તારીખ :- 17/12/2021
વિષય :- સતત અરજી કરવા છતાં નગરપાલિકાની જગ્યા પરનું ગેરકાયદેસરનું
દબાણ અને અમારી બારી પાસે ગેરકાયદેસર રીતે બારી ચણી અમારો સૂખાધિકાર છીનવી લેનાર સામાવાળા
સામે નગરપાલિકા દ્વારા કાયદેસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.
**************************************************
માનનીય શ્રી કલેકટર સાહેબ જય ભારત સાથ જણાવવાનું કે,
વારંવાર અરજી દ્વારા તેમજ રુબરુ રજૂઆત કરવા છતાં નગર પાલિકા
દ્વારા મારી ફરિયાદની સંપૂર્ણ હકીકત જાણવા
છતાં મારી ફરિયાદનો નિકાલ કરવામાં નથી. .
કાર્યવાહી રૂપે સામાવાળાને નોટિસો મોકલવામાં આવે છે મગર નોટિસમાં
જણાવેલ સમય પૂરો થવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા , નગરપાલિકા દ્વારા સામાવાળાને
આખરી નોટિસ નંબર 2935 તા:- 20/11/2021 ના રોજ
મોકલવામાં આવી હતી જેમાં દિવસ દસમા દબાણ દૂર કરવા જણાવવામાં આવ્યું છે , અગર દબાણ દૂર
ના થાય તો નગરપાલિકા દ્વાર દબાણ દૂર કરવામાં આવશે એવું સ્પષ્ટ જણાવેલ છે, તેમ છતાં
આજે તા:- 17/12/2021 સુધી નગર પાલિકા દ્વારા કોઈજ પગલાં લેવામાં આવ્યા નથી.
આ બાબતે મોરબી ચીફ ઓફિસરને જ્યારે જ્યારે રૂબરૂ રજૂઆત કરવા જાઉ છું ત્યારે હરેક વખતે અલગ અલગ વાત કરવામાં આવે છે.
થોડા દિવસ પહેલાં મળ્યો અને રજુઆત કરી તો સાહેબે મને મોકલાવેલ નોટિસ
મુજબ મારી બારી દસ્તાવેજ મુજબ કરવા કહ્યું.
તા:- 20/11/2021 ના મને મળેલ નોટિસનો મે 24/11/2021 ના રોજ ઈન્વર્ટ નંબર 9020ની અરજીમાં
જેનો અમોએ વીગતે ખુલાસાવાર જવાબ આપ્યો છે.
અને એ જવાબ સાહેબે વાંચી લીધો હોવા છતાં સાહેબ સામાવાળા સામે
કાર્યવાહી કરવાને બદલે મને મારી બારી દસ્તાવેજ મુજબ કરવાનું કહે છે, જે બારી કોઈ પણ
રીતે સામાવાળાને નડતરરૂપ નથી,બલ્કે અગર દસ્તાવેજ મુજબ જો બંને રૂમમાં બે બે બારી કરાવું
તો એક બારી સીધી સામેવાળાના ઘર સામે થઈ જાય અને એ બારી આગળ જતાં બંને ને નડતરરૂપ થઈ
શકે , અને એવા કારણોસરજ અમારે મકાન લીધું ત્યારેજ અમારી બારીની સ્થતિતીમાં બદલાવ કરવો
પડ્યો હતો,
તા:- 20/11/2021 ના મને મળેલ નોટિસનો મે 24/11/2021 ના રોજ ઈન્વર્ટ
નંબર 9020ની અરજીમાં મે આ બાબતે વીગતે ખુલાસાવાર જવાબ આપ્યો છે.
પણ જ્યારે જ્યારે આ બાબતે ચીફ સાહેબને રૂબરૂ મળ્યો છું ત્યારે
અલગ અલગ જવાબ આપવામાં આવે છે જે અનેક નવા પ્રશ્ન ઊભા કરે છે .
સાહેબે આપેલ અલગ અલગ જવાબ આ મુજબ છે .
