Friday, 31 December 2021

ગુલામો

 કાયદા ના રખેવાળો ગુંડાઓના ગુલામ થઈ ગયા છે..!

માનનીય શ્રી કલેકટર સાહેબ, જય ભારત સાથ જણાવવાનું કે,

જીલ્લા સ્વાગત કાર્યક્રમ મા અરજી આપ્યા પછી મને એવો વિશ્વાસ હતો કે હવે અમોને ચોક્કસ ન્યાય મળશેજ.!
પણ એ આશા પણ ઠગારી નીવડી રહી છે.!
જો કે આપ સાહેબનો એમાં કોઈ દોષ નથી.
કેમકે આપ શ્રી ના આદેશથીજ ચીફ ઓફિસર સાહેબે અમોને રૂબરૂ બોલાવીને દસ દિવસમાં ગેરકાયદેસર દબાણ દુર કરવા ની ખાત્રી આપી હતી.
પણ હવે એવુ લાગે છે કે ચીફ ઓફિસર સાહેબે આપ સાહેબને તત્કાલ લેખીતમાં જવાબ આપવાનો હોય,
અમોને રૂબરૂ બોલાવીને આપ શ્રી ને જવાબ આપી દીધો.
અને હવે ફરીથી અમને ધક્કે ચડાવી રહ્યા છે.
આજે ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળી જ્યારે મે જણાવ્યું કે સાહેબ તમે સામાવાળા આપેલા વધારાના સમય મુજબ દસ દિવસ થઈ ગયા છે, પરંતુ સામાવાળાએ દબાણ દુર કર્યુ નથી.
તો હવે આપ નગર પાલિકા દ્વારા રૂબરૂ ખાત્રી આપ્યા મુજબ તમામ ગેરકાયદેસર દબાણ દુર કરાવો.
જવાબમાં સાહેબે એવુ કહ્યું કે, નગરપાલિકાની કામ કરવાની પદ્ધતિ હોય હોય એ મુજબ થાય, એ લોકો કારણ આપે શા માટે દબાણ દુર નથી કર્યું એ પછી ખબર પડે.!
અહીં સવાલ એ થાય છે કે તો પછી જ્યારે તા ૨૨/૧૨/૨૦૨૧ ના રોજ રૂબરૂ સામે વાળાને સ્પષ્ટ સૂચના આપતા કહ્યું હતું કે,
નગર પાલિકાની જગ્યા છે તેથી તમારે તમામ દબાણ દુર કરવાનુ છે.! આટલું સ્પષ્ટ હોવા છતાં કે જગ્યા નગર પાલિકાની છે તો પછી સામેવાળા ના કારણો આપવાની રાહ જોવાનીજ ક્યાં રહે છે.??? હવે સામેવાળા ની કોઈજ દલીલ કે કારણો જાણવાને કોઈ કારણજ નથી કારણ કે, સીટી સર્વે નકસામા મુજબ પણ સ્પષ્ટ થાય છે કે એ રાવડી નહેર છે અને નગરપાલિકાની છે.!
તેમ છતાં કારણ સ્પષ્ટ છે કે એ લોકો એવુ ઈચ્છે છે કે અમારી બારી કાયમી ધોરણે બંધ રહે તો તેઓ કાયમી ધોરણે નગર પાલિકાની જગ્યા પર કબ્જો કરી શકે.
અને એવાજ બદ ઈરાદે એ લોકોએ અમારી બારી પાસે ધાકધમકી આપી બારી ચણી લીધી છે.!
તો શું નગર પાલિકા એવુ ઈચ્છે છે કે એ લોકો નગર પાલિકા ની જગ્યા પર કાયમી કબ્જો કરી અમોને કાયમી અંધારામાં રાખે..???
ખૈર....
સાહેબ બહાર જતા હોય, ઉતાવળ મા હતા પણ જતા જતા કહેતા ગયા કે જયદિપ ભાઇને સુચના આપી દીધી છે તમે એમને મળે લ્યો.
જય દિપ ભાઈને મળી ને પુછપરછ કરતા તેઓએ મને કોઈજ જવાબ આપ્યો નહીં,
વારંવાર પુછતા જયદિપ ભાઇએ મને ધમકી આપતા કહ્યું કે હું તમારી વીરૂધ્ધ ફરિયાદ કરીશ કે તમે મને ટોર્ચર કરી રહ્યા છો.
ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે.
સાહેબ છેલ્લા સાડા ત્રણ મહિના થી ચીફ ઓફિસર અને સર્વેયર જયદિપ ભાઇ મને સાચાખોટા જવાબ આપી ગેરવર્તણાક કરી મને હેરાન પરેશાન કરી રહ્યા છે.
ધક્કા ખવડાવી રહ્યાં છે.!
