Thursday, 8 July 2021

ફરી પાછી ઘોઘી મુંજાઈ ગઈ..


કોણ જાણે કેટલા વખત પછી ઘોઘો ઘેર આવ્યો ખબર નૈ પણ આવતા વેંત  

આદત મુજબ સોફા સામે પડેલી ટીપોય પર પગ લંબાવી બેસી ગયો .. 

ઘોઘી રોજ ઘોઘાના ઘર તરફ નજર નાખતી 

પછી એક ઊંડા નિશ્વાસ સાથે ઘોઘી ની નિરાશ નજરે ઉદાસ વદને 

પોતાના ઘરનો દરવાજો બંધ કરી દેતી. 

આજે પણ ઘોઘીએ ઘોઘાના ઘર તરફ નજર કરી અને ઘોઘી ખુશીની મારી ઊછળી પડી .. 

ઘોઘાઆઆઆઆ.. ઘોઘો તું આવી ગયો .... 

હું હમણાંજ તારી માટે ચાય લઈને આવું છું ..! 


મનો મન હરખાતી ઘોઘી ભૂલી ગઈ કે આટલા બધા દિવસથી કહ્યા પૂછ્યા વગર ગયેલા ઘોઘાને આવે ત્યારે બોલાવવોજ નથી અને અગર એ બોલાવે તો પણ પહેલા તો બરોબરનો ઘઘલાવી નાખવો છે . 

આવું બધુ ઘોઘાની ગેરહાજરી માં ઘોઘીએ નક્કી કર્યું હતું. 

પણ બધુ ભૂલી ગઈ અને ફટોફટ ચાય લઈને ઘોઘાના દરવાજે દોડી ગઈ. 

પણ તરત અંદર જવાને બદલે દરવાજે ઊભી ઊભી ઘોઘા સામે જોવા લાગી . 

ઘોઘો તો આંખો બંધ કરી માથા પાછળ બે હાથ ભેગા કરી  સોફાના ટેકે માથું અઢેલી આરામથી સૂતો હતો . 

આ જોઈ ઘોઘી ના મનમાં ઘણો ગુસ્સો આવ્યો .

પણ ગુસ્સાને પગ તળે દવાવી દબાતા પગલે ઘોઘી ઘોઘા પાસે ગઈ .. 

અને ,,,  

એના મનમાં જાણે કાઈજ હતું નહીં બિલકુલ બે પરવાહ બે ફિકર .. 

No comments:

Post a Comment