Friday, 27 May 2022

पकडो मत यही है सच

पकड़ ना छोडो। 

छोड ना शीखो।

दिल से दिल का

रीस्ता जोडना शीखो।

"अज्ञानी" 

Wednesday, 25 May 2022

વર્ષો પહેલાં....

સ્મરણાંજલી... 


 વર્ષો પહેલાં ભાઈબંધ અનંત ને અતી ચાહતી કોઈ ચહીતી 
જે જીવનભર માટે અનંત નો સાથ સંગાથ ઝંખતી હતી, 
પણ અનંત મજબુર હતો, 
જેના ખુદ ના કૈ ઠામ ઠેકાણા હોય નૈ 
સુખ જેના થી જોજન છેટુ હોય 
અને દુ:ખ હરદમ સાથ રે'તુ હોય 
એવો એ ભલાઆદમી એમ વિચારીને 
અનંત પેલી ને પોતાનાથી છેટીજ રાખતો 
અને ખુદ પણ તેના થી છેટો રહેવા પ્રયાસ કરતો 
રહી શકતો કે નહીં 
એ એક અલગ પીડા નો વીષય છે.!
અનંત વીચારતો કે, 
અગર 
જો એ કોઈ ને પોતાના સુખે 
સુખીજ ન કરી શકવાનો હોય તો પછી 
પોતાના દુ:ખે કોઈને દુઃખી કરવાનો 
પણ તેને કોઈ હક્ક નથીજ..! 
જો કે નારી ના હ્રદય ની વાત કે ઝંખના 
નાદાન નર શું જાણે.! 
વર્ના ચાહ,નારી તો પોતાના પ્રીયતના દુ:ખ ને 
પણ પ્રીયતની માફક ગળે લગાડવા તૈયાર હોય છે.! 
અને એમાંય એને 
પરમ ચરમ અખંડ અનંત આનંદની 
અલૌકિક અનુભુતી થતી હોય છે.! 
પ્રેમમાં નારી ને તો માત્ર ને માત્ર 
પોતાને ગમતા પુરૂષની હુંફ ની ભુખ હોય છે.! 
એ ન મળે એજ એને મન સૌથી મોટુ દુ:ખ હોય છે.! 
પણ આ વાત નાદાન નર ને કોણ સમજાવે.! 
બસ એજ વીચારે ઠામ ઠેકાણા વગરનો અનંત 
પેલી ને સમજાવવા 
વર્ષો પહેલાં એ મહોલ્લો જે આજે 
સુમસામ વેરાન ખંડેર થૈ ચુક્યો છે 
જ્યાં અનંત હતો ત્યારે... 
પેલી ને સતત આજ ગીત સંભળાવી સંભળાવી ને 
સમજાવ તો રહેતો કે, 
प्यार मुज से जो किया तुमने 
तो क्या पाओगी 
मेरे हालात की आंधी मे 
बीखर जाओगी। 
પછી તો જોકે 
જોકે પછી તો અનંત જ હંમશ ને માટે 
ક્યાંક દૂઉઉઉરરર.. દૂઉઉઉરરર... 
ચાલ્યો ગયો.... 

प्यार मुझसे जो किया तुमने तो क्या पाओगी
मेरे हालत की आंधी में बिखर जओगी
प्यार मुझसे जो किया तुमने तो क्या पाओगी

रंज और दर्द की बस्ती का मैं बाशिन्दा हूँ
ये तो बस मैं हूँ के इस हाल में भी ज़िन्दा हूँ
ख्वाब क्यूं देखूँ वो कल जिसपे मैं शर्मिन्दा हूँ
मैं जो शर्मिन्दा हुआ तुम भी तो शरमाओगी
प्यार मुझसे जो किया ...

क्यूं मेरे साथ कोइ और परेशान रहे
मेरी दुनिया है जो वीरान तो वीरान रहे
ज़िन्दगी का ये सफ़र तुमको तो आसान रहे
हमसफ़र मुझको बनओगी तो पछताओगी
प्यार मुझसे जो किया ...

एक मैं क्या अभी आयेंगे दीवाने कितने
अभी गूंजेगे मुहब्बत के तराने कितने
ज़िन्दगी तुमको सुनायेगी फ़साने कितने
क्यूं समझती हो मुझे भूल नही पाओगी
प्यार मुझसे जो किया ...




