Friday, 24 September 2021

હું તને ચાહું છું.! તું ચાહે ના ચાહે..!

મને આમ કહેતા 
કોઈ પણ રોકી ના શકે.!
હાં, તું પણ નહીં.! 
કે, 
હું તને ચાહું છું.! 
"અનંત" 
અનહદ 
તું ચાહે ના ચાહે..! 
આજે અત્યારે નહીં તો
ગમે ત્યારે... 
ક્યારેક વહેલી મોડી 
તને ખબર તો પડશેજ.! 
કે હું  તને 
અનંત ચાહુ છું 
અનહદ ચાહું છું.!
અને સતત ચાહું છું..! 
ગર તને વહેલી ખબર પડે તો ઠીક છે..! 
વર્ના પછી તું પણ ગાતી રહીશ... 

छुप गया कोई रे 
दूर से पुकार के 
આવું કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે 
એની કોઈક ચહીતીને કહ્યું હતું.! 
કોણ હતી એ 
જેને અનંત અનહદ ચાહતો હતો. 
એ મન્ને ખબરજ નથી..! 
*બ્લાસ્ટ*
"હું તને ચાહું છું" 
આ શબ્દો જો તમને કોઈ કહે 
તો, 
ભાઈબંધની જેમ 
તમારે પણ એમ સમજવુ, કહેવુ કે, 
આ ભવમાં આટલુ ઓછુ તો નજ કહેવાય... 
"અનંત" 


 

No comments:

Post a Comment