Friday, 20 March 2020

તમારો કલબલાટ કાનમાં મહેફૂઝ છે !

"પ્રલય"
અહ, તમે ભલે કહો પણ હું ના માનુ..!
ના.. ના...ના.!
એ ક્યાંય ગઈ નથી...
હમણાં આવશે...
જોજોને તમે એ હમણાં જ પાછી આવશે...
હાં એ ગઈ જરૂર છે.!
પણ હમણાં પાછી આવશે..!
"અનંત" એ તો માત્ર શરીર બદલવા ગઈ છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે
એની ચહીતી માટે લખેલી આ રચના
મારી ચહીતી કુંજલજી અને,
તેના પરીવાર ને અર્પણ... 👏🏻
વર્ષો પહેલાં જ્યારે...
અનંતે યુવક મહોત્સવમાં...
પહેલીજ વાર ભાગ લીધો...
અને છવાઈ ગયો...
છોકરીઓના હ્રદયમા અને નજરમાં..
જો કે વગર અનુભવે પહેલીજ વાર...
તખ્તા પર પગ મૂક્યો હોવા છતાં પાત્રમાં ઓતપ્રોત થઇ ને પોતાનુ પાત્ર ભજવ્યું ત્યારે...
ગુરૂ ગજેન્દ્ સાહેબ પણ ગદગદ થઇ ગયા હતા..!
અનુભવ વીનાના અનંતને
પોતાના પાત્રમા પ્રાણ પુરી દેતા જોઈ
ગુરૂ પણ અનંતમા ઊંડાણ પુર્વક દિલચસ્પી લેતા જુના ચેલાઓને અનંતના ઊદારણ આપતા કહેતા...
(એ હું અતારે નૈ કૌ પછી કેવુ હશે તો કૈશ)
પછી તો સૌ સતત મળતા...
અને આમ તો જો કે અનેકનો...
મગર અનંત..
એક છોકરીનો ખાસ ચહીતો થઈ ગયો...
એ પણ સાહીત્ય રસીક હતી..
એ કારણેજ..!
એજ કારણે..!
એ બધીજ કારણ હોવા છતાં પણ.!
એ કોઈજ કારણ નહોતી.
એ બધી તો માત્ર કારણનુ કેન્દ્ર હતી.
અસ્સલ કારણના મુળમા ઈર્ષા હતી..
એજ કારણે...
એ લોકોએ અનંતને ચોક વચારેજ
તે રાત્રેજ ગ્રૂપમાથી રૂખસત કરી દીધો..!
જોકે તેમ છતાં...
નીર્દોશ અનંતે કોઈને પણ દોષ ના આપતા...
ખૈર...
જેવો મારો હીશાબ..!
માત્ર આટલુજ મનોમન બોલ્યો..
અને પછી એજ રાત્રે અનંત ચુપચાપ..!
એ ગ્રુપમાથી અને,
એ બધીઓથી કાયમને માટે દૂર થઇ ગયો...
એ યુવકો જે વર્ષોથી સતત મળતાં હોવા છતાં.! છોકરીઓના સંગ સહવાસ થી વંચીત હતા.
અને અનંતને આવ્યા ને હજુ તો
એકાદ બે મહિનાજ થયા હતાં. !
છતાં એની આસપાસ છોકરીઓ..!!!
છોકરીઓ ખુદ સતત અનંત નો સંગ જંખે...!!!
એમ્મા મારા ભોળા ભાઈબંધ અનંત નો શું વાંક્ક.!?
પણ એ યુવકો આ વાત સમજી સાંખી ના શક્યા..!
અકલે અનંતને હાંકી કાઢ્યો...
એમાં એ સાહિત્ય રસીક છોકરી..
જે સતત મોકો શોધતી અને,
મોકો મળે ત્યારે અનંત સાથે
કાવ્ય ગોષ્ઠી કરતી...
એ વાત અન્ય અનેક યુવકોને ખટકી..
આ સત્ય ઘટનાનું વેદના મય વર્ણન...!
અનંતે તેની આત્મકથા..!
"શ્રાપીત સુંદરતા" મા કર્યુ છે.!
એક દિવસ એક બીના બની...
જેની ખબર અનંતને મહીનાઓ બાદ પડી..!
ઓહ..! બીના,,,
ત્યારે...
નીર્દોશ ભાવે તગતગતી આંખે..!
અનંતે તેની એ ચહીતી માટે લખેલી
આ એજ રચના છે..!
"પ્રલય"
અહ, તમે ભલે કહો પણ હું ના માનુ..!
ના.. ના...ના.!
એ ક્યાંય ગઈ નથી...
હમણાં આવશે...
જો જો ને તમે એ હમણાં જ પાછી આવશે...
હાં એ ગઈ જરૂર છે.!
પણ હમણાં પાછી આવશે..!
