Wednesday, 18 March 2020

અનંત પ્રેમ ઔષધ છે.!

અનંત પ્રેમ ઊતમ ઔષધ.
પ્રેમ અલૌકિક જડી બુટી છે. 
પ્રેમ વીના આ જગમાં, 
"અનંત" લોક ઘણા દુ:ખી છે.
એક હુંજ નહીં "અનંત"
આખી દુનિયા પ્રેમ ભુખી છે..!
"અનંત"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે લખેલી
આ વાત જો કે કૈ નવી નથી.!
તેમ છતાં એ રાત્રે સમય પસાર કરવા અમે
ચાય પીતા પીતા આ બાબતે ચર્ચા કરી હતી. 
ત્યારે અનંતે કહેલુ કે,
પ્રેમ થકી  તનમનમા 
અલૌકિક શક્તિ નો સંચાર થાય છે.
જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય છે, 
ત્યારે અશક્ય લાગતા અઘરા કાર્યો પણ, 
ખૂબ આસાનીથી પાર પાડી શકે છે.
આમ કહી અનંત સહજ સ્વીકારતા કહે છે.! 
પરીયા... 
આ તારી નૌકરી કૈ સહેલી નથી... 
સવારના પાંચ વાગ્યા થી રાતના મોડે સુધી, 
સખ્ખત મહેનત અને 
આ બે ભઢ્ઢી ની આગ વચ્ચે તપવુ... 
સતત પરસેવે નીતરવુ કૈ સહેલું નથી.!. 
આટ આટલી પીડા છતાં 
ચહેરા પર પરમ ચરમ અનંત આનંદનુ હોવુ. 
એનુ કારણ માત્ર ને માત્ર પ્રેમજ છે..!
હું એ બધીનો હ્રદય પુર્વક આભાર માનું છું.! 
અને માનતો રહીશ..! 
એના પ્રેમાળ સ્પર્શ... 
આલીંગન અને ચુંબનોજ મને 
આટલી સખ્ખત મહેનત અને, 
બે ભઢ્ઢીની આગ વચ્ચે જીવતો રાખી શકે છે..! 
 પ્રેમની અલૌકિક શક્તિ જ મારૂ બળ છે..! 
જે ખૂબ પ્રબળ છે..!
હાં પીડા પણ જોકે અનંત મળે છે.! 
પ્રેમમાં મને પણ અનંત પીડા મળી છે..! 
પણ પ્રેમનીની એ પીડા પણ મને આનંદ આપે છે.! 
પ્રેમ ની પીડા પણ મને જીવાડે છે.!
અગર એ ના હોત તો, 
નૈ તો હું ક્યારનો ઊકલી ગયો હોત. 
સહજ સ્વીકાર બાદ અનંત મને કહે છે. 
પરીયા.... 
 પ્રેમની શરૂઆત યુવાનીમાં થાય છે..! 
 યુવાની બાદ પણ પ્રેમ થઈ શકે છે.!
પ્રેમથી પ્રેમ થકી કોઈ પ્રીય પાત્રના પ્રેમાળ સ્પર્શ થકી 
કોઈ પણ વ્યક્તિ , 
લાંબો સમય યુવાન રહી શકે છે. 
પ્રેમ માટે વ્યક્તિ સદૈવ યુવાન દેખાય છે.! 
ઘણા પ્રેમ કાજે સતત 
યુવાન દેખાવા નો પ્રયાસ કરે છે..! 
જો કે પ્રેમ જેની રગરગમા વ્યાપેલો હોય, 
જેના જીવનમાં પ્રેમ હોય 
અને જેના માટે પ્રેમજ સર્વસ્વ હોય. 
તેવી વ્યક્તિ ના ચહેરા નુ તેજ અલૌકિક હોય છે.! 
પ્રેમ ઘણુ બધુ કરવા પ્રેરે છે..! 
પ્રેમ પ્રેરણા સ્ત્રોત છે.! 
આમ તો જોકે મૃત્યુ સૌનુ નીશ્ચીત જ હોય છે. 
મગર જીવનમાં પ્રેમ હોય તો, 
આપોઆપ આયુષ્ય થોડુ લંબાઇ જાય છે. 
જેના જીવનમાંથી પ્રેમ લુપ્ત થઈ જાય છે તે વ્યક્તિ 
અકાળે વૃધ્ધ થવા લાગે છે..! 
તેના ચહેરા પર કરચલી દેખાવા લાગે છે.! 
આમ અનંત પ્રેમ વિશે એકધારૂ બોલી ને અંતમાં 
હંમેશ મુજબ જ્યારે જ્યારે પ્રેમની વાત નીકળે.! 
ત્યારે ત્યારે બોલતો એ પંક્તિ બોલે છે.!
અને મને કહે છે.! 
પરીયા... 
જીવનમાં બધી વાતે સંતોષ થૈ શકે..! 
જીવનની બધીજ ભુખ કદાચ સંતોષાય જાય...! 
પણ એક પ્રેમ અને બીજી પ્રીય પ્રેમાળ સાથીની 
હુંફની ભૂખ ક્યારેય સંતોષાતી નથી. 
મરતા દમ સુધી એ ભુખ જાગૃત રહે છે.! 
અને પછી અનંત અમને ત્રણેય ને 
ખૂબ ગમતી અને જે પંક્તિમાં અનંતે
 પોતાના નામનો બખૂબી ઉપયોગ કર્યો છે,
તે પંક્તિ બોલે છે. 
उम्र भर नहीं भीटती "अनंत" ये दो भूख। 
एक प्रेम की इच्छा और दुजी प्रेमी की हुंफ। 
"अनंत" 
*બ્લાસ્ટ *
હાં "અનંત" પ્રેમ સ્પર્શ ની જરૂર પડેજ છે.! 
પ્રેમ રસજરતુ ચુંબન અને, 
કસકસતુ આલીંગન પણ ઝંખે છે.! 
મગર.... 
પવીત્ર પ્રેમીની નજર ક્યારેય  ડુંટી થી નીચે નથી જતી ..!
"અનંત"પવીત્ર પ્રેમીની દ્રષ્ટિ હંમેશા ડુંટી ઉપરજ રહે છે..! 