1 તમે તમારી બારી દસ્તાવેજ મુજબ મૂળ સ્થતિમાં કરી નાખો .
જબાબ :- અગર દસ્તાવેજ મુજબ જો બંને રૂમમાં બે બે બારી કરાવું
તો એક બારી સીધી સામેવાળાના ઘર સામે થઈ જાય અને એ બારી આગળ જતાં બંને ને નડતરરૂપ થઈ
શકે , અને એવા કારણોસરજ અમારે મકાન લીધું ત્યારેજ અમારી બારીની સ્થતિતીમાં બદલાવ કરવો
પડ્યો હતો,
તા:- 20/11/2021 ના મને મળેલ નોટિસનો મે 24/11/2021 ના રોજ ઈન્વર્ટ
નંબર 9020ની અરજીમાં મે આ બાબતે વીગતે ખુલાસાવાર જવાબ આપ્યો છે.
2 નવેરું સાર્વ જનીક છે જે અમે બંધ ના કરી કરી શકીએ.
મારો જવાબ અને સવાલ:- અગર જો નવેરું સાર્વજનીક હોય તો તેનો ઉપિયોગ પણ સાર્વજનીક
હોવો જોઈએ જે નથી, અને કોઈ પણ વ્યક્તિ તેમાં એકાધિકાર જમાવી શકે નહીં કે દરવાજો પણ
મૂકી શકે નહીં,જ્યારે સામેવાળાએ નવેરા પર માળિયું કરેલ છે જેની છતનો એક ભાગ મારી દીવાલમાં
છે તેમજ બે દરવાજા મૂકેલા છે જેનો એક દરવાજો મારી દીવાલમાં છે.
સામાવાળાએ સાર્વજનિક જગ્યામાં દરવાજો મૂક્યો છે.અને માત્ર પોતાનો
માલિકીની જગ્યા હોય એમ વાપરી રહ્યા છે અને જ્યારે અમારે અમારી દીવાલમાં નાખેલ એસીના
કમ્પ્રેસર ને સર્વિસ કરવાનું હોય ત્યારે પણ અંદર આવવાની ધમકી પૂર્વક મનાઈ કરવામાં આવે
છે.
અગર નવેરું સાર્વજનિક છે તો કાયદેસર રીતે અમારી અગાસીનું વરસાદી
પાણી કે પછી અગાસી ધોવા સમયેનું પાણી નવેરામાં પડે એ બાબતે સામેવાળા કોઈ વિરોધ કરી
શકે નહીં .
પણ અગાઉ એ બાબતે ભૂલથી પણ પાણી ઢોળાયું હોય ત્યારે પણ સામાવાળાએ
અમારી સાથે ઝગડો કરી અમોને ધમકીઓ આપેલ છે .
અગર જો નવેરું સાર્વજનીક છે તો તેને કાયમી ખૂલું કરાવો.
3 સાહેબે એવું કહ્યું હતું કે તમે સુખાધીકારનો કાયદો વાંચી લો
.
જબાબ મી સુખધીકારનો કાયદો પણ વાંચ્યો જેમાં સ્પસ્ટ લખ્યું છે
કે
સુખાધીકાર નો કાયદો:-
(1) મિલકત હસ્તાંતર કાયદાની કલમ
108 (ઓ) વિરુદ્ધનું કૃત્ય કરે એટલે કે જે હેતુ
માટે મકાન ભાડે રાખ્યું હોય તેને બદલે બીજા હેતુ માટે ઉપયોગ કરે; (2) માલિકની સંમતિ સિવાય કાયમી બાંધકામ કરે; (3) પડોશીઓને ઉપદ્રવ કરે કે
મકાનનો અનૈતિક કે ગેરકાયદેસર કૃત્યો માટે ઉપયોગ કરે કે તેને મ્યુ. કૉર્પોરેશન
ઍક્ટની કલમ 394 કે 394એ નીચે સજા થાય.
