Friday, 30 July 2021

"અનંત" ના ઝર્ઝરિત કાગળિયા,

 "અનંત" ના ઝર્ઝરિત કાગળિયા, અને જીવન ઝરમર. કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 'ને હું કહું છું કે...

ઘર્ષમય ખૂબ કષ્ટદાયક, મને એ દિવસો કપરા યાદ આવે છે.

દિવસો એ મજબૂરી ને મજદૂરીના એક સામટા યાદ આવે છે... 

કે આ ચોમાસે ચોમાસે મને મારા ભાઈબંની દશા યાદ આવે છે..... 

જ્યારે દુનિયાના લોકો વરસાદમાં ન્હાતા  ... 

ત્યારે ભાઈબંધ ખૂણામાં પરસેવે પલળતો ... 

જ્યારે દોસ્તો ભીંજાતા ભીંજાતા હસતાં  ..... 

ત્યારે ભાઈબંધ ભીની આંખે અંદર અંદર રળતો .... 

અને જ્યારે એક દિવસ ઈશ્વરે એની સામે જોયું .... 

ત્યારે .... 

આનંદ વિભોર થઈ એ વરસાદમાં ન્હાતો હતો ... 

'ને ન્હાતા ન્હાતા ગીત આ ગાતો હતો...

@@@@@@@@@@@@@@@@@

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

પ્રથમ આકાશેથી આગ વરશે છે. 

સુરજ કાળઝાળ વરશે છે.

ને પછી વરસાદ અનરાધાર વરશે છે.

પ્રથમ આગ બાદ ભીની ભીની ટાઢ વરસે છે. 

હો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

કક્યાંક ઝરમર ઝરમર તો ક્યાક ધોધમાર વરસે છે. 

આભમાંથી ધરતીનો લીલોછંમ શણગાર વર્ષે છે.

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

કષ્ટદાઈ સફરમાં પણ દૂ:ખને  હું સુખ કહું છું. 

વ્યથાઓ  છુપાવી હર હાલમાં હું ખુશ રહું છું. 

દિવસ રાત જોયા વિના હું તનતોડ મહેનત કરું છું. 

અઢળક પીડા સહેતુ શરીર છતાય તંદુરસ્ત રહું છું . 

કેમ ના રહું હું ખુશ તંદુરત..!?

પરસેવો સતત મારા અંગેઅંગ માંથી આખાયે બદનમાંથી અથાગ વરસે છે. 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે.

સ્વાર્થી માનવી પોતાનું ફોડી લે છે. મગર ઈશ્વર મૂંગા પ્રાણીનું વિચારે છે.    

એ તરસ્યા મૂંગા મંતર પ્રાણી અને આ સુકી તરસી ધરતી જ્યારે પુકારે છે. 

ત્યારે ધોધમાર આખે આખું આકાશ વરશે છે.... 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

અનંત અલૌકિક આ મૌસમની અસર કૈક એવી હોય છે .! 

આ વરસાદી મૌસમમાં કોઈ દૂ:ખ અનુભવે તો કોઈ સુખ. 

કોઈ પ્રિતમના સંગમાં ભીંજાય આ વરસાદમાં... 

તો કોઈ વિરહણિની પ્રિતમના વિરહમાં આંખ વરસે છે..

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

અંગારની માફક ક્યારેક ક્યારેક જેમ ઠંડો બરફ દઝાડે છે. 

આ વરસાદનું પણ અસસ્લ એવું જ એ પણ આગ લડાગે છે.

ઝરમર ઝરમર આ મૌસમની ભીની ભીની માદક સુવાસ.... 

કોઈના હૈયાને આપે છે ઠંડક તો કોઈના હ્રદયને દઝાડે છે. 

વરસાદની સાથે સાથે ભુલાઈ ગયેલી કેટકેટલી યાદ વરસે છે . 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

થાય ક્યારેક એવું પણ આ વરસતા અનરાધાર વરસાદમાં ... 

કરુણ હસવું આવેપહેલા પહેલા, આંખે આંસુ આવે બાદમાં...   

સમજે લોક ચહેરા પર બુંદ બુંદ નીતરે છે તે છે બુંદ બુંદ વરસાદની  

કોઈ કળી ના શકે વરસાદી  બુંદ સાથે આંખથી આંસુ આબાદ વરસે છે .!

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

કોઈને ખુબ હસાવે કોઈને યાદ સતાવે કોઈને ચોધાર રડાવે છે ! 

તો કોઈને ભુલાઈ ગયેલી અનેક ઘટના એક સામટી યાદ અપાવે છે.

આ મૌસમ બધે બધા સાથે એક સરખું ક્યાં ભઈસાબ ! વરતે છે. ? 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે.