 

Sunday, 22 May 2022

वो जो कहते थे कभी

 दुनिया की सौचसे कुछ अलग ही सौच ने वाले .... 


दुनिया ऐसे लोगो को पागल भी समजती हे ... 


पर वो अपनी मस्ती में रहेते हे .... 


उसे कोई फर्क नहीं पड़ता .... 


बस वो जो कहेना चाहते हे कहे देते हे .... 


वो कुछ गुढ़ बाते इस कदर कहे देते हे ... 


जो आम लोगोको जल्द समजमे नहीं आती .... 


और फिर लोग अपनी अपनी सौच के मुताबिक़_

अर्थ निकालते रहे ते हे ....  


कभी कभी ये लोग ऐसी बात कहे जाते हे_

जो हमारी समजसे परे होती हे ... 


पर हम इसकी बातो को टाल नहीं शकते,

पर  हां चिंतन और मनन जरुर कर शकते हे .... 


तो....  


ये कुछ  ऐसी ही  बाते हे...... 

 

सच क्या हे और  जूठ क्या हे ?  

"अनंत" हर जूठ में एक सच छुपा हे. 


"अनंत"

&&&&&&&&&&&&&&&&&&


वो तो पल पल बदलता हे....  

तू जिस सत्य को लेकर चलता हे.


“अज्ञानी" जूठ अटल अचल हे. 

और सच पल पल बदलता हे... 

"अज्ञानी"

https://m.facebook.com/story.php?story_fbid=2771418972967786&id=100002991311961

Thursday, 19 May 2022

લૌચા થયા ની ઘટના

 હા તો....   Pravin Miyatra પ્રવીણ વાત જાણે એમ છે...કે....  


આજે આ ફોટો ભૂલ ભૂલમાં અપલોડ થયો એ મારી અણઆવડતનો , અજ્ઞાનતાનો જીવતો જાગતો પુરાવો છે.... 


પણ કોઈ કોઈ મારી વાત માનવા તૈયાર જ નથી.... 


હજુ તો માંડ માંડ હું મોબાઇલમાં ફે.બુ શીખ્યો હતો...


અધૂરું જ્ઞાન વધારે કૂચે મારે...એ ન્યાયે...  


ઘણા સમય પહેલા પણ આવોજ લોચો મરાયો હતો ... 


એક તો ત્યારે આમેય હું સાવ અહી નવો નવો હતો ને ઉપરથી આવા લૌચા.... 


તે દિ ના લૌચામાં  વિધ્યા બાલનનો ફોટો આઈ ગયેલો ને ખબર નૈ 


કોઈ ગ્રૂપમાં જઈને વિધ્યા ચોંટી ગઈ . સોરી વિધ્યાનો ફોટો ચોંટી 


ગયો એ પણ પાછો આડો.... 


તે એમાં તો તે દિ અહી ફે.બુ માં બબાલ પણ થયેલી ... 


બિચારી વિધ્યા સંપૂર્ણ વસ્ત્રમાં અસલ મજાની સાડીમાં સજ્જ હતી ... 

તોય ઘણા સજ્જનોને કોણ જાણે એના વસ્ત્ર નહીં દેખાયા હોય ...


શું ખબર પણ હું દુર્જન લાગેલો બોલ .... 


એટલેજ આ વખતે હું બૌ બી ગ્યો .... 


ખેર વાત જાણે એમ છે કે... 


હું મોબા.માં જેવુ ફે.બુ ખોલું કે એ મને  સૉફ્ટવેર અપડેટ કરવાનું  કહે... 


હું ના કરું  બસ ભય એજ  કે એ ભઈ કઈક નવું કરશે તો મને નૈ ફાવે.... 


અને  ગઇકાલે ભૂલમાં એના ઈસારા મુજબ ઓકે અપાઈ ગયું , 


પત્યુ ... એ વારે વારે પ્યોર વિદેશી ભાષામાં પ્રશ્ન કરે ને હું મુંજાયા કરું . મને કશું સમજાય નહીં, એ યસ નો, યસ નો પૂછ્યા કરે હું ઘડીક યસ તો ઘડીક નો દબાયા કરું અને મોબા, કદાચ ગુસ્સે થઈ ગયો kunjal chaaya માફક . 


ને એ સૉફ્ટવેર પણ kunjal જેમ ચોકપ થઈ ગ્યો..   

 


ખબર નૈ કેમ .... 


