Sunday, 19 September 2021

નક્કીજ છે કે આ ભવમાં આપણે મળી શકવાના નથી

અનંત નો અટપટો પત્ર 

તો પણ આમ તો આપણે મળતાજ હોય છીએ સતત 

ઓમ મળવા કરતા ક્યારેક, 

આમ મળવાની પણ મજા આવતી હોય છે. 

નક્કીજ છે આ ભવમાં મળી શકવાના નથી, 

શું તેથી, 

આપણે મળવા વીષે વીચારવાનુ પણ નહીં..?

મળવુ એટલે શું.? 

હાં બીલકુલ જરૂરી છે.! 

એક સ્ત્રી અને એક પુરુષનુ 

શરીર સાથે શરીરનુ મળવુ. 

મગર, 

શું માત્ર બે શરીર મળે એનેજ મળ્યા કહેવાય.? 

આમ પણ એ તો છેક પછીની ઘટના છે..! 

શરીર થી શરીર મળે પહેલા તો, 

શરીરના ઉપલા હિસ્સામાં

એટલે કે કપાળ નીચે 

ગાલ ઉપર 

અને વચ્ચે ચોંટેલા નાકની આજુબાજુ 

એટલે કે ચહેરા પર ચોંટેલી 

બે આંખોજ મળતી હોય છે ને..!? 

તો પછી.!? 

અને પછી, 

આંખને ગમે તો અંતર ઘટે છે. 

અંતર ઘટે તો કોઈ અંતરમાં વસે છે. 

અર્થાત્

આંખને રસ્તેથી 

પછી કોઈ હ્રદયના દ્વારે પહોંચે છે. 

અને તોજ પછી હ્રદયમાં પ્રવેશે છે. 

એટલે કે અંતર ઘટ્યા પછી, 

કોઈ અંતરમાં વસે છે 

આ થવુ, આમ થવુ, 

એજ તો પ્રથમ જરૂરી છે શરીરને પામવા. 

આમ પણ આખી ઘટના 

જોયા પછીજ  ઘટતી હોય છે.! 

જોયા પછી ઘટના ઘટે છે.! 

જોયા પછી ઘટના વધે છે.! 

જોયા પછી કલ્પના વધે છે.! 

અને જોયા પછી, 

જોયા કરવાની ઝંખના વધે છે. 

આમ તો જો કે જોયા વીના 

જે જોવુ હોય, જેવુ જોવુ હોય, 

તેવુ જોઈ શકાય છે. 

પણ જોયા પછી જે જોયુ હોય, 

તે જેવુ જોયુ હોય તેવુ જ દેખાય છે.! 

એજ દેખાય છે.! 

તેજ દેખાય છે.! 

આમ જોવા જઈએ તો જોયા પછી 

જે જોવુ હોય તે જોવાની આઝાદી 

છીનવાઈ જતી હોય છે.! 

અને જોયા પછી, 

એજ જોવાની ઈચ્છા થતી હોય છે. 

આમ એક પ્રકારે બંધાય જવાતુ હોય છે. 

એ એક એવો સંબંધ બંધાય છે કે, 

બંધન બંધન લાગતુ નથી 

એ બંધન અકળાવતુ નથી..! 

બલ્કે, 

પછી તો એવુ થાય કે અગર એ બાંધે નહીં, 

અને છોડી જાય, 

તો અકળામણ કે ગુંગણામણ થાય છે..! 

આ સંબંધમાં બંધનજ થકીજ 

મુક્તિનો અહેસાસ થાય છે.! 

આમ પણ, 

બંધન વગર મુક્તિનો અહેસાસ શક્યજ નથી. 

તેથી જીવનમાં એકવાર બંધાવુતો જોઈએજ.! 

હાં, તો, 

ગર એ શક્ય છેજ નહીં તો શું.? 

મારે એ વીષે વીચારવાનુ પણ નહીં..? 

વીચારવુ તો પડેજ.! 

આ વખત માટે નહીં.! 

બલ્કે, 

આવતા વખત માટેય વીચારવુ તો પડેજ.!

પુર્વ તૈયારી 

હું એ કરૂ છું.! 

હું એજ કરૂ છું.! 

તું પણ ચાહે તો એમ કરી શકે છે. 

"અનંત" મારી જેમ કરી શકે છે. 

"અનંત" 

સંધ્યા પછી રાત પડી અને, 

એજ કબાટ એજ કાગળ 

આજે એમાંથી એક કાગળ 

મે ઉકેલ્યો એકલા એકલા 

આવતી વખતે તું પણ મારી સાથે હોય, 

"અનંત" ના અઢળક ગરબડ અક્ષર ઉકેલવા... 