તા ૨૨/૧૨ /૨૦૨૧ ના રોજ કરેલ અરજી મુજબ અને તા ૨૩/૧૨ /૨૦૨૧ ના રોજ જીલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આપ સાહેબ સમક્ષ નગર પાલિકા ના સર્વેયર જયદિપ ભાઇ એ આપ સાહેબના આદેશ ને સ્વીકારી દિવસ દસ બાદ દબાણ દુર કરશે એવી બાંહેધરી આપ શ્રી ને આપી હતી.
નગર પાલિકા દ્વારા આપેલ વધારાનો સમય પુરો થઇ ગયો છે.
એ ઉપરાંત આજે ત્રણ દિવસ થઇ ગયા છે.
તેમ છતાં નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા કોઈજ પગલા લેવામાં આવ્યા નથી.
નગર પાલિકા ચીફ ઓફિસર અને સર્વેયર જયદિપ ભાઇ આપ સાહેબ ના આદેશની પણ અવગણના કરી રહ્યા છે.!
સાહેબ ત્રણ દિવસ સુરજ ન નીકળે તો પણ પ્રાણી માત્ર અકળાઈ ઉઠે અને સુર્ય પ્રકાશ વગર માણસ બીમારીનો ભોગ બની જતો હોય છે.!
તો સાહેબ અમારા ઘરમાં સાડા છેલ્લા ત્રણ મહિનાથી સામાવાળા એ અમારી બારી પાસે ગેરકાયદેસર રીતે ચણેલી દિવાલ ને કારણે અંધારૂ છે..!
અંધારાના કારણે અમારૂ માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય કથળી ગયુ છે.
છેલ્લા સાડા ત્રણ મહિનાથી હું સતત અરજીઓ કરી કરીને ન્યાય માટે અહીં તહીં ધક્કા ખાઈ રહ્યો છું, પરંતુ મને ન્યાય મળતો નથી તેથી અમારા ઘરનું અંધારૂ દુર થતુ નથી.!
જીલ્લા સ્વાગત કાર્યક્રમ મા અરજી આપ્યા પછી મને એવો વિશ્વાસ હતો કે હવે અમોને ચોક્કસ ન્યાય મળશેજ.!
પણ એ આશા પણ ઠગારી નીવડી રહી છે.!
જો આમજ ચાલશે નીર્દોષ અને સાચા લોકોને ન્યાય મળવાને બદલે અન્યાય થતો રહેશે તો ખોટા અને ગુનેગારોની તાકાત વધતી જશે અને એ લોકો એક દિવસ ન્યાયયાલય પર કબ્જો કરી ને ન્યાયધીશોને પણ ગુલામ બનાવી દેશે..!
આપ સાહેબને નમ્ર વિનંતી કે,  ચીફ ઓફિસર ને  રૂબરૂ બોલાવીને આપેલી બાંહેધરી મુજબ તેમજ મે તા:-૨૨ /૧૨ /૨૦૨૧ ના રોજ આપેલ છેલ્લી અરજી મુજબ અમલવારી કરવા સુચના આપી.
નગર પાલિકા ની જગ્યા પર નુ તમામ ગેરકાયદેસર દબાણ દુર કરાવી અમોને અમારો સુખાધિકાર હવે તત્કાલ પરત અપાવો...
SWAGAT
Apni District Swagat ni araji jaruri karyavahi mate sabandhit kacheri ne mokli aapel chhe. aa arjino ref. no. DS/2021/649 chhe.
-CMO Gujarat
સત્યમેવ જયતે
જય ભારત
જય હિન્દ
વંદે માતરમ્
અરજદાર :- પરેશ. મોહનલાલ. કતીરા
મોનં. ૯૪૨૬૯૯૮૬૭૩
મોનં. ૮૩૨૦૦૫૬૩૭૦
ફરી એક વાર સુચન કરૂ છું સાહેબ કે, નગરપાલિકાની તમામ ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે.
કારણ કે ઈશ્વર નો કોઈને ડર નથી.
માણસ નથી જાણતો કે તેમની પર કે તેમના સારા ખરાબ સાચા ખોટા કાર્ય પર અનંત ઈશ્વરની નજર છે.!
તેથી તે ખોટુ બોલતા ખોટુ કરતા ડરતો નથી.
ઈશ્વર ની નજરથી ન ડરનારો કેમેરાથી કદાચ, ડરે
હું નથી જાણતો કે નગર પાલિકા ચીફ ઓફિસમાં ખુણે ખાંચરે ક્યાંય સીસીટીવી કેમેરા છે કે નહીં, અગર છે તો ચાલુ છે કે નહીં જો કે હજુ સુધી મારા ધ્યાનમાં કેમેરા આવ્યા નથી.
અગર કેમેરા હોય તો અને ચાલુ પણ હોય તો
૨૨/૧૨ /૨૦૨૧ ના ફુટેજ તપાસજો તો ખ્યાલ આવશે કે
તે દિવસે સાહેબે શું બાંહેધરી આપી હતી.