મોબા. વાળાને ફોન બતાડયો 300 નો ખર્ચ કહ્યો .... 


મે કહ્યું મને ના પોસાય... કોઈ સસ્તો રસ્તો બતાઈ.... 


અને એણે કઈક ફોનમાથીજ  નવું ફે.બુ. વાળું શોધી આપ્યું... 


જે મોબા. માં હોવા છતાં મને ખબર ના હતી... 


ને નવેસરથી મથામણ ચાલુ ... 


લોચો એવો મરાયો કે બધુ ઊંધું ચીતું થઈ ગયું , આખું પેજ વિચિત્ર પ્રકારનું થઈ ગયું. 


શું કરું ને શું થાય મને કશુજ ના સમજાય .... 


મે kunjal જી,  કે જે અસસ્લ ટીચર જેવા છે એણે કહ્યું પણ ખરું કમેંટમાં પણ એ કોપ ભવનવાસી કોપાય માન હશે તે કઈ સમજાવ્યું નૈ.. 


પછી તો શું છે કે હું મથતો ખણખોદ કરતો હતો ને અચાનક કેમેરો ચાલુ થઈ ગયો... 


હું તો આદત વશ પગ પર પગ ચડાવી એ...ય.ને આરામથી બેઠો હતો મારી મસ્તીમાં મને ખબરય ના પડી કે ફોટો ક્યારે ક્લિક થયો ને ક્યારે ફે.બુ. માં આઈ ગયો.... 


થોડી વાર પછી જ્યારે મારુ ધ્યાન ગયું તો હું તો વધુ મુંજાયો કે સાલું આ હું કોઈ બીજાની પ્રોફાઇલમાં ક્યારે ઘૂસી ગ્યો ... 


પછી તો જે કાઇ હરકત પહેલા કરેલી એ કોની પ્રોફાઇલમાથી કરી એ પણ ના ખબર પડે ..... 


કેમકે સાલા મારા જ પગ મને બિવડાવે મને એમ થાય કે આ કોઈક પગવાળા ની પ્રોફાઇલમાથી હું લખતો હતો કે શું સાલો એ લાત મારશે તો એવો ભય લાગ્યો ... 


અંતે બીકના માર્યા મે મારા પરમ કોપાયમાન ટિંચર kunjal ને  ફોન કરી કહ્યું ભઈ હું પાછો હલવાયો છું ... 


જોકે સારિવાર પછી મને સમજાયું કે હું મારાજ ઘરમાં છું ... 


અને મને ખબરય નથી.. 


અને પછી pravin તારા જેવા લોકો મોકો જોઈને Pravin Miyatra ".darek charan sparsh karwa wala pag khenchva vala na hoy.. .!" ------"MAHATMA....................." પઈગે લાગવાની ને ખેંચવાની વાતો કરવા લાગ્યા ... 


ભઈ ભૂલ થઈ ઇ તો થઈ જ ગઈ... 


પણ ભાઈશાબ આ ચરણ સ્પર્શવાને લાયક નથી ....! 


જેને કહ્યું હોય એણે કહી દેજે... 


પાછી બીક પણ ખરી કે છોડશે નહીં તો...!!! 


બાકી અસસ્લ હકીકત તો કુંજલે જણાવી જ છે ... 


આગળ ની સત્ય ઘટનાની વાર્તા હું કહીશ .... 


હવે ક્યાં લગી હોય પ્રવીણ સત્ય વાર્તા તો ક્યારની પૂરી થઈ ગઈ ... :)

https://m.facebook.com/story.php?story_fbid=532250413551331&substory_index=0&id=100002991311961

ખાલી ખમ્મ પંખી વગરનુ પીંજરૂ

 बस कुछ पलके लिए ......

"अनंत"हर पंखी को लुभाता ये पिंजरा... 

जाने कितनोका दिल दुभाता हे पिंजरा....

पंखी आते जाते रहे इन पिन्जरेमे अब द्वार कहा ....

आते जाते पंछीयोने ही तो द्वार इनका तोड़ दिया....

अब जब चाहे जो आये , आये और जाए .... 

रोकना भी चाहे पंछी, पिंजरा रोक ना पाए ....

ना बांधना , ना बंधना.... 

मुक्त रहेना मुक्त रखना....      

"अनंत" पिंजरा जान गया ..... 

रहश्य मुक्ति और बंधनका...... 

द्वार पिन्जरेका जब टूट गया..... 

