વાદી એ ધાકધમકી આપી અમારી બારી પાસે દિવાલ ચણી લીધી હોય કુદરતી હવા ઉજાસ વીના ગુંગળાઈ રહ્યા હતા.
કુદરતી હવા ઉજાસ ના અભાવે અમારી દિનચર્યા અસ્તવ્યસ્ત થઈ ચૂકી હતી.
લાઈટ પાણી હવા ઉજાસ એ નાગરિકો નો મુળભુત અધિકાર છે. મગર બેખોફ વાદી દ્વારા તારીખ - ૯/૧૦/૨૦૨૧ ના રોજ અમારો સુખાધિકાર છીનવી લેવામાં આવતા, અમો અમારા સુખાધિકાર માટે છેલ્લા ચાર મહિનાથી સતત સત્ય અને ઈમાનદારી સાથે સંઘર્ષ કરી રહ્યા હતા.
જેનો અંત ૨૨/૧૨ /૨૦૨૧ ના રોજ આવ્યો.
કલેકટર કચેરી તેમજ નગરપાલિકા દ્વારા અનેક અધિકારીઓ ની હાજરીમાં વાદિને નગરપાલિકા ની જગ્યા પર કરેલુ તમામ ગેરકાયદે દબાણ દુર કરી અમારી બારી આગળ કરેલી દિવાલ હટાવી લેવા આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ
વાદી એ ચીફ ઓફિસર ને વીનવણી કરી દસ દિવસ નો વધારાનો સમય માગ્યો, તેથી ચીફ ઓફિસર સાહેબે રહેમરાહે દસ દિવસ બાદ દબાણ દુર કરવા ની શરતે વધારાનો દસ દિવસનો સમય આપ્યો.
છેલ્લા ચાર મહિનાથી અમોએ સત્ય અને ઈમાનદારી પુર્વક કરેલો સંઘર્ષ ફળવા અને અમારો સુખાધિકાર પરત મળવા ને આડે માત્ર દસ દિવસ બાકી હતા.
પરંતુ અમોને અમારા મુળભુત અધિકાર એવા હવા ઉજાસ ના સુખાધિકારથી કાયમી વંચીત રાખવાના બદ ઈરાદે, બે ખોફ વાદી એ નીમ્ન કક્ષાના તદન ખોટા આરોપો મુકી નામદાર કોર્ટમાં અમારા વીરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
નામદાર કોર્ટે સમક્ષ હાજર રહી અમો તમામ સાચા પુરાવા આપી વીનંતી કરીએ છીએ કે વાદિ એ માત્ર ને માત્ર સરકારી જમીન પચાવી પાડવાના બદ ઈરાદે અમારા વીરૂધ્ધ કરેલ તમામ ફરિયાદો ઉપજાવી કાઢેલી હોય.
જેની ખરાઈ કરવા અમોએ કરેલી અરજી તપાસી તેમજ સ્થાનિક તપાસ કરી અમોને અમારો સૂખાધિકાર એવો હવા ઉજાસ પાછો મળે તેવો હુકમ કરવા નમ્ર વિનંતી કરીએ છીએ.
No comments:
Post a Comment