મને સ્પર્શે માત્ર તારી આંગળી નું ટેરવુ ...
અને હું ઝણ ઝણું "અનંત" તાર તાર....
"અનંત"
તું માત્ર ટેરવાથી સ્પર્શે મારી આંગળી નુ ટેરવુ.
અને મારૂ શરીર ઝણ ઝણે "અનંત" તાર તાર ...
"અનંત"
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે
પ્રેમથી વર્ષેલા જીલેલા શબ્દ બુંદ...
બુંદ બુંદ ....
કલમમાં થી લગાતાર.
શબ્દો નીકળે ધારદાર.
તું અગર સમજી શકે તો,
નીકળે હ્રદયની આરપાર.
અગર તું આપે પ્રેમ પ્રેમ,
હું પણ આપું પ્યાર પ્યાર.
તું અગર આપે એક વાર.
હું અનંત આપું વારં વાર.
તું માત્ર ટેરવાથી સ્પર્શે.
હું ઝણ ઝણું તાર તાર ...
તું આપે બુંદ બુંદ.
હું આપું ધાર ધાર....
તારો એક આછેરો ઈશારો.
"અનંત" જીવનનો આધાર.
"અનંત"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ડબલ બ્લાસ્ટ :- "અજ્ઞાની"ની કડવી વાણી માથી..
(1)
"અજ્ઞાની" સવાલના ગર્ભમાં જ જવાબ છુપાયેલો હોય છે.
અને હર એક સવાલ, જવાબ સાથેજ..!
જન્મ લેતા હોય છે.
(2)
"અજ્ઞાની" મૂર્ખ સાથે જીભાજોડી કરવાથી
કઈ જ હાસિલ થતું નથી.
બલ્કે સમય નો વ્યય જ થતો હોય છે.
સમજદારી આવા સમયે મૌન રહી,
એને સાંભળી ને એમાથી જ....!
આનંદ અને મનોરંજન શોધી લેવામાં છે.
છતાં જો વિવાદમાં પણ આનંદ આવતો હોય,
તો અચૂક લેવો.... !
કેમકે આનંદનું મહત્વ વિશેષ છે.
પરમ ચરમ અખંડ અનંત આનંદ...
"અજ્ઞાની"
No comments:
Post a Comment