अब पेड और पींजरे मे फर्क कहा ...... 

पंछी पेड पर भी आये जाए .... 

और कभी पिंजरे में बस जाए .....  

डाली डाली झूले जी भरते ही उड़ जाए .... 

"अनंत" पर पेड और पिंजरा ना उड़ पाये ... 

दरवाजा ही तोड़ दिया जब चाहे पंछी आये .... 

"अनंत" रोकेंगा नहीं अब जब चाहे उड़ जाए.....  

पल पल रूप रंग बदलता पिंजरा .... 

"अनंत" पंछी कभी नहीं बदलता......

ये जिस्म मेरा इक पिंजरा हे .... 

और मेरी जान हे एक पंछी ...... 

पंछी तोडके पिंजरा कब उड़ जाए ... 

"अनंत" इस पींजरे को पता नहीं....

"अनंत"

fb://photo/370489393060768?set=a.102394793203564

*બ્લાસ્ટ*

કોણ જાણે પ્રેમના પીંજરા કેટલા પંખી થયા છે કેદ. 

"અનંત"આ પીંજરા ની છાતીમાં થયા છે કૈ કેટલાય છેદ. 

એય પંખી તારા 'ને મારામાં છે ફકત આટલોજ ભેદ.

તું પીંજરાની અંદર કેદ છે હું પીંજરાની બહાર છું કેદ.!

અય પંખી છે તું કેદ લોખંડના પીંજરામાં 

અને હું કેદ છું આ ચામડીના પીંજરામાં. 

તું સળિયાની અંદર બંધક છે.!

અને મારે આ સંસાર ના બંધન છે.! 

"અનંત" 



બધુ યાદ નથી રહેતું

 પેલી બૌ પૂછ પૂછ કરતી બૌ સવાલો કરતી ... 


અકલે પછી .... 


વર્ષો પહેલા ભાઈબંધ અનંતે તેની પ્રેયસીને એક પત્ર લખેલો ... 


એ પત્ર મને કાલે અડધી રાત્રે મળ્યો ... 


જો..! આ રહ્યો ... 


@@@@@@@@@@@@@@


પેલી ના અનેક સવાલોના જવાબમાં ,


ભાઈબંધે પેલીને એક પત્ર લખીને  કહેલુ કે,


હે, પ્રિયે...


આ દૂનીયામાં કે તે દૂનીયામાં... 


બહારની દૂનીયામાં કે ભીતરની દૂનીયામાં.... 


કારણ વગર કશું જ નથી બનતું ... 


કોઈ સંબંધ આજનો નથી હોતો.... 


આપણે સૌ વખતો વખત યાને,


યુગે યુગે મળતા અને  વિખૂટા પડતાં હોઈએ છીયે ... 


બધુ યાદ નથી રહેતું.... 


જરૂરથી વધુ યાદ નથી રહેતું ...


બસ એટલુજ...! 


ક્યારેક ભીતરની સંવેદના સાથે કોઈ અજાણ્યા છતાં.


જાણીતા સ્પંદન અથડાય છે ત્યારે... 


અલૌકિક ઘટનાની ઘટમાળ શરૂ થાય છે....


આવું કોઈ એક સાથે નહીં અનેક સાથે થઈ શકે.... 


જ્યાંથી જે, જેટલું અધૂરું છૂટયું, 


ત્યાંથી  તે, તેટલૂ શરૂ થાય છે... 


પછી તે કોઈ પણ સંબંધ હોય, 


સંબંધમાં બંધનમાં હોય કે, 


બંધનમાં કોઈ સંબંધ હોય... 


છુટ્યા હોય ત્યાંથીજ  બંધાય છે.! 


તૂટ્યા હોય ત્યાથીજ સંધાય છે.! 


પણ હાં આવુ બધુ ત્યારે થાય છે, 


જ્યારે સમય પાકે છે. 


આ વાત બહુ ઓછાને સમજાય છે અનુભવાય છે..!


અને જેને સમજાય તે સમજાવી શકતા નથી. 


જો મનમા દ્ઢતા સંબંધમાં ઊંડાણ ને સ્પંદનમાં તીવ્રતા હોય  તો....  


પ્રેમની પરમ ચરમ અનંત અલૌકિક અનુભૂતિ થઈ શકે છે 


ધ્વનિ અને સ્પંદન હરેક ચીજમાં હોય જ છે...! 