હવે થોડીવાર માટે આપ એ ભુલી જાવ કે 

આપ ઉચ્ચ અધિકારી છો ,

અને હું એ ભુલી જાવ છું કે હું સામાન્ય અરજદાર છું.!

માત્ર માનવતા અને આત્મીક રીતે વર્ષો પહેલાં મારા ભાઈબંધોએ કહેલી થોડી વાત હું તમને કહેવા ઈચ્છુ છું.! 

તમે વાંચસો કે નહીં, 

અગર વાંચસો તો વીચારસો કે નહીં અને અગર વીચારસો તો વાણી વ્યવહાર કે જીવનમાં ઉતારશો કે નહીં.! એ હું નથી જાણતો તેમ છતાં મારૂ અંતર એમ કહે છે કે, આ વાતને તમે ચોક્કસ ઊંડાણ પુર્વક સમજશો. 

હાં તો 

જયદિપ ભાઈ...

મારો ભાઈબંધ કહેતો કે, 

સારૂ ખરાબ, સાચુ ખોટુ, ન્યાય અન્યાય... 

આપણે જે કૈ પણ કરતા હોઈએ છીએ તે બધુ. 

દુનિયા જાણે કે ન જાણે મગર આપણો આત્મા બધુંજ જાણતો હોય છે..! 

આખરે એજ આત્મા સુખ દુઃખ આનંદ કે પછી પીડા આપતો હોય છે.! 

***********

સાચી વ્યક્તિ થોડી ચર્ચા પણ કરે છે. જ્યારે ખોટી વ્યક્તિ જુઠ બોલી જુઠના આધારે ખોટી દલીલો અને વીવાદજ કરે છે.! 

ખોટી વ્યક્તિ ઓછુ સાંભળે છે અને વધુ બોલે છે..! 

******

ખોટી વ્યક્તિ સાચાને બોલવાનો મોકો નથી આપતી. 

કારણ કે ખોટી વ્યક્તિના મનમાં ભય હોય છે કે જો સાચી વ્યક્તિ ને બોલવાનો મોકો આપીશું તો પોતાનુ જુઠ પકડાઈ જશે..! 

********

એટલે જુઠાને પહોંચવું ખુબજ અઘરૂ છે.! 

********

ખોટી વ્યક્તિની વાત નોખી છે.! 

એતો તુરંત વ્યક્ત થઈ જાય છે.!

મગર 

સાચી વ્યક્તિ ને પોતે સાચો છે, 

એવુ સાબિત કરવા ખુબજ સંઘર્ષ કરવો પડે છે.!

*********

થોડો ઘણો સંઘર્ષનો સમય તો બધાના જીવનમાં આવે પણ સાચી વ્યક્તિને જીવનમાં 

વધુ સંઘર્ષ કરવો પડે છે.! 

******

ખોટા લોકો ને સાથ દેતા પહેલા સો વાર વીચારી લેવુ, 

કેમકે જુઠનો સાથ દેવાથી બંધાયેલ કર્મ અને એ કર્મને આધીન  જ્યારે પીડા મળશે ત્યારે, એમા એ કોઈ ભાગ પડાવવા નહીં આવે, 

એ પીડા તો તમારે એકલાએજ ભોગવવી પડશે.! 

************

માણસે માણસથી ડરવા કરતા ઈશ્વરથી ડરવુ જોઈએ..! 

હું ઈશ્વર થી ડરૂ છું.! 

કારણ કે હું જાણું છું કે

તે હિશાબ મુજબ સૌનો હિશાબ ચોખ્ખો રાખે છે.! 

અને એ મુજબ સારા કે ખરાબ કર્મોનો હિસાબ આપે છે.! 

અને એ હિસાબ ના આધારે જવાબ માંગે પણ છે ને 

આપે પણ છે.! 

ઈશ્વર કોઈને બક્ષતો નથી.! 

********

માણસ માણસથી કદાચ, 

બચી પણ જાય મગર, 

કરેલા કર્મોથી 

કોઈજ બચતું નથી.! 

*હું પણ.!*

વખત આવ્યે, સમય પાક્યે કર્મ એનુ કાર્ય અચુક શરૂ કરેજ છે.! 

અને પછી આપણને આપણા કર્માનુસારજ સુખ દુઃખ આનંદ કે પછી આર્થિક શારીરિક  કે માનસિક પીડા મળતી હોય છે.! 

આવુ બધુ વર્ષો પહેલાં અનંત અનુભવના આધારે મારા ભાઈબંધો કહેતા...! 

ઈશ્વર સત્ય છે.! 

સત્યજ ઈશ્વર છે.! 

🙏🙏🙏🙏🙏







Saturday, 25 December 2021

મૃત્યુ પછીનુ જીવન.

ગૈ કાલે રાત્રે મને 

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે લખેલો 

એક આત્મત્ર મળ્યો... 

જેમાં એણે લખ્યું છે કે, 

હાલ હું જીવું છું અનંત અજ્ઞાત વાસમાં. 

મરીને જીવતો થઈશ. 

મારીને જીવતો રહીશ.

કોઈના મનમાં કોઈના હ્રદયમાં કોઈની ધડકનમાં

મૃત્યુ બાદ પણ જીવતો રહીશ હું અનંત યુગો સુધી... 

જીવતે જીવ કોઈની જીવનમાં નહીંજ આવુ. 

કારણ કે કોઈની નજરમાંજ નહીં આવુ હું. 

મગર 

મૃત્યુ બાદ પણ જીવતો રહીશ 

હું "અનંત" યુગો સુધી... 

છોકરીઓના હ્રદયમાં અને છોકરાઓના મગજમાં.... 

મગર મૃત્યુ બાદ "અનંત" હું જીવીશ... 

પ્રેમથી પ્રેમાળ છોકરીઓના હ્રદયમાં.! 

અને ઈર્ષાળુ છોકરાઓના મગજમાં... 

હું "અનંત"યુગો સુધી જીવતો રહીશ..!