  
પવીત્ર પ્રેમના વીચારની નજર... 
ક્યારેય નાભીથી નીચે નથી જતી..!
નાભી ઊપર છાતીથી લઈને અધર, આંખ, 
ગાલ અને ભાલ સુધીજ ..!
પવીત્ર પ્રેમની વીચાર દ્રષ્ટિ રહે છે..! 
" અનંત" 
અર્થાત ..?
એવું મેં પૂછ્યું ત્યારે અનંતે સ્પસ્ટતા કરતા કહ્યું કે પવીત્ર પ્રેમીને  
પછી તે સ્ત્રી હોય કે પુરુષ  ... 
તેનો પ્રેમ 
કેવળ પ્રેમાળ સ્પર્શ નીર્દોષ વ્હાલ ચુબન આલીંગન સુધી સીમીત રહે છે !
ડુંટી નીચે નો વિચાર પણ પવીત્ર પ્રેમીઓને  નથી આવતો ..! 
જ્યાં સુધી કે એ પ્રેમી હોય છે !
મગર હાં પતિ પત્ની બન્યા પછી ની વાત નોખી છે ! 


વાતના અંતમાં અનંતે 
પોતાને ગમતા આ ગીતના 
શબ્દો ગાઈને કહ્યું. 
પરીયા પ્રેમીઓની માત્ર આટલીજ ઝંખના હોય છે. 


