Friday, 15 April 2022

तनिक यहाँ तो आ. ! मौसम पलमें बदल जायेगा ....

 

तनिक यहाँ तो आ ... 

!

!

!

!

!

!

!

!

मौसम पलमें बदल जायेगा ....




https://m.facebook.com/story.php?story_fbid=2687487718027579&id=100002991311961

है तलब की बाते !

बाते है तलब की !

बे मतलब की बाते 

बाते बे मतलब की !

હજુ આજેય ઘોઘો એમજ એકલે કે પહેલાની જેમજ

એકલે કે એજ એની આદત મુજબ

સોફા સામે મુકેલી ટીપોય પર પગ લંબાવી

બેઉ હાથ માથા પાછળ રાખી

સોફાના ટેકે માથું અઢેલી બેઠો હતો .

માથાના વાળ વેરવિખેર હતા.  

આંખો એમ અધખુલ્લી કે જોનાર ને લાગે ઘોઘો સુતો છે !

હકીકતે ઘોઘો સુતો જાગતો છે ..!

ઠાલો વાસેલો દરવાજો પગના હડસેલે ખુલ્યો ... 

એ સુંદર સફેદ મરોડદાર પગ ઘોઘીનો હતો ... 

એવું ઢળેલી આંખે ઘોઘાએ જોયું . 

ઘોઘીના એક હાથમાં ચાય અને બીજા હાથમાં પાણી નો ગ્લાસ હતો .

એકલે ઘોઘીએ ઠાલા વસેલા દરવાજાને પગેથી ઠેલો માર્યો હતો. 

ઘોઘીએ અંદર આવી ચાય પાણી ટીપોય પર મુક્યા .

સોફા સામે રહેલી ખુરસી પર બેસી ગઈ . 

ઘોઘીને એમ કે ઘોઘો હજુ સુતો છે એકલે ... 

ઘોઘીએ તીણા સ્વરે હાકલ મારી ...  

ઘોઘા ... એય ઘોઘા ...ઉઠ ...  

ઘોઘો ચુપ..!

મગર થોડી પાંપણ ઉંચી કરી ઘોઘાએ ઘોઘી સામે જોઈ લીધું .  

ઘોઘા.. ઓય ઊંઘણસી ઉઠ ચાય ઠરી જશે ... 

ઘોઘો આંખો ખોલે છે ચકળ વકળ આખે ઘોઘીને જુવે છે. 

માથા થી પગ સુધી.... 

પછી જરીક અમથું હસે છે . 

અને ચુપચાપ પાણીનો ગ્લાસ ઉઠાવી એક સ્વાસે 

આખો ગ્લાસ ગટગટાવી જાય છે..! 

ખાલી ગ્લાસ ટીપોય પર મૂકી . 

ચાય નો કપ ઉઠાવે છે ધીરે ધીરે ચાય પીવે છે.

 અને થોડી થોડી વારે ઘોઘી સામું હસે છે સાંકેતિક ભાષામાં જુવે છે.

ઘોઘી મનમાં મુંજાય છે અને વિચારે છે . 

ઘોઘો ચાય પીવે છે હસે છે વળી સામે જુવે છે. 

મગર 

ઘોઘો કઈ બોલતો કેમ નથી . 

ઘોઘાએ ચાય પીય ને કપ ટીપોય પર મુક્યો . 

ફરી ઘોઘી સામે સાંકેતિક ભાષામાં જોયું .

અને એવુજ સાંકેતિક હસ્યો . 

ક્યારની ચુપચાપ ઘોઘાની 

 હરકત જોતી ઘોઘીની હવે કમાન છટકી..

ઘોઘાઆઆ ... શું ક્યારનો જુવે છે ને હસે છે મારી સામું જોઈ જોઇને 

કઈ બોલતો કેમ નથી.!

ઘોઘાએ ટૂંકમાં કહ્યું .  

ઘોઘી તું સંભાળતી નથી..!

ઘોઘીએ કહ્યું . 

મારા કાન ખુલ્લાજ છે !

ઘોઘાએ કહ્યું . 

હાં તો આંખ મારી પણ ખુલ્લી જ છે.! 

ઘોઘા પહેલા મને તું એ સમજાવીશ કે ,..

હાં હાં કેમ નહિ ઘોઘી એ પણ સમજાવીશ આ પણ સમજાવીશ...

ઘોઘા મેં હજુ તને શું સમજવું છે એ કહ્યું નથી... 

બાકી પણ કશું રાખ્યું નથી ઘોઘી ..!

શું સવાર સવારમાં માથું ફેરવે છે ..!

માથું નહિ ઘોઘી આંખુ .!

હાં યાદ આવ્યું મને પહેલા એ સમજાવ કે ,

મારા કાન ખુલ્લા છે.!  

તેની સામે તારી ખુલ્લી આંખને શો સંબંધ ..?. 

ઘોઘાએ પાછો ટૂંકમાં જવાબ આપ્યો.

ઇશારા નો...

સમજાયું નહીં ઘોઘા ..!

આંખ અને કાન ખુલ્લા હોય કે બંધ... 

બંને વચ્ચે હોય છે અતુટ સંબંધ ... 

આવું વર્ષો પહેલા.... 