"અનંત" એ તો માત્ર શરીર બદલવા ગઈ છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે
એની ચહીતી માટે લખેલી આ રચના
મારી ચહીતી કુંજલજી અને,
તેના પરીવાર ને અર્પણ... 👏🏻
*એ છોકરી નું નામજ બીના હતું *
જે બની ગઇ એક બીના વર્ષો પહેલાં...
નિર્દોષ ગુનેહગાર is with Kaushik Savariya and 14 others.
વર્ષો પહેલા ભાઈબંધે લખેલી અને,
મુજ હારેલા ને હિંમત આપવા...
અડધી રાતે ખંડેર મધ્યે કહેલી વાત ..!
ચાલ ! હવે તું કઈક નવું વિચાર.....
જાગ ! હવે તું કઈક નવું વિચાર ...
@@@@@@@@@@@@@@@@@@@@@@
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
મારો હર એક પ્રયાસ તને સફળતા તરફ લઈ જશે .
તારો હર એક પ્રયાસ મને સફળતા તરફ લઈ જશે.
સૌ સાથે હળી મળી જો કરો સાહસ, સિધ્ધી મળે સૌને.
એક મેકની હિમ્મત તમને સફળતા તરફ લઈ જશે.
હ્રદય કોમળ રાખો તો બાગે બહાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
અગર એક ક્ષણ પણ જો તું પ્રયાસ કરવાનું છોડશે ..!
તો તારી નિષ્ક્રિયતા તને નિષ્ફળતા તરફ લઈ જશે.
આવ્યો છે. દુનિયામાં , તો એક છાપ છોડી જવાનું છે.
તારા આ પ્રયાસો દુનિયાને એક નવી મિશાલ દઈ જશે.
એક વધુ અનુભવ મળે છે .જ્યારે તું નાપાસ થાય છે.
અનુભવી જ્યાં પણ જાય છે, એની જગા ખાસ થાય છે.
નાપાસ થયે કશુ જ ગુમાવવાનું નથી હોતું .
નાસીપાસ થાય જે, તેને કેવળ હાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
ખુલ્લુ જે હોય એમાં ખોલવાનું શું .
શોધાઈ ગયું જે એમાં શોધવાનું શું .
બોલ હવે કઈક તું અલગ બધાથી.
જે બોલાઈ ગયું એમાં બોલવાનું શું.
શોધવાનું ઘણું બાકી હજુ .
ખોલવાનું ઘણું બાકી હજુ .
બોલવાનું ઘણું બાકી હજુ.
ખોલી શકવાની ક્ષમતા જેનામાં હોય છે .
‘ને જે ખોલી શકે છે,એને જ બંધ દ્વાર મળે છે .
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
ભાઈ આમ બેસી ના રહે, તું હાથ દઈને માથે.
ઘણા કાર્યો એવા, જે થઈ ના શકે એકલે હાથે.
ચાલતો રહશે તો મળશે સફરમાં અનેક સાથી.
બસ તું જોડાઈ જજે સફરમાં, એની જ સાથે .
તારી સાથે એકદમ જેના જેના વિચાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
સફળતા તેને અચૂક મળે છે. જે સમજી શકે આ વાતને.
“અનંત”ભૂલી દિવસ રાતને , ઢ્ંઢોળે છે જે પોતાની જાતને.
બહાર જેટલું દિસે તને , એટલુજ ભીતર પણ હોય છે.
ભીતર જે ઉતરી શકે, એને ખુદમાં નવો અવતાર મળે છે.
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
"અનંત"
જી . કુંજલજી , તમારી પ્રેમાળ જિદે અંતે જુકાવ્યો મને
લ્યો કુંજલજી હવે તો ખુશ ને.... ?
તો ... હવે હું, જાઉ છું, હોં ને
મારા એ જ ખૂણા તરફ.....
Like
CommentShare
Comments
Write a comment...

No comments:

Post a Comment