Monday, 7 November 2022

બસ પ્રેમ..


મારો પોતીકો પ્રેમ મારી પોતીકી લાગણી.!વ

ર્ષો પહેલાં ભાઈબંધ જ્યારે પણ એની કોઈ ચહીતી સાથે જગડતો ત્યારે... 

તેના પર ભરપુર ગુસ્સો કરતો... 

અને જે અનુભવતો તેજ બોલ બોલ કરતો... 

ગુસ્સામાં પણ એ ક્યારેય જુઠ નથી બોલ્યો...

પછી જ્યારે ગુસ્સો શાંત થઈ જાય ત્યારે... 

એ પોતાનો પ્રેમ અને નીજી લાગણી 

બીજાની કે બીજી કોઈજ પરવા કર્યા વગર યેનકેન પ્રકારે વ્યક્ત કરતો રહેતો.. 

પોતાના મન અને સ્વભાવની આવી વાતો,

અનંત માત્ર તેની પાસે તેની સાથે સતત રહેતા જર્જરીત કાગળીયાઓનેજ કહેતો.

એવો એક જર્જરીત કાગળ આજે 

જ્યારે મે ખોલ્યો ત્યારે... 

મને એ જર્જરીત કાગળીયામા 

ભલા ભોળા નિર્દોષ... 

અનંતનો ચહેરો દેખાયો... 

મારી સામે મર્માળુ હસતા હસતા 

અનંત બોલ્યો... 


મારી ભીતર અનંત પ્રેમ છે.! 

એટલે વિપરીત સંજોગો બાદ, 

કોઈ પણ સંજોગોમાં.! 

મારામાથી માત્ર પ્રેમ અને, 

પ્રેમની વાતોજ બહાર આવશે.! 

વિપરીત સંજોગો બાદ, 

યેનકેન પ્રકારે.. 

હું માત્ર ને માત્ર મારો પ્રેમજ વ્યક્ત કરીશ.. 

શરીર માં શ્વાસ હશે ત્યાં સુધી.. 

અને શરીરમાં શ્વાસ નહીં હોય ત્યારે પણ.! 

અર્થાત્.... 

મર્યા પછી પણ અનંત પ્રેમ 

અનંત યુગો સુધી જીવતો હશે

જાગતો રહેશે.... 

આ મારી અને મારા મન હ્રદયની વાત છે.! 

તારૂ અને તારા મન હ્રદયનુ તું જાણે... 

શરીર ને હું ક્યારેય નહીંજ અવગણુ 

પણ.! પ્રેમ એ ખરેખર તો 

પવિત્ર આત્માની અનુભુતી છે.! 

અને આત્માને

દૂર કે નજીક જેવુ

અર્થાત્ પાસેજ હોવુ 

એવુ કાંય જ ના હોય... 

મને આત્માથી પણ પ્રેમ કરતા આવડે છે.! 

છો ને તું મારાથી જોજનો દૂર હોય.! 

હું "અનંત" આંખ બંધ કરીને પણ..! 

મારી સામે તને ઉપસ્થિત કરી શકુ છું.! 

એ રીતે પણ તને હું અનુભવી શકુ છું.! 

તું કરે ના કરે હું તને મહેસુસ કરી શકુ છું.! 

મે મારી વાત કૈ દિધી 

તારી મન નથ ખબર... 

"અનંત"

*બ્લાસ્ટ*

"અનંત"ભાગ્ય માં જે હોય જેટલુ હોય, 

તેટલુજ કોઈ પણ ભોગવી શકે છે.! 

અને, ભોગવે ઈ ભાયડો યા બાયડી..! 

બાકી તો મો સુધી પહોંચી ગયેલો 

કોળીયો પણ..! 

હાથમાંથી છુટી જતો હોય છે..! 

"અનંત"

No comments:

Post a Comment