શીખામણ હોય, વસ્તુ હોય કે,
હ્રદયના ઊંડાણનો અનંત પ્રેમ...
લેવા યોગ્ય હોય તેનેજ દેવુ.
પામવા યોગ્ય હોય તેનેજ આપવુ.
"અજ્ઞાની" કાયમ પીડામાં જ
આનંદ હોય "અનંત"એવુ નથી હોતું.
આનંદ માં પણ
પીડા હોય છે અનહદ એ જાણવુ.
"અજ્ઞાની"
પામેલા હોય તેને આપવુ શું.?
ભરેલા હોય તેમા ભરવુ શું.?
નાહક છલકાઈ ને ઢોળાઈ જાય..!
મહીં નાખેલું વેડફાઈ જાય..!
ન તને ફાયદો થાય.
ન એને ફાયદો થાય.
લીધુ દીધુ સાવ એળે જાય.
એથી તો બહેતર છે કે,
ના અધીક ના ઓછુ,
જ્યાં જેને તેની જેટલી જરૂરિયાત છે.
ત્યાં તેને તે એટલુજ આપવુ .
"અજ્ઞાની"
No comments:
Post a Comment