"અનંત" 


Thursday, 23 December 2021

ફેંસલો થશેજ

 

તા ૧૭/૧૨/૨૦૨૧ ના રોજ જીલ્લા સ્વાગત કાર્યક્રમ ડિસેમ્બર ૨૦૨૧ અંતર્ગત કલેકટર ઓફીસ મા અમોએ આપેલી અરજીના અનુસંધાને, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ને કલેક્ટર કચેરી દ્વારા આપેલ પત્ર સંદર્ભે,
તા ૨૨/૧૨/૨૦૨૧ ના રોજ અમોને નગર પાલિકા ચીફ ઓફિસર શ્રી ગીરીશ ભાઈ સરૈયા એ બપોરે ત્રણ વાગ્યે  રૂબરૂ મળવા બોલાવ્યા હતા.
અમો ર્રાઇટ ત્રણ વાગ્યે હાજર થઈ ગયા હતા.
જ્યારે સાહેબ  ૩/૧૫ વાગ્યે હાજર થયા હતા.
આ સંદર્ભે સામાવાળા ને પણ બોલાવવામાં આવ્યા હતા
જેઓ ૩/૩૦ વાગ્યે હાજર થયા હતા.
એ સમયે હાજર રહેલા વ્યક્તિઓ.
સામાવાળા :- બાબુભાઈ મેમણ, રૂખસાર બહેન બાબુભાઈ મેમણ તેમજ
મોરબી નગર પાલિકા ઉપ પ્રમુખ માનનીય શ્રી જયરાજ સીંહ,
નગર પાલિકા સર્વેયર શ્રી જયદિપ ભાઇ સોરઠીયા, નગરપાલિકા ચીફ સાહેબના પી.એ શ્રી ધીરુભાઈ સુરેલીયા,
નગર પાલિકા પવડી ખાતેના શ્રી હિતેષ ભાઈ રવેશીયા
તેમજ વેપારી શ્રી રસીકલાલ.પ્રભુદાસ.મજેઠીયાની હાજરીમાં ચીફ ઓફિસર શ્રી દ્વારા તટસ્થ નીર્ણય લેવામાં આવ્યો છે.
શ્રી ચીફ ઓફિસર સાહેબે મને ઉપરોક્ત સૌની હાજરીમાં મારા પ્રશ્નનો વીષે પુછતા મે ખુબજ નમ્રતા સાથે કહ્યું હતું કે,
"સાહેબ મે અરજી દ્વારા મારા તમામ પ્રશ્નો જણાવેલ છે.!"
તેમ છતાં સાહેબે પુછતા અમોએ છેલ્લી અરજીમાં જણાવેલ સામાવાળા વીરૂધ્ધ અમોએ કરેલ ફરીયાદની હકીકત બયાન કરી હતી.
પછી સાહેબે સામેવાળા ને પણ સાંભળ્યા હતાં.
જેમાં સામે વાળાએ બે બુનિયાદ અને પાયા વીહોણી દલીલો કરી હતી.
બંને ને સાંભળ્યા બાદ ચીફ ઓફિસર શ્રી ગીરીશ ભાઈ સરૈયા એ યોગ્ય નીર્ણય લેતા નગર પાલિકા ની જગ્યા પર નુ દબાણ દુર કરી નવેરૂ ખુલ્લુ કરવા તેમજ મારી બારી આગળ કરેલી દિવાલ
મારી દિવાલ મા આવેલ માળીયુ, મારી દિવાલ મા આવેલ દરવાજો આ તમામ દબાણ જે નગર પાલિકા ની જગ્યામા કરેલ છે તે તોડવાનો અને નવેરૂ કબ્જે કરવાનો આદેશ પવડી વિભાગના શ્રી હિતેષ ભાઈ રવેશીયા ને આપ્યો હતો.
યોગ્ય ન્યાય મળવાથી મારો ન્યાય પરથી ડગી ગયેલો વીશ્વાસ પુનઃ સ્થાપિત થયો છે.!
ત્રણ મહિનાના અંતે આપ સાહેબ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી એ બદલ આપ શ્રી ને ખૂબ ખૂબ ધન્યવાદ..!
તેમજ ચીફ ઓફિસર શ્રી ને પણ લાંબા સમયના અંતે યોગ્ય નીર્ણય લેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ..!
ચીફ ઓફિસર સાહેબે નગર પાલિકા ની જગ્યા નુ તેમજ મારી બારી આગળ કરેલી દિવાલ નુ એ સીવાય તમામ દબાણ દુર કરવા તેમજ નગર પાલિકા નવેરાની હદ પુરી થતી હોય ત્યાં દિવાલ કરી સામેવાળા નુ મુખ્ય હલણ જે આથમણી દિશામાં આવેલ રોડ પર છે. તે મુજબ કરી સામેવાળા નુ નગર પાલિકા ના નવેરામા ગેરકાયદેસર રીતે થતી અવરજવર કાયમી ધોરણે બંધ કરવાનો તત્કાલ આદેશ આપ્યો,
પરંતુ સામેવાળાએ થોડો સમય માંગ્યો , અને એ મુજબ ચીફ ઓફિસર સાહેબે દિવસ ૧૦ વધારાનો સમય આપ્યો છે.
જે ખરેખર આપવો જોઈએ નહીં.
કેમકે સામેવાળાને નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા તા ૨૦/૧૧/૨૦૨૧ ના રોજ જે આખરી નોટિસ આપેલી તેમા સ્પષ્ટ દિવસ ૧૦ મા દબાણ દુર કરવા જણાવ્યું હતું અન્થા નગર પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવશે તેવુ સ્પષ્ટ જણાવ્યું હતું.
એ પ્રમાણે સમય અવધિ તા:- ૩૦/૧૧/૨૦૨૧ ના પુરી થઇ ગઇ છે, તે ઉપરાંત આજે તા:- ૨૨/૧૨ /૨૦૨૧ છે. એ હિસાબે નોટિસની અંતિમ મુદત ઉપરાંત દિવસ ૨૨ દિવસ થઇ ગયા હોય, સામાવાળાને વધારાનો દસ દિવસ નો સમય આપવો યોગ્ય નથી.
ખૈર
હું આપ સાહેબ ને નમ્ર વિનંતી કરૂ છું કે,
આવતીકાલે તા:- ૨૩/૧૨/૨૦૨૧ ના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આપ સાહેબ ના આદેશ મુજબ અમો તેમજ ચીફ ઓફિસર સાહેબ રૂબરૂ આવવાના છીએ, એ દરમિયાન કલેકટર કચેરી દ્વારા ચીફ ઓફિસર ને આદેશ કરી નગરપાલિકા દ્વારા આપેલ દસ દિવસ ની મુદત કેન્સલ કરી ને તત્કાલ પગલા લેવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે.
અથવા ચીફ ઓફિસર સાહેબને સામાવાળાએ આપેલ બાંહેધરી ના આધારે, ચીફ ઓફિસર સાહેબે અમોને આપેલી બાંહેધરી મુજબ સમય દિવસ ૧૦ એટલે કે તા:- ૧/૧/૨૦૨૨ સુધીમાં જો સામાવાળા દબાણ દુર ન કરે તો પોલીસ બંદોબસ્ત સાથે જવાબદાર અધિકારીની હાજરીમાં ડીમોલેશ કરી શ્રી કલેકટર કચેરી તેમજ અરજદાર ને જાણ કરવામાં આવે,
એવો આદેશ શ્રી નગર પાલિકા ચીફ ઓફિસર સાહેબને કલેકટર કચેરી દ્વારા આપવા આવે તેવી નમ્ર વિનંતી.!
અરજદાર :- પરેશ. મોહનલાલ. કતીરા.
સત્યમેવ જયતે
જય ભારત
જય હિન્દ
વંદે માતરમ્
મોનં. ૯૪૨૬૯૯૮૬૭૩
મોનં. ૮૩૨૦૦૫૬૩૭૦