ધ્વનિ સંભળાય છે. સ્પંદન અનુભવાય છે..... 


શબ્દોમાં પણ અનંત સ્પંદન છુપાયેલા હોય છે.... 


શબ્દોમાં છુપાયેલા સ્પંદનોની અનુભૂતિ સહજ છે... 


પણ તેની અનુભૂતિ ગાઢ સંબંધ પર નિર્ભર હોય છે...


જેટલો ભીતરનો નાતો ગહેરો તેટલીજ ઊંડી અનુભૂતી ... 


પછી તે દૂર હોય કે નજીક ખાસ કશો ફર્ક નથી પડતો...


કેમકે તીવ્ર સ્પંદનો જ કાફી હોય છે સ્પર્શની અનુભૂતિ માટે.... 


કિન્તુ સૂક્ષ્મ ની અનુભૂતિ માટે પણ સ્થૂળ શરીર હોવું જરૂરી ....


અગર એક મેકમાં ભળી ચૂક્યા હોય તો, 


શરીર એનું હોય કે પોતાનું ,


સ્પર્શતાજ "અનંત" ઝણઝણાટી થાય છે.... 


આવું એણે પોતાની પ્રેયસીને વિખૂટા પડ્યા બાદ,


જ્યારે ફરી મળ્યા ત્યારે.... 


પૂછેલા સવાલના  જવાબમાં કહેલું.... 


અને પોતે, એ જ્યારે તેનાથી દૂર હતી ત્યારે... 


કેમ દિવસો પસાર કરતો એ પણ કહેલું . 


અનંતે પોતાની પ્રેયસીને કહ્યું કે....  


તું દૂર હતી ત્યારે....  


પ્રિયે હું ચાહું ત્યારે, આ રીતે તને હું સ્પર્શી લેતો.  

જ્યારે પણ તારી યાદ આવતી,મને હું સ્પર્શી લેતો.


તું પણ.! ઝણ ઝણી ઉઠી છે મારા પ્રેમાળ સ્પર્શથી. 

ભીતર એવું અનુભવતો હું. "અનંત" ઝણઝણી લેતો. 


"અનંત"     


બ્લાસ્ટ :- 


કારણ વગર તો આ બ્રહમાંડમાં કશું , કશું, કશુજ ના બનતું ... 

"અનંત" કારણ વગર ના કોઈજ મળતું, ના તો, વિખૂટું પડતું ... 


નક્શી કામ પૂરું...... :)

fb://photo/531761576933548?set=a.179957832113926

તરસ વધવા દેવી સતત...

 વર્ષો પહેલાની અમારી દુનિયા અલગ હતી... 


અમારી મહેફિલ અલૌકિક હતી .....


અનંત વારંવાર પ્રેમમાં પડતો કે પછી, 


એને કોઈ પાડી દેતું ખબર નૈ ... 


પણ પછી તે છોલાતો ,ઘવાતો ,ચિલ્લાતો , પીડાતો ... 


' ને ફરી પાછો ધૂળ ખંખેરી ઊભો થતો અનંત ... 


હ્રદયના ઘાવ પર થાગડ થીગડ કરી જરી ઠીક થતો, 


'ને ફરી ,


એ એજ પીડતા પ્રેમની ધૂળ માથે ચડાવતો ... 


વર્ષો પહેલા અમે ત્રણેય ઝર્ઝરિત મહોલ્લામાં રાત્રે મળતા ... 


ચાય ની ચૂસ્કી સાથે અમારી મહેફિલ જામતી ... 


ત્યારે એક તરફ આખી દુનિયા, 


એક તરફ અમારી અલૌકિક જગ્યા...


એકલે, એક સાંકડી ગલીની ભીતર... 


છેક છેવાડે ખૂણે આવેલૂ ખંડેર જેવુ ઘર...... 


'ને અમારી મસ્તી ભરી અલૌકિક મહેફિલ... 


નિજમાં ખોવાયા પછી.... 


અમને ખબર ના પડતી..... 


કે, લશ્કર ક્યાં લડે છે ... 


આવીજ એક મસ્તી ભરી રાત્રે....


ચાય સાથે, 


અમે મળ્યા ત્યારે ... 


વારંવાર પ્રેમમાં પડતાં આખડતા અનંતને મે પૂછ્યું. 


યાર્ર અનંત.. 


આકલી બધી તકલીફ અને પીડા પછી પણ તું ... 


