગાલ પાસે
- હજુ તો લૈજ જતી હતી
- ત્યાંજ ઘોઘાએ
- પોતાનો આકાશ તરફ તાકતો ચહેરો
- ઘોઘી તરફ કર્યો.
- માંડ માંડ ઘોઘીના હોઠમાં
- આવેલી ક્ષણ છીનવાઈ ગૈ...
- તેમ છતાં ઘોઘી મનોમન લજવાઈ ગૈ...
- લજવાયેલી ઘોઘી પાછી સંકોરાઈને
- પાછી પહેલાંની માફક બેસી ગૈ
- પણ હવે ઘોઘીએ પોતાના બંને હાથના આંગળા
- એક બીજામાં પરોવીને
- પોતાના ગોઠણ પર ગોઠવી દીધા.
- અને ઘોઘીએ ઘોઘાએ આપેલા સુંદર
- જવાબથી ખુશ થૈ..
- કરેલા વખાણ પર પાણી ફરી વળ્યું.
- ઘોઘાએ બ્લાસ્ટ કર્યો.
- પેસ્ટ કોપી ..! ઘોઘી કોપી પેસ્ટ...!
- એટલે..? ઘોઘીએ સવાલ કર્યો.
- અને જવાબ પણ
- ખુદજ આપવા જતી હતી.
- કોપી પેસ્ટ એટલે કે એજ જુના ભાઆ.,
- ઘોઘીનુ અધુરી પુરૂ કરતા ઘોઘાએ કહ્યું.
- હાં ઘોઘી ઈબંધ..ઈજબંધ
- ઘોઘી ભાઈબંધ...
- એનાજ ઝરઝર્રીત
- કાગળીયા નો કમાલ..!
- એ સીવાય કશુજ નહીં...!
- એટલુ મારૂ ગજુ નહીં..!
- એ તો કાલ રાત્રે વાંચ્યું હતું એટલે...!
- નૈ તો હું કૈ રજુ કરૂજ નહીં..!
- ચુપચાપ ઘોઘાની બાજુમાં બેઠી બેઠી
- ઘોઘી બૈચૈન થૈ શાંત ચીતે
- ચુંબનનો અવસર ગુમાવ્યાનો
- અફસોસ કરતી ઘોઘી.
- ગુસ્સે થૈ ગૈ
- હુંહ..! ઘોઘીએ છણકો કરતા બોલી.
- ભાઈબંધ ભાઈબંધ ભાઈબંધ...
- પોતાનામા તો અક્કલનો છાંટોય નથી..
- પોતે તો કોઈ દિ' કૈ ફાટતો જ નહીં.!
- તારા જેવો નક્કામો નર મે આજ લગી
- દીઠો નથી..
- ઘોઘાએ ભોળા સ્વરે કહ્યું.
- આવુ સાવ ખોટ્ટુ ના બોલાય ઘોઘી.!
- કો'ક દિ' તો કાંક સાચુ બોલ..!
- હું ખોટું બોલું છું.! હેં હું ખોટુ બોલુ છું.!
- બોલ શું ખોટું બોલી એમાં હું.
- ઘોઘાનો કોલર પકડી
- ઘોઘીએ ઘોઘાને હલબલાવી
- ઘઘલાવી નાખ્યો.
- ઘોઘી.! તું રોજ મને જુવે છે.!
- ક્ષણ ક્ષણ મને મહેસુસ કરે છે.!
- તેમ છતાં તુ એમ કહે છે કે,
- ઘોઘાએ ઘોઘીની ભુલ પકડી
- અકલે ઘોઘી ચીડાઈ ગૈ..
- મુક માથાકુટ..! તારી સાથે લમણા લેવા
- જીભાજોડી કરવીજ બેકાર છે.! હુંહ.!
- એમ છણકો કરતી ઘોઘી ઘેર જવા
- સોફા પરથી ઊભી થૈ જાય છે.
- ત્યાંજ અચાનક ઘોઘીને યાદ આવ્યું.
- ઘોઘાના બે મતલબની વાતોમા
- ઉલ્જી ગયેલી ઘોઘી
- ઘોઘા પાસે આવવાનું
- અને આવીને ચીલ્લાવાનુ
- ખરૂ કારણ ભૂલીજ ગયેલી.
- ત્યાંજ અચાનક ઘોઘીને યાદ આવ્યું
- અકલે
- ઘોઘાઆઆઆ....
- ઘોઘા..!
- ઘોઘી પાછી ઘોઘા પર ચીલ્લાઈ...
- ઘોઘીને એ બધુ એક સામટુ યાદ આવી ગયુ.
- જે થોડી વાર પહેલાં
- ઘોઘાની વાતોમાં
- આવી ગૈ અને ભૂલાઈ ગયેલું...
- અકલે યાદ આવતા ભેરી
- ઘોઘી ઘોઘા પર ચીલ્લાઈ
- ઘોઘાએ કહ્યું.
- અરે શું છે પણ...!
- કેમ કારણ વગર ચીલ્લાય છે...!
