Wednesday, 19 October 2022

શાંતી નો મારગ

વર્ષો પહેલાં.... 

વારંવાર હ્રદય ને ઠોકર લાગવાથી 

ભીતર ની પીડા ને લૈ ગુસ્સે થઈ 

ધુંધવાયેલા અનંત ને 

ભાઈબંધ અજ્ઞાની એ ખુબજ શાંતિથી 

પરમ ચરમ અખંડ અનંત 

 શાંતિનો મારગ બતાવતા કહ્યું હતું કે, 

ઐ દોસ્ત...! 

આમ તો કોઈ હ્રદય બહેરી ને 

તારા હ્રદયમા થી ઉઠતી 

પીડા દાયક ચીખ નહીં સંભળાય... 

અને કોઈની પણ સામે ચીલ્લાવાથી 

તને પણ શાંતી નહીં મળે..! 

તું ચીલ્લાશે અને એ હ્રદય બહેરી 

સાંભળશે નહીં તો, 

કદાચ એમ કરતાં તો તારી પીડામા વધારો થશે... 

એથી તો બહેતર છે અનંત કે તું 

મન મુકીને મનમાંજ ગરજી લે "અનંત" 

મન મુકીને મનમાંજ વરષી લે "અનંત" 

ચુપચાપ મન માં ને મનમાં તું "અનંત" 

મનફાવે તેમ વરતી લે "અનંત" 

"અજ્ઞાની" 


No comments:

Post a Comment