Sunday, 19 December 2021

અદ્શ્ય ઘટના

 .... અને પછી,,,?

પરેશાન થૈ હેરાન થયેલી ઘોઘીને ઘોઘાએ કહ્યુ 

કે, 

થોડીવાર...... 

ખામોશી..... 

સન્નાટો..... 

શાંતી.... 

અને, 

શાંતીમા શૌર..... 

હ્રદયના ધબકારા નો..... 

હમણા કૈક કહેશે ઘોઘો હમણાં કૈક તો એવુ કહેશેજ..! 

જે સાંભળીને.., 

આમ આતુરતાથી વિચારતી..... 

હરણાની ગતીએ છાતીમા ધબકતા અકલે કે ચાલતા નહી 

બલ્કે દોડતા બેકાબુ થયેલા ધબકારા પર માંડ માંડ કાબુ રાખી 

ઘોઘી આગળનું કૈ ધારે વિચારે 

એ પહેલાજ  ઘોઘાએ કહ્યુ કે, 

જા..! 

હવે મારે તને કૈ કહેવુજ નથી..!

....અને પછી..., 

વાત આકલેથીજ અટકી હોત તો, 

વાત જુદીજ હતી.... 

પણ આગળ, 

પાછળ ની ઘણી એવી વાતો હતી જે, 

એક બીજાને અરસ પરસ કહેવી હતી, 

પણ..! 

પછી શુ થયુ કે, 

ઘોઘા તને શું થયુ છે.? 

આવુ ઘોઘી મનમાજ બબડી... 

અકલે એમા ઘોઘાનો કૈ વાંક નૈ... 

ઘોઘો કૈ અંતર્યામી તો હતો નૈ.. 

કે ન તો હૃદય બહેરો હતો... 

અકલે પછી, 

આગળ બોલને હવે ઘોઘા....! 

આ પણ ઘોઘી મનમાજ બોલી.... 

રેવાદેને હવે.....

પછીની ઘટના કહી મારે... 

તારી છાતીના ધબકારા વધારવા નથી... 

જવાબમા ઘોઘો પણ અંદર અંદરજ અકલે કે, 

મનમાજ બોલ્યો એમ..! 

કેમ..!!!? 

એ, તો, હવે, 

ઘોઘો જાણે યા ઘોઘી..... 

મને કૈ ખબરજ નથી..... 

અગર કૈ ખબર છે તો એકલીજ કે, 

એ વાત હવે,,, 

પછી..,

Friday, 17 December 2021

આખરી અરજી 1

 

તારીખ :- 17/12/2021

વિષય :- સતત અરજી કરવા છતાં નગરપાલિકાની જગ્યા પરનું ગેરકાયદેસરનું દબાણ અને અમારી બારી પાસે ગેરકાયદેસર રીતે બારી ચણી અમારો સૂખાધિકાર છીનવી લેનાર સામાવાળા સામે નગરપાલિકા દ્વારા કાયદેસર યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.  