ચાય પિતા પિતા અમે ત્રણેય ભાઇબંધોએ આ સુંદર ગીતને અને એકએક શબ્દને 

ભરપુર માણ્યા... 
પછી મેં અનંત ને કહ્યું . 
અનંત ઘણી સ્ત્રીઓ એવું કહેતી માનતી હોય છે કે, 
પુરુષ ને માત્ર સ્ત્રીના શરીરની ભૂખ હોય છે 
એટલે માટેજ પુરુષ સ્ત્રીને પ્રેમ કરે છે ! 
જ્યારે સ્ત્રી પુરુષનો પ્રેમ ઝંખતી હોય છે ,
એટલે પુરુષ ને શરીર અર્પણ કરે છે ..! 
તો આ બાબતે તું શું વિચારે છે ? 
પહેલા તો અનંત અને અજ્ઞાની હસ્યા .. 
પછી... 
સુરર્ર... કરતો ચાયનો છેલ્લો ઘૂંટ ભરી ખાલી પિયાલી ટીપોય પર મૂકી 
અનંતે કહ્યું .. 
મુર્ખ એ સ્ત્રી મહામુર્ખ મહા મહા મહા મુર્ખ હોય છે  .!
જે એવું વિચારે છે કે પુરુષને માત્ર ને માત્ર 
સ્ત્રીના શરીરનીજ ભૂખ હોય છે   !
છતાં અગર કોઈ સ્ત્રી આવું વિચારતી હોય તો એનો અર્થ એજ કે , 
આવું વિચાર નાર નાર યાની સ્ત્રીમાં સમજણનો સંપૂર્ણ અભાવ છે ! 
શરીરની ભૂખ તો સ્ત્રીઓને પણ હોયજ છે ને ..!?
નહિ તો એ પણ પોતાનો પરિવાર છોડીને પારકાના 
આખાય  જીવનની જવાબદારી શા માટે વેંઢારે ..!  
વર્ના પ્રેમ લાગણી અને હુંફ તો એના પરીવારમાંથી પણ મળતીજ હોય છે ને ..!
એજ રીતે અગર જો પુરુષોને માત્ર સ્ત્રીઓના શરીરની જ ભૂખ હોય તો , 
પુરુષ પણ લગ્ન નો વિચાર સુધ્ધા ના કરે ..! 
અગર જો પુરુષોના મનમાં એવુજ હોય કે તે માત્ર સ્ત્રીના શરીરને જ 
ભોગવવા ઈચ્છતો હોય તો તો  
બજારમાં સો સો રૂપિયે કિલો સ્ત્રીઓના શરીર વહેચાય જ છે ને ..!
અને એ પણ કોઈ બળજબરીથી નહી ..!
બલકે સ્ત્રીની ખુદની મરજીથી એ પોતાના શરીરને બજારમાં વહેચે છે ! 
પણ એવું નથી હોતું ! સ્ત્રી અને પુરુષને બંને ણે એકબીજાના 
પ્રેમ હુંફ સમેતજ શરીરની ભૂખ હોય છે !
હાં ઘણા સ્ત્રી પુરુષો એવા હોય પણ છે ! 
જેને માત્ર શરીરનીજ ભૂખ હોય છે !
અને એવા સ્ત્રી પુરુષો એ ભૂખ ભાંગવાના સસ્તા રસ્તા પણ શોધીજ લેતા હોય છે ! 
બજારુ સ્ત્રી સિવાય . 
જો કે એ બાબતે પણ પુરુષોને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે ! 
જ્યારે સ્ત્રી માટે એવું કરવું પણ ખુબ આસન હોય છે .!
સ્ત્રી પોતાના કામણના એક ઈશારે તે 
ચાહે તે પુરુષને પોતાનો ભોગ બનાવી ભોગવી શકે છે !
ખૈર .... 
એક ધારું બોલી અનંત અટક્યો અને પાણીના બેચાર ઘૂંટ પી આગળ બોલ્યો  ... 
પરીયા આવું વિચારતી સ્ત્રી બિલકુલ ગલત છે ! 
