Tuesday, 23 November 2021

અરજી

 

તા:- ૨૩/૧૧/૨૦૨૧

વિષય :- પરેશભાઈને થતી ખોટી પરેશાની ની સાચી હકીકત

માનનીય શ્રી ચીફ ઓફિસર સાહેબ , જય ભારત સાથ જણાવવાનું કે ,

અમારા પૂર્વ પાડોશી શ્રી પરેશ ભાઈ મોહનલાલ કતીરા, એક સજ્જન વેપારી છે. તેઓ ખૂબ મિલનસાર સબંધને સાચવનારા સારા માણસો છે. જ્યાં સુધી અમો પડોસમાં રહેતા હતા ત્યાં સુધી અમારે ક્યારેય કોઈજ બાબતે તકરાર થઈ નથી. અમારા વચ્ચે ખૂબ સારા સંબંધો હતા , અને સુખે દુખે અરકબીજાને હમેશા મદદરૂપ થતાં હતા .

તા:- ૧૧/૮/૨૦૧૧ ના રોજ મગનલાલ દેવાસીભાઈ. પરમાર વાળું મકાન શ્રી પરેશ ભાઈ મોહનલાલ. કતીરાએ ખરીદ કર્યું . ત્યારે અમને મળ્યા હતા. અને જે જગ્યાનો અમે હલણ તરીકે ઉપિયોગ કરતાં હતા તે જગ્યા વિષે અમોને પૂછ્યું હતું.

ત્યારે હકીકત જણાવતા અમે જે સત્ય હતું તે કહ્યું હતું.  

અમે તેમને એ નવેરા બાબતે હકીકત જણાવતા કહ્યું  હતું કે ,

વર્ષો પહેલા અમારૂ હલણ પાછળના  રોડ પર હતું, જ્યાં વખત જતાં અમોએ સસ્તા અનાજનો ડિપો કર્યો હતો,  જે જેરામભાઈનો ડિપો કહેવાતો, અને દક્ષિણ દિશામાં નગરપાલિકાનું નવેરું હતું જે અવાવરુ હતું, જે નેવાના પાણીના નિકાલ માટે હતું. મારા પિતા જેરામભાઈએ મકાન પાડીને નવું બનાવ્યું અને કાયદેસરના હલણમાં જ્યાં ડિપો કર્યો  હતો તે જગ્યાએ શટર વાળી દુકાન કરી હતી,  

અને, નગરપાલિકાના નવેરાને સાફસૂફ કરી ને લાકડાની ડેલી નાખી અમો હલણ તરીકે ઉપિયોગ કરતાં હતા, જે કાયદેસર નું હલણ નહોતું એ સત્ય હકીકત છે.   

જે હકીકત અમોએ અમારા મકાનનું વેચાણ કર્યું ત્યારે ખરીદનારને મૌખિક જણાવી હતી.

પરેશભાઈ પહેલા અમારા પાડોશમાં શ્રી મગનભાઇ. દેવસીભાઈ. પરમાર રહેતા હતા.

તા:- ૧૧/૮/૨૦૧૧ ના રોજ શ્રી મગનભાઇ દેવાસીભાઈ પરમારનું મકાન પરેશભાઈ મોહનલાલ કતીરાએ ખરીદ્યું, અને તેઓ એ મકાનનું રિનોવેશન ચાલુ કર્યું. ત્યારે, પરેશભાઈન મકાનમાં આવેલ બે રૂમમાં બે બે બારી હતી, જેમાં જમણી બાજુના રૂમમાં આવેલી બે બારીમાંથી જમણી બાજુની એક બારી સીધી અમારા ઘર સામે પડતી હતી. તેથી અમોએ પરેશભાઈને કહ્યું હતું કે, તમે ઘરનું રિનોવેશન કરો છો તો , આ નાની નાની બે બારી કાઢી ને વચ્ચે એક મોટી બારી કરી નાખો તો ભવિષ્યમાં આપણને એકબીજાને કોઈ તકલીફ ના પડે, પરેશભાઈને પણ અમારી વાત યોગ્ય જણાઈ માટે અમારા કહેવાથી તેઓએ બંને રૂમમાં જે બે બે બારીઓ હતી તે કેન્સલ કરીને બંને રૂમમાં વચ્ચે એક એક મોટી બારી કરાવી હતી. આ હકીકત પણ અમે અમારું મકાન કારીદનારને જણાવી હતી.

જ્યારે જાણ્યું કે અમોએ જે લોકોને મકાન વેચ્યું છે, તે લોકો તરફથી અમારા જૂના પાડોશી પરેશભાઈને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, ખોટા આરોપો મૂકી રહ્યા છે, અને આમ ખોટા ઝગડા કરી ડરાવી ધમકાવી હેરાન કરીને તેમની બારી પાસે ગેરકાયદેસર દીવાલ ચણી લેવામાં આવી છે,

આ જાણીને અમને પણ ખૂબ પસ્તાવો અને દૂ:ખ થયું છે.

આ અરજી દ્વારા હું જે કઈ જણાવી રહ્યો છું તે બિલકુલ સત્ય છે.

સબંધને સાચવનારા શાંત સરળ સ્વભાવના અમારા જૂના પાડોશી પરેશભાઈ જેના પાડોશમાં અમે રહેતા હતા ત્યાં સુધી અમારા વચ્ચે ક્યારેય કોઈ પણ બાબતે તકરાર નથી થઈ બલ્કે, પરેશભાઈ વિપરીત સંજોગોમાં હંમેશા અમોને ખૂબ મદદરૂપ થયા છે    

પરેશભાઈને યોગ્ય ન્યાય આપવા આપ સાહેબ ને મારી નમ્ર વિનંતી છે..!

 

 

   

No comments:

Post a Comment