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

છે આ મૌસમ ની અસર કઈ એવી ...

સાવ અમસ્તો અમસ્તો કોઈને કોઈ પર પ્યાર વરસે છે. 

તો અમસ્તી અમસ્તી કોઇની આંખ ચોધાર વરસે છે.   

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

જો કે લાગે છે અમસ્તું , પણ સાવ એવું નથી હોતું.  

કારણ નવું કે યુગો જૂનું પણ હોય શકે.! સમજે જો તું. 

કારણ વિના કોઈ પર કોઈને નથી ઉભરાતો પ્રેમ. 

અને વિના કારણ વિના દૂ:ખે તો કોઈ નથી રોતું.  

જ્યારે જ્યારે સવાલ તપે છે ત્યારે ત્યારે જવાબ વરસે છે.  

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

હ્રદયમાં વેદના આંખમાં ખારા આંસુ ને શરીર જેના પરસેવે નીતરે છે. 

“અનંત” સોના માફક એનું શરીર ચમકે છે ને ફૂલ માફક ચહેરો નીખરે છે. 

ખારા ખારા આંસુ અને એવાજ ખારા પરસેવા વર્ષાવ્યા પછી. 

“અનંત” આ જીવન આકાશમાં પણ ..!

એક દિ'અમ્રુત વરસે છે અમિધાર વરસે છે. 

કહો છો આપ કે આકાશેથી વરસાદ વરસે છે. 

પણ હું કહું છું કે ઈશ્વરના આશીર્વાદ વરસે છે. 

"અનંત" આમ તો વરસાદ આશીર્વાદ છે નિશ્ચિત ... 

કિન્તુ આ પણ એટલુજ સત્ય છે...

એ વરસી અનરાધાર ... 

ને તાણી જાય ઘરબાર...

ત્યારે લાગે એવું કે જાણે આભમાથી કોઈનો શ્રાપ વર્ષે છે... 

સમજવું ત્યારે માનવીની જ કોઈ ભૂલ કોઈ પાપ વર્ષે છે ....  

*બ્લાસ્ટ*

“અનંત” જ્યારે ચો તરફ દૂ:ખનાં કાળા વાદળ ઘેરાય ... 

ત્યારે સમજવું કે હવે સુખનો વરસાદ થવાની તૈયારી છે. 

બ્લાસ્ટ :-  એવં પ્રાર્થના અનંતની.

આગમાં તપતા મહેનતકશ આ શરીર પર કદિ કોઈ બીમારીની નજર ના પડે..!   

હે "અનંત" ઈશ્વર... તું મોત દે તો એવું દેજે કે જિંદગીને પણ ખબર ના પડે..! 

"અનંત"

હા.! આ જ છે એનું ઝર્ઝરિત સાહિત્ય જેનું હું જીવની જેમ જતન કરું છું .

ખોટું નથી બોલતો કાઇ ...
આ રહ્યો પુરાવો...

જો આ રહ્
પુરાવો...


14 Comments

  • Darshna Suraj
    bhai bandh na shabd ma thi mausam nu satya varse che!
    2
    • Love
    • See Translation
    • 7y

  • Kaushik Savariya
    ATI SUNDAR...............
    1
    • Like
    • See Translation
    • 7y
  • Pravin Miyaatra
    old is gold...new is silver!
    1
    • Love
    • 7y
  • Namrata Katira
    ભુલાઈ ગયેલી અનેક ઘટના એક સામટી યાદ અપાવે છે. આ મૌસમ બધે બધા સાથે એક સરખું ક્યાં ભઈસાબ ! વરતે છે. ?
    3
    • Love
    • See Translation
    • 7y
  • નિર્દોષ ગુનેહગાર
    Pravin Miyatra ... ) તો પછી ...! આટલે જ તો... 
    🙂
    2
    • Like
    • 7y
  • નિર્દોષ ગુનેહગાર
    Namrata જી...
    તે શું ઈવડો ઇ મરી ગ્યો ... સાચું કે તો તો... … 
    See More
    3
    • Like
    • 7y
  • Namrata Katira
    કારણ વિના કોઈ પર કોઈને નથી ઉભરાતો પ્રેમ. અને વિના કારણ વિના દૂ:ખે તો કોઈ નથી રોતું. જ્યારે જ્યારે સવાલ તપે છે ત્યારે ત્યારે જવાબ વરસે છે.
    3
    • Love
    • See Translation
    • 7y
  • નિર્દોષ ગુનેહગાર
    n.k 
    🙂
     હાસ્તો ... 
    🙂
     ઈવડો ઇ સાચુજ કે તો તો ... એવું જ હોય છે .... 
    🙂
    2
    • Like
    • 7y
  • નિર્દોષ ગુનેહગાર
    Namrata Katiraile હાસ્તો .. ઈવડો ઇ સાચુજ કે તો તો ... એવું જ હોય છે ....
    🙂
    • Like
    • 6y
  • Pravin Miyaatra
    અનંત નુ સર્જન આ જે પણ એટલુ જ પ઼સ્તુત છે..
    આજ માટે જ એણે લખેલુ છે એવુ અનુભુત થાય છે..વાહ
    2
    • Love
    • 6y
  • Kunjal Pradip Chhaya
    #Kabat Katira ane Kunjal na papa 
    🙂
    Junu vadhu Janitu lagva lage kyarek.. juni yado bahu songi lagva lage kyarek.. #kunjkalrav
    3
    • Love
    • See Translation
    • 6y
  • નિર્દોષ ગુનેહગાર
    Pravin Miyaatra પવલા ......................
    ભાઈબંધ "અનંત"નું બધુ એવું જ હોય છે..... … 
    See More
    1
    • Like
    • 6y
  • નિર્દોષ ગુનેહગાર
    Kunjal Pradip Chhaya હ અ એટલેજ તો હું એ મમળાવું છું ... ! જૂની વાતો જૂની યાદો ....