**************************************************

માનનીય શ્રી કલેકટર સાહેબ જય ભારત સાથ જણાવવાનું કે,

વારંવાર અરજી દ્વારા તેમજ રુબરુ રજૂઆત કરવા છતાં નગર પાલિકા દ્વારા મારી ફરિયાદની સંપૂર્ણ  હકીકત જાણવા છતાં મારી ફરિયાદનો નિકાલ કરવામાં નથી. .

કાર્યવાહી રૂપે સામાવાળાને નોટિસો મોકલવામાં આવે છે મગર નોટિસમાં જણાવેલ સમય પૂરો થવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા , નગરપાલિકા દ્વારા સામાવાળાને આખરી નોટિસ નંબર 2935  તા:- 20/11/2021 ના રોજ મોકલવામાં આવી હતી જેમાં દિવસ દસમા દબાણ દૂર કરવા જણાવવામાં આવ્યું છે , અગર દબાણ દૂર ના થાય તો નગરપાલિકા દ્વાર દબાણ દૂર કરવામાં આવશે એવું સ્પષ્ટ જણાવેલ છે, તેમ છતાં આજે તા:- 17/12/2021 સુધી નગર પાલિકા દ્વારા કોઈજ પગલાં લેવામાં આવ્યા નથી.

આ બાબતે  મોરબી ચીફ ઓફિસરને જ્યારે જ્યારે રૂબરૂ રજૂઆત કરવા જાઉ છું ત્યારે હરેક વખતે અલગ અલગ વાત કરવામાં આવે છે.

થોડા દિવસ પહેલાં મળ્યો અને રજુઆત કરી તો સાહેબે મને મોકલાવેલ  નોટિસ મુજબ મારી બારી દસ્તાવેજ મુજબ કરવા કહ્યું. 

તા:- 20/11/2021 ના મને મળેલ નોટિસનો મે 24/11/2021 ના રોજ ઈન્વર્ટ નંબર 9020ની અરજીમાં જેનો અમોએ વીગતે ખુલાસાવાર જવાબ આપ્યો છે. 

અને એ જવાબ સાહેબે વાંચી લીધો હોવા છતાં સાહેબ સામાવાળા સામે કાર્યવાહી કરવાને બદલે મને મારી બારી દસ્તાવેજ મુજબ કરવાનું કહે છે, જે બારી કોઈ પણ રીતે સામાવાળાને નડતરરૂપ નથી,બલ્કે અગર દસ્તાવેજ મુજબ જો બંને રૂમમાં બે બે બારી કરાવું તો એક બારી સીધી સામેવાળાના ઘર સામે થઈ જાય અને એ બારી આગળ જતાં બંને ને નડતરરૂપ થઈ શકે , અને એવા કારણોસરજ અમારે મકાન લીધું ત્યારેજ અમારી બારીની સ્થતિતીમાં બદલાવ કરવો પડ્યો હતો,

તા:- 20/11/2021 ના મને મળેલ નોટિસનો મે 24/11/2021 ના રોજ ઈન્વર્ટ નંબર 9020ની અરજીમાં મે આ બાબતે વીગતે ખુલાસાવાર જવાબ આપ્યો છે. 

પણ જ્યારે જ્યારે આ બાબતે ચીફ સાહેબને રૂબરૂ મળ્યો છું ત્યારે અલગ અલગ જવાબ આપવામાં આવે છે જે અનેક નવા પ્રશ્ન ઊભા કરે છે .

સાહેબે આપેલ અલગ અલગ જવાબ આ મુજબ છે .

1 તમે તમારી બારી દસ્તાવેજ મુજબ મૂળ સ્થતિમાં કરી નાખો .

જબાબ :- અગર દસ્તાવેજ મુજબ જો બંને રૂમમાં બે બે બારી કરાવું તો એક બારી સીધી સામેવાળાના ઘર સામે થઈ જાય અને એ બારી આગળ જતાં બંને ને નડતરરૂપ થઈ શકે , અને એવા કારણોસરજ અમારે મકાન લીધું ત્યારેજ અમારી બારીની સ્થતિતીમાં બદલાવ કરવો પડ્યો હતો,

તા:- 20/11/2021 ના મને મળેલ નોટિસનો મે 24/11/2021 ના રોજ ઈન્વર્ટ નંબર 9020ની અરજીમાં મે આ બાબતે વીગતે ખુલાસાવાર જવાબ આપ્યો છે. 

2 નવેરું સાર્વ જનીક છે જે અમે બંધ ના કરી કરી શકીએ.

મારો જવાબ અને સવાલ:-  અગર જો નવેરું સાર્વજનીક હોય તો તેનો ઉપિયોગ પણ સાર્વજનીક હોવો જોઈએ જે નથી, અને કોઈ પણ વ્યક્તિ તેમાં એકાધિકાર જમાવી શકે નહીં કે દરવાજો પણ મૂકી શકે નહીં,જ્યારે સામેવાળાએ નવેરા પર માળિયું કરેલ છે જેની છતનો એક ભાગ મારી દીવાલમાં છે તેમજ બે દરવાજા મૂકેલા છે જેનો એક દરવાજો મારી દીવાલમાં છે.  

