Monday, 12 July 2021

મર્યા પછી નુ જીવન


 


વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે લખેલી આ વાતમા કૈક તો ગુઢ છુપાયુ છે.!
જે ઉકેલવા ખાતર મે કૈં કેટલાય વર્ષોથી બંધ કબાટમાં ગૂંગળાતાં સાવ 
 ઝર્રઝર્રીત કાગળિયામાં આછા પડી ગયેલાં 
અક્ષરો ઉકેલવાનો મધરાત સુધી અથાગ પરિશ્રમ કર્યો..!
શબ્દો તો માંડ માંડ ઊકલી ગયા...
પણ અફસોસસસસ....
ગુઢાર્થ ઉકેલી શક્યો નહીં.!

* મર્યા પછીનુ જીવન *
સુખ દુઃખ આનંદ પીડા...
વેદના વ્યથા કે પછી પ્રેમ..!
જીવ્યા કરતા અધીક સતાવે છે.!
છતાં..! મર્યા પછી જીવવાની
"અનંત" મજા આવે છે.!
મરો આનંદ મારો પ્રેમ..!
મારી પીડા મારી વ્યથા...
મારૂ સુખ મારૂ દુ:ખ..!
મારી સજા.!
હું ખુદ નક્કી કરૂ છું.!
ના અન્ય કોઈ મને મજા આપી શકે છે..!
ના તો કોઈ મને સજા આપી શકે છે..!
જીવતાં મર્યા પછી જીવવાની "અનંત" 
જીવ્યા કરતાં વધુ મજા આપે છે મને.!
"અનંત"

*બ્લાસ્ટ*

છેક સુધી કોઈ એ સમજી શકતું  નથી "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે, નવા ચડત . 
"અનંત"

No comments:

Post a Comment