શા માટે પડે છે પ્રેમમાં...? 


ત્યારે ચાયની એક જોરદાર ચૂસ્કી ભરી, 


આખે આખો કપ એક ઘુંટડે ખાલી કરી 


અનંત બોલ્યો ... 


પરીયા... પ્રેમ મારી દુનિયા છે ..! 


આખરે પ્રેમ જ પરમ સત્ય છે , બાકી બધુ બકવાસ... 


આવું  એને પડી આખડી વારંવાર પ્રેમની ઠોકરે ચડી


સમજાયું હશે કદાચ ...! 


પછી વાત આગળ ચલાવતા એ બોલ્યો ....


જો કે કોઈ રિબાવે તોય મજા આવે ... 


એવી એક જ ચીજ છે પરીયા અને એ છે "પ્રેમ, ઈશ્ક "...  


અને એ જ પ્રેમ છે, જેમાં કોઈ તડપાવે તો ઔર આનંદ આવે ..... 


જોકે અપવાદ રૂપ કોઈ કોઈને ગુસ્સો પણ આવે ... 


એ બોલતો હતો, અને અમે બન્ને ,


હું અને અજ્ઞાની ધ્યાનથી સાંભળતા હતા. 


એ આગળ બોલ્યો ... 


પરીયા પ્રેમ કદાચ ક્યારેય સરળતાથી પ્રાપ્ત ના થાય ... 


સરળતા થી મળી જાય એ પ્રેમ 


શંકાના દાયરામાં આવી જાય કદાચ ! 


જોકે સરળતાથી મળે એનો સ્વાદ પણ ક્ષણિક હોય છે ... 


મજા તો ત્યારે છે પરીયા..... 


જ્યારે સખત તરસ લાગી ત્યારે...... 


બડી મુશ્કિલથી બે બુંદ પાણી  મળે ...


એટલે જ એ ખુદને કહેતો સમજાવતો કે, 


"અનંત" તરસ વધવા દે સતત અનંત.... 

મૃગજળ પાછળ મૃગ માફક દોડ નહી..! 


અને પછી અનંત આગળ વાત ચલાવે છે 


પરીયા..... 


ભૂખ જોરદાર લાગી હોય ને થોડું ભોજન મળે ... 


તો એક કોળીયાનો સ્વાદ પણ ઉમ્ર ભાર યાદ રહી જાય ...  


આવીજ ભૂખ અને તરસ પ્રેમની પણ લાગવી જોઇયે ... 


અને પછી એણે ફરી એજ શેર જરા અલગ ભણ્યો .... 


તરસ વધવા દેવી સતત સખત "અનંત" 

મૃગ જળ આગળ પાછળ નહીં દોડવાનું... 


 "અનંત" બોલીને જરા ચૂપ થયો ત્યારે 


ક્યારનો મૌન બેઠેલો અજ્ઞાની દાઢી પાર હાથ ફરાવતા 


અનંત ને સંબોધતા બોલ્યો ...


"અજ્ઞાની" જો તારે સુખ પામવું હોય અનંત ... 

તો પકડવાનું નહીં કશુંજ ! બલ્કે છોડવાનું ... 


પાછળ દોડશે તો દૂર જશે .... 

છોડશે અગર તો ચરણે હશે ... 


"અજ્ઞાની" ની વાત મારે ઉપરથી ગઈ  .... 


મારે એટલું મગજ કે સમજ નૈ ને અટલે ભઇ ... 


બીજું કઈ નઇ  


ઘણી બધી વાતો ના અંતે અનંતે ,


મારા શરૂઆત ના સવાલના જવાબમાં કહ્યું કે ....


@@@@@@@@@@@@@@@@@@@@@@@


એમાં શું ખોટું છે ..!!!  

   

છૂટા પડવું, મળવું , મળીને  ફરી છૂટા પડવું,  છૂટા પડી ફરી પાછું મળવું ગમે છે. 

યુગોથી નિરંતર ચાલતી આ પ્રક્રિયા છે. પ્રિયે ! મને આટલુ  જ  સમજવું  ગમે છે.  

 

કૈ વર્ષો અંગારા સાથે રહી રહીને, હું પણ થઈ ગયો છું  અસસ્લ અંગારા જેવો જ !     

હવે મને ઠંડુગાર થવું પોસાય ના. તેથી સ્તો સૌંદર્ય પણ મને ધગ ધગતું ગમે છે.     