  • નિર્દોષ ગુનેહગાર updated his cover photo.

     
    Shared with Public
    Public
    વર્ષો પહેલા....
    ભાઈબંધે "અજ્ઞાની" એ આવુ કૈ કહ્યુ હતુ કે, ...
    !
    !
    !
    !
    આમા હંધુઈ આઇ ગ્યુ,
    હોય,
    મારે કૈ બોલવાની જરૂર નૈ...
    અકલે હુ જાતે જ મુંગો રૈશ...
    કોઈ ક્યે કે,
    "એલા મુંગો મર ને હવે તું..!"
    એના કરતા તો,,,
    😴
    જો કે આ વાત બુદ્ધિશાળી લાગતા,
    વળગતાને નૈ સમજાય...
    અકલે કે,
    આ વાત બુદ્ધિશાળી લાગતા, યા, પોતાને માનતા..
    અને છતા સમજ્યા વિચાર્યા વીના,
    પોતાની વાતનેજ વળગતા અકલે કે,
    પોતાનોજ કક્કો ખરો કરતા, (એમ..!)
    અને,
    ગમે તે વ્યક્તિ કે,
    ન ગમે તે હસ્તી વીષે બોલતા બાફતા...
    લોકોને આ નૈ સમજાય .!
    આવુ વર્ષો પુર્વેજ ભાઈબંધે મને,
    "એલા પણ મને કૈ સમજાયુ નૈ"
    એવુ જ્યારે મે એને કહ્યુ ત્યારેજ ....
    એણે મને કહેલુ કે,
    પરીયાઆઆઆઅ.....
    આ વાત તને તો શુ પણ,,,
    (પણ પછી,)
    જે પહેલા કહ્યુ એજ...!
    😴😴😴
    એમ નૈ ભૈ પણ અગર કોઈને સમજાય જશે તો.!!???
    મે આવો બેહુદો અને બે બુનિયાદ સવાલ કર્યો ત્યારે..
    એણે જીણકુક ગુસ્સે થૈ ને કહ્યુ
    તો શુ.!?
    તો એ સમસમી જશે...
    સમસમીને ચૂપ્પ થૈ જશે બીજુ શુ...
    😴😴😴
    ब्लास्ट :- "अनंत"
    तीसरी आंख..!
    और...,
    तीरछी आंख..!
    बहोत कुछ देख शकती है..!
    आसपास, आरपार.!
    ऊपर नीचे अंदर बहार..!
    और...
    दीखा शकती है दीन मे भी तारे...
    प्यारे "अनंत" दीन मे भी..! तारे...
    कभी लब्झ फूल कभी हो फवारे...
    कभी लब्झ सितारे तो कभी अंगारे...
    "अनंत"...
    तीसरी आंख..!
    और...,
    तीरछी आंख..!
    "अनंत "
    આવુ આવુ બધુ કૈન ઈ બેય વૈ ગ્યા...
    એક હુ ને બીજા એના શબ્દો રૈ ગ્યા...
    અડધી રાત પુરી...
    અડધી વાત અધુરી...
    માર ભાઈબંધ કે'તાજ કે,
    બસ આજ આવવા જવાનુ કારણ આજ..!

    https://www.facebook.com/share/1A4ZgZY8vj/
    No photo description available.
    Shree Nasib, Kunjal Pradip Chhaya and 3 others
    1 Share
    Share
    https://www.facebook.com/100002991311961/videos/260135597429482/

    No comments:

    Post a Comment