બીજે દિવસે જ્યારે હવારે હું
ન્યાં ખંડેર ગયો, ત્યારે મને ખબર પડી ઈવડા ઈએ
મારા ગ્યા પછે વાંહેથી આવા કાં'ક ભડાકા કર્યા' તા
દોરી સાથે બાંધેલ બોલપેન સાથે
દિવાલ પર લટકતુ લાકડાનું પેડ ઉતારી
મે વાંચ્યું તો ઈએ એમાં લખ્યા તો
*બ્લાસ્ટ*
ખબર નથી કોને કોને કેવી લાગે.!
હમજો તો હમજવા જેવી લાગે.!
હાંભળો તો હાંભળા જેવી લાગે..!
નૈ તો હંભળાવી હોય એવી લાગે..!
મન મુકીને
મે તો કહી દીધી "અનંત" મનની વાત,
હવે જેને જેવી લાગવી હોય એવી લાગે.!
"અનંત"
*લઘુતા ગ્રંથી *
"અનંત" જો કે એમ્માં તારોય વાંક્ક નથી..!
ઘણાને ગર્વ લેતા અટકાવે છે લઘુતા ગ્રંથી..!
*અનંત*
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
મધરાતે અમે ત્રણેય ભાઈબંધો ખંડેર માં મળ્યા ત્યારે ચાયની ચુસ્કી ભરતા ભરતા
આવુ કાં'ક ભાઈબંધે કહ્યું હતું મન્ને .!
એ નવરા બેઠા કહ્યું તન્ને..!
જો કે મને ત્યારે કૈ ટપ્પો પડેલ નૈ અકલે મે કહ્યું.
કૈ હમજાણુ નથ ભાઈબંધ...
પણ એક સવાલ થાય છે.
પુછ.!
ભાઈબંધે કહ્યું અકલે પછી મે પુછ્યું
ખાલી "ગર્વ" લેતાજ.???
સુર્રરરરર કરતાક ચાયની છેલ્લી ચુસ્કી ભરી ટપ કરતોક તુટેલ ટીપોય પર કપ મુકી ઈવડો ઈ ક્યે કે ઈ મન નથ
અક્કલ ના બારદાન..!
ખબર ન પડે કાંઈ
તો તું મુંગો મર...
મે કહ્યું અરે પણ કે તો ખરો
તો ઈવડો ઈએ ગુસ્સે થઈ કહ્યું
મન નથ ખબર...
ત્યારે...
ધીરે ધીરે ચાયનો ઘુંટ ભરતા મુછમા હસતા
ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું...
પઅરીઈયાઆ...
*લઘુતા ગ્રંથી*
લખવામાં , બોલવામાં ,
વાંચવામાં, વીચારવામાં
કહેવામાં, સાંભળવામાં,
સમજવામાં, સમજાવવામાં...
સમજને પરીયા *લઘુતા ગ્રંથી*
ઉપરોકત તમામ બાબતે બાધા નાખે છે.!
ત્યાં સુધી કે
જીવનમાં આગળ વધવા માં પણ માણસ ને
*લઘુતા ગ્રંથી*જ આડી આવે છે.!
અજ્ઞાની આકલુ બોલીને મૌન થઈ ગયો...
અકલે મે પુછ્યું
પણ લ્યા કોની..?
અકલે ઈવડો ઈ દાઢી વાળો
પણ ખીજાઈ ગ્યો મારા પર.
મને ક્યે. શું કોની.?
બુધ્ધિ વગરના કોની શું.?
મે કહ્યું
*લઘુતા ગ્રંથી*
અકલે પછી અનંતે મને ઘઘલાવત કહ્યું.
એલાઆઆઅ...
પરીઈઆઆઆ....
ડોફાઆઆઆઅ.....
પોતાનીજ..!
સૌ ને પોતાની *લઘુતા ગ્રંથી*
જ તમામ બાબતે નડતી હોય છે.!