 

અને જો મને પ્રેમથી ઊભું કરનાર કોઈ હોય તો,  ગમે ત્યારે ને ગમે તે ઉમરે એક- 

મનેજ નહીં ! સુંદર,પ્રેમાળ,ચાહનાર જો મળે તો કોઈને પણ પ્રેમમાં પડવું ગમે છે.  

 

મિલનમાં જેટલી ખુશી, એટલુજ વિરહનું દૂ:ખ,  જેટલુ ઊંડું દૂ:ખ એટલું ગહેરું સુખ,

પીડામાં આનંદ એજ કારણ મને પ્રેમમાં તડપવું અને વિયોગમાં  ટળવળવું ગમે છે      

 

યુગો યુગોથી મળવું છૂટા પડવું,  'ને ફરી પાછું મળવાનું  નિશ્ચિત હોય છે. ખરેખર !  

મગર હાં જ્યારે સમય પાકે ત્યારેજ .! આમ સપનાને પણ સપનાનું ફળવું ગમે છે. 

 

તો, જ્યાં સુધી કે આપણે મળી શકીએ ના રૂબરૂ , તારી ખબર નૈ તું મળશે કે કેમ?

ખૈર જોયું જશે જે થશે !  ફિલહાલ તો શબ્દ કલ્પનાના સહારે તને મળવું ગમે છે.    

 

હાં ટેરવાના સ્પર્શની ઝંખના ખરી જ..! ઝંકૃત થવાશે કદીક, તો થશુ, એમાં શું !      

પણ ત્યાં સુધી ! તારા પ્રેમાળ સ્વર અને શબ્દોના સ્પર્શથી મને ઝણઝણવું ગમે.છે.   

 

મંઝીલમાં નહીં, મજા સફરમાં આવે છે મને ! નૈ તો મંઝીલ તો હાથ વેંતમાં જ છે. 

પણ શું છે પ્રિયે કે, પ્રિય આદત છે મારી કે, મને તો બસ આમજ ભટકવું ગમે છે.  

 

“અનંત” કોણે કહ્યું તૂટેલું કદિ 'સંધાય ના.! હોય મન મોતી કે પછી કાંચ ! પણ હાં !    

બન્ને ટુકડાને તપવું પડે , ઓગળવું પડે, ઓગળે તે સંધાય, મને ઓગળવું ગમે છે . 

 

શું ખોટું કહ્યું મે ? જે હકીકત છે બસ તેજ કહી છે ! તું સ્વીકાર કે ના સ્વીકાર પ્રિયે..  

એ મરજી તારી, મને તો જે ભીતર હોય, સત્ય હોય, બસ એ સીધુંજ  કહેવું ગમે છે.

 

"અનંત"         

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

 બ્લાસ્ટ :- 


કોઈ કહે એટલે માની લેવું એ મને નથી ફાવતું ... 


કહેતા હોય એને કહેવા દો કે, મન મોતી ને કાંચ તૂટ્યા પછી કદિ સંધાય ના.!

 

અગર જો સંધાય થૂંકના સાંધે તોય, જોડાયું હોય જ્યાં જ્યાં સાંધો દેખાય ત્યાં . 

 

પણ અગર જો બન્ને ટુકડાને ભેગા કરી ઓગાળીને ... 


ફરી પ્રેમના બિબામાં ઢળીએ ઢાળીએ એક બીજાને તો...


પછી સાંધો દેખાવાનો સવાલ જ નથી રહેતો ... 

 

પણ હા ! પ્રેમમાં તપવા,ઓગળવા,પીગળવાની તૈયારી....


બન્ને ટુકડાની હોવી જોઇયે ...

 

ગમે તેવી ગેર સમજની ગાંઠ પ્રેમથી અને સમજણ થી ઓગળે છે. 

 

'ગમે' તેવો ઘાટ પ્રેમથી ઘડાય છે... બે અર્થમાં ...

 

ગમે !  તેવો ઘાટ અર્થાત :- ગમતો ઘાટ.

ગમે તેવો ઘાટ અર્થાત :- ના ગમે તેવો ... 


કોણે કહ્યું કે સંધાય ના કદિ' મન ,મોતી ,કે કાંચ ... 

"અનંત" જગાડ પ્રેમ , 'ને લગાડ દિલમાં આગ ... 