સામાવાળાએ સાર્વજનિક જગ્યામાં દરવાજો મૂક્યો છે.અને માત્ર પોતાનો માલિકીની જગ્યા હોય એમ વાપરી રહ્યા છે અને જ્યારે અમારે અમારી દીવાલમાં નાખેલ એસીના કમ્પ્રેસર ને સર્વિસ કરવાનું હોય ત્યારે પણ અંદર આવવાની ધમકી પૂર્વક મનાઈ કરવામાં આવે છે.

અગર નવેરું સાર્વજનિક છે તો કાયદેસર રીતે અમારી અગાસીનું વરસાદી પાણી કે પછી અગાસી ધોવા સમયેનું પાણી નવેરામાં પડે એ બાબતે સામેવાળા કોઈ વિરોધ કરી શકે નહીં .

પણ અગાઉ એ બાબતે ભૂલથી પણ પાણી ઢોળાયું હોય ત્યારે પણ સામાવાળાએ અમારી સાથે ઝગડો કરી અમોને ધમકીઓ આપેલ છે .  

અગર જો નવેરું સાર્વજનીક છે તો તેને કાયમી ખૂલું કરાવો.

3 સાહેબે એવું કહ્યું હતું કે તમે સુખાધીકારનો કાયદો વાંચી લો .

જબાબ મી સુખધીકારનો કાયદો પણ વાંચ્યો જેમાં સ્પસ્ટ લખ્યું છે કે

સુખાધીકાર નો કાયદો:-
(1) મિલકત હસ્તાંતર કાયદાની કલમ 108 (ઓ) વિરુદ્ધનું કૃત્ય કરે એટલે કે જે હેતુ માટે મકાન ભાડે રાખ્યું હોય તેને બદલે બીજા હેતુ માટે ઉપયોગ કરે; (2) માલિકની સંમતિ સિવાય કાયમી બાંધકામ કરે; (3) પડોશીઓને ઉપદ્રવ કરે કે મકાનનો અનૈતિક કે ગેરકાયદેસર કૃત્યો માટે ઉપયોગ કરે કે તેને મ્યુ. કૉર્પોરેશન ઍક્ટની કલમ 394 કે 394એ નીચે સજા થાય.

આ લીંક આપેલ છે તેમાંથી ઉપરનો કાયદો જાણવા મળ્યો છે

https://gujarativishwakosh.org/%E0%AA%B8%E0%AB%81%E0%AA%96%E0%AA%BE%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-easement/

આ બધી બાબતો હું સાહેબને રૂબરૂ કહેવા સમજાવવા ઈચ્છતો હતો પણ સાહેબે ક્યારેય મારી વાત શાંતિથી સાંભળવાનો પ્રયાસ નથી કર્યો અને સમેવાળાના પક્ષમા અને હિતમાં હોય એવી વાતો કરી મારી સાથે અનેકવાર તોછડાઈ પૂર્વક વાણી વ્યવહાર કર્યો છે .

હમણાં તા 11/12/2021 ના રોજ રૂબરૂ મળ્યો ત્યારે મને ફરી એજ સવાલ કર્યો તમારી બારી દસ્તાવેજ મુજબ કરી ? જેનો જવાબ હું અરજી દ્વાર આપી ચૂક્યો છું.એવું સાહેબને કહ્યું    

અને લોકો ગેરકાયદેસર કરેલા છજ્જા નો એક ભાગ મારી દિવાલમાં છે, અને એક દરવાજો પણ મારી દિવાલમાં છે.!

જવાબમાં સાહેબે કહ્યું હતું કે

સર્વેયર હાજર નથી આવશે એટલે 

બધુજ તોડી પાડશુ.!

તા:- 16/12/21021 ફરી જ્યારે રૂબરૂ મુલાકાત કરી ત્યારે મને 

ફરી એજ સવાલ કરવામાં આવ્યો કે, તમે તમારી બારી દસ્તાવેજ મુજબ કરી.?

મે કહ્યું સાહેબ બાબતે મે લેખીતમા ખુલાસો આપેલ છેજ.!

હવે પહેલાં તો સામાવાળાએ મારી બારી આગળ કરેલી દિવાલ નોટિસ મુજબ તમારે તોડાવાની હોય. 

જવાબમાં સાહેબે કહ્યું કે 

ત્યારે સાહેબે જે કહ્યું તો મને બીલકુલ અયોગ્ય લાગ્યુ. સાહેબે મને એવું કહ્યું કે,

એને દિવાલ તોડવાની કે તમારે બારીઓ દસ્તાવેજ મુજબ કરવાની હોય તમારે બંનેએ મળીને નક્કી કરવાનું છે. 

ચીફ ઓફિસર આવી વાત કરે ત્યારે ચોક્કસ સવાલ થાયજ કે, તો પછી નગર પાલિકા ની ભુમિકા શું.ચીફ ઓફિસરની ભૂમિકા શું..જો સામાવાળા એટલા સારા અને સમજુ હોત તોતો એમણે અમારી બારી પાસે દીવાલ ચણીજ ના હોત.! 

