Friday, 3 April 2020

ભાઈબંધોના શબ્દોને ઊંડાણથી સમજી શકતા હિમંત દાદા ...

પરમ પૂજ્ય વડીલ શ્રી દાદા ને કતીરા ના પ્રણામ ...
દાદા હું જાણું છું તમે ખુબ જાણકાર છો જ્ઞાની છો !
અધ્યાત્મિક છો ..!
તમારું વાંચન તમારા અનુભવ તમારું આદ્યાત્મિક જ્ઞાન ખુબ વિશાળ છે .. !
હું ગર્વથી એમ કહી શકું !
દાદો મારો ...
હરતી ફરતી બોલાતી ચાલતી જીવતી જાગતી નીશાળ છે ...  
તમારા જ્ઞાન એવં તમારી સામે મારી ના કોઈ વિસાત છે ... 
તેમ છતાં તમે મારી સાથે આત્મિક રીતે જોડાયા એ મારું 
સદભાગ્ય કહેવાય ... 
હું પણ મારા ભૈબંધોના લખાણને હજુ સંપૂર્ણ સમજી નથી શક્યો 
કદાચ હું હજુ એટલો સમર્થ નથી ..!
અને એક તમે છો કે ભાઇબંધો ના શબ્દોને તેના ઊંડાણને 
મહદ અંશે સમજી શકો છો 
અને સતત વધુને વધુ સમજવાનો પ્રયાસ કરો છો..!
એનો અર્થ એજ કે તમે ખરેખર એક સાચા જિજ્ઞાસુ છો..!
મારા ભાઈબંધોના આત્મા પણ ખુશ થતા હશે ..! 
મોટી મોટી તકલીફો સામે 
જ્યારે ભાઈબંધો ને નાની નાની ખુશી મળતી ત્યારે 
પણ એ ડોલી ઉઠતા અને બોલી  ઉઠતા ...
"આ ભવમાં આટલું ઓછુ ના કહેવાય"
જ્યારે હું પરમ ચરમ અનંત અખંડ આનંદ મળે ત્યારે ...
એમ કહું છું..!
"આ ભવમાં આક્લું તો બૌ  કહેવાય .."
     




   
 Himatbhai Mehta
અનંત કાળથી જ્ઞાની ના વેશ માં ભટકતો અજ્ઞાની.
અજ્ઞાની સમજાવે જ્ઞાનીને છોડ તું જ્ઞાન ની ભાષા
અજ્ઞાન જેવું કોઇ જ્ઞાન નથી અજ્ઞેત પકડમાં ન આવે
કર તું અસ્તિત્વ નું વિસર્જન બની જૈસ શુન્ય અદ્વૈત
Comments

No comments:

Post a Comment