સ્વાર્થ ઈર્ષા ,અહંમ , આ બધુ પ્રેમની ભઢ્ઢીમાં નાખ ... 

તો ઓગળીને એકાકાર થઈ જાય મન.મોતી,કે કાંચ.. 


"અનંત"

 

અર્થાત :- પ્રેમ હોય તો, પ્રેમથી પ્રેમનો મન ગમતો ઘાટ ઘડી શકાય....

 

 જોકે એણે ચોખવટ પણ કરેલી કે ...


લખવા બોલવા જેટલું આ સહેલું સરળ નથી જ ! 


ખૂબ અઘરું છે ,કઠિન છે..  અતી.. અતી...  અતી ..... 

 

લેકિન ! ઈચ્છા  જો દ્રઢ હોય તો અશક્ય કશું જ નથી...! 


પ્રેમમાં ઓગાળવું પડે પીગળવું પડે કઠણ ર્યે મેળ નો પડે ભૈ ... 


અને પછી થાકેલો ...


"અનંત" આટલું કહીને  ખુરશી પર જ ઢળી ગયો ... 


અજ્ઞાની ની રજા લઈ હું અંધારમાં ઓગળી ગયો... 


અર્થાત :- ઘર ભેગીનો થઈ ગ્યો...


https://www.facebook.com/100002991311961/posts/874234899352879/

Wednesday, 11 May 2022

आ जा रे.....


तुजे मैंने पा के फीर नहीं पाया। 

 

 

Monday, 9 May 2022

અચાનક

 હું જઇશ અચાનક તું આવશે

ત્યારે... 

તને ગમશે તને નૈ ગમે

ખબર નથી 

કોને ગમશે કોને નહીં ગમે.

"અનંત" 

ઈશ્વર

વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" કોઈ ને કરૂણામય તો કોઈ ને ક્રુર લાગે ઈશ્વર...
કોઈ ને સાવ નજીક તો કોઇ ને જોજન દૂર લાગે ઈશ્વર...
"અજ્ઞાની" 
તું છે તો હું છું હું છું તો તું છે.!

Thursday, 5 May 2022

सबसे हसीन चेहरा ए ईश्क।

 વળી તે યાદ અવાડી દીધુ....

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે જે કીધુ...

એની કોઈક ચહીતીને..


" अनंत" गहेरा गहेरा ईश्क तेरा ।

हे सबसे हसीन चेहरा ईश्क तेरा।

"अनंत"


https://www.facebook.com/100003186787585/posts/5041262282656615/

Wednesday, 4 May 2022

जान तो लेगी ही तुं भी कभी।

 हम जिन के वास्ते थे तमाशा बने हुए

देखा तो वो नहीं थे तमाशाइयों में भी


- जमील मलिक ❤️


https://m.facebook.com/story.php?story_fbid=5038277036288473&id=100003186787585


https://m.facebook.com/story.php?story_fbid=2729440657165618&id=100002991311961


વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ

તેનાથી અને પોતાનાથી અનજાન એવી ચહીતીને...

એક શબ્દ નો વારંવાર ઉપયોગ કરી

બે અર્થમાં કહ્યું /લખ્યું હતું કે, 

जान तो लेगी ही तुं भी कभी। 

"अनंत" चाहता हूं मे तुं जान ले अभी। 

मै बे जान।

है तुं जान।

जान ले। 

जान लेगी। 

तुं भी.!

जान लेगी.!

आज नहीं तो कल 

कभी तुं भी जान लेगी।

जब जान लेगी।

तब तडपेगी पल पल।

दिल-ओ-दिमाग मे होगी हलचल।

जब कभी तुं जान लेगी। 

"अनंत"

तुं आदत है मेरी।

और आदत

कोई भी हो। 

आखीर है जान लेती ।

क्या तुं भी जान लेगी?

जान लेगी हां जान ही लेगी

तुं, मुजे पता है।

तुं भी जान लेगी ।


पता नहीं

जान 

जाने से पहेले या

जाने के बाद

सुन जान

जाने से पहले जान ले। 

या ले जान जाने के बाद।

पहेले जान ले "अनंत" पायेगी।

फिर आयेगी रहे जायेगी "अनंत" याद।

"अनंत"

વર્ષો પહેલાં... 

ઓલાએ ઓલીને કહેલી એજ રચના...

"अनंत"

વર્ષો પહેલાં... 

ઓલાએ ઓલીને કહેલી એજ રચના...