- આટલી નજીકથી
- આવડી બધી
- ચીલ્લાઈશ તો
- મારા કાન બહેરા થૈ જશે...!
- અરે ઓઓઓઓ...
- હ્રદય બહેરાઆઆઆઆ.....
- ઘોઘીને પણ
- ભાઈબંધ વાળો શબ્દ
- (હ્રદય બહેરા) યાદ આવી ગયો.
- હું કારણ વગર નથી ચીલ્લાતી તારા પર...
- તો..!? શું કામ ચીલ્લાય છે..?
- આખરે તારૂ મારા પર
- ચીલ્લાવાનુ કારણ શું છે..?
- એક હોય તો કહું
- અનેક કારણો છે.!
- ઔહ.!
- એક એક શબ્દો પર ભાર મુકી
- ઘોઘાએ ઘોઘીને પુછ્યું.
- તોઓ..! શુંઉ..! કાઆરણ..!
- છેએ..! એ બોઓલનેએ...!
- ઘોઘીએ પણ એજ રીતે જવાબ આપ્યો.
- ઘોઓઘાઆ..! હુંઊ..!
- તાઆરાઆથીઈ..!
- નાઆરાજ્અ..!
- છુઉઉઉઉ...!
- અસ્ત વ્યસ્ત થયેલા ઘોઘાએ
- સોફાના ટેકે માથુ અઢેલી
- હાથ માથા પાછળ ટેકવી
- ટીપોય પર પગ લંબાવી
- વ્યવસ્થીત થૈ નકટાઈ સમેત
- નફ્ફટાઈ થી કહ્યું.
- અચ્છાઆઆ એવુ છે...!
- તો તું તારે ચીલ્લા..!
- જેટલુ ચીલ્લાવુ હોય એટલુ ચીલ્લા...!
- જોર શોરથી ચીલ્લા...!
- અને ઘોઘી એકદમ્મ ચુપ્પ થૈ ગૈ...
- ફાટી આંખે ઘોઘી
- ઘોઘા સામે જોતીજ રહી ગૈ...!
- થોડીવાર માટે સન્નાટો પથરાઈ ગયો..
- ફાટી આંખે
- ઘોઘા સામે જોતી
- ઘોઘીની આંખો
- ઘોઘીની જાણ બહાર
- તગતગવા લાગી...
- ઘોઘો આ રીતે જવાબ આપે તો
- ઘોઘી કોઈ પણ હોય,
- તકલીફ તો થાયજ..!
- કદાચ..!
- ઘોઘી રડવા લાગી...
- ક્કક કેમ ઘ્ઘ્ઘ્ઘઘોઘાઆ..
- ત્ત્ત્તતુ અઅએમ ક્ક્કહે છ્છે..!?
- તગતગતી આંખ અને
- કપકપાતા સ્વરે
- ઘોઘીએ ઘોઘાને પુછ્યું.
- લા પરવાહ ઘોઘાએ બે ફીકરાઈથી કહ્યું.
- રોતલ પદમણી....
- એ તો સાર્વજનિક સમસ્યા છે...!
- તારી એકલીની નથી શું સમજી...!
- બ્લાસ્ટ :-
- વર્ષો પહેલાં ભાઈબંધને
- એની કોઈ ચહીતીએ
- પ્રેમ વીષે સુંદર સવાલ કરેલો.
- સવાલ શું હતો તે હું અતારે નૈ કૌ..!
- પેલીના સુંદર સવાલનો જવાબ
- ભાઈબંધ પાસે હતો.
- તેમ છતાં ભાઈબંધે પેલીને કહ્યું.
- તારા સવાલ નો જવાબ
- હું તને ગૈ કાલે આપીશ...
- પેલી મુંજાઈ ગૈ...
- પેલીને ફરી એક સવાલ થયો.
- એ સવાલ ભરી નજરે
- ભાઈબંધ સામે એકીટસે જોવા લાગી.
- અકલે ભાઈબંધે
- પેલીની મુંઝવણ દૂર કરતા કહ્યું.
- હર એક આવતી કાલ
- ગૈ કાલ થૈ જતી હોય છે.
- એ ન્યાયે ગૈ કાલ અગર...
- આજ આવતી કાલ થૈ ને આવશે
- તો હું તને તારા સુંદર સવાલનો
- પ્રેમાળ સુંવાળો હુંફાળો જવાબ આપીશ..!
- નૈ તો તું મારી વાતોમાં
- ગુંચવાયા વગર
- ગોથા ખાધા વગર
- અગર....
- ગૈ કાલના અનંત થોથા ઊથલાવીશ તો
- સાયદ તને જવાબ મળી જશે..!
- જેમાં કૈક ગૈ કાલે
- આવતી કાલની ઘટના
- આલેખાયેલી છે.!
- તેમાંથી તને
- તારા સુંદર સવાલનો
- એવોજ જવાબ મળી રહેશે
- જેવો તું ઝંખે છે.! "અનંત"
- પછી પેલીએ થોથા ઊથલાવ્યા કે નહીં.?
- તેને તેના સવાલનો જવાબ મળ્યો કે નહીં..?
એ મને ખબર નથી..!