આ લીંક આપેલ છે તેમાંથી ઉપરનો
કાયદો જાણવા મળ્યો છે
https://gujarativishwakosh.org/%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-easement/
આ બધી બાબતો હું સાહેબને રૂબરૂ કહેવા સમજાવવા ઈચ્છતો હતો પણ
સાહેબે ક્યારેય મારી વાત શાંતિથી સાંભળવાનો પ્રયાસ નથી કર્યો અને સમેવાળાના પક્ષમા
અને હિતમાં હોય એવી વાતો કરી મારી સાથે અનેકવાર તોછડાઈ પૂર્વક વાણી વ્યવહાર કર્યો છે
.
હમણાં તા 11/12/2021 ના રોજ રૂબરૂ મળ્યો ત્યારે મને ફરી એજ સવાલ
કર્યો તમારી બારી દસ્તાવેજ મુજબ કરી ? જેનો જવાબ હું અરજી દ્વાર આપી ચૂક્યો છું.એવું
સાહેબને કહ્યું
અને એ લોકો એ ગેરકાયદેસર કરેલા છજ્જા નો એક ભાગ મારી દિવાલમાં છે, અને એક દરવાજો પણ મારી દિવાલમાં છે.!
જવાબમાં સાહેબે કહ્યું હતું કે,
સર્વેયર હાજર નથી એ આવશે એટલે
બધુજ તોડી પાડશુ.!
તા:- 16/12/21021 ફરી જ્યારે રૂબરૂ મુલાકાત કરી ત્યારે મને
ફરી એજ સવાલ કરવામાં આવ્યો કે, તમે તમારી બારી દસ્તાવેજ મુજબ કરી.?
મે કહ્યું સાહેબ એ બાબતે મે લેખીતમા ખુલાસો આપેલ છેજ.!
હવે પહેલાં તો સામાવાળાએ મારી બારી આગળ કરેલી દિવાલ નોટિસ મુજબ તમારે તોડાવાની હોય.
જવાબમાં સાહેબે કહ્યું કે
ત્યારે સાહેબે જે કહ્યું એ તો મને બીલકુલ અયોગ્ય જ લાગ્યુ. સાહેબે મને એવું કહ્યું કે,
એને દિવાલ તોડવાની કે તમારે બારીઓ દસ્તાવેજ મુજબ કરવાની હોય એ તમારે બંનેએ મળીને નક્કી કરવાનું છે.
ચીફ ઓફિસર આવી વાત કરે ત્યારે ચોક્કસ સવાલ થાયજ કે, તો પછી નગર પાલિકા ની ભુમિકા શું.? ચીફ ઓફિસરની ભૂમિકા શું..? જો સામાવાળા એટલા સારા અને સમજુ હોત તોતો એમણે અમારી બારી પાસે દીવાલ ચણીજ ના હોત.!
સામેવાળા નવેરૂ પોતાની માલિકીનુ હોય એ રીતે વર્તે છે.
અમને અમારા એસીની તુટેલ નળી રીપેર કરવા માટે પણ એ લોકોની રજા લેવી પડે , અને રજા માંગીએ તો પણ નવેરામા પગ નહીં મૂકવાનો
એવી ધમકી સાથે ચોખ્ખી મનાઈ કરવામાં આવે છે, જ્યારે એ બાબતને લઈને અમને ડરાવી ધમકાવીને અમારી બારી આગળ ગેરકાયદેસર દિવાલ ચણી લીધી હોય, એવા લોકો સાથે વાતચીત કૈ રીતે થાય.? અને તો પછી છેલ્લા અઠી મહીનાથી સતત અરજી કરવાનો અને ન્યાય માટે વારંવાર વિનંતી કરવાનો ને ધક્કા ખાવા નો મતલબ શું.?
તો પછી આ બાબતે ચીફ
ઓફિસરની ભૂમિકા શું ?
જો છેલ્લે આવોજ જવાબ આપવાનો હોય તો, સતત અઠી મહિના સુધી અરજીઓ કરાવવાનો અને ધક્કાઓ ખવડાવવા નો શું મતલબ..? અને તો પછી નગર પાલિકા દ્વારા સામાવાળા ને
નોટિસ ૧ નોટિસ ૨ અને આખરી નોટિસ આપવાનો મતલબ શું.?