સામેવાળા નવેરૂ પોતાની માલિકીનુ હોય એ રીતે વર્તે છે. અમને અમારા એસીની તુટેલ નળી રીપેર કરવા માટે પણ એ લોકોની રજા લેવી પડે , અને રજા માંગીએ તો પણ નવેરામા પગ નહીં મૂકવાનો એવી ધમકી સાથે ચોખ્ખી મનાઈ કરવામાં આવે છે, જ્યારે એ બાબતને લઈને અમને ડરાવી ધમકાવીને અમારી બારી આગળ ગેરકાયદેસર દિવાલ ચણી લીધી હોય, એવા લોકો સાથે વાતચીત કૈ રીતે થાય.? અને તો પછી છેલ્લા અઠી મહીનાથી સતત અરજી કરવાનો અને ન્યાય માટે વારંવાર વિનંતી કરવાનો ને ધક્કા ખાવા નો મતલબ શું.?

તો પછી આ બાબતે ચીફ ઓફિસરની ભૂમિકા શું ?   

જો છેલ્લે આવોજ જવાબ આપવાનો હોય તોસતત અઠી મહિના સુધી અરજીઓ કરાવવાનો અને ધક્કાઓ ખવડાવવા નો શું મતલબ..અને તો પછી નગર પાલિકા દ્વારા સામાવાળા ને 

નોટિસ નોટિસ અને આખરી નોટિસ આપવાનો મતલબ શું.

સવાલ પણ થાયજ કે સાહેબે સામાવાળાનની ગુનાહિત હકીકત જાણી સમજી છે તેથીજ તો 

નગરપાલિકા દ્વારા સામાવાળાને નોટિસ મોકલવામાં આવી છે..! 

બધી બાબતો વાતનો પુરાવો છે કે મારી ફરીયાદ ખોટી નથી.

અને સામાવાળા અમોને વધુને વધુ પરેશાન કરવા કોઈ વગ વાપરી પોતાના બચાવમાં અમારી વિરુધ્ધ પાયા વિહોણી ખોટી ફરિયાદો કરે છે..!

આપ સાહેબ આ બધી બાબતોને ધ્યાને લેશોજી ..!

મે તમામ પુરાવાઓ અવારનવાર અરજી સાથે બીડાણ કરેલા છે.!

આજે ફરી એ તમામ અરજીઓ અને પુરાવાઓ બિડાણ કરું છું .  

આપ સાહેબને નમ્ર વિનંતી કે ફરી એક વાર મારી તમામ અરજીઓ 

ધ્યાનથી વાંચી પુરાવાઓ ચકાસી અમોને ન્યાય અપાવો.!

અને બીજું એક સૂચન આપ સાહેબને કરું છું કે , આજે જ્યારે હોસ્પિટલ,પોલીસચોકી,જેવી તમામ જગ્યાએ સીસી ટીવી  કેમેરા લાગાવવા ફરજિયાત છે અને લાગેલાજ હોય છે. તો નગર પાલિકામાં કેમ નહીં ..?

અગર નગરપાલિકાની તમામ  ઓફિસમાં કેમેરા લાગેલા હોય તો મારે આટલા લાંબા ખુલાસા આપવા ના પડે , અને તો આપ સાહેબની નજર પણ નગરપાલિકા ના તમામ કાર્ય પર રહે, અને ચીફ ઓફિસર સાહેબ અરજદાર સાથે કેવું ગેરવર્તન કરે છે તે આપ સીસી ટીવી ફૂટેજ જોઈ જાણી શકો.

અનેક વખત સાહેબે મારુ અપમાન કરેલ છે અને યોગ્ય જવાબ આપ્યો નથી.

વારે વારે સાહેબના વાણી વર્તન અને જવાબ બદલાતા રહે છે.

અમારા એરિયામાં વર્ષોથી રહેતા તમામ લોકો કહે છે કે જે બાબતે વિવાદ છે તે જગ્યા રાવડી નહેર છે નગરપાલિકાની જગ્યા છે જે વર્ષો પહેલા ખૂલીજ હતી અને ખુલ્લી જ હોવી જોઈએ .

આ અરજી સાથે હું અગાઉ કરેલ તમામ અરજી તેમજ પુરાવા રૂપે ફોટાઓ બિડાણ કરી રહ્યો છું.

આપ સાહેબ તમામ અરજી અને પુરાવાઓ  જોઈ તપાસી નગરપાલિકાને સામાવાળા વિરુધ્ધ તત્કાલ  લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિસન એક્ટ 2020  હેઠળ કાર્યવાહી કરવા આદેશ કરી અમોને અમારો સૂખાધિકાર એવો હવા ઉજાસ પાછો મળે, અને જે નવેરું નગરપાલિકાનું છે જેનો સામાવાળા દ્વાર ગેરકાયદેસર હલણ તરીકે થતો ઉપિયોગ કાયમી ધોરણે બધ કરાવે .

માળીયા નો એક ભાગ મારી દીવાલમાં છે અને એક દરવાજો પણ મારી દીવાલમાં છે.  

રાવડી નહેર યાની નવેરું સાર્વજનિક હોય તેમાંથી માળિયું તેમજ દરવાજાઓ હટાવી કાયમી ધોરણે  ખુલ્લુ કરી દેવામાં આવે ..!  

 

વંદે માતરમ્.. 🙏