હકીકત તો એ છે કે પ્રેમ ની હુંફ અને શરીરના સુખની 
સ્ત્રી પુરુષ બંને ને સરખીજ જરૂરત હોય છે ! 
એટલેજ તો આખો દિવસ પોત પોતાની જવાબદારી નિભાવી 
થાકેલા પાકેલા બંને સ્ત્રી અને પુરુષ રાતના એકાંતમાં 
એકજ પથારી પર પ્રેમ અને હુંફ સમેત 
એક બીજાના શરીરને ભોગવે એને સંભોગ કહેવાય છે..! 
અને સંભોગ દ્વારાજ બન્ને નો આખા દિવસનો થાક ઉતરતો હોય છે ! 
અન્ય કામોથી કદાચ કંટાળો પણ આવે ..!
પણ પ્રેમ અને સેક્સ થી ક્યારેય કોઈને કંટાળો નથી આવતો .. 
અગર કોઈ સ્ત્રી કે પુરુષને જો  એ "કામ"થી કંટાળો આવવા લાગે તો , 
સમજણ પૂર્વક એ બાબતે આપસમાં ચર્ચા વિચારણા કરવી જોઈએ ... 
અને જરૂર લાગે તો વહેલી તકે તેનો ઈલાજ પણ કરાવી લેવો જોઈએ .!
અન્યથા વિવાદ વિખવાદના અંતે .!
વાત છુટા છેડા સુધી પહોચી જવાની શક્યતા વધી શકે છે !  
પરીયા પહેલા પણ મેં કહ્યું હતું કે . 
જો બેડરૂમમાં ઉદભવતી સમસ્યાઓનું નિરાકરણ,  
બેડ રૂમમાજ ના થાય તો વાત કોરટ સુધી જાય છે !  
"કામ" યાને સંભોગ શરીરને અલૌકિક તાજગી બક્ષે છે !  
પ્રેમ અને સેક્સ ણે ક્યારેય અલગ અલગ પાડી ના શકાય ... 
પ્રેમ અને સેક્સ એક બીજાના પુરક છે ! 
અને એક બીજા સાથે અતુટ રીતે જોડાયેલા  છે !
માત્ર શરીર થી કે માત્ર પ્રેમથી સંસાર ચાલેજ નહિ ..!
હાં કોઈ મજબૂરી વશ કોઈ એવું જીવન  જીવી નાખે એ વાત નોખી છે !
પરીયા ખરેખર તો આ આખીય ચર્ચા આ વિષય 
અરસ પરસ એકબીજાની સમજણ પર આધાર રાખે છે !
જ્યાં જ્યાં સમજણનો અભાવ હોય ,
સ્ત્રી યા પુરુષ માં 
ત્યાં ત્યાં સ્ત્રી અને પુરુષ બંને વાહિયાત વાતો અને વિચારો કરે છે ! 
 સમજણ હોય ત્યાં કોઈજ ફરિયાદ હોતી નથી 
ત્યાં હોય છે તો હોય છે માત્ર સમજણ સમેત 
શરીર સમેત પ્રેમ હુંફ હોય છે ! 
આ વાત જે નથી સમજતા 
જે સ્ત્રી પુરુષમાં આ બાબતે સમજણ નથી..!
તે ઈશ્વરે આપેલ આ દેહ સમેત જીવનને ભોગવતા નથી ..! 
તે માત્ર ને માત્ર ઢસરડા કરે છે  ઢસરડા ...! 
આટલું કહી અનંત ઊંઘી ગયો... 
*બ્લાસ્ટ* 
જીંદગી પરમ ચરમ અનંત પ્રેમ એવં હુંફથી ચમકતી હોય છે.! 
"અનંત" પરમ ચરમ પ્રેમ એવં હુંફ ની કમી ખટકતી હોય છે.!
એજ પરમ પ્રેમ અને હુંફ પછી કલમમાંથી ટપકતી હોય છે.! 
જીંદગી પરમ ચરમ અનંત પ્રેમ એવં હુંફથી ચમકતી હોય છે.! 
"અનંત" 



No comments:

Post a Comment