ઘોઘી સીધીજ સોફા પર ઘોઘાની બાજુમાં બેસી ગઈ ...

અને ઘોઘાના ખભે હાથ પરોવીને બોલી .

ભાઇબંધના ભાઈબંધેજ કહ્યું હતું ને ઘોઘાઆઅ ..!

હાં..! 

ઘોઘીને જાણે ઘોઘા કરતા ઘોઘાના ભાઇબંધના ભાઈબંધની વાતમાં 

વધુ દિલચસ્પી હોય એમ લાગ્યું એકલે અંદરખાને આનંદ લેતી ઘોઘી 

ઘોઘો વર્ષો પહેલા... એક લૂ બોલ્યો ત્યાજ ઘોઘીએ કહ્યું.  

ભાઇબંધના ભાઈબંધેજ કહ્યું હતું ને ઘોઘાઆઅ ..!

તને કેમ ખબર ઘોઘી ..?

રહસ્ય ઘોઘા રહસ્ય... 

ઘોઘો વિચારમાં પડી ગયો ... 

અને પછી બંને વચ્ચે 

બે મતલબનો સંવાદ શરુ થઇ ગયો . 

વિચાર શું કરે છે ઘોઘા ..?

ભૂલી ગયો કે, 

અહં , 

તો ?

યાદ કરું છું ! 

ઘોઘા બૌ ખરાબ છે તું !

જૂની વાત છે !

યાદ આવ્યું 

શું ?

એજ ..!

શું એજ .?

જે ભૂલી ગયેલો ... 

અહં 

શું અહં ?

ભૂલ્યો નથી ..!

તો બોલને જલ્દી..!

હાં યાદ આવ્યું ... 

ઘોઘી કાન સરવા કરીને બેસી ગઈ ...

પણ ઘોઘો મૌન થઇ ગયો ખબર નૈ કેમ ...  

થોડી વાર નીરવ શાંતી પથરાઈ ગઈ... 

ઘોઘાના મૌનથી ઘોઘી અકળાઈ ગઈ ... 

બોલને ઘોઘા ... ઘોઘા બોલ જલ્દી  ... !

હાં પણ , ઘોઘી એ વાત હું આજે નહીં કરી શકું !

અચાનક શું થયું ? ઘોઘીએ ઘોઘાને પૂછ્યું.

ઘોઘાએ કહ્યું. કદાચ મને ઊંઘ આવી રહી છે .!

ઘોઘાનો શ્વર બદલાઈ ગયો હતો ... 

ઘોઘીને ઘોઘાના અવાજમાં કંપન જેવું મહેસુસ થયું .  

હુહ..! ઊંઘણસી તેમાં ...ઘોઘી એ હળવો છણકો કર્યો . 

બોલ ને ઘોઘા આવું શું કરે છે...   

અહં ,

અહી માફક નહીંજ આવે..

જગ્યાય કદાચ ટૂંકી પડે.!

જીવન પણ .!

તહી બોલાવ્યા વગર નહીંજ આવું... 

અને ઘોઘી બૌ પહેલાજ મેં તને 

કહેવા ના કહેવા સમું બધુજ કહી નાખ્યું છે ..!

"જા સાંભળી લે"

અર્થાત , વાંચી લે ..!

એમ કહેવું પણ મને નથીજ  ગમતું

સરનામું જાહેર હોવા છતાં .!

આપવું નથીજ ગમતું "ખંડેર"

જા ત્યાં જઈને સાંભળ .!

એમ કહેવું તો મને લગીરે નહિ ફાવે... 

એમ કરતા ભાઈબધના ભાઈબંધની ચેતવણી યાદ આવે છે..!

એ મને એમ કહેતા કરતા અટકાવે છે ...

ચોખ્ખી મનાઈ ફરમાવેલ છે વર્ષો પહેલા ...

ઘોઘો એક શ્વાસે એક ધારો બબડાટ કરીને પાછો મૌન થઇ ગયો...

ઘોઘી કઈ કરતા કૈજ સમજી શકી નહી...  

ઘોઘા નાં શ્વરમાં અને વર્તનમાં અચાનક આવેલા પરિવર્તનથી 

ઘોઘી પરેશાન થઇ ગઈ કદાચ ..!

ઘોઘીએ ઘોઘાની આંખોમાં ઝાંકવાનો પ્રયાસ કર્યો ... 

પણ ઘોઘો મો  ફેરવીને બેસી ગયો ... 

કદાચ ઘોઘી નિરાશ કે ઉદાસ પણ થઇ ગઈ   ..! 

ઘોઘીની આંખો પણ કદાચ, તગતગવા લાગી ... 

ખબર નૈ શું થયું હશે અચાનક ..! 

જે થયું હોય તે માર્રે કે, તાર્રેય શું  હેં ... 


ક્રમશ:- 

 

*બ્લાસ્ટ* 

"અનંત" આંખો મારી બહેરી થઈ ગઈ છે ..!

તેથી જોવાનું કામ મે કાનને સોંપી દીધુ છે.!

એજ

વર્ષો પહેલાં...

ભાઈબંધે ઓલી ને કહેલી વાત...

https://m.facebook.com/story.php?story_fbid=2686789408097410&id=100002991311961

No comments:

Post a Comment