એજ 

ઝંખના 

તું આવે 

અને અનંતના અટપટા 

અધુરા અસ્પષ્ટ અક્ષર ઉકેલાવે 

અર્થાત્... 

તું આવે ત્યારે... 

ઉકેલ આવે, એ વાત સાચી.! 

પણ ત્યાં સુધીમાં મારા એકલાથી 

ઉકેલાય એટલા તો હું ઉકેલુ 

એમ વિચારી 

મે મારી યાત્રા આગળ વધારી... 

અને મે અનંતના થોડા વધુ શબ્દો ઉકેલ્યા... 

* ब्लास्ट * 

उम्र भर नहीं मीटती "अनंत" ये दो भुख। 

एक प्रेमी की इच्छा और दुजी प्रेमी से हुंफ। 

"अनंत" 

* બ્લાસ્ટ * 

સેક્સ ક્ષણ ભર સાથે રહે છે શરીરમાં. 

"અનંત" પ્રેમ ઉમરભર અમર રહે છે ઝમીરમા. 

આમ તો જો કે એક સરખીજ હોય છે

 પ્રેમ અને સેક્સની તલબ 

તેમ છતાં આ પણ હકીકત છે કે, 

સેક્સ ક્ષણભર સાથ આપે છે. 

અને "અનંત" પ્રેમ અંત તલક.! 

"અનંત" 

પ્રેમ અને સેક્સ આમ તો જો કે બંન્ને 

હોય છે એક બીજાના પુરક . 

બે માંથી અગર એક ન મળે 

તો પણ લાગે અધુરપ. 

"અનંત" 

જોઈએ તો દેખાય છે. 

અને, 

દેખાય એટલે જોવા મન લલચાય છે. 

દેખાય છે એટલે જોવાય જાય છે. 

અને જોયા પછીજ દેખાય છે. 

અને, 

ઘણી વાર તો એવુય બને છે કે, 

જોયા પછી પણ દેખાતુ નથી. 

કોઈ કોઈને 

"અનંત" દેખાય તો પણ કોઈ જોતુ નથી. 

જોવાથી બધુ દેખાતુ નથી. 

દેખાય એ બધુ જોવાતુ નથી.. 

આખરૈ આપણે જોવુ હોય, 

તોજ.! તે જ દેખાય છે.!

તેજ દેખાય છે.! 

ઘણુ દેખાય છે, જોઈ શકાય છે.! 

વગર આંખે 

મગર 

છતી આંખે ઘણું દેખાતુ નથી..! 

"અનંત" 

*બ્લાસ્ટ*

જે જેવુ જોવુ હોય તેવુ જોવુ હોય તો જોવુ નહીં. 

જોયા પછી એ જેવુ જોવુ હોય તેવુ જોવાતુ નથી. 

અથવા તો, 

જોયા પછી તે જેવુ જોવુ હોય તેવુ દેખાતુ નથી.

જોયા પછી જેવુ જોવુ હોય, 

તેવુ જોવાની આઝાદી છીનવાઈ જાય છે. 

ન જોવામાં જે મજા છે એ જોવામાં નથી. 

જોવામાં એજ તો તકલીફ છે કે, 

પછી એજ દેખાય છે જે જોયુ હોય. 

"અનંત" "

અનંત" જે જેવુ જોવુ હોય તેવુ જોવુ હોય તો, 

જોવુ નહીં. 

કારણ કે, જોયા પછી જે જેવુ જોયુ હશે, 

તેવુ જ દેખાશે.! 

"અનંત" 

*બ્લાસ્ટ*

આપણે ફરી મળ્યા. 

એનો અર્થ એવો પણ થાય કે, 

આપણે પહેલા પણ મળ્યા હતાં. 

આપણે ફરી મળ્યા. 

એનો અર્થ એવો પણ થાય કે,

ક્યારેક આપણે છુટા પડ્યા હતા. 

છુટા પડ્યા હતાં એનો અર્થ એ જ કે, 

ક્યારેક ક્યાંક તો "અનંત" આપણે મળ્યાજ હતા. 

આમ મળ્યા નો અર્થ બંને અર્થ મા એકજ થાય છે 

કે મળ્યાં હતાં.! અને છુટા પડ્યા હતાં..! 

છુટા પડ્યા હતાં.! તેથી મળ્યા હતાં. 

" અનંત "












No comments:

Post a Comment