તારી તન્ને
મારી મન્ને
કોઈ બીજાની
બીજા કોઈની
કોઈને શું ખાક નળશે...
ઈવડા ઈ બેય તેદિ' સોર્રીઈઈઈ..
તે રાતે મને વઢ્યા મારૂ અમપાન કર્યું અકલે હું
સટ્ટ દૈન ખુણચીં પરથી ઊભો થૈ
પટ્ટ પટ્ટ પછાડતો
દરવાજે ગયો ન
ફટ્ટ દૈન દરવાજો ખોલી
જટ્ટ જટ્ટ બાર નીકળીન
ધડ્ડ કરતોક દરવાજો પછાડીન
બંધ કરીન ઘરભેગો થૈ ગ્યો....
વર્ષો પહેલાં ની વાત.!
સમાપ્ત..!
ખબર નથી કોને કોને કેવી લાગે.!
હમજો તો હમજવા જેવી લાગે.!
હાંભળો તો હાંભળા જેવી લાગે..!
નૈ તો હંભળાવી હોય એવી લાગે..!
મન મુકીને
મે તો કહી દીધી "અનંત" મનની વાત,
હવે જેને જેવી લાગવી હોય એવી લાગે.!
"અનંત"
*હળવો બ્લાસ્ટ*
લઘુતા ગ્રંથી થી એક ભયંકર બીમારી છે.
લઘુતા ગ્રંથી થી પીડાતો માણસ માત્ર
પછી તે નર હોય કે નારી "અજ્ઞાની"
ક્યારેય કોઈ પણ ક્ષેત્રમાં
આગળ વધી નથી શકતા.
લઘુતા ગ્રંથી જેવી પીડા નો પ્રભાવ
માણસ ના સ્વભાવ પર પડે છે.!
અને એ સ્વભાવ ને લૈને
તેના મનમાં અભાવ જન્મે છે.!
આ કારણે ક્યારેય ઘણાના મગજમાં
ઈર્ષા નામની બીમારી પણ થૈ જતી મે જોઈ છે.!
પછી લઘુતા ગ્રંથી અને ઈર્ષા જેવી
બંન્ને પ્રકારની
બીમારી નો શીકાર થયેલી વ્યક્તિ
પછી, ક્યારેક ક્યારેક
હીંસક પણ બની જતી હોય છે.
જે ન તો ખુદ આગળ વધી શકે છે.
ન તો કોઈને આગળ વધવા દ્યે છે.
આવી વ્યક્તિ અમુક સંજોગોમાં
ખુબ ખરાબ રીતે લડી પડે છે.!
અને સંબંધો પણ તોડી નાખે છે.!
"અજ્ઞાની"
અને છેલ્લે છેલ્લે
ભાઈબંધો હંમેશા કહેતા એ વાત કૈ દૌ
અમે એવા લોકો થી હંમેશા ગર્વીત થઈએ છીએ
જે અમારી સાથે,
કોઈ પણ સબંધે જોડાયેલા હોય,
અને,
તેઓ તમામ બાબતે
અમારા થી આગળ હોય,
એવા લોકો અમારી સાથે જોડાયેલા
હોવાનો અમને
હંમેશા ગર્વ થાય છે.!
અમે તા ઉમ્ર ગર્વ લઈએ...
મગર " અનંત"... અફસોસસસ...
છેલ્લે છેલ્લે બંન્ને એ વ્યક્ત કરેલ
અફસોસસસસ....
નું રહસ્ય....
અફસોસસસસ...
હું આજ સુધી ઉકેલી શક્યો નથી...
એના અફસોસ મા છુપાયેલ...
કોઈ ખુશી છે.? વેદના છે..??
કે વ્યંગ ???
હું આજ સુધી નથી ઉકેલી શક્યો...
અફસોસસસ....
મને એ વાતનો છે..!
No comments:
Post a Comment