સવાલ એ પણ થાયજ કે સાહેબે સામાવાળાનની ગુનાહિત હકીકત જાણી સમજી છે તેથીજ તો
નગરપાલિકા દ્વારા સામાવાળાને નોટિસ મોકલવામાં આવી છે..!
આ બધી બાબતો એ વાતનો પુરાવો છે કે મારી ફરીયાદ ખોટી નથી.
અને સામાવાળા અમોને વધુને વધુ પરેશાન કરવા કોઈ વગ વાપરી પોતાના બચાવમાં અમારી વિરુધ્ધ
પાયા વિહોણી ખોટી ફરિયાદો કરે છે..!
આપ સાહેબ આ બધી બાબતોને
ધ્યાને લેશોજી ..!
મે તમામ પુરાવાઓ અવારનવાર અરજી સાથે બીડાણ કરેલા છે.!
આજે ફરી એ તમામ અરજીઓ
અને પુરાવાઓ બિડાણ કરું છું .
આપ સાહેબને નમ્ર વિનંતી કે ફરી એક વાર મારી તમામ અરજીઓ
ધ્યાનથી વાંચી પુરાવાઓ ચકાસી અમોને ન્યાય અપાવો.!
અને બીજું એક સૂચન
આપ સાહેબને કરું છું કે , આજે જ્યારે હોસ્પિટલ,પોલીસચોકી,જેવી તમામ જગ્યાએ સીસી ટીવી કેમેરા લાગાવવા ફરજિયાત છે અને લાગેલાજ હોય છે.
તો નગર પાલિકામાં કેમ નહીં ..?
અગર નગરપાલિકાની તમામ ઓફિસમાં કેમેરા લાગેલા હોય તો મારે આટલા લાંબા ખુલાસા
આપવા ના પડે , અને તો આપ સાહેબની નજર પણ નગરપાલિકા ના તમામ કાર્ય પર રહે, અને ચીફ ઓફિસર સાહેબ અરજદાર સાથે કેવું ગેરવર્તન
કરે છે તે આપ સીસી ટીવી ફૂટેજ જોઈ જાણી શકો.
અનેક વખત સાહેબે મારુ અપમાન કરેલ છે અને યોગ્ય જવાબ આપ્યો નથી.
વારે વારે સાહેબના વાણી વર્તન અને જવાબ બદલાતા રહે છે.
અમારા એરિયામાં વર્ષોથી રહેતા તમામ લોકો કહે છે કે જે બાબતે
વિવાદ છે તે જગ્યા રાવડી નહેર છે નગરપાલિકાની જગ્યા છે જે વર્ષો પહેલા ખૂલીજ હતી અને
ખુલ્લી જ હોવી જોઈએ .
આ અરજી સાથે હું અગાઉ કરેલ તમામ અરજી તેમજ પુરાવા રૂપે ફોટાઓ
બિડાણ કરી રહ્યો છું.
આપ સાહેબ તમામ અરજી અને પુરાવાઓ જોઈ તપાસી નગરપાલિકાને સામાવાળા વિરુધ્ધ તત્કાલ લેન્ડ
ગ્રેબિંગ પ્રોહિબિસન એક્ટ 2020 હેઠળ કાર્યવાહી
કરવા આદેશ કરી અમોને અમારો સૂખાધિકાર એવો હવા ઉજાસ પાછો મળે, અને જે નવેરું નગરપાલિકાનું
છે જેનો સામાવાળા દ્વાર ગેરકાયદેસર હલણ તરીકે થતો ઉપિયોગ કાયમી ધોરણે બધ કરાવે .
માળીયા નો એક ભાગ મારી દીવાલમાં છે અને એક દરવાજો પણ મારી દીવાલમાં
છે.
રાવડી નહેર યાની નવેરું
સાર્વજનિક હોય તેમાંથી માળિયું તેમજ દરવાજાઓ હટાવી કાયમી ધોરણે ખુલ્લુ કરી દેવામાં આવે ..!
વંદે માતરમ્.. 🙏
No comments:
Post a Comment